4G બાદ હવે આ લોન્ચ કરશે મુકેશ અંબાણી, 30 શહેરોથી થશે શરૂઆત….

0

મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ Jio એ પુરી ટેલીકોમ માર્કેટને ધ્રુજાવી નાખી છે. Jio નાં આવ્યા બાદ ડેટા તો સસ્તા મળીજ રહ્યા છે સાથે જ વોઈસ કોલિંગ અધિકાંશ નેટવર્ક ઉપર પણ ફ્રી મળી રહ્યું છે. પણ હાલ થોડા સમયમાંજ રિલાયન્સ Jio એક બીજો જોરદાર ધમાકો કરવા જઈ રહ્યા છે.

મીડિયા રીપોર્ટસ નાં આધારે જાણવામાં આવ્યું છે કે Jio ની હાઈ સ્પીડ ફાઈબર હોમ બ્રાંડબૈંડ સર્વિસ લોન્ચ થવાની છે તેની સાથે જ Jio ટીવી સર્વિસ પણ લોન્ચ કરવામાં આવવાની છે. પહેલા તેને માત્ર 30 શહેરમાં જ લોન્ચ કરવામાં આવશે. ટીયર 2 અને ટીયર 3 શહેરોમાં Jio નાં આધારે 10 કરોડ ઘરો સુધી પોતાની પહોંચ બનાવશે. સાથે જ કંપનીના પહેલા ફેજમાં 5 કરોડ ઘરો સુધી પહોચાડવાનો પ્લાનિંગ ચાલી રહ્યો છે. Jio એ અત્યાર સુધીમાં 120 મિલિયન(12 કરોડ) 4G વાયરલેસ સબ્સક્રાઇબર્સ જનરેટ કરી ચુક્યું છે. કંપની 3 લાખ કિલોમીટર થી પણ વધારે ઓપ્ટિક ફાઈબરની લાઈન દેશભરમાં પાથરી ચુકી છે.

એક ફિલ્મ ડાઉનલોડ થવામાં લાગશે 2 સેકંડ:

Jio ફાઈબર બ્રોડબૈંડ ની સ્પીડ 1Gbps સુધી હશે. મતલબ તેનાથી એક ફિલ્મ ડાઉનલોડ કરવામાં માત્ર 2-3 સેકંડ જેટલોજ સમય લાગશે. Jio  બ્રોડબૈંડ લેવા માટે 4,500 રૂપિયાની સિક્યુરીટી મની(રોકડ રકમ) આપવાની રહેશે. આ ધન રાશી રીફંડેબલ હશે. તેની સાથે એક રાઉટર પણ આપવામાં આવશે. આ રાઉટરનાં માધ્યમ થી જ Jio ટીવી નો ઉપીયોગ કરી શકાશે.

એક યુઝર થી 1000 રૂપિયાનો ટાર્ગેટ

10 સિલેક્ટેડ સિટીમાં Jio હોમ બ્રોડબૈંડ ની ટેસ્ટીંગ પણ કરી ચુક્યો છે. જેમાં મુંબઈ, દિલ્લી, અમદાવાદ, જામનગર, સુરત અને વડોદરા જેવા શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. મીડિયા રીપોર્ટસ નાં આધારે Jio નો ટાર્ગેટ દરેક યુજર થી 1 થી 15,000 રૂપિયા દરેક મહિના કમાવાનો છે. ટીવી સીરીઝની પણ તેની સાથે ઓફર કરવામાં આવશે.


Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.