45 વર્ષ ની થઇ ઐશ્વર્યા રાઈ બચ્ચન, એક સમયે ઘરેથી બહાર નીકળતા પણ ડરતી હતી, જુઓ નાનપણ ની 9 તસ્વીરો….

0

ઐશ્વર્યા રાઈ આજે એટલે કે 1 નવેમ્બર ના રોજ 45 વર્ષ ની થઇ ચુકી છે. ઐશ બાળપણ માં પણ કોઈ પરીથી કમ લાગતી ન હતી. ઐશ ની નીલી આંખો અને રૂપાળો તેનો રંગ તેને બાકીના બાળકો થી અલગ કરતો હતો. ઐશ હંમેશા થી જ અભ્યાસ માં ખુબ સારી હતી અને તેની સાથે તેને ડાન્સ નો પણ ખુબ શોખ હતો. ઘણીવાર તેને સ્ટડી અને ડાન્સ માટે એવોર્ડ પણ મળી ચુક્યા છે.
1 નવેમ્બર, 1973 ના રોજ મેંગ્લોર માં જન્મેલી ઐશની સુંદરતા અને અભિનય ના આજે લાખો લોકો દીવાના છે. ઐશ ના પિતા કૃષ્ણરાજ એક મરીન બાયોલોજીસ્ટ હતા.
તેની માં નુ નામ વૃંદા રાઈ અને ભાઈ નું નામ આદિત્ય રાઈ છે. વર્ષ 1994 માં મિસ વર્લ્ડ નો ખિતાબ જીતીને દેશનું નામ રોશન કર્યું હતું. ઐશ બાળપણ થી જ ખુબ જ સુંદર રહી હતી.અભ્યાસ ની સાથે સાથે ઐશ ની પાસે મોડેલિંગ ના પણ ઘણા ઓફર્સ આવવા લાગ્યા હતા. ઐશ 9 માં ધોરણ માં હતી ત્યારે તેણે એક પેન્સિલ ની જાહેરાત માં કામ કર્યું હતું. ઐશ જયારે 4 થી 5 વર્ષ ની હતી ત્યારે જયારે પણ તે બહાર જાતિ ત્યારે લોકો તેને જોયા કરતા હતા. તે સમયે માસુમ ઐશ ને એ જાણ ન હતી કે આ બધું શું થઇ રહ્યું છે. અને તેનાથી તે ખુબ ડરી જાતિ હતી.ઐશ માં અભિનય કરવાનો શોખ બાળપણ થી જ હતો. કદાચ તેના જ લીધે જયારે તે તે સ્કૂલ માં હતી ત્યારે અનેક કાર્યક્રમો માં ભાગ લેતી હતી. 13-14 વર્ષ ની ઉમર પછી તે તેનાથી દૂર રહેવા લાગી હતી, તેને લાગતું હતું કે કાર્યક્રમ ના પછી છોકરાઓ તેની જલક મેળવવા માટે સ્કૂલ ના ગેઇટ પાસે ઉભા રહી જાશે.કોલેજ ના દરમિયાન પણ ઐશે ઘણા મોડેલિંગ એસાઇમેન્ટ કર્યા હતા. 1991 માં ઐશ ની તસવીરો ફેશન મેગેજીન માં પબ્લિશ થઇ હતી,ઐશ તેના પછી સુપરમૉડલ ના રૂપે પસંદ કરવામાં આવી અને અહીં થી જ મિસ વર્લ્ડ અબે સુપર સ્ટારડમ ની સફર ની શરૂઆત થઇ.  Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here