400 કિમી/કલાકની રફ્તારથી ઉડનારી ટેક્સી બનાવી રહી છે રોલ્સ રૉયસ કંપની, એકવારમાં 5 યાત્રીઓ બેસી શકશે….વાંચો વિગત

0

કાર કંપની રોલ્સ રૉયસ 400 કિમિ પ્રતિ કલાકની રફ્તાર થી ઉડનારી ટેક્સી બનાવી રહી છે.  વર્ષ 2020 ના પહેલા તેને લોન્ચ કરવાની તૈયારી છે. તેમાં એકવાર પાંચ યાત્રી સફર કરી શકશે. ટેક્સીને એકવાર ચાર્જ કરીને 800 કિમિ સુધી નું અંતર નક્કી કરી શકાય છે. કંપનીના આધારે, કંપની આ અઠવાડિયે હૈમ્પશાયર માં થનારા એક એયર-શો માં તેનું પ્રદર્શન કરશે. આ એયર શો માં વિશ્વની ઘણી જાણીતી કંપનીઓ પોત-પોતાનો હુનર દેખાડશે. જો કે રોલ્સ રૉયસ પહેલા પણ જહાજ, હૈલીકૉપટર, અને શિપ એન્જીન બનાવી ચુકી છે. 

વારંવાર નહીં કરવું પડે ચાર્જ:

રોલ્સ રૉયસ આ ટેક્સીમાં પોતાની એમ 250 ગૈસ ટર્બાઇન ટેક્નોલોજીનો ઉપીયોગ કરીને 500 કિમીની ઉર્જા ઉત્પન્ન કરશે. તેમાં ઓછો અવાજ ઉત્પન્ન કરનારા એન્જીનનો ઉપીયોગ કરવામાં આવશે. તેની હાઈબ્રીડ ડિઝાઇન ના ચાલતા તેને વારંવાર ચાર્જ કરવાની જરૂર નહીં પડે. તેમાં લાગેલા વિંગ 90 ડિગ્રી સુધી ફરી શકશે, જેનાથી તે સીધું જ ટેકઓફ અને લૈન્ડીંગ કરી શકશે.

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.
GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here