400 અધિકારીઓને મોર્નિંગ વોક પર લઈ જવા વાળી IAS મહિલા અધિકારી….

એક એવી મહિલા આઈ.એ.એસ ઓફિસર જે સીટી વગડાવીને ખુલ્લામાં શૌચ કરતાં અટકાવે છે તો ક્યારેક ઘાયલ બાળકને પોતાની કારમાં હોસ્પિટલ લઈ જાય છે, અને પોતાની ગાડી અને ડ્રાયવર પોલીસને આપી દે છે. અમે વાત કરી રહ્યા છીએ IAS મહિલા અધિકારી પ્રિયંકા શુક્લાની જે પોતાના કાર્યથી માત્ર ચર્ચામાં નથી રહેતી, પણ પોતાની ફરજ નિષ્ઠાની બજાવે છે. પ્રિયંકા રાષ્ટ્રપતિ દ્વારા પણ સન્માન મેળવી ચુકી છે અને પોતાના જિલ્લામાં યુવાઓ માટે એક રોલ મોડલ પણ છે.

2009 ની બેચની છે IAS ભારતીય પ્રશાશનિક સેવા 2009 બેચની આઈ.એ.એસ અને છત્તીસગઢના જશપુર જિલ્લાનું વહીવટી કામ કરવા વાળી IAS પ્રિયંકા શુક્લા પોતાની અલગ કામગીરી માટે ચર્ચામાં રહે છે. ડૉ.શુક્લાએ 12 પાસ કરી 2006માં જોર્જ મેડિકલ યુનિવર્સિટીમાં MBBSની ડીગ્રી મેળવી. જે દિવસે પોતે ઇન્ટર્નશીપ કરતી હતી ત્યારે ત્યાં એક મહિલા દરરોજ પોતાના બાળકોનો ચેકઅપ કરાવવા પહોંચી જતી હતી.પ્રિયંકા શુક્લા જશપુરની પહેલી મહિલા કલેક્ટર છે.

પ્રિયંકા શુક્લા જશપુર(છત્તીસગઢ)ની પહેલી મહિલા કલેક્ટર છે. એમણે 8 એપ્રિલ 2016 ના આ માઓવાદ પ્રભાવિત જિલ્લાનો ચાર્જ સાંભળ્યો હતો. ડ્યુટી જોઈન કરતાં જ એમની સાથે અજુગતું બન્યું. એક દિવસ પોતે જશપુરનગરથી દુલદુલા ગામ જતી હતી ત્યારે ભીમપુર ગામ પાસે ચંબાબાઈનો છ વર્ષનો પુત્ર અચાનક ગાડીની સામે આવ્યો. ડ્રાઇવરે બ્રેક મારી પણ ત્યાં સુધી ચંબાબાઈનો પુત્ર ગંભીર રૂપથી ઘાયલ થઈ ગયો હતો. પ્રિયંકા ચાહત તો પોતાની પોસ્ટનો ફાયદો ઉઠાવીને ત્યાંથી ભાગી શકતી હતી, પણ પોતે એ બાળકને ગ્રામજનોની મદદથી હોસ્પિટલ લઇ ગઈ.પોતાની ગાડી અને ડ્રાઈવરને પોલીસના હવાલે કર્યા

ત્યારબાદ એ બાળકને આઇસીયુમાં ભરતી કરાવ્યો અને પોતાની ગાડી અને ડ્રાઈવરને પોલીસને સોંપી દીધા. જ્યાં સુધી બાળકને રજા નહોતી મળી ત્યાં સુધી તે બાળકના હાલ ચાલ પૂછતી રહી. જશપુર જિલ્લાના કલેક્ટર પહેલા ડો. શુક્લા રાજનાંદગામ જિલ્લા પંચાયતની સીઈઓ અને કૌશલ વિકાસ અભિકરણ તથા રાજ્ય પરિયોજના આજીવિકા કૉલેજ સોસાયટીની મુખ્ય કાર્યપાલક અધિકારી રહી ચુકી છે.  જે વર્ષમાં એમણે કલેક્ટરનો કાર્યભાર સાંભળ્યો હતો ત્યારે એક દિવસનો કેમ્પ લગાવી મેડિકલ ચેકઅપ કરાવ્યો હતો.400 અધિકારીઓ અને કર્મચારીઓને પોતાની સાથે મોર્નિંગ વોક પર લઈ જવા લાગી

મેડિકલ રિપોર્ટમાં ખબર પડી કે કેટલાક અધિકારી અને સ્ટાફના માણસોને અલગ અલગ પ્રકારની બીમારી છે. કોઈને બ્લડ પ્રેશરની તકલીફ છે તો કોઈકને ડાયાબીટીસની બીમારી છે. એજ દિવસે એમણે નક્કી કર્યું કે તેમના બધા જ અધિકારીઓ અને કર્મચારીઓને મોર્નિંગ વોક પર લઈ જશે. એમને એમ લાગે છે કે અધિકારીઓ અને સ્ટાફના માણસો સ્વસ્થ રહેશે તો સારી રીતે કામ કરી શકશે. ત્યારબાદ પોતે 400 અધિકારીઓને પોતાની સાથે મોર્નિંગ વોક પર લઈ જવા લાગી અને કેટલાય કર્મચારીઓનો શ્વાસ ચઢતો રહ્યો.ડૉ. પ્રિયંકા શુક્લા ઘણા નેશનલ એવોર્ડથી સન્માનિત છે.

ડૉ.પ્રિયંકા શુકલા ઘણા નેશનલ એવોર્ડથી સન્માનિત છે. વર્ષ 2011માં તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ એમને સેન્સસ સિલ્વર મેડલથી સન્માનિત કર્યા હતાં. વર્ષ 2013માં ચૂંટણી દરમ્યાન મતદાન જાગૃતિ ફેલાવવા માટે ચૂંટણી આયોગ દ્વારા સ્પેશિયલ એવોર્ડ અને લોકસભા 2014 માટે એપ્રિસીએશન લેટર પણ મળ્યો હતો. રાજનાંદગામ જિલ્લામાં સાક્ષરતા વધારવા માટે તેઓ રાષ્ટ્રપતિ દ્વારા પણ એવોર્ડ મેળવી ચુકી છે. આ સિવાય છત્તીસગઢના તત્કાલીન રાજ્યપાલ દ્વય શેખર દત્ત અને બલરામદાસ ટંડન દ્રારા પણ એવોર્ડ મેળવી ચુકી છે. ડૉ શુક્લા મૂળ ઉત્તરપ્રદેશની રહેવાસી છે.પિતાએ તબાદલાસુદી નોકરી કરી

એમના પિતાએ તબાદલાસુદી નોકરી કરી એટલે વિદ્યાર્થી જીવનમાં તેઓને અલગ અલગ શહેરમાં રહેવાનું થયું. એમનું શરૂઆતનું ભણતર હરિદ્વાર અને રાનીપુર (ઉત્તરાખંડ)માં થયું. બાળપણ હરિદ્વારમાં વીત્યું જ્યાં એમના પપ્પા સરકારી નોકરી કરતાં હતાં. એ દિવસોમાં જ્યારે પણ પપ્પા સાથે મેજિસ્ટ્રેટની ઓફીસે જતી ત્યારે એમના પપ્પા ડી.એમની નેમ પ્લેટ દર્શાવીને જણાવતા કે એમનું નામ એ કઈ જગ્યાએ જોવા માંગે છે. ત્યારે એમને આઈ.એ.એસ બનવાની પ્રેરણા મળી. આઈ.એ.એસના ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું કે તમે મેડિકલ છોડીને શા માટે સિવિલ સર્વિસમાં જવા માંગો છો. એમનો જવાબ એ હતો કે આઈ.એ.એસમાં સિલેક્ટ ન થવા પર એમને એક પ્રોફેશનલ ડીગ્રી જોઈએ એટલે તેઓ મેડીકલમાં ગયા. એમની પ્રાથમિકતા તો આઈ.એ.એસ બનવાની જ હતી.શું તું કલેક્ટર છે કે હું તારી વાત માનું ?

ડૉ.શુક્લાએ 12 પાસ કર્યા બાદ 2006માં જોર્જ મેડિકલ યુનિવર્સિટીમાંથી મેડિકલની ડીગ્રી મેળવી. જે દિવસોમાં પોતે મેડીકલ ઇન્ટર્નશિપ કરતી હતી ત્યારે લખનઉના સલ્મ એરિયા માંથી એક મહિલા દરરોજ પોતાના બાળકોનો ચેકઅપ કરવા પહોંચી જતી. એમના બાળકો પેટની બીમારીઓથી પરેશાન હતાં અને પોતે મોંઘી દવાઓ લખવાને બદલે પાણી ઉકાળીને પીવાની સલાહ આપતી. એક દિવસ પોતે સલ્મ એરિયામાં પહોંચી તો એ મહિલાને ગંદુ પાણી પિતા જોઈ ગઈ. પ્રિયંકાએ એ મહિલાને કેટલું સમજાવ્યું અને કહ્યું, તું મારી વાત કેમ નથી માનતી ? તો એ મહિલાએ કહ્યું, તું કોઈ કલેક્ટર છે કે હું તારી વાત માનું !એની આ વાત શુક્લાને અડી ગઈ

એ મહિલાની વાત ડૉ. શુક્લાને અડી ગઈ અને એને વિચાર્યું કે ભૂલ તો પોતાની જ છે અને પોતે કોઈ કલેક્ટર તો નથી જ ને ! એમણે સ્વીકાર્યું કે કોઈને પોતાની વાત મનાવવી હોય તો પહેલા પોતાની જાતને ઉંચી કરવી પડશે. ત્યારે પોતાના સાધિકારથી વાતને ગંભીરતાથી લઈ શકે. એમબીબીએસ પૂરું કર્યા બાદ પોતે યુપીએસસીની તૈયારીમાં લાગી ગઈ અને 2009માં થર્ડ એટેમ્પમાં એ સિલેક્ટ થઈ અને બે વર્ષ મસૂરીમાં ટ્રેઇનિંગ લીધા બાદ છત્તીસગઢના સરાયપાલીમાં એસ.ડી.એમ તરીકે પોસ્ટિંગ થઈ.એક કલેક્ટનું માઓવાદીઓએ અપહરણ કરી લીધુ હતું.

પોતાનો આ અનુભવ મીડિયાને ડૉ.શુક્લાએ ત્યારે કહ્યો જ્યારે રાજ્ય પરીક્ષા બોર્ડના ટોપર યોગેશ સિંહ ચૌહાણને સન્માનિત કરતાં હતાં. ડૉ.શુક્લા પોતાની સુઝ બુઝથી લોકોની સહાનુભૂતિ મેળવે છે. જશપુર એજ જિલ્લો છે જ્યાં 2012માં તત્કાલીન કલેક્ટર એલેક્સ પોલનું માઓવાદીઓએ અપહરણ કર્યું હતું અને એના સુરક્ષા જવાનની હત્યા કરી હતી. ઉલ્લેખનીય છે કે ખુલ્લામાં શૌચ રોકવા માટે ટીવી એડ.ની પ્રેરણા વિદ્યા બાલને ડૉ. શુક્લાથી જ મળી હતી.

જિલ્લામાં ખુલ્લામાં શૌચ રોકવા માટે એક અનોખો પ્રયોગ કર્યો.જિલ્લામાં ખુલ્લામાં શૌચ કરતા રોકવા માટે એક અનોખો પ્રયોગ કર્યો. પોતે જશપુર જિલ્લામાં બધાને કહ્યું કે કોઈપણ વ્યક્તિ બીજી વ્યક્તિને ખુલ્લામાં શૌચ કરતા જોવે તો સિટી વગાડે. ધીમે ધીમે આ પ્રયોગ આખા રાજ્યમાં ફેલાઈ ગયો. કલેક્ટર ડૉ.શુક્લાના પ્રયોગોથી યુવાપેઢી ખૂબ પ્રેરિત છે. જિલ્લાના દુલદુલા વિકાસખંડગામના આમાડીપાની મહેશ્વરી સાય પણ ડો. શુક્લાની જેમ જ કલેક્ટર બનીને લોકોની સેવા કરવા માંગે છે. મહેશ્વરીએ હાઈસ્કૂલની મેરીટલિસ્ટમાં પાંચમો નંબર પણ લાવી છે અને પોતે ડૉ.શુક્લાથી મળી પણ ચુકી છે અને મહેશ્વરી જેવા કેટલાય વિદ્યાર્થીઓ ડૉ.શુક્લાથી પ્રભાવિત છે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!