40 વર્ષની ઉંમરે સલમાન ની આ અભિનેત્રી ત્રીજી વાર બની માં, ખુબ ખુબ અભિનંદન – જુવો તસવીરો

0

બૉલીવુડ ની સુપરહિટ ફિલ્મ ‘જુડવા’ માં સલમાન ખાન ની સાથે નજરમાં આવેલી 40 વર્ષની એક્ટ્રેસ રંભા એ હાલ માં જ એક દીકરાને જન્મ આપ્યો છે. રંભા ત્રીજી વાર માં બની છે. તેની પહેલા તેની બે દીકરીઓ છે. આ વાતની જાણકારી ખુદ રંભા ના પતિ ઇન્દ્રણ પથ્થમાનાથને રંભા ના ઈનસ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા આપી છે. જાણકારી ના અનુસાર 23 સપ્ટેમ્બર ના ટોરેન્ટો ના માઉન્ટ સિનાઈ હોસ્પિટલ માં રંભા એ દીકરા ને જન્મ આપ્યો. બંને માં-દીકરો એકદમ સ્વસ્થ છે.તમને જણાવી દઈએ કે ફિલ્મોથી દૂર રહ્યા પછી રંભા સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. તેની પુરી કોશિશ હોય છે કે સોશિયલ મીડિયા દ્વારા તે પોતાના ચાહનારાઓ સાથે જોડાઈને રહે.
આગળના દિવસોમાં રંભા ની ગોદભરાઈ થઇ હતી. રંભા એ ખુદ જાતે આ ફંક્શનની ઘણી તસ્વીરો સોશિયલ મીડિયા પર શેયર કરી હતી. ફંક્શન ના દરમિયાન રંભા ખુબ જ સુંદર અને ખુશ નજરમાં આવી રહી હતી. આ સિવાય રંભા એ બેબી બમ્પ ની સાથે આ ફંક્શનમાં ડાન્સ પણ કર્યો હતો.
જણાવી દઈએ કે બૉલીવુડ અને સાઉથ બેસ્ડ એક્ટ્રેસ રંભા એ કેનેડાના બિઝનેસમૈન ઈન્દ્રણ પથ્થમાનાથન સાથે 8 એપ્રિલ, 2010 માં લગ્ન કર્યા હતા. 13 જાન્યુઆરી 2011 ના રોજ રંભા ની મોટી દીકરી લાન્યા અને 31 માર્ચ, 2015 ના રોજ દીકરી સાશા નો જન્મ થયો હતો.રંભા એ 16 વર્ષની ઉંમરમાં ડેબ્યુ કર્યું હતું. રંભાએ 1995 માં ફિલ્મ જલ્લાદ દ્વારા બોલીવુડમાં એન્ટ્રી લીધી હતી. તેના પછી દાનવીર, જંગ, કહર, જુડવા, સજના, ઘરવાલી બહારવાલી, બંધન, મૈં તેરે પ્યાર મૈં પાગલ, બેટી નંબર વન, દિલ હી દિલ મૈં સહીત ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!