40 મિનિટમાં દિલીપ જોશી બની જાય છે ‘જેઠાલાલ’, દરેક 15 દિવસમાં બદલાઈ જાય છે મૂંછો, વાંચો આર્ટિકલ…

0

ટીવી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં ના જેઠાલાલ એટલે કે દિલીપ જોશી હાલ 50 વર્ષ ના થઇ ગયા છે. આજે અમે તમને જેઠાલાલના મેકઅપ મૈન ‘અમિત સંચલા’ સાથે જોડાયેલી અમુક બાબતો જણાવીશું જે આગળના 25 વર્ષો થી મેકઅપ કરી રહ્યા છે. એક ઇન્ટરવ્યૂમાં વાતચીત કરતા અમિતે દિલીપ જોષી સાથે જોડાયેલી ઘણી દિલચસ્પ વાતો શેયર કરી હતી.

દિલીપ જોશીનું મેકઅપ કરી રહેલા આર્ટિસ્ટ અમિત સંચલા:અમિત જણાવે છે કે,”મારું પૂરું બાળપણ અમિત સર ના મેકઅપ માં જ પસાર થઇ ગયું છે. હું તેની હેઈર સ્ટાઇલ અને મેકઅપ આગળના 25 વર્ષોથી કરી રહ્યો છું. હું તેના દરેક ટીવી શોઝ અને ઇવેન્ટ્સમાં સાથે રહું છું. જાણીને હેરાની લાગશે કે તેની પાસેથી ક્યારેય કોઈ સિંગલ ડિમાન્ડ આવી નથી. દિલીપે ક્યારેય એ નથી પૂછ્યું કે હું કઈ પ્રોડક્ટ્સ યુઝ કરૂ છું. તે ખુબ જ દિલચસ્પ વ્યક્તિ છે. સેટ પર દરેક લોકો તેની સાદગી અને તેના નેચરને ખુબ પસંદ કરે છે. દિલીપ જી ને જેઠાલાલ ના કેરેક્ટર માં આવવા માટે લગભગ 30 થી 40 મિનિટ જેટલો સમય લાગે છે. તેની નકલી મૂંછો દરેક 15 દિવસમાં બદલાઈ જાય છે. હંમેશા તેના ખિસ્સામાં એક નકલી મૂંછ જરૂર રહે છે. શો ના આ 10 વર્ષ દરમિયાન તે લગભગ 200 જેટલી મૂંછો બદલાઈ ચુક્યા છે”.

દિલીપ જોશીની સાથે મેકઅપ આર્ટિસ્ટ અમિત સંચલા:આર્થિક મદદ કરે છે જેઠાલાલ:

અમિત આગળ જણાવે છે કે, ”દિલીપ હવે ખુબ જ શાંત અને રિઝર્વ નેચરના બની ગયા છે,જયારે તે પેહલા તેવા ન હતા. હું તેને આગળના 25 વર્ષોથી ઓળખું છું માટે હું હવે તેનામાં ઘણા બદલાવને જોવ છું. પહેલા તે ખુબ જ હસી મજાક કરતા હતા પણ હવે તે રિઝર્વ થઇ ગયા છે”.અમિતે જણાવ્યું કે, ”અમુક વર્ષ પહેલા મારી ફાઇનૅન્શિયલ કન્ડિશન ઠીક ન હતી કેમ કે મારા પિતા હોસ્પિટલમાં એડમિટ હતા. મને યાદ છે કે તે સમયે દિલીપ સરે મારી મદદ કરી હતી. હું તેની પાસે પણ ગયો ન હતો તેની પહેલા જ તેમણે ખુદ આવીને મારી મદદ કરી હતી. આ તો જો કે એક જ કિસ્સો છે, એવા તો ઘણા કિસ્સા છે જેમાં તેમણે બિલકુલ પણ વાર ન લગાડતા મારી મદદ કરી હતી”.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here