ગરમીમાં ભીડભાડ વાળી જગ્યા શિમલા, મનાલીને બદલે અહીં મળશે તમને શાંતિ અને શુકુન….

1

ગરમીઓ શરૂ થતા જ આપણે રજાઓ ની પ્લાનિંગ કરવા લાગીયે છીએ અને આ પ્લાનિંગ ના દરમિયાન સૌથી પહેલા આપણે શિમલા, મનાલી અને નૈનિતાલ પર વિચારવા લાગીયે છીએ. આ પર્યટન સ્થળો પર વધતી જાતિ પર્યટકો ની સંખ્યા ને લીધે હવે ત્યાં એટલી શાંતિ નથી, જેટલી પહેલા હતી.પણ તેની આસપાસ હજી પણ એવા સ્થાનો છે, જે વાસ્તવિક રૂપથી હિલ સ્ટેશન છે અને તે પોતાની શાંતિથી આપણી અંદર શુકુન નો અનુભવ કરાવે છે.

1. બડોગ:દિલ્લીથી લગભગ 293 કિલોમીટર દૂર સમુદ્રથી 6000 ફૂટની ઊંચાઈ પર સ્થિત બડોગ હિમાચલ પ્રદેશ ના સોલન જિલ્લામાં સ્થિત એક ખુબ જ સુંદર ગામ છે.કાલકા-શિમલા રેલખંડ પર બડોગ સ્ટેશન શિવાલિક પહાડીઓથી ઘેરાયેલું એક એક ખુબ જ સુંદર સ્ટેશન છે. બડોગ ની ‘ચૂર ચાંદની ચોંટી’ અહીંનું મુખ્ય આકર્ષણ છે. ચંદીગઢ અને શિમલા એયરપોર બડોગ નું નજીકનું એયરપોર્ટ છે. ચંદીગઢ, શિમલા, સોલન, કસૌલી થી બસ દ્વારા પણ બડોગ પહોંચવું આસાન છે.2.લૈંસડાઉન:
દિલ્લી થી લૈંસડાઉંન લગભગ 270 કિમિ ના અંતર પર ઉત્તરાખંડના ના પૌડી જિલ્લા માં સ્થિત એક સુંદર હિલ સ્ટેશન છે, જ્યા ગઢવાલ રેજિમેન્ટ નામની ભારતીય સેનાનું સૈન્ય-દળ સ્થિત છે. તે સમુદ્રી તટથી 1706 મીટરની ઊંચાઈ પર સ્થિત છે.1887 માં, ભારતના વાઇસરૉય રહેલા લૈંસડાઉનએ આ હિલ સ્ટેશન ની શોધ કરી હતી. અને તેના નામ પર જ આ હિલ સ્ટેશન નું નામ લૈંસડાઉન પડ્યું હતું  જો તમે મનને શાંતિ દેનારા સ્થળ પર જાવા માગો છો તો આ જગ્યા તમારા માટે બેસ્ટ છે. અહીં ફરવા લાયક સ્થળોમાં વૉર મેમોરિયલ,ટીપ-ઈન-ટૉપ પોઇન્ટ, ભુલ્લા તલ લેક છે. સડકમાર્ગ દ્વારા લૈંસડાઉન આસાનીથી પહોંચી શકાય છે.3.મુનસ્યારી:
પ્રાકૃતિક સુંદરતાથી ભરેલી દેવભૂમિ ઉત્તરાખંડ માં છુપાયેલું મુનસ્યારી સૌથી પ્રસિદ્ધ જગ્યા છે. જેમાં ખલીયા ટોપ પર્યટકોમાં સૌથી લોકપ્રિય છે. ખલીયા ટોપથી હિમાલય શ્રેણીમાં સ્થિત પંચચુલી,ત્રિશૂલા, તથા નંદા દેવી પર્વતોની હિમ્ચ્છાદિત ટેકરીઓ મનને શુકુન અને શાંતિ આપે છે.મુનસ્યારી પહોંચવા માટે કાઠગોદામ સૌથી નજીકનું રેલવે સ્ટેશન છે.ત્યાંથી મુનસ્યારીનું અંતર લગભગ 295 કિલોમીટર છે અને નૈનીતાલથી 565 કિલોમીટર છે.4. નારકંડા:
હિમાચલની સુંદરતા એવી છે કે જો બેસીને તેને જોતા જ રહીયે તો પણ સમય ઓછો પડી જાય. આજ હિમાલયમ એક નાનું એવું જન્નત છે જેના વિશે ખુબ જ ઓછા લોકો જાણતા હશે. ભારત-તિબ્બત રોડ પર 2708 મીટરની ઊંચાઈ પર શિમલા થી લગભગ 80 કિમિ ના અંતર પર નારકંડા આવેલું છે. હાટુ પીક, નારકંડા નું સૌથી લોકપ્રિય સ્થળ છે. જેમાં બરફથી ઢંકાયેલા પહાડો મનને શાંતિ અને શુકુન આપે છે.નારકંડા પહોંચવા માટે સૌથી નજીકનું રેલવે સ્ટેશન અને હવાઈ મથક શિમલા છે. શિમલાથી ટેક્સી કે પછી બસ દ્વારા આરામથી નારકંડા સુધી પહોચી શકાય છે.Author: GujjuRocks Team(ગોપી વ્યાસ)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here