દીપિકા-રણવીર ના લગ્નમાં બૉલીવુડ ના માત્ર આ 4 લોકોને જ મળ્યું આમંત્રણ…..બોલીવુડમાં આવી ગયો ભૂકંપ

0

બૉલીવુડ માં જ્યારથી દીપિકા-રણવીર ના લગ્ન ની ખબરો આમે આવી છે ત્યારથી તેઓના લગ્ન ને લઈને કોઈને કોઈ ખબર સામે આવતી રહી છે. હાલમાં જ એ ખબર આવી છે કે તેઓના ગ્રાન્ડ વેડિંગમાં માત્ર 30 લોકોને જ આમંત્રણ કરવામાં આવશે. જેમાંથી માત્ર 4 જ સેલેબ્સ ને બૉલીવુડ ઇન્ડસ્ટ્રી થી આમંત્રિત કરવામાં આવ્યા છે.રિપોર્ટ અનુસાર તેઓમાંથી 3 લોકોનો ખુલાસો થઇ ચુક્યો છે. જેમાં સૌથી પહેલું નામ સંજયલીલા ભંસાલી નું સામે આવ્યું છે. કેમ કે દીપિકા અને રણવીર બન્ને એ ભંસાલી ની સાથે ત્રણ સુપરહીટ ફિલ્મો આપી છે અને બંને તેઓના ખુબ જ નજીક પણ છે.
જયારે બીજું નામ ફરાહ ખાન નું છે કેમ કે દીપિકા એ પોતાનું ડેબ્યુ ફરાહ ખાન ની ફિલ્મ ઓમ શાંતિ ઓમ ફિલ્મ દ્વારા કર્યું હતું. જયારે ત્રીજું નામ આદિત્ય ચોપરા નું સામે આવ્યું છે. તેનું કારણ એ છે કે રણવીર સિંહ આ ઇન્ડસ્ટ્રી માં આદિત્ય ચોપરા ને પોતાના મેન્ટર માને છે.બંને ના લગ્નનમાં હવે 1 મહિનાથી પણ ઓછો સમય છે પણ તેઓના લગ્ન ના વેન્યુ ને લઈને હજી પણ સસ્પેન્સ છે. લગ્ન ના દરેક રિવાજો 14 અને 15 નવેમ્બર ના રોજ થશે. તેની સાથે કહેવામાં આવી રહ્યું છે કે બંને સ્ટાર્સ એક પ્રાઇવેટ સેરેમની માં ઇટલી માં સાત ફેરા લેવાના છે. લગ્નના ચાર ગ્રાન્ડ ફંક્શન થવાના છે, બંને લગ્ન ને ભવ્ય બનાવા માગે છે.
બીજી તરફ એ પણ ચર્ચા છે કે લગ્ન મુંબઈ માં થશે. જેનું કારણ એ છે કે તેઓના પરિવારના અમુક લોકોને ઇટલી સુધી યાત્રા કરવી થોડી મુશ્કિલ છે. આ સિવાય બંને બેંગ્લોર માં એક ગ્રાન્ડ રીશેપ્શન આપવાના છે. 21 નવેમ્બર ના રોજ બેંગ્લોર ના ‘દ લીલા પૈલેસ હોટેલ’ માં પાર્ટી હશે જયારે 1 ડિસેમ્બર ના રોજ મુંબઈ માં બૉલીવુડ ના સિતારાઓ ની વચ્ચે પાર્ટી નું આયોજન કરવામાં આવશે.

જેવું કે બધા જાણે છે કે દીપિકા સાઉથ ઇન્ડિયન છે અને રણવીર સિંધી-પંજાબી. જેને લીધે આ લગ્ન બંને ના રીતિ-રિવાજ અનુસાર પુરા કરવામાં આવશે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here