37 વર્ષના વ્યક્તિ સાથે 12 વર્ષની છોકરી કરવા જઈ રહી હતી લગ્ન, જોઈને ચર્ચ માં આવેલા મહેમાનો ભડકી ઉઠ્યા…..વાંચો મામલો

0

નોર્વે માં લગભગ પાંચ વર્ષ પહેલા 12 વર્ષની એક છોકરીની કહાની એ હલ્લો મચાવી દીધો હતો. છોકરી એ 37 વર્ષના પુરુષ સાથેના લગ્નની તૈયારીઓ ને લઈને પોતાનો દરેક અનુભવ અને વિડીયો પણ શેયર કર્યો હતો. વિડીયો માં લોકો લગ્નની વાતને લઈને ખુબ ભડકી ગયા હતા અને વિરોધ કરતા નજરમાં આવી રહ્યા હતા. પણ લગ્નના દિવસે જયારે છોકરી ચર્ચ માં પહોંચી ત્યારે જ તેણે લગ્ન માટેની ના કહીને દરેક ના દિલો ને જીતી લીધા હતા. આ વિડીયો અને બ્લોગ બાળકો ના અધિકારો માટે કામ કરનારા પ્લાન ઇન્ટરનેશનલ ના નામના સંગઠન દ્વારા બનાવામાં આવેલો હતો, જેઓએ બાળ લગ્ન ને લઈને પુરી દુનિયાનું ધ્યાન પોતાના તરફ કેન્દ્રિત કર્યું છે. 12 વર્ષની છોકરી ના લગ્નની તૈયારી:
12 વર્ષ ની થિયા એ પોતાના લગ્નને લઈને બ્લોગ પર કેક, વેડિંગ ડ્રેસ, અને વેડિંગ રિંગ દરેક ની તસ્વીરો શેયર કરી હતી અને લગ્નની તારીખ પણ લખી હતી. એક જ દિવસમાં આ બ્લોગ દેશમાં સૌથી વધુ વાંચનારો બ્લોગ બની ગયો હતો. આ સિવાય બ્લોગ પર લગ્નની ખબર વાંચનારાઓ પણ ગુસ્સા થી ભડકી ગયા અને પોતાનો કંટ્રોલ ખોઈ બેઠા હતા. આ લગ્નને લઈને લોકો એટલા ગુસ્સા માં હતા કે પોલીસ ને પણ તેની જાણકારી આપી દીધી અને ચાઈલ્ડ વેલફેયર સર્વિસ સુધી તેની ફરિયાદ નોંધાવી દીધી. જો કે આ કોઈ વાસ્તવમાં થનારા લગ્ન ન હતા પણ બાળ લગ્ન ને લઈને બાળ અધિકારો માટે કામ કરનારા એક સંગઠને જ તેને તૈયાર કર્યું હતું, જેથી તેનો વિરોધ થઇ શકે અને જાગૃકતા આવે.

છોકરી ના નિર્ણયે બધાના મનને જીતી લીધા:

પોસ્ટ કરવામાં આવેલા આ વિડીયો માં થિયા લગ્ન માટે વેડિંગ ડ્રેસ પહેરીને ચર્ચ તરફ જતી દેખાઈ રહી છે.જ્યારે પાદરી તેને તેની મરજી પૂછે છે, તો તે લગ્ન માટેનો ઇન્કાર કરી દે છે. છોકરીના ના નિર્ણય પર દરેક લોકો ખુશ થયા હતા.
બ્લોગ અને વિડીયો નો હેતુ:આ વિડીયો અને બ્લોગ બનાવનારા પ્લાન ઇન્ટરનેશનલ ની ટીમે કહ્યું કે, ”જે ખતરનાક બાળ લગ્ન દેખાડવા માગે છે, તેને અમે પ્રેમ, ખુશીઓ અને ભવિષ્ય ની ઉમ્મીદ થી જોડીને રાખી દઈએ છીએ. અમારું માનવું છે કે હકીકત થી સામનો કરવા માટે તેઓને ઉશ્કેરવા એકમાત્ર સારો ઉપાય છે”.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!