વધારે પડતાં વજનને કારણે શરમાવું પડતું હતું એટ્લે છોડવી પડી હતી નોકરી પણ, ને અંતે ઘટાડયું એકસાથે 30 કિલોથી પણ વધુ વજન…

0

સંગીતા બિસોઈ જ્યારે પોતાના વધારે પડતાં વજનને કારણે હાંસીને પાત્ર બની ત્યારે તેને નોકરી પણ છોડી દીધી ને ઘરમાં જ ચાર દીવાલ વચ્ચે એકલી રહેવા લાગી હતી. એને મનમાં એવું હતું કે એ જો બહાર નીકળશે તો લોકોની વચ્ચે પાછી હાંસીને પાત્ર બનશે, પછી આખરે તેને વજન ઘટાડવાનો નિર્ણય કરી જ લીધો. એ કોઈ ડોક્ટર પાસે ગઈ. તેનું વજન જોઈને દીકટ્રે પણ શરૂઆતમાં તેને વજન ઘટાડવા માટેની અલાહ આપી અને થોડી મેડિસિન પ. પરંતુ તેને તેનાથી કોઈ જ ફર્ક પડ્યો નહી. ત્યારે તેને ડોક્ટર પાસે ફરિયાદ પણ કરી.. પરંતુ ડોકટરે કોઈ જ યોગ્ય જવાન ન આપ્યો અને છેવટે તેને જાતે જ પોતાનું વજન ઘડાવવા માટે તે પોતે જ પોતાની ટ્રેનર બની ગઈ.

સંગીતા પોતે એમ.બી.એ કરેલી અને હોંશિયાર છોકરી હતી. તેને નાની ઉંમરમાં જ બી.પી . ડાયાબિટીસ, થાઇરોડ જેવા રોગોનો સામનો કરવો પડ્યો. અને અંતે તેને આ બધા જ રોગોનું મૂળ વધારે વજન જણાયું ને તેને મક્કમ પણે નિર્ણય કર્યો કે હું કોઈપણ ડોક્ટરની મદદ લીધા વગર જ મારી જાતે જ ફિટ બનીશ ને આ બધા જ રોગોની પીડામાં રાહત અનુભવીશ.

તેને સવારના નાસ્તામાં રોટલી ને ઈંડા, પૌવા, ઇડલી સંભાર આમાંથી કોઈ એક લીટી હતી.

બપોરે જમવામાં તે દાળ, શાક અને એક રોટલી અથવા એક માછલી લેતી.

રાત્રે ડિનરમાં તે પુલાવ, ખીચડી અને દહી અથવા બ્રાઉન રાઈસ અને વેજીટેબલ દાળ લેવાનો જ આગ્રહ રાખતી.

જ્યારે તેને પોતાનો ડાયેટ પ્લાન શરૂ કર્યો ત્યારે તે સવારે પૂરા 1 કલાક ચાલવા જતી હતી. અને એ જ મહીનમાં તેને 10 કિલો વજન ઘટાડયું. એ પછી તેને જીમ જોઇન્ટ કરી અને રોજ એક ક્લાક જીમમાં કસરત કરતી હતી. આમ ને આમ તેને ચાલુ રાખ્યું..થોડા જ મહોનમાં તેણે તેનું પૂરા 33 કિલો વજન ઘટાડી તેણે તેનો ખોવાયેલો આત્મવિશ્વાસ પાછો મેળવ્યો.

વ્યક્તિએ તેના જીવનમાં ફિટ રહેવું ખૂબ જ જરૂરી છે. તે કહે છે કે મે ભૂખ્યા રહીને વજન બિલકુલ નથી ઘટાડયું, પરંતુ મે મારી લાઈફસ્ટાઇલમાં થોડી કસરત અને ચાલવાનું જ ઉમેર્યું છે. જો તમારે ફિટ રહેવું હોય તો રોજ થોડી કસરત કરવી જરૂરી છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here