31,ઓક્ટોમ્બર 2018, રાશિફળ – બધી જ રાશિઓ માટે, સિંહ રાશિના જાતકો ખાસ વાંચો…

0

1. મેષ – અ,લ,ઈ (Aries): આજે નોકરી કરતા મિત્રોને ઓફિસમાં વધારે કામ કરવાનો વારો આવશે. તમારે તમારું બાકીનું કામ આજે ઘરે પણ પહોચીને કરવું પડશે. પરિવાર અને બાળકો તરફથી પુરતો સપોર્ટ મળશે. જો આજે કોઈ જગ્યાએ ખરીદી કરવા જવાનો પ્લાન છે તો તમારા બજેટ બહાર ખરીદી કરતા નહિ. આજે તમને સારા સમાચાર મળવાના યોગ છે. આજે તમારા ઘરેથી કોઈ ગરીબ ભૂખ્યું ના જાય તેની તાકેદારો રાખજો. મહિલા મિત્રો માટે પણ સારો સમય છે.
શુભ અંક : ૭
શુભ રંગ : નારંગી

2.વૃષભ – બ,વ,ઉ (Taurus): આજે તમારી મુલાકાત કોઈ ઉચ્ચ હોદ્દા અધિકારી સાથે થશે. તેમની સાથે વાત કરો ત્યારે સાવધાની રાખજો ક્યાંક તમારા વાણી વર્તનના કારણે ક્યાંક તમારી ઇમ્પ્રેશન બગડી ના જાય. આજે જો મૂંઝવણમાં હોવ તો જુના મિત્રોનો સંપર્ક કરો અને મિત્રતાના એ દિવસો યાદ કરો. જૂની વાતો યાદ કરીને મન આજે રાહતનો અનુભવ કરશે. તમારા કામનો બોજ પત્નીના સાથના કારણે ઓછો થઇ જશે. રોકાણ કરવા માટેની અનેક તકો આજે આવશે તમારી સામે પણ ખુશીમાં અને ખુશીમાં તેની પુરતી ચકાસણી કરવાનું ભૂલતા નહિ તમને આર્થિક નુકશાન થઇ શકે છે. દિવસનો અંતિમ સમય પરિવાર સાથે વિતાવો જેનાથી તમે સાચો આનંદ માણી શકશો.
શુભ અંક : ૬
શુભ રંગ : લાલ

3. મિથુન – ક,છ,ઘ (Gemini):જે મિત્રો સંતાનપ્રાપ્તિની ઈચ્છા રાખી રહ્યા છે તેમણે પત્નીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. આજે રસ્તો ઓળંગતા તકેદારી રાખજો. જે મિત્રો નોકરી કરે છે તેમને ઓફિસમાં કોઈપણ જાતની સિક્રેટ વાતો કરવી નહિ તમે મુશ્કેલીમાં મુકાઈ શકો તેવા યોગ બની રહ્યા છે. આજે સોના અને ચાંદીમાં રોકાણ માટે સારો દિવસ છે. આજે બાળકોની તબિયત બગડી શકે છે તેમનું પુરતું ધ્યાન રાખો. સફળ થવા માટે કોઈ વ્યક્તિનો સીડીની જેમ ઉપયોગ કરશો નહિ એ તમારા ભવિષ્ય માટે યોગ્ય નથી.
શુભ અંક : ૪
શુભ રંગ : પીળો

4. કર્ક – ડ,હ (Cancer): કામ કરવાની જગ્યાએ તમારા હાથ નીચે કામ કરતા લોકોને ખુશ રાખો તેઓના ખુશ રહેવાથી તમારા કામમાં ખુબ ફાયદો થશે. આજે ખરીદી કરવા જવાનું બની શકે છે. આજે વધારાનો અને બિનજરૂરી વસ્તુ પાછળ ખર્ચ ના થાય એનું ધ્યાન રાખજો. આજે કોઈપણ નાણાકીય નિર્ણય એકલા લેશો નહિ તમારા નિર્ણયમાં તમારા ઉપરી અધિકારી અથવા તો તમારા વડીલોની સલાહ લેવાનું રાખજો. રસ્તો ક્રોસ કરો ત્યારે સાવચેતી રાખવી.
શુભ અંક : ૮
શુભ રંગ : આસમાની

5. સિંહ – મ,ટ (Lio):આજે નોકરી કરતા મિત્રો માટે થોડો ભારે દિવસ છે. માટે આજે તમારાથી કામમાં કોઈ ખામી ના રહી જાય તે ચકાસજો. તમને એકવાર નિષ્ફળતા મળી એનો અર્થ એવો બિલકુલ નથી કે તમને સફળતા મળશે જ નહિ. આજથી જ નવા દિવસની નવા જોશ અને ઉત્સાહ સાથે શરૂઆત કરો ઈશ્વર તમારી સાથે જ છે. બસ થોડી હજુ વધારે મહેનત તમને સફળતાનો સ્વાદ જરૂર કરાવશે. આજે ગમે એવી મુશ્કેલી આવે તમારે ડરવાની કે ડગવાની જરૂરત બિલકુલ નથી. વિશ્વમાં એવું કશું નથી જે ના થઇ શકે એ મંત્ર હંમેશા યાદ રાખો. આજે નોકરી કે ધંધાની શરૂઆત કરતા પહેલા મહાદેવજીના મંદિરે દર્શન કરવા અચૂક જાવ.
શુભ અંક : ૬
શુભ રંગ : લાલ

6. કન્યા – પ,ઠ,ણ (Virgo): લાંબા સમયથી ચાલી રહેલા કામનો આજે અંત આવશે. કામના સમયમાંથી હવે થોડો આરામ કરવાના યોગ છે. કામની સાથે તમારું સ્વાસ્થ્ય પણ સાચવો. કોઈપણ રોકાણ કરવા માટેની સ્કીમ આજે તમારી સામે આવે તો પુરતી ચકાસણી કરીને યોગ્ય નિર્ણય કરો. આજે પરિવારમાં કોઈની તબિયત બગડી શકે છે તો યોગ્ય ઉપચાર કરાવો અને તેમનું પુરતું ધ્યાન રાખો. દિવસનો અંત આજે થોડો થકવી દેનારો હશે. સાંજના સમયે થોડો ગુસ્સા પર કાબુ રાખો. તમારા સંબંધો બગડી શકે છે અજાણ્યા લોકો પર બહુ ભરોસો કરશો નહિ.
શુભ અંક : ૫
શુભ રંગ : ગુલાબી

7. તુલા – ર,ત (Libra):મોટેથી બોલવામાં આવતું અસત્ય એ અસત્ય જ રહે છે આ એક વાત આજે તમારે યાદ રાખવાની છે કોઈપણ પરિવારજનો સાથે કે મિત્રો સાથે વાત કરો તો વાણી અને વર્તનમાં થોડી સાવધાની રાખજો. નાની નાની રમૂજમાં માટે કોઈને ઉતારી પડવાની જો આદત છે તો એ આજથી બદલી દો. આજે જો ઘરમાં કોઈપણ વાતને લઈને વિવાદ થાય તો તેને વડીલોની સલાહ લઈને સુલજાવી દો. આજે તમારા જીવનસાથીની તબિયત નરમ ગરમ રહેશે. મન હળવું કરવા માંગો છો તો જુના મિત્રોને ફોન કરીને કે મળીને વાતો કરો.
શુભ અંક : ૭
શુભ રંગ : લીલો

8. વૃષિક – ન,ય(Scorpio):આજે બહારના લોકોને તમારા જીવનમાં શું બની રહ્યું છે એ વાતો જાણવામાં વધુ રસ હશે. તમારા ઘરની વાતો કોઈ બહારના લોકોને જણાવવી નહિ તેનાથી તમારા પરિવારમાં નાના મોટા ઝઘડા થઇ શકે છે. પરિવારના વડીલને વચ્ચે રાખીને દરેક સમસ્યાનો અંત લાવો. આજે ઓફિસમાં તમારા સ્વભાવની અસર કામ પર ના પડે એની તકેદારી રાખજો. તમારા સંતાનો આજે તમારી ખુશીનું કારણ બનશે. તેમને વધુને વધુ લાડ પ્યાર આપો. વ્યસન મુક્ત થવા માટે જે મિત્રો પ્રયત્ન કરી રહ્યા છે તેઓએ આજથી શરૂઆત કરવી.
શુભ અંક : ૯
શુભ રંગ : સફેદ

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): તમારામાં રહેલી નકારાત્મકતા તમને આગળ વધતા રોકે છે. તમે ઘણા સમયથી કરેલી મહેનતનું યોગ્ય ફળ મળતું નથી તો તમારે આજથી જ હકારાત્મક વલણ અપનાવવાનું છે. તમારા પરિવાર સાથે વાત કરો તેઓ આજે તમારી ખુબ મદદ કરી શકશે. કોઈપણ પરિવારજનો સાથે કે મિત્રો સાથે વાત કરો તો વાણી અને વર્તનમાં થોડી સાવધાની રાખજો. નાની નાની રમૂજમાં માટે કોઈને ઉતારી પડવાની જો આદત છે તો એ આજથી બદલી દો. આજે જો ઘરમાં કોઈપણ વાતને લઈને વિવાદ થાય તો તેને વડીલોની સલાહ લઈને સુલજાવી દો. આજે તમારા જીવનસાથીની તબિયત નરમ ગરમ રહેશે. મન હળવું કરવા માંગો છો તો જુના મિત્રોને ફોન કરીને કે મળીને વાતો કરો.
શુભ અંક : ૬
શુભ રંગ : આસમાની

10. મકર – જ, ખ (Capricorn): .સવારથી મન થોડું વ્યથિત જણાશે. બપોર સુધીમાં સ્વાસ્થ્યમાં સુધારો આવશે. ઓફિસમાં નાની નાની વાતે ગુસ્સે થવાનું ટાળજો નહિ તો કોઈ મહત્વના કામમાં સુધારો કરવા જતા એ કામ બગડી જશે. આજે તમને તમારા પરિવાર તરફથી પુરતો સપોર્ટ મળશે, આજે ભવિષ્યમાં ઘણો ફાયદો થાય તેવી રોકાણ કરવાની સ્કીમ તમારી સામે આવશે. ઉપરી અધિકારી અને વડીલોની સલાહથી આગળ વધો. દિવસનો અંત આજે ખુબ સુખદ હશે. તમારા જીવનસાથી સાથે આજે પ્રેમભરી વાતો કરો.
શુભ અંક : ૬
શુભ રંગ : આસમાની

11. કુંભ – ગ,શ,સ(Aquarius): જે મિત્રો નોકરી શોધી રહ્યા છે તેમની માટે સારી ઓફર આવે તેવી સંભાવના છે. જે મિત્રો નોકરી બદલવાનું વિચારી રહ્યા છે તેઓએ બીજી નોકરી વિષે પહેલા સંપૂર્ણ તપાસ કરી લેવી અને પછી જ કોઈ યોગ્ય નિર્ણય લેવો. આજે કોઈપણ કામ આવે તો તેને ઉત્સાહથી કરો તમારો એ સ્વભાવ જ તમને સફળતાના શિખરો સર કરાવશે. આજે તમારા માટે ખૂબ સારો દિવસ છે તો કોઈપણ પ્રકારની મૂંઝવણ હોય તો તમારા વડીલોની સલાહ લો અને આગળ વધો. આજે નાણાકીય ભીડ ઓછી થવાના યોગ છે તમારા પર ઈશ્વરના ચાર હાથ છે પણ ખરી સફળતા તમને મહેનત કરીને જ મળશે. આજે નોકરી બદલવા માટે પણ સારા યોગ છે.
શુભ અંક : ૪
શુભ રંગ : લીલો

12. મીન – દ,ચ,જ,થ(Pisces): આજે જીવનસાથી તરફથી તમને સારા સમાચાર મળવાના યોગ છે. ઘરમાં કોઈપણ નાની વાત મોટા ઝઘડાનું સ્વરૂપ ના બની જાય એની તકેદારી તમારે રાખવાની છે. આજે થોડો ખર્ચ પણ વધી શકે છે. કોઈપણ નવા લોકો સાથે મળતા સમયે તમારા વાણી અને વર્તન પર કાબુ રાખો. જીવનસાથીના ઇશારાને બરોબર સમજો. આજે સ્વાસ્થ્ય પ્રત્યે થોડી તકેદારી રાખો. હંમેશા ખુશમિજાજ અને પોઝીટીવ રહો એ જ તમારે યાદ રાખવાનું છે. જે મિત્રોના લગ્નને થોડો જ સમય થયો છે તેમને ક્યાંક ફરવા જવા માટે મળી શકે છે.
શુભ અંક : ૧
શુભ રંગ : લાલ

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ :

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધીશુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

૧. આ વર્ષે તમારા માટે ઘણી બધી ખુશીઓ લઈને આવવાનું છે. સફળતા આ વર્ષે જો તમે સફળ થવા માંગો છો તો સામે આવતી દરેક મુશ્કેલીઓનો સામનો હિંમતથી કરજો. તમારા પરિવાર તરફથી તમને પુરતો સપોર્ટ મળશે જેનાથી તમારા દરેક કાર્ય સારી રીતે પાર પડી જશે.

૨. જો તમે આ વર્ષે દવાખાન અને ડોક્ટરની મુલાકાત લેવા નથી માંગતા તો પછી તમે અને પરિવારજનો મળીને સાથે કસરત અને યોગ્ય ખાવા પીવાનું રાખો. બીમારી તમારા ઘરથી આ વર્ષે દૂર રહેશે.

૩. પૈસા રોકાણ માટેની પણ ઘણી તક મળશે પણ તેમાં નફો અને નુકશાન બંને બાબતોની યોગ્ય ચકાસણી કરીને આગળ વધજો. કોઈપણ રોકાણ કરતા પહેલા તમારા વડીલોની અને ઉપરી અધિકારી જેને એ કામનો અનુભવ છે તેની સલાહ જરૂર લેજો.

૪. બહુ લાંબી મુસાફરી અને એમાં પણ ટ્રેનમાં મુસાફરીને ટાળવી. મુસાફરીના થાકને કારણે તમને નાની મોટી તકલીફ થઇ શકે છે. મુસાફરી કરવાની આવે તો યોગ્ય દવાઓ અને બધો સમાન સાચવી રાખજો. ચોરીના કારણે નુકશાન થવાની સંભાવના છે.

૫. આ વર્ષે જુના મિત્રો સાથે સંપર્ક સાધી શકશો. મિત્રો સાથે એક નાનકડી મુલાકાત તમને ખુશ કરી દેશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાનું રાખો. પરિવારમાં આ વર્ષે સારા સમાચાર આવશે. જે મિત્રો લાંબા સમયથી લગ્ન કરવા માટેની રાહ જુએ છે તેમના માટે આ વર્ષ ફળદાયી રહેશે.

૬. જો તમે ઈચ્છો છો કે ઓફિસમાં બધા તમારાથી ખુશ રહે અને તમારું દરેક કામ સરળતાથી થાય તો તમારે દરેક મિત્રોને સાચવવા પડશે ભૂલથી પણ કોઈનું અપમાન કે મનદુઃખ ના થાય એની તકેદારી રાખજો. આ વર્ષે ઘરમાં પણ તમારી વાણી પર કંટ્રોલ રાખજો.

૭. વર્ષનો અંતિમ ભાગ તમારા માટે શુભ સાબિત થશે. ઘરમાં નાનકડી પૂજા તમને અને તમારા પરિવારજનોને વધુ નજીક લાવશે જો લાંબા સમયથી કોઈ સાથે બોલચાલ બંધ હોય તો આ વર્ષે સામે ચાલીને માફી માંગી લેવી અને સંબંધો સુધારી લેવા.

લેખન : જ્યોતિષ આચાર્ય આનંદ.
ઈશ્વર હમેશા તમારી સાથે જ રહે. અને આપનો આવનારો સમય આજના સમય કરતા પણ સારો રહે તેવી આશા.

આજનો વિચાર : વાવી ને ભુલી જવાથી તો છોડ પણ સુકાઈ જાય સાહેબ…સંબધો સાચવવા હોય તો એક બીજા ને યાદ કરવુ પણ જરુરી છે.

Posted By: GujjuRocks Team
દરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ. આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here