31, જાન્યુઆરી- ૨૦૧૯: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને અંગત જીવન , આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમને અચૂક ટેગ કરજો !!

0

1. મેષ – અ,લ,ઈ (Aries):
આજે તમારા વાહન અને ગાડીમાં ખર્ચ કરાવવાના યોગ છે. આજે તમારો ખર્ચ બજેટની બહાર જશે. આજે ઓફિસમાં આજે તમારા કામના વખાણ થશે જેનાથી તમને બીજું કામ કરવા માટે પ્રેરણા મળશે. તમારા જીવનમાં કઈક પરિવર્તન અવાવનું છે જેનાથી તમને સારો ફાયદો થશે. લગ્નજીવન ખુશીથી પસાર થશે. આજે સ્વાસ્થ્ય પણ સારું રહેશે, યોગ અને ધ્યાનની મદદથી તમે મનગમતું શરીર પ્રાપ્ત કરી શકશો. આજે મુસાફરી કરવાના યોગ છે જેનાથી તમને આર્થિક લાભ થશે. વેપારી મિત્રો માટે પણ આજનો દિવસ નવા વિચારોને અમલમાં લાવવા માટે સારો છે.
શુભ અંક : ૨
શુભ રંગ : લાલ

2.વૃષભ – બ,વ,ઉ (Taurus):
આજે કોઈપણ બહારના અને ના ઓળખતા લોકોના ઝઘડામાં પડવું નહિ નુકશાન તમારું જ થશે. આજે તમારે મહત્વના નિર્ણય લેવા પડશે જેમાં તમને તમારા માતા પિતા અને જીવનસાથી તરફથી સપોર્ટ મળશે. ઘરમાં લગ્ન કે પછી બીજો કોઈ સારો પ્રસંગ બની શકે છે. વાહન ચલાવતી સમયે અને રસ્તો ઓળંગતા સમયે સાવચેતી રાખવી. નોકરી કરતા મિત્રોને આજે પ્રમોશનના યોગ છે. આજે તમારા નજીકના સગા સંબંધી તમારી પાસે પૈસા ઉધાર માંગી શકશે. આજે પૈસાનો કોઈપણ વ્યવહાર કરતા પહેલા સંપૂર્ણ ચકાસણી કરી લેજો. પૈસા કમાવવાના અનેક નવા સ્ત્રોત તમારી સામે આવશે.
શુભ અંક : ૧
શુભ રંગ : લીલો

3. મિથુન – ક,છ,ઘ (Gemini):
આજે તમારે કોર્ટ અને કચેરીના ધક્કા ખાવા પડશે. તમારી આર્થિક પરીસ્થિતિ પહેલા કરતા મજબુત થશે. જમીન કે ઘર ખરીદવા માટે વિચારી રહ્યા છો તો આજનો દિવસ યોગ્ય છે. આજે તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. જે મિત્રોને સાંધાનો દુખાવો હોય તો તેમણે નિયમિત તેલની માલીશ કરવી જોઈએ. આજે વિદ્યાર્થી મિત્રોએતેમનું પુરતું ધ્યાન ભણવામાં લગાવવાની જરૂરત છે. સમયને વેસ્ટ કરશો નહિ આજનો સમય ફરીથી ક્યારેય પરત આવશે નહિ. આજે સ્વાસ્થ્ય સારું રહેશે. આજે પૈસા રોકાણ કરવા માટે યોગ્ય સમય નથી. કોઈપણ સ્કીમ કે પ્રોજેક્ટમાં પૈસા રોકતા પહેલા કોઈ નિષ્ણાત અથવા અનુભવી મિત્રની સલાહ જરૂરથી લેજો. આજે તમારી આસપાસ ક્યાંક ચોરી થવાની સંભાવના છે.
શુભ અંક : ૬
શુભ રંગ : પીળો

4. કર્ક – ડ,હ (Cancer):
નોકરી કરતા મિત્રોને આજે પ્રમોશનના યોગ છે અને એક્સ્ટ્રા ઇન્કમના રસ્તાઓ ખુલશે. આજે વેપારી મિત્રોને પણ તેમના કેરિયરનો સૌથી મોટો ઓર્ડર મળશે. ઘરમાં કોઈ ધાર્મિક કાર્ય કરવાના યોગ બની રહ્યા છે. આજે પેટની તકલીફ થઇ શકે છે તો બહારનું ખાવા પીવા પર વિશેષ ધ્યાન રાખવું. શેર બજાર અને લોટરીથી જોડાયેલ વ્યક્તિઓને અચાનક ધનલાભ થવાના યોગ છે. ભાગીદારી અને મિત્રોથી તમને ઘણો ફાયદો થઇ શકશે. પરિવારમાં કોઈ મુશ્કેલી છે તો તેનો અંત આવશે. આજે મિત્રો તરફથી તમને સારા સમાચાર મળશે. કોઈની વાતમાં આવીને તમે તમારું કામ કરવાનું છોડશો નહિ. આજે ઈમાનદારીથી કરેલ કાર્યનું વળતર તમને થોડા સમયમાં જ મળી જશે.
શુભ અંક : ૨
શુભ રંગ : સફેદ

5. સિંહ – મ,ટ (Lio):
નોકરી અને વેપાર અંતર્ગત કોઈ મોટા માથાના વ્યક્તિ સાથે મુલાકાત થશે. આજે તમારામાં આત્મવિશ્વાસની કમી હશે. આજે તમારા અટકી ગયેલ પૈસા પરત મળશે. પરિવારમાં આજે તણાવ ઉત્પન્ન થશે. આજે જો તમે તમારા પ્રિયપાત્રને પ્રપોઝ કરવા માંગો છો તો તમારા માટે આજનો સમય શ્રેષ્ઠ છે. આજે તમારી મિત્રતાની પરીક્ષા થશે જેમાં તમને તમારા સાચા મિત્રો કોણ છે એ તમે જાણી શકશો. આજે નાની મોટી ટક્કર થઇ શકે છે જેનાથી તમને પગમાં ઇન્જરી થશે. આજે તમે ઘણા સમય પહેલા કરેલ કોઈ સારા કામને કારણે તમને ધનલાભ થશે. તમારા સતત લોકોને મદદ કરવાના સ્વભાવનો આજે કોઈ ગેરફાયદો ઉઠાવશે. તમારા પીઠ પાછળ તમારી અવહેલના કરતા લોકોથી સાવધાન રહો. આજે ધનલાભના યોગ છે.

6. કન્યા – પ,ઠ,ણ (Virgo):
આજે તમારું દાંપત્યજીવન એક નવી ઉંચાઈ પર હશે. ઘરમાં શાંતિ અને સુખની સ્થાપના થશે. બધા જ તમારા દેખાવથી અને તમારી મહેનતથી ખુશ હશે. આજે સ્વાસ્થ્ય પણ સારું રહેશે. કેટલાય દિવસથી જો કોઈ તકલીફ તમને હેરાન કરી રહી છે તો તેનો અંત આવશે. નોકરી કે પછી વેપારને કારણે આજે તમારે લાંબી મુસાફરી કરવાના યોગ છે તમારો કિમતી સામાન સાચવીને રાખો. આજે તમને તમારા ભાગ્યનો સારો સાથ મળશે. તમે વિચારેલ કામ તમે સમયસર પૂર્ણ કરી શકશો. નોકરી બદલવા માંગતા મિત્રોને સારી તક મળશે અને જે મિત્રો નોકરી શોધી રહ્યા છે તેમને પણ સારી ઓફર મળશે. આજે તમારો આત્મવિશ્વાસ વધશે અને તમે તમારું કામ સારી રીતે પૂર્ણ કરી શકશો.
શુભ અંક : ૪
શુભ રંગ : પીળો

7. તુલા – ર,ત (Libra):
જો તમે નવું ઘર ખરીદવા કે પછી ઘર રીનોવેશન કરાવવાનું વિચારી રહ્યા છો તો આજનો દિવસ યોગ્ય છે. આજે પૈસાનો વ્યવહાર કોઈપણ સાથે કરો તો પહેલા પુરતી તપાસ કરી લેવી. આજે તમારી આર્થિક પરીસ્થિતિ સારી રહેશે. આજે ગુસ્સા પર કાબુ રાખવાની જરૂરત છે સાંજના સમયે માથાનો તીવ્ર દુખાવો થઇ શકે છે. આજેતામને અનેક કામ પુરા કરવા માટે તમારા જીવનસાથી તરફથી સહયોગ મળશે. વિદેશથી તમારા માટે આજે સારા સમાચાર આવી શકે છે અને જે પણ મિત્રો વિદેશ જવા માટે તૈયારી કરી રહ્યા છે તેમને સારા સમાચાર મળશે. આજે તમારા અટકેલા પૈસા પરત મળશે. આવક વધવાની સાથે સાથે ખર્ચમાં પણ વધારો થશે.
શુભ અંક : ૫
શુભ રંગ : રાખોડી

8. વૃષિક – ન,ય(Scorpio):
આજે તમારી ઉઘરાણીના નીકળતા પૈસા તમને મળી રહેશે. પરિવાર પાછળ ખર્ચ કરવામાં આવેલ પૈસાથી અને તેમની માટે લાવેલ ભેટથી બધા ખુશ હશે. આજે તમારા વાણી અને વર્તન પર કાબુ રાખો ક્યાંક તમારા સ્વભાવથી કોઈ નજીકના સંબંધી કે મિત્રને ખોટું ના લાગી જાય. આજે વિદ્યાર્થી મિત્રોની તકલીફમાં વધારો થશે. આજે અકસ્માતનો યોગ છે તો ઘરમાં પણ શાંતિથી ચાલો અને તમારી નજર બંને તરફ રાખો. ભવિષ્યમાં જો તમે કોઈ નવો વેપાર કે પ્રોજેક્ટ શરુ કરવા જઈ રહ્યા છો તો તેના વિષે ચર્ચા જાહેરમાં કરશો નહિ. આજે કોઈ જુના મિત્ર સાથે કોન્ટેક્ટ કરી શકશો. સાંજનો સમય પરિવાર સાથે વિતાવો અને એકબીજા સાથે વાત કરીને દરેક સમસ્યાનું સમાધાન લાવો.
શુભ અંક : ૭
શુભ રંગ : જાંબલી

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આજે જે પણ મિત્રો પૈસા રોકવા માંગે છે તેમની માટે સારો દિવસ છે. જે મિત્રોના માથે દેવું વધારે છે તેમની પાસે આજને પૈસા કમાવવાની સારી તક આવશે અને તેનાથી તમે પૈસા ચૂકવી શકશો. પરિવારમાં બધાની વચ્ચે સંબંધ મજબુત કરવા માટે મુસાફરી કરો અને કોઈ શાંત જગ્યાએ ફરવા જાવ. આજે ધાર્મિક પ્રવૃતિઓમાં ભાગ લઇ શકશો. નોકરી કરતા મિત્રોને પ્રમોશન મળવાના ચાન્સ છે. ટૂંક સમયમાં તમારી આર્થિક સ્થિતિ સારી થવાની સંભાવના છે. વડીલ મિત્રોને સાંધાના દુખાવાથી તકલીફ થશે. સમાજમાં તમારી નામના વધશે તમારા કરેલા કામોના બધા જ લોકો વખાણ કરશે.
શુભ અંક : ૯
શુભ રંગ : રાખોડી

10. મકર – જ, ખ (Capricorn): .
ઘણા સમયથી જો તમે તમારા પૈસા રોકવા માટે વિચારી રહ્યા છો તો તમારી સામે ઘણા સારા ઓપ્શન આવશે. પરિવારમાં નાની મોટી સમસ્યા ઉભી થશે. પતિ પત્ની વચ્ચે કોઈ નાની વાત એ મોટું સ્વરૂપ ધારણ કરશે. આજે નોકરી કરતા મિત્રોને ઓફિસમાં વધારાનું કામ કરવું પડશે. જે મિત્રો નવા ઘર માટે લોન માટે પ્રયત્ન કરી રહ્યા છે તો તેમને લોન મળી જશે. વિદ્યાર્થી મિત્રોને પણ ભણવામાં ફાયદો મળશે. નોકરી શોધતા મિત્રોને પણ સારી જગ્યાથી ઓફર આવશે. આજે પરિવારમાં વડીલ મિત્રોને ઘુટણમાં દુખાવો અને પગમાં દુખાવો થશે. આજના દિવસે ખાવા પીવામાં ખાસ તકેદારી રાખજો.
શુભ અંક : ૩
શુભ રંગ : લીલો

11. કુંભ – ગ,શ,સ(Aquarius):
આજે કામના સ્થળે દરેક મિત્રો અને તમારા બોસ તમારા નવા આપેલા આઈડિયાથી ખુશ રહેશે. આજે તમારી સફળતાનો દિવસ છે તો તેને સંપૂર્ણ રીતે માણો. તમારા દ્વારા આપવામાં આવેલા નવા વિચારોથી તમારી આવકમાં પણ વધારો થશે. જે મિત્રો પોતાનો પગાર વધારવા માટે એપ્લાય કરવાનું વિચારે છે તેઓની માટે આજે સારો સમય છે. આજે તમે થોડી નવી વસ્તુઓની ખરીદી પણ કરી શકો છો. આજે પરિવારમાં કોઈની તબિયત બગડે તેવા યોગ બની રહ્યા છે તો તેમની તકેદારી વિશેષ રાખજો. આજે તમારે કોઈનું મન દુભાવવાનું નથી. આજનો દિવસ વ્યસ્તતાથી ભરપુર રહેશે. આર્થિક સ્થતિ સધ્ધર બનશે.
શુભ અંક : ૯
શુભ રંગ : વાદળી

12. મીન – દ,ચ,જ,થ(Pisces):
આજે તમારા પરિવાર તરફથી તમને સારા સમાચાર મળશે. આજે તમને મળતી દરેક વ્યક્તિ સાથે હસતા હસતા વાત કરો તમારા દરેક કામ આસાનીથી પાર પડી જશે. આજે તમારા હાથ નીચે કામ કરતા દરેક લોકો તરફથી તમને ખૂબ માન અને સન્માન મળશે. જેના કારણે તમારા આખા દિવસનો થાક ઉતરી જશે અને તમારી સાંજ ખુશનુમા જશે. આજે તમારા જીવનસાથી તરફથી તમને સારા સમાચાર અથવા સરપ્રાઈઝ ગીફ્ટ મળવાની શક્યતા છે. કોઈપણ બહારના કાર્ય માટે કોઈ બીજા પર ભરોસો કરશો નહિ એ તમને નુકશાન પહોચાડશે માટે પોતાનું કામ જાતે જ કરવાનો આગ્રહ રાખો. જુના મિત્રો સાથે મુલાકાત કરીને તમે તમારા આખા દિવસનો થાક ભૂલી જશો. આજે વધારે પડતો ખર્ચ ના થાય તેની તકેદારી રાખજો.
શુભ અંક : ૧
શુભ રંગ : લાલ

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ. (આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમને અચૂક ટેગ કરજો)
જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – વર્ષ દરમિયાન તમારું સ્વાસ્થ્ય સમાન્ય રહેશે. પરિવારમાં કોઈ વડીલની તબિયત અચાનક બગડવાના યોગ છે. બધાના રીપોર્ટ કરાવજો અને નિયમિત ડોક્ટર સાથે મુલાકાત પણ કરજો. નિયમિત કસરત અને ડાયટ ભોજનથી તમે તમારી દરેક સમસ્યાથી મુક્ત થઇ શકશો.

નોકરી-ધંધો – નોકરીની શોધ કરતા મિત્રોને આ વર્ષના શરૂઆતના સમયમાં થોડા વધારે પડતા ઈન્ટરવ્યૂ આપવા પડશે. આ વર્ષે તમને મનગમતી નોકરી મળશે. વેપારી મિત્રોને પણ આ વર્ષે ઘણો સારો ફાયદો થશે. નોકરી અને વેપારને લઈને આ વર્ષે અનેક મુસાફરી કરવી પડશે પણ તેનાથી તમને ઘણો સારો ફાયદો મળશે.

કૌટુંબિક-પારિવારિક: પરિવારમાં આ વર્ષે અનેક સારા સમાચાર આવશે. ઘરમાં જે લગ્ન ઉત્સુક વ્યક્તિ છે તેમના આ વર્ષે લગ્ન થવાના યોગ છે. પરિવારમાં નવા મહેમાન સામેલ થશે. આ વર્ષ દરમિયાન જયારે પણ ઘર પર કોઈ મુશ્કેલી આવે તો ઘરમાં કોઈ ધાર્મિક પ્રવૃત્તિ જરૂર કરજો અને એકબીજાના સપોર્ટથી તમે આગળ આવી શકશો.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here