31 ઓક્ટોબર પુષ્ય નક્ષત્રના દિવસે શુભકારક યોગ બની રહ્યો છે તેથી દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આ ઉપાય કરો….

0

જ્યોતિષશાસ્ત્રમાં 27 નક્ષત્ર આવેલા હોય છે તેમાં પુષ્ય નક્ષત્ર આઠમું નક્ષત્ર છે આ નક્ષત્ર અને રાજા તરીકે ગણવામાં આવે છે. આ નક્ષત્રના દેવતા ગુરુ અને સ્વામી શનિ છે. આ સમયમાં કર્યુ કાર્ય પુણ્યદાયી તેમજ ફળ આપનારુ સાબિત થાય છે.

પુષ્ય નક્ષત્રના દિવસે ખરીદીનું અલગ જ મહત્વ છે.

દિવાળીના દિવસો પહેલાં પુષ્ય નક્ષત્ર આવવાથી અત્યંત શુભ માનવામાં આવે છે. આ સમયે બજારોમાં ખરીદી કરવી. તેમજ તેની ઘન ની પૂજા કરવી એવુ વિધાન છે.

આ વખતે પુષ્ય નક્ષત્ર 31 ઓક્ટોબર બુધવારના દિવસે આવે છે.. ગણેશજીનો દિવસ બુધવાર તરીકે ગણવામાં આવે છે એટલા માટે આ વખતનો પુષ્યનક્ષત્ર શુભકારક યોગનું નિર્માણ કરે છે..

વારની સાથે પુષ્ય નક્ષત્રનો સંયોગ આવી રીતે હોય છે ગુરુવાર હોય તો ગુરુ પુષ્ય ,રવિપુષ્ય , શનિ પુષ્ય બુધ પુષ્ય જેવા મહા યોગોનું નિર્માણ થાય છે.

પુષ્ય નક્ષત્ર 30 ઓક્ટોબર રાત્રે 3:50 શરૂ થાય છે. અને 31 ઓક્ટોબર રાત્રે 2: 34 મેં પૂરું થાય છે. આ સમયે ઘરમાં નવું વસ્તુ લેવા માટે અતિ શુભ દિવસ માનવામાં આવે છે આ દિવસે સોના ,ચાંદી, વાસણ ,કપડા ભૂમિ વાહન માટે ખૂબ જ શુભ યોગ છે.

લક્ષ્મી પ્રાપ્તિ માટે આ ઉપાય કરો:-

પુષ્યનક્ષત્મ હાલક્ષ્મીને પ્રિય નક્ષત્ર છે એટલા માટે લક્ષ્મીજીને પ્રસન્નતા કરવા માટે આ ઉપાય કરો.

1)31 ઓક્ટોબરે સવારે 6:30થી 9: 21 વચ્ચે માં લક્ષ્મીજીના મંદિરમાં જઈને 108 ગુલાબની પુષ્પ અર્પિત કરો.

2) પુષ્પ નક્ષત્રના દિવસે દૂધ અને ચોખાની ખીર બનાવીને ચાંદીના પાત્રમાં લક્ષ્મીજીને ભોગ લગાવવાથી અષ્ટલક્ષ્મી ની પ્રાપ્તિ થાય છે.

3) પુષ્ય નક્ષત્રના દિવસે સુતકનો 108 વાર પાઠ કરવાથી જીવનમાં ચાલી રહેલા સંકટનો નાશ થશે અને સુખ-સૌભાગ્ય પ્રાપ્ત થશે.

4) વ્યવહારિક જીવનમાં ખુશહાલી પામવા માટે પુષ્પ નક્ષત્રના દિવસે શિવ પરિવાર ની વિધિ-વિધાનથી પૂજા કરવી.

5) વિવાહ માં બાધા આવતી હોય તો પુષ્પ નક્ષત્રના દિવસે બૃહસ્પતિ દેવના નિમિત્ત માં કન્યાઓને બેસનના લાડુ નું વિતરણ કરવો.

6) ભગવાન શ્રી ગણેશની ૧૦૦૮ દૂર્વા અર્પણ કરવાથી સુખ-સૌભાગ્ય અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે.

7) વિદ્યા બુદ્ધિ ની પ્રાપ્તિ માટે પુષ્ય નક્ષત્રના દિવસે ચાંદીના પાત્રમાં દૂધનું સેવન કરવું જોઈએ.

Author: GujjuRocks Team
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here