30, જાન્યુઆરી- ૨૦૧૯: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને અંગત જીવન , આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમને અચૂક ટેગ કરજો !!

0

1. મેષ – અ,લ,ઈ (Aries):
આજે પૈસા સંબંધિત તમારી દરેક તકલીફ દૂર થઈ જશે. નોકરી શોધતા મિત્રોને નોકરીની સારી તક મળશે. જો તમારે કોઈ મિત્ર સાથે ઝઘડો થયેલ છે તો તેનો અંત આવશે. આજે તમારે કોઈપણ મહત્વનો નિર્ણય લાગણીમાં વહીને લેવાનો નથી. લોટરી અને શેર માર્કેટમાં પૈસા રોકવાનું વિચારી રહ્યા હોય એ મિત્રોએ પહેલા કોઈ નિષ્ણાત અને અનુભવી મિત્રોની સલાહ જરૂર લેવી. મિત્રોનો સંપૂર્ણ સહકાર મળશે અને આજે તમારા પરિવારમાં ખુશીઓનો માહોલ હશે. આજે સ્વાસ્થ્યની દ્રષ્ટીએ દિવસ સારો નહિ હોય, બહારનું અને ખુલ્લા ભોજનથી દૂર રહો. વેપારી મિત્રોને આજે અનેક નવા લોકો સાથે મળવાનો ચાન્સ છે. વેપાર તમે વિદેશમાં પણ ફેલાવી શકશો. આજે કોઈપણ કાગળ પર સહી કરતા પહેલા કાગળની સંપૂર્ણ ખાતરી કરી લેવી.
શુભ અંક : ૫
શુભ રંગ : નારંગી

2.વૃષભ – બ,વ,ઉ (Taurus):
પહેલા કરતા આર્થિક પરીસ્થિતિ સધ્ધર થશે. પૈસાની કોઈપણ કમી નહિ રહે, ટૂંક સમયમાં વાહન કે ઘર જેવી સંપતિ ખરીદવાના યોગ છે. આજે તમારી તબિયત સારી રહેશે, થોડા સમયથી જો કોઈ શરીરની તકલીફ હશે તો તેમાંથી રાહત મળશે. આજે તમારું દરેક કામ એક નવા ઉત્સાહ સાથે પૂર્ણ કરી શકશો. લગ્નજીવન શાંતિથી પસાર થશે. નજીકના સગા સંબંધીઓને મળવાનું થશે. જે મિત્રો ભણવા કે પછી નોકરી માટે વિદેશ જવાનું વિચારી રહ્યા છે તેમની માટે સારા સમાચાર મળશે. વેપારી મિત્રો એ તેમના વેપારને એક નવી ઉંચાઈ પર લઇ જશે. આજે કોઈ મહત્વની જવાબદારી તમારા માથે આવી શકે છે તમે તમારી સમજદારીથી તે નિભાવી શકશો. આવક વધવાના યોગ છે તો ખર્ચ પણ કંટ્રોલમાં કરજો.
શુભ અંક : ૨
શુભ રંગ : પીળો

3. મિથુન – ક,છ,ઘ (Gemini):
તમારે તમારી એક્સ્ટ્રા ઇન્કમ વધારવા માટે હજી વધારે મહેનત કરવાની જરૂર છે. તમારા દરેક કામમાં આજે તમારા જીવનસાથીનો તમને સપોર્ટ મળશે. પરિવારમાં થોડી અશાંતિ સર્જાઈ શકે છે.પરિવાર વચ્ચે પ્રેમ અને શાંતિ બનાવી રાખવા માટે નજીકના મંદિરે દર્શન કરવા જાવ અને ઘરમાં કોઈ ધાર્મિક પ્રવૃત્તિ કરાવો. આજે પેટની તકલીફ સર્જાશે પણ થોડા જ સમયમાં તમને રાહત જણાશે. આજે વિદ્યાર્થીએ ભણવામાં વધારે ધ્યાન આપવું પડશે અને મહેનત પણ વધારે કરવી પડશે. નોકરી કરતા મિત્રોને તેમના કાર્યસ્થળમાં એક મોટું પરિવર્તન આવવાની સંભાવના છે. કોઈપણ સ્કીમમાં કે પ્રોજેક્ટમાં પૈસા રોકતા પહેલા જે તે પ્રોજેક્ટ અને સ્કીમ વિષે સંપૂર્ણ વિગતો જાણી લેવી ખુબ જરૂરી છે.
શુભ અંક : ૯
શુભ રંગ : સફેદ

4. કર્ક – ડ,હ (Cancer):
પૈસા કમાવવા માટે તમે વધુને વધુ પ્રયત્ન કરશો. તમને આજે એક અનેરો આનંદ અને સ્ફૂર્તિનો અનુભવ થશે. સ્વાસ્થ્ય માટે આજનો દિવસ ઘણો સારો રહેશે. આજે તમે મન મરજી મુજબનું ભોજન કરી શકશો. આજે અચાનક ધનલાભ થવાના યોગ છે. આજે તમારી સામે પૈસા કમાવવા માટેની અનેક તકો તમારી સામે આવશે. જો તમે ઘર રીનોવેશન કરવાનું વિચારી રહ્યા છો તો આજથી શરૂઆત કરી શકશો. વિદ્યાર્થી મિત્રોને આજે ભણવામાં અને સ્વાસ્થ્યની તકલીફ થશે. તમારા પ્રિયજન સાથે વાત કરો તો સાવચેતી રાખજો. તમારી વાણી કે વર્તનથી કોઈને તકલીફ ના થાય તેની ખાસ તકેદારી રાખજો.
શુભ અંક : ૬
શુભ રંગ : પીળો

5. સિંહ – મ,ટ (Lio):
પૈસાની તંગી ધીરે ધીરે ઓછી થતી જણાશે. આજે પરિવારમાં કોઈની તબિયત બગડવાના ચાન્સ છે. આજે પરિવારમાં શાંતિનો માહોલ હશે. આજે પ્રેમી યુગલ વચ્ચે તકરાર થવાના યોગ છે. આજે ઘર, જમીન કે વાહન ખરીદવા માંગો છો તો ભવિષ્ય તેમાં તમને ફાયદો થશે. વિદ્યાર્થીઓને ભણવામાં કોઈને કોઈ તકલીફ આવશે. કોઈપણ સાથે વાત કરતા પહેલા તમે તેમને શું કહેવા માંગો છો તે જરૂર જણાવજો, ક્યાંક તમારા કહેવાના અર્થનો બીજો અર્થ ના સમજે. સમાજમાં તમારી નામના થશે. નવો વેપાર શરુ કરવા માંગતા મિત્રોએ થોડી રાહ જોવી જોઈએ. એકંદરે આજનો દિવસ સામાન્ય હશે.
શુભ અંક : ૯
શુભ રંગ : રાખોડી

6. કન્યા – પ,ઠ,ણ (Virgo):
તમારી ઇન્કમ વધારવા માટેના અનેક રસ્તાઓ તમારી સામે આવશે પણ તમે ધારેલ કામ પાર નહિ પાડી શકો. જે મિત્રોને પોતાના જીવનસાથી સિવાય કોઈ સાથે અફેર ચાલી રહ્યું છે તેઓ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. ઘરમાં પરિવારના સભ્યો વચ્ચે કોઈ નાની વાત મોટું સ્વરૂપ ધારણ કરી શકશે. આજે તમારું દરેક કામ તમારી સમજદારી અને મહેનતથી કરો. ઉચ્ચ અભ્યાસ કરવા માટે વિદેશ જવાની તૈયારી કરી રહ્યા મિત્રોને સારા સમાચાર મળશે. તમારા અને તમારા બાળકોના સારા ભવિષ્ય માટે આજે ગરીબોને ભોજન કરાવો. આજે કોર્ટ અને કાનૂની કાર્યવાહી,અ પણ તમારો સમય જશે. આજે ક્યાય પણ પૈસા ઇન્વેસ્ટ કરતા પહેલા તમારા વડીલોની સલાહ જરૂરથી લેજો.
શુભ અંક : ૪
શુભ રંગ : આસમાની

7. તુલા – ર,ત (Libra):
વિદેશ રહેતા મિત્રો કે સંબંધીઓ તમારી માટે સારા સમાચાર મોકલશે. આજે તમારી ખુશીઓમાં અનેકગણો વધારો થશે. જે મિત્રો આજે પોતાના પ્રિયપાત્રને પ્રપોઝ કરવાનું વિચારી રહ્યા છે તો તેમને સકારાત્મક જવાબ મળશે. લગ્ન કરવા ઉત્સુક મિત્રને સારા ઘરનું માંગું આવશે. પરિવાર સાથે નાનકડી મુસાફરી પર જવાના યોગ બની રહ્યા છે. વિદ્યાર્થીઓએ પોતાની પરીક્ષા સફળતા અને સારા ટકાએ પાસ કરવા માટે હજી ઘણી મહેનત કરવાની જરૂરત છે. આજે તમારા હસમુખ અને ભોળા સ્વભાવનો લોકો ફાયદો ઉઠાવશે. કોઈને પણ કોઈ વચન આપતા પહેલા તે વચનની તમારા જીવન પર કેવી અસર થશે તે ચકાસી લેવું.
શુભ અંક : ૧
શુભ રંગ : જાંબલી

8. વૃષિક – ન,ય(Scorpio):
આજનો દિવસ સૌથી શુભ છે તમારે આજે તમારા પરિવાર અને ઉપરી અધિકારીની મદદથી નવા પ્રોજેક્ટ અને નવા કામ માટે ઝંપલાવાનું છે. આજે કોઈપણ લલચાવતી સ્કીમ કે રોકાણવાળા પ્રોજેક્ટમાં પૈસા રોકતા પહેલા ભવિષ્યમાં થનારા ફાયદા અને નુકશાનનો વિચાર કરી લેજો. આજે તમારા જીવનસાથી તરફથી તમને સારા સમાચાર અથવા સરપ્રાઈઝ ગીફ્ટ મળવાની શક્યતા છે. કોઈપણ બહારના કાર્ય માટે કોઈ બીજા પર ભરોસો કરશો નહિ એ તમને નુકશાન પહોચાડશે માટે પોતાનું કામ જાતે જ કરવાનો આગ્રહ રાખો.
શુભ અંક : ૯
શુભ રંગ : લાલ

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
પૈસા કમાવવા માટેના આજે અનેક ઉપાય તમને મળશે આજે તમે તમારું દરેક કામ એક અનેરી ઊર્જા સાથે પૂર્ણ કરી શકશો. પ્રેમીઓએ આજે ફોન પર વાત કરતા સાચવવું, તમારી વાણી અને તમારી વાતથી તમારું પ્રિયપાત્ર તમારાથી રિસાઈ શકે છે. આજે ઓફિસમાં કામ કરતા મિત્રોએ પોતાના ગુસ્સા પર કાબુ રાખવાની જરૂરત છે. વિદ્યાર્થીઓને અચાનક ભણવામાં કોઈ બાધા આવશે. મન શાંત રાખીને તમે તમારું ધ્યાન ભણવામાં લગાવજો. નવો બિઝનેસ શરુ કરવા માંગતા મિત્રો માટે આજનો સમય અનુકુળ નથી થોડો સમય રાહ જોવો તો વધુ સારું પરિણામ મળશે. જેમ જેમ તમારી આવક વધશે તેમ તમારા ખર્ચમાં પણ વધારો થશે.
શુભ અંક : ૮
શુભ રંગ : લીલો

10. મકર – જ, ખ (Capricorn): .
આજે પૈસાનો વ્યવહાર કરતા તકેદારી રાખજો. કોઈપણ બે નંબરનું અને ચીટીંગ વાળું કામ કરશો નહિ. બની શકે તો કોઈને પૈસા પણ ઉધાર આપશો નહિ પૈસા ડૂબવાના યોગ છે. આજે પરિવારમાં તણાવ ઉત્પન્ન થશે. તમારા મહત્વના નિર્ણયમાં માતા પિતા તરફથી સહયોગ મળશે. ઘણા સમયથી ચાલી રહેલ બીમારીનો અંત આવશે. નોકરી કરતા મિત્રોને પ્રમોશનના યોગ છે. વિદ્યાર્થીઓ પણ આજે તેમના ભણતરમાં સારો દેખાવ કરી શકશે. વેપારી મિત્રો પૈસા રોકવા માટે કોઈ સારી સ્કીમ કે પછી સારા પ્રોજેક્ટની શોધમાં છો તો આજનો દિવસ ઇન્વેસ્ટ કરવા માટે યોગ્ય છે. બીમાર વ્યક્તિઓએ આજથી નિયમિત કસરત કે પછી ચાલવા જવાની શરૂઆત કરવી જોઈએ. વેપારી મિત્રો માટે પૈસા ડબલ કરવાનો અને વેપાર વધારવાનો સારો ચાન્સ મળશે.
શુભ અંક : ૫
શુભ રંગ : ગુલાબી

11. કુંભ – ગ,શ,સ(Aquarius):
આજે જે મિત્રો નોકરી કરી રહ્યા છે તેમની માટે સૌથી સારો દિવસ છે. તમારા કાર્યક્ષેત્રે આજે તમારા ઉપરી અધિકારી દ્વારા તમારા કામના વખાણ કરવામાં આવશે. તમારા ઘરમાં ટૂંક સમયમાં કોઈ ધાર્મિક પ્રસંગ બનવાના યોગ છે. પરણિત મિત્રો માટે આજનો દિવસ ઘણો સારો રહેશે. આજે પરિવાર સાથે થોડો આનંદમય સમય પસાર કરી શકશો. વેપારી મિત્રોને મુસાફરીના યોગ બની રહ્યા છે તમારું અને તમારા સામાનનું વિશેષ ધ્યાન રાખજો. આજે સ્વાસ્થ્ય અનુકુળ હશે નહિ તમને આજે તાવ કે શરદી થવાની શક્યતા છે. કોઈપણ વ્યક્તિ સાથે પોતાના પર્સનલ સિક્રેટ શેર કરશો નહિ, ભવિષ્યમાં મોટું નુકશાન થઇ શકે છે.
શુભ અંક : ૩
શુભ રંગ : લાલ

12. મીન – દ,ચ,જ,થ(Pisces):
આજે લોકો પાછળ તમારે ખર્ચ કરવો પડશે. ઘરમાં સારા સમાચારના લીધે મહેમાનો પણ આવશે. આજે બધા તરફથી તમને સારા આશીર્વાદ મળશે. લગ્ન કરવા માંગતા મિત્રોને સારા પાત્ર તરફથી પ્રસ્તાવ મળશે. આજે ખાવા પીવામાં તકેદારી રાખજો સાંજના સમયે પેટની સમસ્યા થઇ શકે છે. આજે જીવનસાથી તરફથી તમને સંપૂર્ણ સહયોગ મળશે. કોલેજમાં ભણી રહેલ મિત્રોને તેમનું જોઈતું પરિણામ મળશે. જે મિત્રો આજે પૈસા ઇન્વેસ્ટ કરવા માંગે છે તેમના માટે આજે સારો દિવસ છે. યોગ્ય અને ભવિષ્યમાં કોઈપણ રિસ્ક ના હોય તેવી સ્કીમ કે પ્રોજેક્ટમાં પૈસા રોકી શકશો. આજે મહત્વના નિર્ણયમાં માતા પિતાના વિચારો પણ જાણી લેવા યોગ્ય છે,
શુભ અંક : ૧
શુભ રંગ : વાદળી

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – આ વર્ષે તમારું સ્વાસ્થ્ય પાછલા વર્ષ કરતા ઘણું સારું રહેશે. પરિવારમાં કોઈને આ વર્ષે ગંભીર બીમારી થવાના યોગ છે. સારો આહાર એ તેમના માટે જરૂરી છે. નિયમિત ડોક્ટરની મુલાકાત અને દવાઓ લેવાનું ચાલુ કરાવજો. ડાયાબિટીસના દર્દીએ પોતાની વિશેષ કાળજી રાખવી જોઇશે.

નોકરી-ધંધો – નોકરી કરતા મિત્રોને આ વર્ષે જેટલી મહેનત કરશે તેટલું ફળ મળશે. જો તમે ઈચ્છો છો કે ઓફિસમાં બધા તમારા કામથી ખુશ થાય તો તમારું દરેક કામ સમયથી પહેલા અને ઈમાનદારીથી કરજો. વર્ષના અંતમાં વેપારી મિત્રોને સારો ફાયદો મળશે અને નોકરી કરતા મિત્રોને પણ પ્રમોશન મળશે.

કૌટુંબિક-પારિવારિક: આ વર્ષે પરિવારમાં નવા સભ્ય સામેલ થશે. આ વર્ષ દરમિયાન ઘણા બધા ધાર્મિક કાર્ય તમે તમારા ઘરમાં કરી શકશો. પરિવારમાં શાંતિ અને સંપ બન્યો રહેશે. ધાર્મિક યાત્રા કરવા જવાના યોગ બની રહ્યા છે. તમારી ખુશીમાં તમારા મિત્રો અને નજીકના સંબંધીઓને જરૂર સામેલ કરજો.
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે આપનો ખુબ ખુબ આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here