30 ઓગસ્ટ 2018, રાશિ ભવિષ્ય – આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે વાંચો ખાસ…

મેષ – અ, લ, ઈ: જે પણ મિત્રો પોતાનું વજન ઘટાડવા માટે તૈયારી કરી રહ્યા છે તેમણે પોતાના સ્વાસ્થ્યની પણ કાળજી રાખવી જરૂરી છે. તમે ઈચ્છો તો યોગાસન અને પ્રાણાયામ કરવાની જરૂરત છે. આજે ખાવા પીવામાં તકેદારી રાખવી, સાંજના સમયે ગેસ અને પેટના દુખાવાની તકલીફ થઇ શકે છે. ઓફિસમાં આજે તમારા અટકી પડેલા કાર્ય પુરા થશે અને તમારા કામથી તમારા ઉપરી અધિકારી તમારાથી ખુબ ખુશ રહેશે. આજે જીવનસાથી તરફથી તમને સારા સમાચાર મળી શકે છે.
શુભ અંક : ૫
શુભ રંગ : ગુલાબી

વૃષભ – બ, વ, ઉ: જો ભવિષ્યને લઈને તમે કોઈ પ્લાન બનાવ્યો છે તો તેની શરૂઆત આજથી કરશો નહિ, તમારા નવા કામને લગતા વિચારો બહારના લોકોને જણાવશો નહિ, વેપારી મિત્રોને આજે મુસાફરી કરવાના યોગ છે તો જરૂરિયાતના કાગળ અને દવાઓ સાથે રાખો નહિ તો સ્વસ્થ્ય ખરાબ થવાના યોગ છે. જીવનસાથી જો ઘણા સમયથી નારાઝ છે તો તેમને કોઈ ભેટ આપીને મનાવી લો. આજની રાત તમારા જીવનની સૌથી યાદગાર રાત બની રહેશે. સંતાનો આજે તમારી મદદ માંગે કોઈ કામમાં તો પ્રેમથી તેમને સમજાવો અને મદદ કરો.
શુભ અંક : ૪
શુભ રંગ : આસમાની

મિથુન – ક,છ,ઘ: જો તમે તમારું ભવિષ્ય બનાવવા માંગો છો તો સૌથી પહેલા તમારા જે પણ અંગત મિત્રો અને સ્નેહીજનો સાથે સંબંધ બગડી ગયા છે તેમને સામેથી બોલાવો, જો માફી માંગવી પડે તો માફી પણ માંગી લેવી. આજે પૈસા રોકાણ કરવા માટેની એક સુંદર તક આવશે તમારી પાસે તો વડીલો અને ઉપરી અધિકારી મિત્રોની સલાહ લઈને તેમાં રોકાણ કરો. બહુ પહેલા કરેલા રોકાણનું આજે તમને સારું એવું વળતર મળશે. તમારા જીવનસાથી તરફથી પણ તમને પુરતો સહયોગ મળશે. આજનો દિવસ રોજ કરતા વિશેષ છે.
શુભ અંક : ૨
શુભ રંગ : લાલ

કર્ક – ડ, હ: આજે અફવાઓથી દૂર રહેવું સમાચારની કે વાતની પુરતી ખાતરી ના કરો ત્યાં સુધી કોઈપણ ઉતાવળે નિર્ણય લેશો નહિ. આજે કોઈપણ રોકાણ કરવા માટેની સ્કીમ આવે તો આજે કોઈપણ પ્રકારનું રોકાણ કરશો નહિ પૈસા ડૂબવાના ચાન્સ વધુ છે. આજે તમારા જીવનસાથી સાથે અણબનાવ બનવાના યોગ છે તો કોઈપણ નાની નાની વાતે ગુસ્સે થશો નહિ. જુના મિત્રો સાથે વાત કરીને તમારો દિવસ બની જશે. આજે કામના સ્થળે તમારી ઓળખ બનશે અને તમારા કામની નોંધ લેવાશે જેનાથી તમને નજીકના ભવિષ્યમાં ખુબ ફાયદો થશે. આજની સાંજ પરિવાર સાથે વિતાવો. આજે દિવસના અંતે કોઈને કોઈ સારા સમાચાર મળશે.
શુભ અંક : ૬
શુભ રંગ : લાલ

સિંહ – મ, ટ: જે પણ મિત્રો પોતાના જીવનસાથીની રાહ જોઈ રહ્યા છે તેઓની આજે મુલાકાત તેમના પ્રિયપાત્ર સાથે થશે. તમારે આજ સવારે માતા પિતાના આશીર્વાદ લઈને નીકળવાનું છે. આજે ઓફિસમાં તમારે વધારાનું કામ પણ કરવું પડશે. તમારી મહેનત તો વધુ થશે પણ તેનો ફાયદો તમને જરૂર દેખાશે. આજે તમારું કામ તમને લોકોની ભીડમાં અલગ તારવીને બતાવશે. આજનો દિવસ તમારા માટે સૌથી યોગ્ય સમય છે લાંબાગાળાના રોકાણ કરવા માટેનો. આજે તમારા વડીલો અને અનુભવી મિત્રોની સલાહ લઈને જ રોકાણ કરો. સાંજનો સમય મિત્રો સાથે પસાર કરો તમારો માનસિક થાક હળવો થઇ જશે.
શુભ અંક : ૪
શુભ રંગ : લીલો

કન્યા – પ, ઠ, ણ: નોકરી અને ઘરની જવાબદારીમાંથી આજે થોડો સમય કાઢીને તમારો શોખ જે બહુ પહેલા છૂટી ગયો છે એ આજે ફરી જાગૃત કરો. આજે તમારી છુપાયેલી કળા લોકો સમક્ષ આવશે જેના લીધે ઘણા લોકો તમારી વાહ વાહ કરશે. આજનો દિવસ આનંદમાં વ્યતીત કરો. જે મિત્રો લાંબા સમયથી પોતાના જીવનસાથીની રાહ જોઈ રહ્યા છે તેમને આજે છોકરી / છોકરો જોવા જવાનો યોગ છે. આજે દિવસના અંતે આખા દિવસનો થાક તમને માથાનો દુખાવો આપશે. પણ આજના દિવસની ખુશીના કારણે તમે દરેક દર્દ ભૂલી જશો. આજનો થોડો સમય બાળકો સાથે વિતાવો. શુભ અંક : ૨
શુભ રંગ : ગ્રે

તુલા – ર, ત : આજે તમારા કામના સ્થળે અને ઘરે તમારે અનેક સમસ્યાનો સામનો કરવો પડશે. તમારે દરેક મુશ્કેલીઓનો સામનો હસતા હસતા અને શાંત મને કરવાનો છે. કોઈપણ પ્રકારનો ગુસ્સો આજે તમારે કરવાનો નથી. આજે કામના બોજના લીધે તાણ જેવું લાગશે પણ જો તમે દરેક કામ બરોબર કરજો અને તકેદારી રાખીને કરજો. ભવિષ્યમાં તમને આ કાર્યનો ફાયદો જરૂર મળશે. તમારી કે તમારા ઓફિસની કોઈપણ સિક્રેટ વાત બીજા કોઈને કરવાની નથી નહિ તો તમને નુકશાન થઇ શકે છે.
શુભ અંક : ૫
શુભ રંગ : આસમાની

વૃષિક – ન, ય: આજે રોજ કરતા સામાન્ય દિવસ રહેશે. પૈસા રોકવા માટેની અનેક તક આવશે તમારી સામે પણ કોઈપણ નિર્ણય કરતા પહેલા તેમાંથી ભવિષ્યમાં કેટલું નુકશાન અને ફાયદો થવાનો છે તેની પુરતી ચકાસણી કરજો. આજે બહુ પહેલા કરેલી કોઈ ભૂલ તમારી સામે આવશે. તેની અસર તમારા વર્તમાન જીવન પર પડશે. તમારા મિત્રોની સલાહ અને મદદથી તેમાંથી તમે આસાનીથી બહાર આવી જશો. આજે તમારા જીવનસાથી અને પરિવારજનો તરફથી પુરતો સહયોગ મળશે. દિવસનો અંત શાંત સંગીત સાંભળીને કરો.
શુભ અંક : ૭
શુભ રંગ : પીળો

ધન – ભ, ધ, ફ, ઢ: આજે તમારા અને તમારા પરિવારને થોડી આર્થિક મુશ્કેલી થઇ શકે છે. તમારા યોગ્ય નિર્ણયના કારણે દરેક તમારાથી ખુશ થઇ જશે. તમારી ઓફિસમાં આજે એક અજાણી સમસ્યા તમારી માટે આવશે તેમાં તમારે તમારી સમજશક્તિથી કામ લેવાનું છે. આજે તમારા મિત્રો તમારી મદદ માટે આવશે. સાંજે આખા દિવસનો ગુસ્સો તમારે તમારા પરિવાર પર ઉતારવાનો નથી. બાળકો સાથે થોડો સમય વિતાવવાથી તમારું મન ફ્રેશ થશે અને તમે આવતીકાલ માટે પ્લાન બનાવી શકશો.
શુભ અંક : ૪
શુભ રંગ : પીળો

મકર – જ, ખ: આજે બહુ મોટી ખુશખબરી તમારી માટે રાહ જોઈ રહી છે જેના લીધે ઘરમાં તહેવાર જેવું વાતાવરણ રહેશે. આજે બહુ નાહકનો અને વધારાનો ખર્ચ ના થાય તેની તકેદારી રાખજો. આજે પરિવારમાં દરેક સભ્ય તમારા દરેક કામની સરાહના કરશે. તમારો આખો દિવસ આજે ખુશનુમા જશે. જીવનસાથીનો અદ્ભુત અને ના જોયેલો સ્વભાવ આજે તમને જોવા મળશે. આજની સાંજ પરિવાર અને બાળકો સાથે શાંતિથી વિતાવો, જૂની અને ના ગમતી વાતો પરિવાર સમક્ષ કરશો જ નહિ. આજની રાત તમને તમારા લગ્નજીવનની પહેલી રાત જેવી બની રહેશે.
શુભ અંક : ૪
શુભ રંગ : આસમાની

કુંભ – ગ, શ, સ : જે પણ મિત્રો નવો વેપાર કે નવી નોકરી શોધી રહ્યા છે તેમની માટે આજનો દિવસ બહુ સારો જશે. સારી સારી જગ્યાએથી તમને ઓફર આવી શકે છે. પૈસા કમાવવા માટેના સ્ત્રોત વધશે અને સાથે ખર્ચ પણ વધશે તો તમે જે પણ ખર્ચ કરો તેમાં વધારાની અને બિનજરૂરી વસ્તુઓ લેવાઈ જાય નહિ તેની સાવધાની રાખશો. તમારા પરિવારના દરેક સભ્યને આજે તમારા પર ગર્વ થશે. આજે મિત્રો સાથે બહાર જવાનો પ્લાન બનાવી શકો છો.
શુભ અંક : ૧
શુભ રંગ : ગુલાબી

મીન – દ, ચ, જ, થ : આજે તમારા ભવિષ્યને સુરક્ષિત કરવાની એક સુંદર તક તમારી સામે આવશે તો સૌથી પહેલા એ બાબતની સંપૂર્ણ ચકાસણી કરો અને રોકાણ કરો. રોકાણ કરતા પહેલા તમારા વડીલો અને ઉપરી અધિકારી મિત્રોની સલાહ અચૂક લેજો. આજે સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેશો તો કોઈપણ પ્રકારની તકલીફ થશે નહિ. લગ્નઈચ્છુક મિત્રોની મુલાકાત આજે એક પ્રેમાળ વ્યક્તિ સાથે થશે તો તેને ઈમ્પ્રેસ કરવા માટે કોઈપણ જાતનો વધારે પડતો દેખાડો કરશો નહિ તમારો સ્વભાવ જ તમારી ઇમ્પ્રેશન જમાવશે. આજે કોઈ ખુશીના સમાચાર પણ મળવાની શક્યતાઓ રહેલી છે. પરિવાર સાથે એ ખુશીને વહેચો, આજનો પૂરો દિવસ આનંદમાં વ્યતીત થશે.
શુભ અંક : ૮
શુભ રંગ : નારંગી

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ: 

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.
૧. વર્ષની શરૂઆત અનેક સારા સમાચારથી થશે. આ વર્ષે અનેક સારા સમાચાર મળશે જેનાથી તમારી અને તમારા પરિવાર વચ્ચે બોન્ડીંગ વધશે. તમારા જુના મિત્રો અને નારાજ થયેલા પરિવારજનોને પણ તમારી ખુશીમાં સામેલ કરો.

૨. જો તમે કામના સ્થળે થોડી પણ આળસ રાખશો તો તેનું ખરાબ પરિણામ તમારે જ ભોગવવું પડશે. તમારા દરેક કામ તમારે ઉત્સાહ અને ખુશ મિજાજમાં કરવાનું છે તો અને તો જ તમારા કામની સરાહના થશે અને તમને તમારા કાર્યમાં પ્રમોશન મળશે.

૩. જો તમે ઈચ્છો છો કે તમારે વધુ પૈસા કમાવવા છે તો પછી આ વર્ષે તમારે વધુ મહેનત કરવાની રહેશે. તમારા યોગ્ય કામ અને વધુ મહેનત જોઇને તમારા ઉપરી અધિકારી તમારાથી ખુશ થશે અને તમારા કામના અનેક લોકો વખાણ કરશે.

૪. આ વર્ષે દિવાળી પછી તમારે રસ્તો ઓળંગા સમયે તકેદારી રાખવાની છે ઘરમાં કોઈનો અકસ્માત થવાના યોગ છે તો વાહન ચલાવતી વખતે પણ તકેદારી રાખજો.

૫. આ વર્ષે પરિવારના સભ્યો અને તમારી બધાની તબિયત સારી રહે તેના માટે યોગ્ય અને પોષ્ટિક ખોરાક લેવાનો છે. બહારનું અને ખુલ્લું જમવાનું ટાળો. વડીલોનું નિયમિત ડોક્ટરની મુલાકાત અને દવાઓનું પણ ધ્યાન રાખો.

૬. જે મિત્રો વિદેશ જવા માટે તૈયારી કરી રહ્યા છે તેઓ કોઈપણ અફવા અને લોકોની વાતમાં આવી જવાનું નથી. યોગ્ય અધિકારી અને અનુભવી મિત્રોની સલાહ લેવાનું રાખો. ૭. આ વર્ષના અંતે તમને નોકરી માટેના અને વેપાર માટેના અનેક સારા રસ્તાઓ મળશે. તમારી દરેક ખુશીમાં પરિવારને અને જીવનસાથીને સામેલ કરજો અને સમય આવ્યે તેમનો આભાર માનવાનું નહિ.

લેખન : જ્યોતિષ આચાર્ય આનંદ.

ઈશ્વર હમેશા તમારી સાથે જ રહે. અને આપનો આવનારો સમય આજના સમય કરતા પણ સારો રહે તેવી આશા.

આજનો વિચાર : દરેકને સફળ થવા માટેની યોગ્ય તક મળે જ છે જરૂરત છે ફક્ત એ તકને ઓળખીને તેને યોગ્ય રીતે અપનાવવાની.

દરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની..
આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!