બસ કરો આ કામ, તમે માત્ર 30 જ વર્ષમાં બની જશો કરોડપતિ !! અમીર બનવું પસંદ છે? તો વાંચી લો

અમીર બનવું કોને પસંદ નહી હોય !, દરેક વ્યક્તિ એ જ ચાહે છે કે ખૂબ જલ્દી હું કરોડપતિ બની જાવ. બધાની એક જ ઇચ્છા હશે કે ઓછી રકમમાં મને વધુ પ્રોફિટ થશે. આમ જોઈએ તો લોકો અલગ લાગ જગ્યાઓ પર પોતાના પૈસાના રોકાણ કરી જ રહ્યા હોય છે. જેમકે શેર બજાર, બેન્ક એફ.ડી, રેકરિંગ, ડિપોજીટ, અને પી.પી.એફ બધામાં રોકાણ કરી રહ્યા હોય છે. એટ્લે એમના રોકાણના પ્રમાણમાં મોટી રકમ મળી શકે. જેના કારણે એમના સપનાઓ પૂરા થઈ શકે.
રોકાણ દરમ્યાન લોકોની પ્રાથમિક્તા એ જ હોય છે કે રોકાણ કરવામાં કોઈ જોખમ ન હોવું જોઈએ. એવામાં નક્કી કરેલા સમયમાં જ તમારા રોકાણની રકમ વગર જોખમે વધારે મળી શકે એવા પણ ઘણા ઓપ્શન ઘણા ઓછા હોય છે. જો તમે લાંબા સમય માટે રોકાણ કરવાની ઈચ્છા રાખો છો તો એનો સૌથી બેસ્ટ વિકલ્પ સિપ છે. જેને સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેંટ પ્લાન કહેવાય છે. આ વિકલ્પ તમારી બધી જ જરૂરતો માટે બેસ્ટ છે. જે તમારી બધી જ જરૂરિયાતોને આરામથી પૂરા કરી શકે છે. અને એ પણ કોઈ પણ પ્રકારના જોખમ ઉઠાવ્યા વગર…

કરોડપતિ બનવા માટે શું કરવું જોઈએ ?

માની લો કે તમારી સેલેરી 60 થી 70 હજાર રૂપિયા દર મહિને છે. અને તમે તમારું કેરિયર 5 કે 6 વર્ષથી જ શરૂ કર્યું હોય તો તમારા મનમાં તમારી પોતાની કાર અને એક સુંદર બંગલો લેવાની જ આશા તો હશે જ ને એનો પ્લાન પણ બનાવી રહ્યા છો.ને એમાય જો તમે હાલ નવા નવા પિતા જ બન્યા હોય તો તમારા સંતાનના અભ્યાસ માટે અને એના લગ્ન માટે તો કોઈ ને કોઈ જગ્યાએ ઇન્વેસ્ટમેંટ કરવાનું પણ વિચાર્યું જ હશે. જો ન વિચાર્યું હોય તો ત્તમારે ઇન્વેસ્ટમેંટ કરવાનું વિચારવું જ જોઈએ ને શરૂઆત પણ કરી જ દેવી જોઈએ. તમે જો 70 હજાર કમાતા હોય તો તમે દર મહિને 15000ની બચત તો આરામથી કરી જ શકો છો. 30 વર્ષ પછી જ્યારે તમારા બાળકોને સારા અભ્યાસ માટે કે પછી એના લગ્નના ખર્ચ માટે 70 હજાર રૂપિયા માટે તમે દર મહિને રૂ. 15,000 નું સરળતાથી રોકાણ કરી શકો છો. 30 વર્ષ પછી જ્યારે તમારા બાળકને ઉચ્ચ શિક્ષણ માટે અથવા લગ્નની ઉંમર થશે ત્યારે તમે તમારી પાસે તેમની તમામ જરૂરિયાતો પૂરી કરવા માટે એક સારો ફંડ હશે

કરોડનું ફંડ કેવી રીતે ભેગું કરવું ?

જો તમે એસઆઇપીમાં રૂ. 15,000નું દરમહિને મૂડીરોકાણ કરો છો અને તેને 30 વર્ષ માટે ચાલુ રાખશો તો તમારી પાસે 15% વાર્ષિક વળતરની દ્રષ્ટિએ 2.8 કરોડ રુપિયાનું ફંડ ભેગું થશે. આટલી રકમ તમારા બાળકના લગ્ન, તેના અભ્યાસ અને વૃદ્ધાવસ્થાના ખર્ચ માટે પૂરતા રહેશે.

Author: GujjuRocks Team
દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!