સાપ્તાહિક રાશિફળ 30 જુલાઇ થી 5 ઓગસ્ટ – જાણો કોના નસીબ ખુલશે અને કોના ગ્રહ થશે ઉથલ પાથલ

0

1) મેષ :-સરકારી કામકાજમાં સફળતા
તમારા માટે સપ્તાહની શરૂઆત આર્થિક રીતે સારી છે તમને લાંબા સમયથી કોઈ ચિંતા પરેશાની છે. તેનાથી છુટકારો મળશે તેમજ સરકારી કામકાજમાં સફળતા મળશે મકાનથી લાભ થશે વિદ્યાર્થીઓ માટે સમય સારો છે. ધનનો વ્યય થતો સંભાળવો કારણ કે આર્થિક ખર્ચ રહેશે તમારી મહેનત રંગ લાવશે

2) વૃષભ :-વ્યવસાય અનુકૂળતા
સપ્તાહની શરૂઆતમાં તમે બીમાર થઇ શકો તેવા શકેત છે એટલા માટે તમારી શરીરનું ધ્યાન રાખવુ. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી તમારા માટે અનુકૂળ છે. વ્યવસાય ક્ષેત્રે પરિવર્તન થશે. આમદની માં વૃદ્ધિ થશે કોઈ મોટા વ્યક્તિ સાથે મુલાકાત થશે.તેમજ સંતાન સંબંધિત શુભ સમાચાર મળશે.

3) મિથુન :-આર્થિક મદદ મળશે.
સપ્તાહની શરૂઆતમાં સફળતા મળવામાં અડચણ આવશે સપ્તાહના મધ્યમાં કોઇ માંગલિક કાર્યક્રમનું આયોજન થશે.સંતાનના વિવાહ ની વાત આગળ વઘશે પિતાથી આર્થિક મદદ મળશે. પ્રશંસામાં સમય આગળ વધશે. તમારા હાથો થી કોઈ સારું કાર્ય થશે. ઘરમાં કંઈ નવું વસ્તુનો ખરીદી પર મન ખુશ રહેશે.નોકરીમાં પ્રમોશનના યોગ છે.ધંધામાં પ્રગતિ થશે. કાર્યક્ષેત્રમાં લાભ થશે

4) કર્ક :-તમારા ઉપર નિયંત્રણ રાખવુ.
સપ્તાહની શરૂઆતમાં નવા લોકો સાથે મુલાકાત થશે તેમજ આજુબાજુના લોકો સાથે સંબંધોમાં મીઠાશ આવશે તમારું કામ સારી રીતે થશે. મન બેચેન અને ઉદાસ રહેશે તમારા ઉપર નિયંત્રણ રાખવુ. સોચ વિચારીને બોલવું નહીં તો ઝઘડા થવાની સંભાવના છે. કામમાં તમારી નિંદા થશે. તમારા દ્વારા કોઈની ભલાઈ થશે.તણાવ દૂર થશે. તમે કોઈના માટે ઉપહાર ખર્ચો સન્માન વધશે.

5) સિંહ:- વાણી અને ક્રોધ પર નિયંત્રણ રાખવુ.
સપ્તાહની શરૂઆતમાં નવા લોકો સાથે મિલન થશે. તમારા કાર્યમાં રચનાત્મક સમાવેશ થશે. ખેલ કૂદ તેમજ મનોરંજન કાર્યક્રમમાં તમે ભાગ લેશો પરિવારના લોકો નો સાથ મળશે. કોઇ અપ્રિય ઘટના થવાની આશંકા છે વાણી અને ક્રોધ પર નિયંત્રણ રાખવું નહીં તો શત્રુ અને વિરોધી તમારા પાછળ પડશે. અવસ્થાને કારણે થાક અનુભવશો.કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકશો.તમારા ઉપરી અધિકારી તમારા કામથી ખુશ થશે.

6) કન્યા :-અધિકારોથી પ્રસંશા મળશે.
સપ્તાહની શરૂઆતમાં વિદ્યાર્થીઓ માટેનો સમય મુશ્કેલ છે તમે બેચેની અનુભવશો .કોઈપણ મામલામાં તમને પરેશાની થઈ શકશે.પ્રેમ સંબંધો સાવધાની રાખવી.તમારા પર વડીલોની કૃપા રહેશે નોકરિયાત વર્ગ માટે સમય સારો છે તમારા સહકરમી તથા અધિકારોથી તમને પ્રશંસા પ્રાપ્ત થશે. લેન દેન થી બચવુ નહીં તો નુકસાન થશે.

7) તુલા:- વિદ્યાર્થીઓ માટે સમય સારો છે.
સપ્તાહની શરૂઆતમાં તમે જેની સાથે કામ કરો છો તેનાથી પરેશાની થઈ શકે. તમારી મનપસંદ વસ્તુ ખરાબ થઈ શકશે વિદ્યાર્થીઓ માટે સમય સારો છે ભાગ્યનો સાથ મળશે.કામકાજ થશે .અને નવા રસ્તા ખુલશે વ્યવસાય ક્ષેત્રે નવી વસ્તુ અમલ કરી શકશો. કોઈ મોટો વિચાર તમારા મનમાં આવી શકે છે.તેમજ વડીલો ના આશીર્વાદ મળશે જીવનમાં ઉતાર-ચઢાવ રહેશે.તમારી મહેનત અને આત્મવિશ્વાસ પર ભરોસો રાખવો.

8) વૃષીક :-તમારા ગુસ્સા પર કંટ્રોલ રાખવો.
સપ્તાહની શરૂઆત સામાન્ય રહેશે તારીખ 30 અને 31 તમારા માટે નો સમય પ્રતિકૂળ છે સાવધાની રાખવી. તમારી આર્થિક જરૂરિયાત પૂરી કરવા તેમજ સમાજમાં તમારો સ્થાન મેળવવા માટે વધારે મહેનત કરવી પડશે. યુવાવર્ગ માટે કરીઅરને લઈને પરેશાની આવી શકે છે. રિશ્તેદારો સાથે સંબંધમાં અનબન આવશે. વિદ્યાર્થીવર્ગ ભવિષ્યમાં કોઈ મોટી આશા લઈને મહેનત કરશે. મિત્રોથી લાભ અને સહયોગ મળશે.

9) ઘન:- આર્થિક સ્થિતિ સુધરશે.
આર્થિક મામલા પર વધારે ધ્યાન આપવું.તેમજ મર્યાદિત અને જરૂરિયાત પ્રમાણે ખર્ચા કરવા. ભાઈ બહેન સાથે સમય સુધરશે. કોઈ યાત્રાનો યોગ છે. પ્રણય પ્રસંગમાં સમય વ્યતીત કરશો.લોકપ્રિયતા વધશે. તમારા માટે આ સમય પ્રશંસા ભર્યો હશે નોકરીમાં પ્રમોશનના યોગ છે ધંધા પ્રગતિ થશે.યાત્રા દરમિયાન મુશીબત આવવાની સંભાવના છે.

10) મકર :-બીમારીથી સાવધાન રહેવું.
સપ્તાહની શરૂઆતમાં થોડી અવ્યવસ્થા અનુભવશો. બહાર નુ ખાવું નહીં. શરદી ખાંસી જેવી બીમારી આવી શકશે .તારીખ 31 સુધી સાવધાની રાખવી. નોકરી વર્ગ માટે સમય સારો છે તમારા ઉચ્ચ અધિકારી તમારી પ્રશંસા કરશે. ઓફિસમાં સહકારમી થી સહયોગ મળશે. સંતાન માટે સમય ઉત્તમ છે. તેમના પ્રત્યે આદરભાવ રહેશે.

11) કુંભ:- મનોરંજન ઉપર ખર્ચ રહેશે.
સપ્તાહની શરૂઆતમાં સ્ફૂર્તિ રહેશે અને સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. પરિવારના લોકો તેમજ મિત્ર થી ઉપહાર તમને મળશે પ્રવાસ અને સ્વાદિષ્ટ ભોજનનો આનંદ ઉઠાવી શકશો. કલાત્મક રચના તમારામાં ખીલશે અને સૌંદર્ય પ્રસાધનો અને મનોરંજન પર ખર્ચ થશે. નવા કામની શરૂઆત કરી શકશો વિદ્યાર્થી માટે સમય ઉત્તમ છે.

12) મીન:- સ્વાસ્થ્ય પર ધ્યાન રાખવુ.
સપ્તાહની શરૂઆતમાં તમને અશાંતિ અને અવ્યવસ્થા અનુભવ કરશો.તમારા મનમાં નિરાશા આવી શકશે. કોઈપણ નિર્ણય લેવામાં ઉતાવળ ન કરવી. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવુ. કોઈપણ કામ કરવામાં એકાગ્રતા નહિ રહે. જેનાથી તમારા કાર્યમાં મુશ્કેલી આવશે. જીવનસાથીના સ્વાસ્થ્ય નુ ધ્યાન રાખવુ. ભાગીદારીથી કામકાજ ન કરવુ. નવા વ્યક્તિ સાથે મુલાકાત થશે. અમે તમે આકર્ષિત થશો. જીવનમાં ચુનૌતિઓ સામનો તમે નિડરતાથી કરશો.
Author: GujjuRocks Team
દરરોજ આવી જ્યોતિષ સંબંધિત માહિતી વાંચવા ફક્ત GujjuRocks પેજ પર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here