3 પત્નીઓ વાળા ભિખારી ની આવક જોઈને તમે મોં માં આંગળા નાખી દેશો – જાણો શું કામ કરે છે

0

હાલમાંજ ઝારખંડ ના ચક્રઘરપૂરનો એક અજીબ મામલો સામે આવ્યો છે. લાખોપતિ બનવું તો દરેકનું સપનું હોય છે પણ શું તમે ક્યારેય કોઈ ભિખારીને જોઈને એવું વિચારી શકો કે તે લાખોપતિ છે? આજે જે કહાની અમે તમને સંભળાવીશું તેને જોઈને તમને પણ વિશ્વાસ નહિ આવે. વાત કઈક એવી છે કે એક ભિખારી ભીખ માંગતા માંગતા લાખપતિ બની ગયો. સાથે જ એ ભિખારી ને પણ અંદાજો ન હતો કે તે ભીખ માંગી ને આટલો આગળ વધી જાશે. તેણે ભીખ માંગી ને ખુદ પોતાને સેટલ કરી લીધો.
ઝારખંડના રેલવે સ્ટેશન પર આ લાખપતિ ભિખારી બેસે છે જેના મહિનાની કમાણી 30 હજાર રૂપિયા કરતા પણ વધુ છે. સૌથી ખાસ વાત એ છે કે તેની ત્રણ તો પત્નીઓ છે. સાથે જ સિમડેગા માં તેની વાસણોની એક દુકાન પણ છે અમુક લોકો તેને છોટું બારીકના રૂપમાં જાણે છે તો અમુક લોકો તેને લાખપતિયા ભિખારીના રૂપમાં.
સાથે જ તમને જણાવી દઈએ જે આ ભિખારી પગથી વિકલાંગ છે અને તે વેસ્ટ્રીજ નામની ચેન માર્કેટિંગ કંપનીનો મેમ્બર પણ છે. હંમેશા તે કોર્ટ, ટાઈ પહેરીને મિટિંગ અટેન્ડ પણ કરે છે. માત્ર 40 વર્ષની ઉંમરમાં વિકલાંગ હોવા છતાં પણ આટલું બધું મેળવી લેવું કઈ નાની વાત તો નથી, અને આટલું બધું હોવા અને કરવા છતાં પણ ભીખ માંગવી!
તે દરેક રોજ ટ્રેઈન માં ભીખ માંગે છે અને પોતાની પાસે મોબાઈલ પણ રાખે છે. છોટુ બારીક એક બિઝનેસમૈન પણ છે જે કોઈપણ પ્રકારની પુંજી વગર જ લાખોપતિ બની ગયો અને પૈસા કમાયા પછી તેણે પોતાના ગામમાં વાસણની દુકાન પણ ખોલી લીધી હતી. વાસણની દુકાનનની આવક માંથી તેની ત્રણે પત્નીઓ અને બાળકોનું પોષણ આસાનીથી થઇ જાય છે.છોટુ બારીક વેસ્ટિજ બિઝનેસનો સ્વત્રંત ડીલર છે. તેણે પોતાનું આઇડી કાર્ડ દેખાડતા કહ્યું કે, ”મારા નીચેના ક્રમથી 20 થી વધુ લોકો જોડાયેલા છે. જેઓ માર્કેટિંગ નો બિઝનેસ કરે છે”

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here