તારક મહેતા શો માં થયા 3 નકલી કારનામાં, શું તમે નોટીસ કર્યું હતું..?

0

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ નાં હાલ કર કોઈ ફૈન બની ગયા છે. આજ સુધીનો આ શો દરેક લોકોનો ફેવરીટ શો માનો એક રહ્યો છે. આ શો નાં ચાહનારાઓ તો ક્યારેય આ શો જોવાનું ચૂકતા નહી હોય. પણ શું તમે ક્યારેય નોટીસ કર્યું છે ઘણા એપીસોડસમાં ઘણી એવી નાની નાની મિસ્ટેક થતી હોય છે. આ મિસ્ટેક એવી રીતની છે કે આસાનીથી દર્શકોની પકડમાં આવી જતી હોય છે.

આવો તો જાણીએ ક્યા અને કેવી રીતે આ મિસ્ટેક થઇ હતી.

1. એપીસોડના એક સીનમાં જ્યારે મહિલા મંડળ કંપાઉંડમાં ઉભેલા હોય છે ત્યારે દયાભાભીને પાછળના એંગલથી બતાળવામાં આવે છે. જેમાં પૂરી રીતે દેખાઈ આવે છે કે તે દયાભાભી નહિ પણ કોઈક બીજી મહિલા છે. કેમ કે તે સમયે દયાભાભી પ્રેગનેન્ટ હોવાને લીધે શો માં ખુબ ઓછી જોવા મળતી હતી. માટે મેકર્સે કોઈક બીજી મહિલાને ત્યાં અમુક રોલ પુરતી દેખાડી છે. પણ લોકોએ આ ભૂલને જટથી પકડી લીધી હતી.

2. ભીડેના ઘરમાં જયારે ભીડે નકલી સાપ લઈને આવે છે ત્યારે માધવી ભીડે તો એવી રીતે ડરી જાય છે કે તે જાણે અસલી સાપ હોય. પણ આ સાપને જોતા જ કોઈપણ ઓળખી શકે છે કે તે અસલી નહી પણ નકલી સાપ છે. માધવીનું આવું રીએક્શન એકદમ ગલત છે.

3. એક સીનમાં જયારે ગણપતિની મૂર્તિને ગણેશ ઉત્સવ દરમિયાન સોસાઈટીમાં લાવવામાં આવે છે ત્યારે ટપુએ દાઢી મુછ લગાડેલા હોય છે. પણ બીજા જ સીનમાં ટપુની દાઢી મુછ ગાયબ થયેલી જોવા મળે છે.

હવે આ બધાનો જવાબ તો મેકર્સ જ આપી શકે છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!