૩ ફૂટની આ મહિલા IAS ઓફિસરે કર્યું કમાલનું કામ, નરેન્દ્ર મોદી પણ વખાણે છે તેમના કામને…પ્રેરણાદાયક સ્ટોરી વાંચો

0

વ્યક્તિ ભલે ગરીબ હોય, ઓછી સુંદરતા ધરાવતો હોય કે પછી ઓછી હાઈટ વાળો હોય, પણ જો એકવાર એ મનમાં ધારી લે તો તો તેનું દરેક મુશ્કેલ કામ સરળ બની જાય છે. કશુક કરવાની ધગશ વ્યક્તિને ક્યાંથી ક્યાં પહોચાડી દેતા હોય છે. આવું જ કરી બતાવ્યું છે આ ૩ ફૂટની એક મહિલાએ. આ મહિલાની હિમત અને મહેનતથી તે આજે IAS ઓફિસર બની ગઈ છે અને આજે ઘણા મોટા મોટા લોકો તેની સામે માથું નમાવીને વાત કરે છે. દેહરાદુનમાં ભણેલી અને મોટી થયેલ આરતી ડોગરા પોતાના કામને કારણે ચર્ચામાં રહી છે. તેમણે એવા એવા કામ કર્યા છે કે જાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ તેમના વખાણ કરે છે.

૧૮ ડીસેમ્બરના દિવસે રાજસ્થાનના મુખ્યમંત્રીએ પોતાનું કામ સાંભળ્યું અને તરત જ ૪૦ IAS ઓફિસરોની બદલી કરવામાં આવી હતી. અહિયાં થયેલ આટલા મોટા ફેરફારના કારણે આરતી ડોગરાને સચિવ સયુંકતની જવાબદારી સોંપવામાં આવી હતી. આની પહેલા આરતી એ અજમેરમાં કલેકટરની પોસ્ટ પર હતી. વર્ષ ૨૦૦૬માં પાસ થયેલ આરતી એ હાઈટમાં ભલે નીચી હોય પણ તેમના દ્વારા કરવામાં આવેલ નિર્ણયની ચર્ચા એ ફક્ત રાજસ્થાન માં જ નહિ પણ પુરા દેશમાં થઇ રહી છે. આરતીના વખાણ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ કરી ચુક્યા છે. આરતી એ અજમેર કલેકટરની પહેલા બીજી પણ એવી ઘણી જવાબદારી નિભાવેલ છે. IAS આરતીના હિસાબે વ્યક્તિએ ક્યારેય છોકરા અને છોકરીમાં ભેદભાવ કરવો જોઈએ નહિ અને જો કોઈ પુરુષ કે મહિલા ઓફિસર બની જાય તો બંનેને સમાન સન્માન આપવું જોઈએ.

એક એવોર્ડ દરમિયાન તેઓ જણાવે છે કે જયારે તે IASની પરીક્ષા પાસ કરી લે છે ત્યારે ઘણાબધા લોકો તેમના ઘરે શુભેચ્છાઓ આપવા પહોચી જાય છે. ત્યારે તેમાંથી એક વ્યક્તિ તેમની માતાને કહે છે કે તમારી દિકરીએ તો દિકરાની કમી પૂરી કરી દીધી. ત્યારે તેમની માતાએ જવાબ આપ્યો કે મને ક્યારેય દિકરાની કમી હતી જ નહિ. આરતી અમારી દિકરી છે તેણે તેનું કામ કર્યું છે અને અમારું નામ રોશન કર્યું છે.

મોદી સરકારે સ્વચ્છતા અભિયાન ચલાવ્યું અને એવી જ રીતે આ સ્વચ્છતા અભિયાન એ આપણા દેશમાં રહેવાવાળા દરેકની જવાબદારી છે. આની અંતર્ગત ખુલ્લામાં શૌચ નહિ કરવાના અભિયાનને પણ ચલાવવામાં આવ્યું અને ઘણા ગામોમાં શૌચાલય બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી. આ સમય દરમિયાન આરતી એ બિકાનેરમાં કલેકટરની પોસ્ટ પર હતી. તેમણે “બંકો-બિયાંણો” નામનું એક કેમ્પેઈન ચલાવ્યું જેમાં લોકોને ખુલ્લામાં શૌચ નહિ કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. એડમિનિસ્ટ્રેશનના લોકો સવારે ૪ વાગ્યે ગામડાના એ એરિયામાં ફરતા અને જે ખુલ્લામાં શૌચ કરવા આવે તેમને રોકતા હતા. આરતીના કારણે જ ગામોમાં પાક્કા શૌચાલય બનાવવામાં આવ્યા હતા.

એક રીપોર્ટ અનુસાર આ કેમ્પેઈન એ ૧૯૫ ગ્રામપંચાયતોમાં ચલાવવામાં આવ્યું હતું. આ કેમ્પેઈનની સફળતાથી આરતીના વખાણ તેમની આસપાસના દરેક જીલ્લમાં થતા હતા.

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.
GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here