વાંચો તમારું આજનું રાશી ભવિષ્ય.. જાણો આજે તમારો દિવસ કેવો રહેશે..

0

1. મેષ (Aries): કાર્યક્ષેત્ર માં તમને ઓળખાણ મળશે, આપની પ્રતિષ્ઠા વધશે. કામ ની વ્યસ્તતા ને કારણે પરિવારવાળા ને નજરઅંદાઝ કરશો. એ વાત ઘર ના લોકો ને ખલેલ પોહચાડશે. કેટલાક ઘર ના લોકો એ ઘરખર્ચ ને કાબુ કરવો જોશે. જોકે ગ્રહો ની ચાલ દર્શાવે છે કે આકસ્મિક ધન પ્રાપ્તિ પણ થઇ શકે છે. કોઈ આયોજન વગર રજા માણવા ના જશો. જે લોકો બીમારી નો ભોગ બનેલા છે અને તેની સામે લડે છે, તેમની હાલત માં હવે સુધારો થતો જણાશે. વ્યક્તિગત જીવન માં મંગલ કાર્ય થવા ના યોગ છે. વિદ્યાર્થી કોમ્પિટિશન માં પોતાના સ્પર્ધી ને ટક્કર દેવા તૈયાર રહેશે.
શુભ અંક : 
શુભ રંગ  : બ્લુ
2.વૃષભ (Taurus): આપના લવ પાર્ટનર ની સાથે ખાસ સમય વિતાવવો જોઈએ. યુવા વર્ગ ને મિત્રો ની સાથે મોજ મસ્તી કરવા નો સમય મળશે. કાર્યક્ષેત્ર માં આપ વિરોધીઓ ના ષડયંત્ર ને સમજી ન શકો અને એ કારણ થી મુશ્કેલીઓ નો સામનો કરવો પડે.ઓફીસ આવતા- જતા સમય માં થોડી મુશ્કેલી નો સામનો કરવો પડે. તેનું કોઈ પરફેકટ સમાધાન ગોતવા ની જરૂર રહેશે. આર્થિક સ્થિતિ મજબુત રહે. તબિયત પ્રત્યે સંવેદનશીલ લોકો એ રેગ્યુલર મેડીકલ ચેકઅપ કરાવવો જોઈએ.
શુભ અંક : ૪
શુભ રંગ  : ઈંડિગો

3. મિથુન (Gemini): કાર્યક્ષેત્ર માં વિચારો પર અમલ કરવા નો સમય પાકી ગયો છે. જે પણ કાર્ય કરશો તેની ખુબ પ્રશંસા થશે અને આપને ખુબ આનંદ થશે. પ્રોપર્ટી ની ખરીદી વચ્ચે ખુબ લાભ થઇ શકે છે. સારી ફિગર મેળવવા માટે થોડી મહેનત માંગશે. ઘર માં ફેમેલી ફંક્શન નું આયોજન થઇ શકે છે જેમાં પરિવાર ના લોકો ની નજીક આવા નો મોકો મળે. ઘરેલું વાદ- વિવાદ દુર થતા જણાશે.આપના જીવન માં સુખ શાંતિ નું વાતાવરણ બનશે. પ્રેમ સંબંધ લગ્ન માં પરીવર્તે એવું બની શકે છે. દુશ્મનો ની વાતો હેરાન કરશે. પરંતુ આપનો વાળ પણ વાંકો નહિ કરી શકે.
શુભ અંક : ૫ 
શુભ રંગ  : ફોરેસ્ટ ગ્રીન
4. કર્ક (Cancer): જે લોકો તમારો વિરોધ કરતાં તે હવે તમારા તાલ થી તાલ મેળવશે. કાર્યક્ષેત્ર ની સ્થિતિ ને કાબુ માં રાખજો અને સ્પર્ધી ને સારો જવાબ દેશો. રાજનીતિ સાથે સંબંધ રાખવા વાળા લોકો ને પદ પ્રાપ્તિ થઇ શકે છે. આપની ક્રિએટિવ નીખરી ને બહાર આવશે. આર્થિક રૂપ થી સુરક્ષિત છો, ધન આગમન રહેશે. અનુશાસિત જીવનશૈલી ને અપનાવા ને કારણે ફીટ અને એનર્જેટિક અનુભવાય. ઘણા સમય પહેલા ખોવાયેલી વસ્તુ પાછી મળી શકે તેવો યોગ બને છે.
શુભ અંક : ૧૧
શુભ રંગ  : વાયોલેટ  
5. સિંહ (Lio): જે સિંગલ જાતકો ના જીવન માં રોમાંસ ની અછત હતી હવે તે અછત પૂરી થવાની છે. બીઝનેસ ટ્રીપ દરમિયાન કામ થી જોડાયેલ સારા અવસર મળી શકે. વિદ્યાર્થી વર્ગ એ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે પરિવાર થી અલગ જવાનું થાય. આર્થિક સ્થિતિ ને સુધરવા ની જરૂર છે. જેથી આપ ઉધાર ચૂકવી શકો. માનસિક તણાવ થોડો રહશે. આપ આપની ઇચ્છાશક્તિ ના બળ ઉપર દરેક મુશ્કેલી ને ટક્કર દેવા માટે તૈયાર રહેશો. સ્પર્ધી માટે આપની કુશળતા અને ક્ષમતા સિરદર્દ બની રહશે.
શુભ અંક : ૩ 
શુભ રંગ  : ક્રીમ  
6. કન્યા (Virgo): કામયાબી તમારા જ માથે હશે. ધન કમાવા નો અવસર મળશે, વ્યાપારી વર્ગ ને ઘણો લાભ થશે જેથી કામ ને લગતી આશા ની કિરણ જાગશે અને આગળ વધવા નો આત્મવિશ્વાસ વધશે. પારિવારિક વિવાદ નું સમાધાન આવે. જીવનસાથી ની તલાશ પૂર્ણ થાય. ફીટ રહેવા માટે આપ પ્રયત્ન કરશો. નમ્રતા અપનાવજો. સંતાન પક્ષ પાસે ઉમ્મીદ અનુસાર ખુશખબર મળવા નો યોગ છે.
શુભ અંક : ૪
શુભ રંગ  : લાલ   

7. તુલા (Libra): ખુલી ને ચર્ચા કરો છો પરંતુ તેનું પરિણામ આગળ જતા ભોગવવું પડે. આપની આર્થિક સ્થિતિ ડગમગતી દેખાય, ખર્ચ બાબતે ધ્યાન રાખવું. બહાર ના ખોરાક નું સેવન કરવા થી ડાઈજેસ્ટીવ સીસ્ટમ માં ગડબડ થઇ શકે છે. મિત્રો સાથે ડ્રાયવીંગ ની મજા માણશો. પૂર્વજ ની જમીન મળે તેવા યોગ બનેલા છે. માતા પિતા ને થોડી નારાઝગી રહી શકે છે, તેમની વાત ને સમજવા નો પ્રયાસ કરવો. વ્યાવસાયિક સ્તર ઉપર આપનો સમય અનુકુળ નથી, આપનું મન પણ કામ માં નથી લાગતું. સાવચેત રહેવું.
શુભ અંક : ૩ 
શુભ રંગ  : કેસરી  

8. વૃશ્ચિક (Scorpio): ખાવા પીવા નું તબિયત માટે સારું રહેશે. કામકાજ માં આપનું યોગદાન મહત્વપૂર્ણ હશે. આપને મહત્વના કાર્ય ની જવાબદારી સોપવા માં આવી શકે છે. સંબંધ માં થતા મતભેદ દુર થશે. પરિવાર માં શાંતિ છે અને ઘર નું શાંતિ ભર્યું વાતાવરણ જીવન માં સંતોષ લાવે. કેટલાક સમય થી જીવન ના મહત્વ ના નિર્ણય ને લઈને જે ચિંતા હતી તે હવે દુર થશે. વ્યથા દુર થશે. મિત્રો સાથે લોંગ ડ્રાયવ પર જઈને માનસિક થાક દુર કરી શકશો.
શુભ અંક : ૧
શુભ રંગ  : મેજેન્ટા  
9.ધન (Sagittarius): વિચારો પર અમલ કરવા નો ખુબ સારો સમય છે. ફિટનેસ ને લઇ ને આપ ગંભીર હશો. સમજી વિચારી ને ખર્ચ કરવો, તેનાથી ભવિષ્ય માં આર્થીક સ્થિતિ સુરક્ષિત રહેશે, આપનું જીવન આરામદાયી હશે. કોઈક ના પ્યાર ભરેલા ઈશારા દિલ માં પ્રેમ ભરી શકે છે. વ્યાવસાયિક અને પારિવારિક પરિસ્થિતિ અસ્ત વ્યસ્ત રહી શકે છે. ઘણા પ્રકાર ના વિવાદ અને મુશ્કેલી નો સામનો કરવો પડે પરંતુ આપ આપના કાર્યકુશળતા થી મુશ્કેલી નો હલ કરવા સક્ષમ બનશો.
શુભ અંક : ૧૮ 
શુભ રંગ  : ચોકલેટી   
10. મકર(Capricorn): કાર્યક્ષેત્ર માં આપના થી વધુ જાણકાર અથવા અનુભવી નું માર્ગદર્શન લેવું સારું રહેશે. નોકરી ની તલાશ કરતાં જાતકો માટે સારો સમય છે. પરિવાર તરફ થી મળતી ખુશખબર ના કારણે તમારા આનંદ ખુબ વધી જશે. બાળકો ની પ્રગતી તમારો ગર્વ વધારશે. સંબંધો ને સમય દેવાથી તે ગાઢ બનશે. આર્થિક નિવેશ કરી શકશો. લાભ થશે. આપ વધારે લાભ ની લાલચ માં સારા સમય ની રાહ જોતા જશો. વર્તમાન જ સોનેરું છે એ યાદ રાખજો.
શુભ અંક : ૯
શુભ રંગ  : સોનેરી ભૂરો 
11. કુંભ (Aquarius): કોમ્પિટિશન માં તમે સ્પર્ધી ને સારી ટક્કર આપવા તૈયાર છો. રોમાંસ આપના જીવન માં પ્રાથમિકતા બની રહ્યું છે. જલ્દી માં કરેલું આયોજન આર્થિક સ્થિતિ બગાડી શકે છે. સાવધાન રહેજો. પારિવારિક સંબંધો માં ભરોસો વધતો જણાશે, સંબંધ મજબુત થતો જશે. ઘર નું રીનોવેશન નો વિચાર કેટલાક લોકો ના મન પર હાવી હશે.
શુભ અંક : ૬  
શુભ રંગ  : પીળો
12. મીન (Pisces): નેટવર્કિંગ અને સાચા સમય ની રાહ જોવી સફળતા ની ચાવી છે. સંબંધ મજબુત બનવા માટે આપના પાર્ટનર ની વાતો પર ધ્યાન દેવું પડશે. એકસાઇઝ રૂટીન ફરી પાછું શરુ કરવું. કોઈ મોટા લાભ માટે ભાગ દોડ કરવા તત્પર હશો. વ્યર્થ ના તણાવ અને સંધર્ષ સમાપ્ત થશે.
શુભ અંક : ૪ 
શુભ રંગ  : ઈંડીગો

Author: વિશાલ શાસ્ત્રી (જ્યોતિષ)
દરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ ..😊

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here