29, જાન્યુઆરી- ૨૦૧૯: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને અંગત જીવન , આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમને અચૂક ટેગ કરજો !!

0

1. મેષ – અ,લ,ઈ (Aries):
આજે નોકરી કરતા મિત્રો માટે સારો દિવસ છે. ઓફિસમાં દરેક વિચારેલ કામ પાર પડશે. જે મિત્રો પૈસાની તંગીના કારણે અમુક કાર્ય નહિ કરી શક્યા હતા તેમને તેમના અધૂરા કાર્ય પુરા કરવા માટે હવે તમારી પાસે પૂરતા પૈસા હશે. કોઈપણની સાથે વાત કરતા પહેલા તમારી વાણી અને વર્તનથી કોઈને દુઃખ ના પહોચે તેની ખાસ તકેદારી રાખજો. જે મિત્રો નોકરીની શોધમાં છે તેઓને સારી ઓફર મળશે. વેપારી મિત્રોને તેમના કર્મચારીઓ વચ્ચે ચાલી રહેલ મતભેદનો અંત લાવવાનો પ્રયત્ન કરો. જો તમારે કોઈ મિત્ર સાથે બોલચાલ બંધ છે તો આજે વાતો કરીને જે પણ સમસ્યા છે તેનો અંત લાવો. સાંજના સમયે માનસિક શાંતિ મેળવવા માટે નજીકના કોઈ મંદિરની મુલાકાત લેજો. સમાજમાં તમારી નામના થશે.
શુભ અંક : ૩
શુભ રંગ : પીળો

2.વૃષભ – બ,વ,ઉ (Taurus):
આજે પૈસાનો વ્યવહાર કરતા તકેદારી રાખજો. કોઈપણ બે નંબરનું અને ચીટીંગ વાળું કામ કરશો નહિ. બની શકે તો કોઈને પૈસા પણ ઉધાર આપશો નહિ પૈસા ડૂબવાના યોગ છે. આજે પરિવારમાં તણાવ ઉત્પન્ન થશે. તમારા મહત્વના નિર્ણયમાં માતા પિતા તરફથી સહયોગ મળશે. ઘણા સમયથી ચાલી રહેલ બીમારીનો અંત આવશે. નોકરી કરતા મિત્રોને પ્રમોશનના યોગ છે. વિદ્યાર્થીઓ પણ આજે તેમના ભણતરમાં સારો દેખાવ કરી શકશે. વેપારી મિત્રો પૈસા રોકવા માટે કોઈ સારી સ્કીમ કે પછી સારા પ્રોજેક્ટની શોધમાં છો તો આજનો દિવસ ઇન્વેસ્ટ કરવા માટે યોગ્ય છે. બીમાર વ્યક્તિઓએ આજથી નિયમિત કસરત કે પછી ચાલવા જવાની શરૂઆત કરવી જોઈએ. વેપારી મિત્રો માટે પૈસા ડબલ કરવાનો અને વેપાર વધારવાનો સારો ચાન્સ મળશે.
શુભ અંક : ૪
શુભ રંગ : ગુલાબી

3. મિથુન – ક,છ,ઘ (Gemini):
ઘર રીનોવેશન કે પછી વાહન પાછળ ખર્ચ કરવાનું બની શકે છે. આજે આરામ અને સુવિધા પાછળ વધારાનો ખર્ચ થશે. આજે પરણિત મિત્રો વચ્ચે થોડો તણાવ થઇ શકે છે. જીવનસાથી આજે તમારી કોઈ વાતે નિરાશ થઇ શકે છે. નોકરી કરતા મિત્રોનો આજનો દિવસ મહેનત કરવાવાળો છે પણ તમારી મહેનત આજે રંગ લાવશે. તમારા દરેક કામના વખાણ થશે. આજે બહુ ઓછા સમયમાં તમે તમારા બધા જ કામ પૂર્ણ કરી શકશો. વેપારી મિત્રોને સફળતા યોગ છે. તમારી આવક વધવાની સાથે ખર્ચ પણ વધશે. તમારા સંતાનો તરફથી તમને સારા સમાચાર મળશે.
શુભ અંક : ૯
શુભ રંગ : લીલો

4. કર્ક – ડ,હ (Cancer):
આજનો દિવસ તમારો ખુશીઓથી ભરપુર રહેશે. આજે તમારા પરિવાર તરફથી તમને સારા સમાચાર મળશે. આજે તમને મળતી દરેક વ્યક્તિ સાથે હસતા હસતા વાત કરો તમારા દરેક કામ આસાનીથી પાર પડી જશે. આજે તમને બીજા ઘણાં વિચારો આવશે જેને તમે તમારા ભવિષ્ય માટે અમલમાં મૂકી શકો છો. આજે તમે કોઈને પ્રેમનો પ્રસ્તાવ આપવા માંગતા હોવ તો સારો સમય છે તમને રીપ્લાય પોઝીટીવ જ મળશે. જુના મિત્રો સાથે સંપર્ક કરો અને તમારી ખુશીમાં એમને પણ સામેલ કરો. આજે જીવનસાથી સાથે વિતાવેલ સમય તમારા લગ્નના સમયની યાદ અપાવશે.
શુભ અંક : ૫
શુભ રંગ : આસમાની
5. સિંહ – મ,ટ (Lio):
આજે જે પણ મિત્રો પૈસા રોકવા માંગે છે તેમની માટે સારો દિવસ છે. જે મિત્રોના માથે દેવું વધારે છે તેમની પાસે આજને પૈસા કમાવવાની સારી તક આવશે અને તેનાથી તમે પૈસા ચૂકવી શકશો. પરિવારમાં બધાની વચ્ચે સંબંધ મજબુત કરવા માટે મુસાફરી કરો અને કોઈ શાંત જગ્યાએ ફરવા જાવ. આજે ધાર્મિક પ્રવૃતિઓમાં ભાગ લઇ શકશો. નોકરી કરતા મિત્રોને પ્રમોશન મળવાના ચાન્સ છે. ટૂંક સમયમાં તમારી આર્થિક સ્થિતિ સારી થવાની સંભાવના છે. વડીલ મિત્રોને સાંધાના દુખાવાથી તકલીફ થશે. સમાજમાં તમારી નામના વધશે તમારા કરેલા કામોના બધા જ લોકો વખાણ કરશે.
શુભ અંક : ૧
શુભ રંગ : લાલ

6. કન્યા – પ,ઠ,ણ (Virgo):
લાંબી મુસાફરી પછી આજે આરામ કરવાનો યોગ્ય સમય છે આજે તમારે પૈસાની તંગી સર્જાઈ શકે છે તો કોઈપણ નવી સ્કીમ કે યોજનાનો લાભ લેતા પહેલા તમારો ખર્ચ કેટલો છે અને આવક કેટલી છે એ ખાસ ધ્યાનમાં રાખજો. તમારે આજે કોઈપણ નિર્ણય લેતા પહેલા સો વાર વિચાર કરવાનો છે. ક્યાંક તમારો ઉતાવળે લીધેલો નિર્ણય તમને અને તમારા પરિવારને મુશ્કેલીમાં ના નાખી દે તેનું ધ્યાન રાખજો. આજે ઘરમાં થોડું તણાવવાળું વાતાવરણ રહેશે.
શુભ અંક : ૮
શુભ રંગ : વાદળી

7. તુલા – ર,ત (Libra):
આજે તમે તમારા મનની વાત કોઈને જણાવી શકશો નહિ. જે મિત્રો એક્સ્ટ્રા ઈન્કમ માટે પ્લાન કરી રહ્યા છે તો આજે તેમના માટે આજે પૈસા કમાવવાનો સારો યોગ છે. સંતાનની બાબતમાં થોડી ચિંતા રહેશે. આજે નોકરી કરતા મિત્રોને ઓફિસમાં સાવધાની રાખવાની જરૂરત છે. કોઈ તમને વિવાદમાં ખેચવાની અને તમારી સાથે તકરાર કરવાના પ્રયત્ન કરશે તો તેમને શાંતિ મનથી યોગ્ય જવાબ આપજો. જે મિત્ર આજે પોતાના પ્રિયપાત્રને પોતાના મનની વાત જણાવવા માંગે છે તેઓ સાંજના સમયે નાનકડી ગીફ્ટ સાથે પોતાના મનની વાત જણાવી દો. વિદ્યાર્થી મિત્રોને જોઈતું પરિણામ મળશે નહિ, નિરાશ થશો નહિ અને મહેનતથી તમે તમારું કામ કરો.
શુભ અંક : ૯
શુભ રંગ : જાંબલી
8. વૃષિક – ન,ય(Scorpio):
જો તમે તમારી જાતનું જ મહત્વ નહિ સમજો તો બીજા લોકો પણ તમને ઇગ્નોર જ કરશે. તમારી અંદર રહેલી શક્તિઓને ઓળખો. તમારા જુના મિત્રો અને પરિવારજનો તરફથી સપોર્ટ મળશે. આજથી કોઈ નવું કામ કરવું હોય તો શરુ કરી શકો છો, સફળતા તમને જરૂર મળશે. આજે સંતાનોને તમારી મદદની જરૂરત છે. લોકો સામે તમારી વાત યોગ્ય રીતે જાહેર કરો. નોકરી કરતા મિત્રોના કામમાં આજે વધારો થશે તો ચિઢાયા વગર તમારું કામ ઈમાનદારીથી કરો.
શુભ અંક : ૭
શુભ રંગ : સફેદ

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આર્થિક પરીસ્થિતિ આજે સારી રહેશે, પૈસા કમાવવાના અનેક સ્ત્રોત વધશે. તમારી આવક વધશે જેનાથી પરિવારમાં ખુશીનો માહોલ હશે. જે મિત્રોના દાંપત્યજીવનમાં કોઈ અણબનાવ ચાલી રહ્યો છે તો તેનો આજે અંત આવશે. આજના દિવસે સ્વાસ્થ્ય પણ સારું રહેશે. આજે તમારું દરેક કામ સમયથી પહેલા પૂર્ણ કરી શકશો જેનાથી તમારા ઉપરી અધિકારીઓ તમારાથી ખુશ હશે. વેપારી મિત્રોએ પોતાની સમાંન્સ્યામાં પોતાના વડીલ અને અનુભવી મિત્રોની સલાહ લેવી. આજે કોઈપણ મહત્વનો નિર્ણય લેતા પહેલા ભવિષ્યમાં થનાર ફાયદા અને નુકશાન જરૂર જોઈ લેવા. આજે કોઈપણ સાથે પૈસાનો વ્યવહાર કરતા સાવચેત રહેવું.
શુભ અંક : ૨
શુભ રંગ : પીળો

10. મકર – જ, ખ (Capricorn): .
આજનો દિવસ નોકરી કરતા મિત્રો માટે સારો છે તમે પૂર્ણ કરેલા કામોની નોંધ લેવાશે બોસ તમારા વખાણ કરશે. તમારી સાથે કામ કરવાવાળા મિત્રો તમારી ઈર્ષા કરશે. તમને કામમાં જેણે મદદ કરી હોય તેનો આભાર માનવાનું ચૂકાય નહિ. કોઈપણ નાણાકીય નિર્ણય ઉતાવળે લેવાના નથી બે થી ત્રણવાર દરેક વિગતો ચકાશો અને પછી જ કોઈ નિર્ણય પર આવો. આજે તમારે ખર્ચ પર કાબુ રાખવાની જરૂરત છે ખરીદી કરવા જાવ ત્યારે વધારાની અને બિનજરૂરી વસ્તુઓ ના લેવાઈ જાય તેનું ધ્યાન રાખજો. આજે પરિવારજનો તરફથી સરપ્રાઈઝ મળવાના યોગ છે.
શુભ અંક : ૮
શુભ રંગ : કેસરી

11. કુંભ – ગ,શ,સ(Aquarius):
લાંબા સમયની બીમારી અને દુખાવાને દૂર કરવા માટે તમારે આજથી જ કસરત કે પછી યોગ કરવાની શરૂઆત કરવાની છે. જો આજથી આની શરૂઆત નહિ કરો તો થોડા સમયમાં બીમારી તમારા શરીરમાં ઘર કરી જશે. તમારા જીવનસાથીને અવગણશો નહિ એ પણ તમારા જીવનનો ભાગ છે. આજે તમારે કોઈપણ નાની નાની વાતે ગુસ્સે થવાની બિલકુલ જરૂરત નથી. તમારો એ ગુસ્સો ક્યાંક મોટા ઝઘડાનું સ્વરૂપ ના લઇ લે એ ધ્યાન રાખો. આજે તમારા કોર્ટ અને કચેરીને લગતા કામનો અંત આવી શકે છે. તમારા કોઈ સારા મિત્રની સાથે મળીને તમારું ભારે મન હળવું કરવાનો સમય છે તો આ પળને ગુમાવશો નહિ અને મળો તમારા જુના મિત્રોને.
શુભ અંક : ૬
શુભ રંગ : લાલ

12. મીન – દ,ચ,જ,થ(Pisces):
શેર અને કોમોડીટી માર્કેટમાં કામ કરી રહેલ મિત્રોએ તકેદારી રાખવી, આર્થીક નુકશાન થવાના યોગ છે. આજે ઘરમાં કોઈની તબિયત નરમ ગરમ રહેશે. પરણિત કપલ માટે આજનો દિવસ સૌથી સુંદર રહેશે. તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે. ઘણા બધા નવા અને જુના મિત્રો સાથે સારો સમય વિતાવી શકશો. નોકરી કરતા મિત્રોએ તકેદારી રાખવાની છે તમારી વિરુદ્ધ ઓફિસમાં કોઈ કાવતરું થઇ રહ્યું હશે. તમારા દરેક કામ ઈમાનદારી અને નિષ્ઠાથી કરો. જે મિત્રો વિદેશ જવાનું વિચારે છે તેમની માટે આજે સારા સમાચાર આવશે. વાહન ચલાવતા અને રસ્તો ઓળંગતા તકેદારી રાખો.
શુભ અંક : ૮
શુભ રંગ : કેસરી
આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – વર્ષની શરૂઆતમાં વાતાવરણમાં ફેરફારના કારણે સ્વાસ્થ્ય ઉપર નીચે રહેશે. નિયમિત ડોકટરની મુલાકાત લેવાનું અને દવા લેવાનું ભૂલતા નહિ. વર્ષના વચ્ચેના સમયમાં તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. વર્ષના અંતે કોઈ અકસ્માત થવાના યોગ છે.

નોકરી-ધંધો – નોકરી કરતા મિત્રોને આ વર્ષના એપ્રિલ મહિનાની આસપાસ પ્રમોશન મળશે. વેપારી મિત્રો આ વર્ષ દરમિયાન પોતાનો વેપાર વિદેશમાં શરુ કરવાના ચાન્સ મળશે. યોગ્ય માર્ગદર્શન હેઠળ કામ શરુ કરો. કોઈપણ નવો પ્રોજેક્ટ લેતા પહેલા તેના વિષે પુરતું વિચારી લેજો.

કૌટુંબિક-પારિવારિક: આ વર્ષ દરમિયાન જો કોઈ જુનો કેસ ચાલી રહ્યો છે તો તે તમારી તરફેણમાં રહેશે. માતા પિતાનું સ્વાસ્થ્ય સારું રહેશે પણ વર્ષના અંતિમ સમયમાં તેમની વિશેષ કાળજી રાખજો.
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે આપનો ખુબ ખુબ આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here