29 ઓગસ્ટ 2018, રાશિ ભવિષ્ય – આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે વાંચો ખાસ…

0

1. મેષ – અ,લ,ઈ (Aries):  સવારથી મન થોડું વ્યથિત જણાશે. બપોર સુધીમાં સ્વાસ્થ્યમાં સુધારો આવશે. ઓફિસમાં નાની નાની વાતે ગુસ્સે થવાનું ટાળજો નહિ તો કોઈ મહત્વના કામમાં સુધારો કરવા જતા એ કામ બગડી જશે. આજે તમને તમારા પરિવાર તરફથી પુરતો સપોર્ટ મળશે, આજે ભવિષ્યમાં ઘણો ફાયદો થાય તેવી રોકાણ કરવાની સ્કીમ તમારી સામે આવશે. ઉપરી અધિકારી અને વડીલોની સલાહથી આગળ વધો. દિવસનો અંત આજે ખુબ સુખદ હશે. તમારા જીવનસાથી સાથે આજે પ્રેમભરી વાતો કરો.
શુભ અંક : ૨
શુભ રંગ : પીળો

2.વૃષભ – બ,વ,ઉ (Taurus):  મોટેથી બોલવામાં આવતું અસત્ય એ અસત્ય જ રહે છે આ એક વાત આજે તમારે યાદ રાખવાની છે કોઈપણ પરિવારજનો સાથે કે મિત્રો સાથે વાત કરો તો વાણી અને વર્તનમાં થોડી સાવધાની રાખજો. નાની નાની રમૂજમાં માટે કોઈને ઉતારી પડવાની જો આદત છે તો એ આજથી બદલી દો. આજે જો ઘરમાં કોઈપણ વાતને લઈને વિવાદ થાય તો તેને વડીલોની સલાહ લઈને સુલજાવી દો. આજે તમારા જીવનસાથીની તબિયત નરમ ગરમ રહેશે. મન હળવું કરવા માંગો છો તો જુના મિત્રોને ફોન કરીને કે મળીને વાતો કરો.
શુભ અંક : ૨
શુભ રંગ : ગુલાબી

3. મિથુન – ક,છ,ઘ (Gemini):  આજે તમારા માટે એક સારી ખુશખબરી આવવાની છે જેના કારણે તમારો આજનો આખો દિવસ ઉત્સાહ અને ખુશીમાં જશે. ઓફિસમાં પણ તમારા કામની સરાહના થશે. આજે જો કોઈ બીજો સારો પ્રોજેક્ટ કરવાની શરૂઆત કરવાના હોવ તો કરી શકો છો, જો તામારા બાળકોનું ભવિષ્ય બનાવવા માંગો છો તો આજથી જ તમારે બચત કરવાની છે. પૈસા જેટલા વધુ કમાશો એટલા જ ખર્ચ પણ વધવાના છે.
શુભ અંક : ૯
શુભ રંગ : નારંગી

4. કર્ક – ડ,હ (Cancer):  ઘણા સમયથી તમે જે કામ અને પ્રોજેક્ટની રાહ જોઈ રહ્યા હતા તો એ આજે પૂર્ણ થશે. જે પણ કામ તમે આજે પૂરું કરવા માટે ધાર્યું હોય એ કામ આજે જ પૂરું કરો આવતીકાલ પર એ કામ છોડશો નહિ. આવતીકાલ તમારી માટે અનેક નવી તકો લઈને આવશે. સ્વાસ્થ્ય પર્ત્યે બેદરકારી તમને ભરી પડી શકે છે. લોકોની વાતોમાં આવીને કોઈપણ નિર્ણય ઉતાવળે લેતા નહિ. આજે સાંજનો સમય પરિવાર સાથે વિતાવો.
શુભ અંક : ૩
શુભ રંગ : પીળો

5. સિંહ – મ,ટ (Lio): આજે તમારા માથે સામાજિક જવાબદારીઓ આવી શકે છે. પરિવારમાં વડીલોની તબિયતનું ખાસ ધ્યાન રાખો. ઓફીસના સમય દરમિયાન આજે તમને કોઈ બહારના લોકો પરેશાન કરશે, ધીરજ ગુમાવ્યા વગર તામ્ર કામમમાં ધ્યાન આપો. કોઇપણ જાતનું રોકાણ કરવું નહિ એ તમને નુકશાન પહોચાડશે. જીવનસાથી તરફથી આજે થોડી તકલીફ મળશે. દિવસ દરમિયાનની દોડધામના કારણે સાંજે બેચેની અને માથા દુખાવો થશે. યોગ્ય સલાહ લેવાનું રાખજો.
શુભ અંક : ૨
શુભ રંગ : ગુલાબી

6. કન્યા – પ,ઠ,ણ (Virgo): ઘણા દિવસથી ચાલી રહેલ તકલીફમાંથી શાંતિ મેળવવા માટે આજે તમારે પરિવાર સાથે મંદિરની મુલાકાત લેવાનું ગોઠવો. તમારી આર્થિક સ્થિતિ મજબુત થવાના યોગ છે. યોગ્ય રીતે કરેલી મહેનતનું ફળ તમને અચૂક મળશે. આજે કોઈ વારસાઈ મિલકત મળવાના યોગ બની રહ્યા છે. આજે પરિવારમાં નાની નાની વાતે ઝઘડો ના થાય તેની તકેદારી રાખજો. આજે બની શકે તો કોઈ ભૂખ્યાને ભોજન કરાવો.
શુભ અંક : ૯
શુભ રંગ : આસમાની

7. તુલા – ર,ત (Libra):  જો તમે ઈચ્છો છો કે તમારી અને તમારા પરિવારજનોની તબિયત સારી રહે તો તેના માટે શરૂઆત તમારે જ કરવાની છે. પરિવારમાં કોઈ ગંભીર બીમારી થવાના યોગ છે. યોગ્ય સલાહ અને કસરતથી તમે યોગ્ય રીતે જાળવણી કરી શકશો. ઓફિસમાં આજે તમને નવા પ્રોજેક્ટ સોપવામાં આવશે. એ કામ જો તમે સારી રીતે પૂરું કરશો તો તેનો લાભ તમને ભવિષ્યમાં મળશે. આજે સાંજ તમારા લગ્નજીવનની યાદગાર સાંજ બની રહેશે.
શુભ અંક : ૨
શુભ રંગ : ગુલાબી

8. વૃષિક – ન,ય(Scorpio): આજે તમે જેટલું કામ ધાર્યું છે એટલું પૂરું કરવા માટે સવારથી જ મહેનત કરો તમારા કામ માં ઘણા ઈર્ષાળુ વ્યક્તિઓ અડચણ બનશે પણ તેમને ધ્યાનમાં ના લેતા તમારું દરેક કામ ઈમાનદારીથી પૂરું કરો. આજે તમારા મિત્રો જે મુશ્કેલીમાં હોય તેની મદદ અચૂક કરજો. એ જ મિત્ર તમને તમારા મુશ્કેલીના સમયમાં સાથ આપશે. આજે સવારે ઘરેથી માતા પિતાના આશીર્વાદ લેવાનું ચુકતા નહિ તમારા દરેક કામ આસાનીથી પૂર્ણ થશે. અએ સાંજના સમયે પરિવાર સાથે વિતાવો તેઓ તમારી મૂંઝવણનો રસ્તો બતાવી શકશે.
શુભ અંક : ૪
શુભ રંગ : લાલ

9.ધન – ભ, ધ, ફ, ઢ
(Sagittarius):
આજે જે પણ મિત્રો ઘણા સમયથી પોતાના પ્રેમનો ઈઝહાર કરવા માંગે છે તેમની માટે સારો સમય છે. સાંજના સમયે તમારા પાર્ટનરની મુલાકાત કરો અને તેમની ઈચ્છા પૂર્ણ કરો. આજે પૈસા કમાવવા માટેની સારી તકો તમારી સામે આવશે. યોગ્ય સલાહ અને સૂચનથી કોઈપણ સારી સ્કીમમાં પૈસા રોકો ફાયદો જરૂર મળશે બને ત્યાં સુધી પ્રયત્ન કરો લાંબા સમય માટે રોકી શકો. આજે સંતાનો તરફથી થોડી તકલીફો મળશે. પહેલા તેમની પૂરી વાત સાંભળો અને પછી જ કોઈ યોગ્ય નિર્ણય કરો.
શુભ અંક : ૧
શુભ રંગ : આસમાની

10. મકર – જ, ખ
(Capricorn): 
આજે બહારના લોકોને તમારા જીવનમાં શું બની રહ્યું છે એ વાતો જાણવામાં વધુ રસ હશે. તમારા ઘરની વાતો કોઈ બહારના લોકોને જણાવવી નહિ તેનાથી તમારા પરિવારમાં નાના મોટા ઝઘડા થઇ શકે છે. પરિવારના વડીલને વચ્ચે રાખીને દરેક સમસ્યાનો અંત લાવો. આજે ઓફિસમાં તમારા સ્વભાવની અસર કામ પર ના પડે એની તકેદારી રાખજો. તમારા સંતાનો આજે તમારી ખુશીનું કારણ બનશે. તેમને વધુને વધુ લાડ પ્યાર આપો. વ્યસન મુક્ત થવા માટે જે મિત્રો પ્રયત્ન કરી રહ્યા છે તેઓએ આજથી શરૂઆત કરવી.
શુભ અંક : ૧
શુભ રંગ : પીળો

11. કુંભ – ગ,શ,સ(Aquarius): જો તમે સફળ થવા માંગો છો તો તમારે તમારા જુના વિચારો છોડીને પરિવર્તન અપનાવવાની જરૂર છે. આજે કોઈપણ મહત્વનો નિર્ણય કરો તો તમારે તમારી લાગણીઓને વચ્ચે નથી લાવવાની. ઓફિસમાં તમારા કામની સરાહના થશે. આજે રોકાણ કરવા માટે યોગ્ય દિવસ છે તો કોઈપણ લલચાવનારી સ્કીમથી દૂર રહેવું. આજનો દિવસ મહિલાઓ માટે થોડો ભારે રહેશે. તબિયત બગડી જવાના યોગ છે તો યોગ્ય આરામ અને યોગ્ય દવાઓથી શરીરની માવજત કરો. સંતાનો તરફથી આજે તમને સારા સમાચાર મળશે.
શુભ અંક : ૮
શુભ રંગ : પીળો

12. મીન – દ,ચ,જ,થ(Pisces): આજે અચાનક તમને ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. વધુ પૈસા કમાવવા માટેની તમારી લાલચને કંટ્રોલ કરો. અચાનક જે પૈસા તમને મળ્યા છે તેમાંથી ભવિષ્ય માટે બચત કરો. જો તમે કોઈ મકાન કે વાહન ખરીદી કરવા માંગો છો તો આજનો દિવસ સારો છે પણ કોઈપણ નિર્ણય કરતા પહેલા તમારા પરિવારજનો અને વડીલોની સલાહ જરૂર લેજો. આજે સ્વાસ્થ્ય થોડું નરમ ગરમ રહી શકે છે. તમારા સપના હવે સત્ય થશે અને તેના માટે તમારે ઈમાનદારીથી કામ કરવાનું છે.
શુભ અંક : ૬
શુભ રંગ : લીલો

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

૧. આ વર્ષની શરૂઆત માતા પિતાના આશીર્વાદ સાથે કરો. આજથી દરરોજ ઘરેથી કામના સ્થળે જવા નીકળો ત્યારે તમારે મહાદેવના મંદિરની મુલાકાત લેવાની છે. આના કારણે તમારી પર આવનારી મુશ્કેલીમાં મહાદેવજી તમને શક્તિ આપશે.

૨. આ વર્ષે મકાન અને નવું વાહન લેવાના યોગ બની રહ્યા છે તો દિવાળી સુધી રાહ જુઓ અને પછી જ કોઈ નવા ઘર કે વાહન લેવાનો પ્લાન બનાવો.

૩. ઓફિસમાં આ વર્ષે તમને સારી તરક્કી મળશે. તમારા સહકર્મચારી તમને પુરતો સાથે આપશે. તમારી ખુશીમાં તેમને જરૂર સામેલ કરજો. પરિવાર સાથે દરેક ખુશી વહેંચો. આ વર્ષે તમે સફળતાના શિખરો સર કરશો.

૪. બની શકે તો આ વર્ષે તમારી બહેન અને દિકરીઓના સપના પુરા કરવાનો પ્રયત્ન કરો. તેમને તમારા તરફથી મળેલી ખુશીથી તેમનું મન પ્રસન્ન થશે અને તમને ઘણા આશીર્વાદ મળશે. પરિવાર સાથે આ વર્ષે કોઈ લાંબી મુસાફરી કરો.

૫. આ વર્ષે તમારે તમારા વજનમાં ઘટાડો કરવાનો છે. જેના કારણે તમને ભવિષ્યમાં કોઈ શારીરિક તકલીફ થાય નહિ, નિયમિત ડોક્ટરની મુલાકાત અને કસરત કરો. મનથી પ્રસન્ન રહેવા માટે એક નાનકડી મુસાફરી તમારા જીવનસાથી કરો.

૬. રોકાણ કરવા માટેની અનેક તકો તમારી સામે આવશે. જયારે પણ કોઈ જગ્યાએ વધુ પૈસા રોકવાના હોવ તો તમારા વડીલો અને ઉપરી અધિકારી મિત્રોની સલાહ અચુક લેજો. તમારા જીવનસાથી સાથે આ વર્ષે સારો મનમેળ રહેશે અને તમને કોઈ સારા સમાચાર પણ મળી શકે છે.

૭. વર્ષનો અંતિમ ભાગ તમારા ધર્યા પ્રમાણે નહિ થાય. તમે જે પણ કામ આ વર્ષે કરવાના વિચાર્યા હશે એમાં થોડી અડચણ આવશે. પણ તમે નિરાશ થશો નહિ. જે પણ થયું છે એ સારું જ થયું છે અને હવે જે થશે એ પણ સારું જ થશે.

લેખન : જ્યોતિષ આચાર્ય આનંદ.
ઈશ્વર હમેશા તમારી સાથે જ રહે. અને આપનો આવનારો સમય આજના સમય કરતા પણ સારો રહે તેવી આશા.

આજનો વિચાર : સમયથી વધુ બળવાન કોઈ નથી, અને સમયનો ઉપયોગ કેવી રીતે કરવો એ આપણા હાથમાં છે.

દરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની..
આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here