વ્યક્તિનું વજન વધીને થયું 200 kg, ઉઠવા-બેસવામાં થતી હતી તકલીફ, પછી દરરોજ રાતે તેણે ખાવાની શરૂ કરી 1 ખાસ વસ્તુ

0

એક સમયે 185 કિલો વજન ધરાવતા આ માણસે કિટકેટ ખાઈને પોતાના શરીરનું અડધાથી વધુ વજન ઉતાર્યું છે.
39 વર્ષીય મેથ્યુ હ્યુજીસ, પોતાની ત્રીસીમાં તેનું વજન 186 કિલો થતા વજન ઘટાડવા માટે ડાયટ કરવાનું શરુ કર્યું હતું.

પરંતુ, મીઠાઈ અને વધુ કેલરીઝવાળા ખોરાક ખાવાનું બંધ કર્યા વગર, મેથ્યુએ ગયા વર્ષે જાન્યુઆરીમાં ડાયટિંગ શરુ કર્યું અને સાથે રોજ એક કિટકેટ ખાવાનું પણ શરુ કર્યું. તેને જણાવ્યું કે પોતાની જાતને પ્રેરિત કરતા રહેવા માટે તેને ચોકલેટ પણ ખાવાનું શરુ કર્યું. અને કિટકેટ ખાતા-ખાતા જ તેને પોતાનું વજન ઘટાડ્યું.

ચેશાયરના આ ડેટા વિશ્લેષકે બાળપણથી જ સ્થૂળતા સાથે સંઘર્ષ કર્યો છે અને એક મિત્રની જન્મદિવસની પાર્ટીના પોતાના ફોટોસ જોયા પછી વજન ઓછું કરવાનું નક્કી કર્યું.

છ ફૂટની ઊંચાઈ ધરાવતા મેથ્યુ, હવે 88 કિલો વજન ધરાવે છે અને તંદુરસ્ત છે. તે એક સમયે 6XL ટી શર્ટ અને 60-ઇંચની કમરના ટ્રાઉઝર પહેરીને ફરતા જે હાલ 34-ઇંચના જીન્સમાં ફિટ થઇ જાય છે. મેથ્યુ પોતાની પાર્ટનર 37 વર્ષીય કેરી મર્ફી સાથે રહે છે અને તેમને લોકોને એ કહેવું ગમે છે કે કઈ રીતે ચોકલેટ ખાઈને તમને વજન ઉતાર્યું.

મેથ્યુ કહે છે, “હું ખરેખર કહી શકું છું કે મેં ચોકલેટ ખાઈને વજન ઉઠારૂં છે અને મને આવું લોકોને કહેવું ગમે છે.
જ્યારથી મેં ડાયટિંગને નવા વર્ષનું રિઝોલ્યુશન બનાવ્યું ત્યારથી જ મેં રોજ કિટકેટ ખાવાની શરૂઆત કરી હતી.
મને ખબર છે કે જો હું આખો દિવસ સમતોલ આહાર લઈશ તો હું સાંજે કિટકેટ ખાઈ શકીશ. અને એ જ વાતથી હું રોજ ડાયટિંગ કરતો. તમારે પોતાની જાતને પુરસ્કાર આપવાનો છે.

ડાયટિંગ કરવાનો અર્થ એ નથી કે તમે ભોજનનો આનંદ ન લઇ શકો. હજુ પણ હું મારુ વજન વગર ભૂલ્યે રોજ રાતે ચા પીધા પછી કિટકેટ ખાઈને જ જાળવી રાખું છું.

પોતાની શાળામાં મેથ્યૂને તેના વધુ વજનને કારણે ઘણું સહન કરવું પડતું હતું. પરંતુ તેના ખુશમિજાજને કારણે તે લોકોના ટોન્ટથી પ્રભાવિત થયો નહિ.

80ના દાયકામાં આહાર વિશેની જાગૃતિના અભાવે મેથ્યુએ મોટા થયા પછી પણ પોતાના આહાર પર ધ્યાન ન આપી શક્યો. રોજ તે ચોકલેટ્સ ખાતો, ફૂલ ફેટ દૂધ લેતો અને 5 કપ દૂધવાળી ચા જેમાં 3-3 ચમચી ખાંડ લેતો. અને બીજાં આવા અસમતોલ આહારને કારણે તેનું વજન વધતું જ રહ્યું અને સાથે જ તેનો આત્મવિશ્વાસ ડગમગી ગયો અને તેની તબિયત ખરાબ થવા લાગી.

રોજ મેથ્યુને કમરનો દુખાવો થવા લાગ્યો અને થોડુંક ચાલ્યા પછી કે થોડા દાદરા ચઢ્યા પછી તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. તેને સારી બ્રાન્ડના કપડાં પણ પોતાના માપમાં મળતા ન હતા. તેને અમુક ખાસ દુકાનોમાંથી જ કપડાં ખરીદવા પડતા હતા.

લોકો મારી મજાક ઉડાવતા હતા ત્યારે પહેલા તો મને કોઈ ફરક પડતો ન હતો પરંતુ જયારે મેં ડાયટિંગ ચાલુ કરી ત્યારે મને અહેસાસ થયો કે આ બધી જ વાતો અમને શારીરિક અને માનસિક રીતે કેટલી અસર કરે છે.

જયારે હું નાનો હતો ત્યારે આહાર વિષે આટલી જાગૃતિ ન હતી જેટલી અત્યારે છે. અને બાળક તરીકે તમે ચિંતામુક્ત થઈને ખાઓ. અને મેં પણ ચોકલેટ અને બીજી એવી વસ્તુઓ ખાતો હતો. જે મેં મોટા થયા પછી પણ ચાલુ જ રાખ્યું હતું. ત્રણ ટાઈમ સમતોલ આહાર લેવાના બદલે હું આખો દિવસ ચોકલેટ, ચિપ્સ અને સેન્ડવિચ ખાતો હતો.

લોકો એવું ધરી લેતા હોય છે કે તમે રોજ ઘણા બધા ફિઝી ડ્રિંક્સ લેતા હશો પરંતુ હું ઘણું બધું દૂધ પીતો અને ચા ત્રણ ચમચી ખાંડ સાથે લેતો. હું ફાસ્ટ ફૂડ પણ ખૂબ જ ખાતો હતો, હું મેક ડી અને કેએફસીથી અઠવાડિયામાં પાંચ વાર જમતો.

એક ઘટના પછી મેથ્યુએ આહાર વિષે જેટલી પણ થઇ શકે એટલી જાણકારી ભેગી કરી. ત્યારથી તેને બધી જ અસમ આહારની આદતો છોડી અને ત્રણ ટાઈમ ઘરે બનેલું ભોજન અને રોજ એક ક્રિકેટ ખાવાનું શરુ કર્યું. અને પોતાની વધાની ચરબીને ઓગળતા જોઈ.

જેનાથી તેનો આત્મવિશ્વાસ વધી ગયો અને જીવનમાં નવો પાઠ શીખ્યો. અને હવે એનામાં જિમ જવા માટે એનર્જી પણ છે. હાલ મેથ્યુએ આઠ મહિનાથી પોતાનું શરીર મેન્ટેન કરીને રાખ્યું છે. અને રોજ કાર્ડિયો અને વેઇલિફ્ટિંગ કરે છે.

પહેલા હું થોડું ચાલીને કે દાદરા ચઢીને થાકી જતો હતો. ગમતી જગ્યાઓથી કપડાં પણ ન લઇ શકતો. એક દિવસ હું મારી ફૂટબોલની ટીમની રમતને જોવા ગયો અને મને ખૂબ જ શરમ આવી. ત્યાર પછી મેં કદી પાછું ફરીને નથી જોયું.

જાન્યુઆરી 2017થી મે કસરત અને ડાયટિંગ શરુ કર્યા છે. અત્યારે મને આહાર વિષે પૂરતું જ્ઞાન છે. હું ઘરે બનેલું જ ભોજન લઉ છું. ક્યારેક હું મારી જાતને અરીસામાં જોઉં તો મને વિશ્વાસ જ નથી થતો કે આ હું છું. મારામાં આત્મ સન્માન આવી ગયું છે. જેનો મને ગર્વ છે.

હાલ મેથ્યુ રોજ કીટકેટને પોતાની પ્રેરણાના પુરસ્કાર તરીકે ખાય છે અને બીજાને પણ વજન ઘટાડવા માટેની પ્રેરણા આપે છે. મેથ્યુનું માનવું છે કે દરેકે પોતાની જાતની પ્રશંસા કરવી જોઈએ જયારે પણ તેઓ પોતાનું લક્ષ્ય મેળવે.

મેથ્યૂની ડાયટ (પાતળા થયા પહેલા)

 • સવારે બટર સાથે ચાર સફેદ બ્રેડ
 • નાસ્તામાં એક પેકેટ ચિપ્સ અને એક ચોકલેટ
 • બપોરે બે ચીઝ સેન્ડવિચ અને બીજું એક પેકેટ ચિપ્સ અને એક ચોકલેટ
 • નાસ્તામાં એક ચોકલેટ
 • રાતે કેએફસી અથવા મેક ડીના મિલ સાથે ચાર ચીઝ બેડ
 • સાથે બે ગ્લાસ ફૂલ ફેટ દૂધ એન્ડ પાંચ કપ ચામાં ત્રણ ચમચી ખાંડ

મેથ્યૂની ડાયટ (અત્યારે)

 • સવારે ઓટ્સ સાથે દહીં અને બેરીઝ
 • નાસ્તામાં એક નારંગી
 • બપોરે વટાણા સાથે બટાકા અને સલાડ
 • નાસ્તામાં દહીં
 • રાતે બટરમાં ગ્રિલ્ડ સોસેજ, મશરૂમ અને કાલે
 • નાસ્તામાં કિટકેટ
 • પાણી

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here