28, જાન્યુઆરી- ૨૦૧૯: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને અંગત જીવન , આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમને અચૂક ટેગ કરજો !!

0

1. મેષ – અ,લ,ઈ (Aries):
પૈસા કોઈને ઉધાર આપેલા હશે તો ડૂબવાના ચાન્સ છે. કોઈની પર ભરોસો કરતા પહેલા વિચારો. આજે લોટરી કે દલાલી જેવા કામથી દૂર રહેવું. જે મિત્ર સાથે ઘણા સમયથી બોલચાલ બંધ છે તેની સાથે વાત કરો. પરિવારનો આજે સારો સપોર્ટ મળશે. કોઈપણ મહત્વના નિર્ણય લેતા પહેલા પરિવારના વડીલ અને અનુભવી મિત્રની સલાહ લો. જે મિત્રો કોઈને પ્રપોઝ કરવા માંગે છે તેમના માટે આજનો દિવસ સારો છે. આજે ગળા સંબંધિત તકલીફ થવાના યોગ છે. જે મિત્રો નોકરી શોધી રહ્યા છે તેમના માટે સારા સમાચાર આવશે. વેપારી મિત્રોને આજે કેટલાક મહત્વના અને યોગ્ય લોકો સાથે મુલાકાત થશે.
શુભ અંક : ૫
શુભ રંગ : કેસરી

2.વૃષભ – બ,વ,ઉ (Taurus):
આજે તમારી ઇન્કમ વધવાના યોગ છે. વાહન ખરીદી કે પછી કોઈ મિલકત પણ ખરીદી શકો છો. જે મિત્રો પરિવાર સાથે રહે છે તેમને નોકરીને કારણે બીજા શહેર કે નવા ઘરમાં જવું પડશે. બને એટલો વધારે સમય પરિવાર સાથે વિતાવો. પરણિત મિત્રો માટે પણ આજનો દિવસ સામાન્ય રહેશે. નાની નાની મુશ્કેલીઓને સરળ કરવા માટે તમારે મહેનત કરવી પડશે. આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. કોઈપણ તકલીફ તમને ડગાવી શકશે નહિ. જે મિત્રો વિદેશમાં નોકરી કરી રહ્યા છે તેમનું પ્રમોશન થવાના યોગ છે. વિદ્યાર્થી મિત્રોને પોતાની મહેનતનું ફળ મળશે.નવો વેપાર શરુ કરવા માટે યોગ્ય સમય છે.
શુભ અંક : ૨
શુભ રંગ : પીળો
3. મિથુન – ક,છ,ઘ (Gemini):
તમારા વિચારેલ પ્લાન અને પ્રોજેક્ટમાં તમને સફળતા મળશે. તમારા પરિવાર તરફથી તમને સંપૂર્ણ સપોર્ટ મળશે. તમારા મિત્રો સાથે બહાર મુસાફરી કરવાના યોગ બની રહય છે. આ મુસાફરી તમને ભવિષ્યમાં અનેક ફાયદા કરાવશે. આજે સાંજના સમયે પેટમાં દુખાવાની તકલીફ થઇ શકે છે. યોગ્ય ખોરાક અને બહારનું ખાવાનું ઇગ્નોર કરો. જે મિત્રો નોકરી બદલવા માંગે છે તેમની માટે સારો સમય છે. વિદ્યાર્થીઓને તેમની કરેલી મહેનતનું ફળ મળશે. જો આજે કોઈ પ્લાન કે સ્કીમમાં પૈસા રોકવાનું વિચારી રહ્યા છો તો તે હાલ પુરતું કેન્સલ રાખજો. આજનો દિવસ રોકાણ કરવા માટે યોગ્ય નથી. મનની શાંતિ માટે સાંજના સમયે મંદિર જવાનું રાખો.
શુભ અંક : ૯
શુભ રંગ : સફેદ

4. કર્ક – ડ,હ (Cancer):
આજે તમારી મુલાકાત કોઈ ઉચ્ચ હોદ્દા અધિકારી સાથે થશે. તેમની સાથે વાત કરો ત્યારે સાવધાની રાખજો ક્યાંક તમારા વાણી વર્તનના કારણે ક્યાંક તમારી ઇમ્પ્રેશન બગડી ના જાય. આજે જો મૂંઝવણમાં હોવ તો જુના મિત્રોનો સંપર્ક કરો અને મિત્રતાના એ દિવસો યાદ કરો. જૂની વાતો યાદ કરીને મન આજે રાહતનો અનુભવ કરશે. તમારા કામનો બોજ પત્નીના સાથના કારણે ઓછો થઇ જશે. રોકાણ કરવા માટેની અનેક તકો આજે આવશે તમારી સામે પણ ખુશીમાં અને ખુશીમાં તેની પુરતી ચકાસણી કરવાનું ભૂલતા નહિ તમને આર્થિક નુકશાન થઇ શકે છે. દિવસનો અંતિમ સમય પરિવાર સાથે વિતાવો જેનાથી તમે સાચો આનંદ માણી શકશો.
શુભ અંક : ૫
શુભ રંગ : પીળો

5. સિંહ – મ,ટ (Lio):
આજે અચાનક ધનલાભ થવાના યોગ છે. આજે વધારાના પૈસા તમે કમાઈ શકશો. તમારા પ્રેમ સંબંધની વાતો ઘરમાં જાણ થઇ જશે. પૈસાની ઇન્કમ વધવાથી ઘરમાં ખર્ચ પણ વધવાની સંભાવના છે. નાહકની બિનજરૂરી વસ્તુઓ પાછળ ખર્ચ કરવાનું ટાળો. ભવિષ્યમાં બચત કરવા માંગો છો તો આજનો દિવસ સૌથી ઉત્તમ છે. આજે સ્વાસ્થ્ય સારું રહેશે. તમારી કાર્ય કરવાની ક્ષમતા આજે બહુ જ ઉંચી હશે. આજનું તમારું દરેક કામ ઉત્સાહથી તમે કરી શકશો. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ થોડો ભારે હશે, બહારનું ખુલ્લું ખાવાનું અવગણજો.
શુભ અંક : ૬
શુભ રંગ : વાદળી

6. કન્યા – પ,ઠ,ણ (Virgo):
આજે ઘરમાં નાની નાની વાત મોટું સ્વરૂપ ધારણ કરશે. પતિ પત્નીએ એકબીજા પર વિશ્વાસ રાખવાની જરૂરત છે. આજે નોકરી કરતા મિત્રોને પૈસા કમાવવા માટેની અનેક તક મળશે. લાંબા સમયથી કોઈ નાની નાની શારીરિક તકલીફ હેરાન કરી રહી છે તો તેમાંથી પણ રાહત મળશે. જે મિત્રો ભણવા માટે કે નોકરી માટે વિદેશ જવાનું વિચારી રહ્યા છે તેમની માટે સારા સમાચાર આવશે. આજે કોઈ નજીકના સંબંધી તમારી પાસે પૈસા માંગવા આવી શકે છે. આજે પૈસા રોકાણ કરવા માટે યોગ્ય સમય નથી કોઈપણ જગ્યાએ પૈસા ઇન્વેસ્ટ કરતા પહેલા નિષ્ણાત અને અનુભવી મિત્રોની સલાહ જરૂર લેજો. આજે દરેક મુશ્કેલીનો સામનો હિંમત અને તમારી સમજદારીથી કરજો.
શુભ અંક : ૩
શુભ રંગ : ગુલાબી

7. તુલા – ર,ત (Libra):
ઘરમાં આજે ખુશીઓનો માહોલ હશે. જે મિત્રો પોતના પ્રિયપાત્રને લગ્ન માટે પ્રપોઝ કરવા માંગે છે તે કરી શકે છે. આજનો દિવસ પ્રેમીઓનો દિવસ બની રહેશે. જો તમને ગુસ્સો વધારે આવે છે તો તેની પર કંટ્રોલ કરો. બની શકે ગુસ્સામાં કહેલ વાતનું કોઈને ખરાબ લાગી જાય. જયારે પણ કોઈ મોટા વ્યક્તિ સાથે કે પછી કોઈપણ સામાન્ય વ્યક્તિ સાથે વાત કરો તો પ્રેમથી કરો. આજે વિદ્યાર્થી મિત્રોએ ઘણી મહેનત કરવી પડી શકે છે. વિદેશમાં વસતા મિત્રો માટે આજનો દિવસ સારો છે. ટૂંક સમયમાં નાનકડો પ્રવાસ એટલે કે મુસાફરી કરવાના યોગ બની રહ્યા છે. તમારી ઉન્નતી જોઇને સમાજના અને તમારા દુરના સગા સંબંધીઓ તમારી વાહ વાહ કરશે. ઘર અને જમીન લેવા માટે સારો સમય છે.
શુભ અંક : ૯
શુભ રંગ : જાંબલી

8. વૃષિક – ન,ય(Scorpio):
આજેતામારો પરિવાર તમારી હિંમત બનશે, પરિવાર સાથે મળીને કોઈ કામ પાર પાડી શકશો. જે પણ સગા સંબંધીઓ સાથે સંબંધ બગડ્યા હતા તેઓ સામેથી તમને બોલાવશે. મિત્રો સાથે બહાર ફરવા માટે આજે સારો દિવસ છે. વાતાવરણને કારણે સાંજના સમયે માથાનો દુખાવો થઇ શકે છે. જે મિત્રોના ઘરમાં કોઈ લાંબા સમયથી બીમાર છે તો તેમની તબિયતમાં સુધાર જોવા મળશે. વેપારી મિત્રોને વિદેશ જવાનો ચાન્સ મળશે. વિદ્યાર્થીઓએ આજે પોતાનું ધ્યાન ભણવામાં લગાવવાની જરૂરત છે ફ્રી સમયમાં પણ કોઈ રચનાત્મક કાર્ય કરો. આજે નોકરી કરતા મિત્રોને પણ જુના કામમાંથી રાહત મળશે અને કઈક નવું શીખવા મળશે. સાંજનો સમય જીવનસાથી સાથે વિતાવો. શેર માર્કેટમાં રોકેલા પૈસા ફાયદો કરાવશે.
શુભ અંક : ૭
શુભ રંગ : લીલો

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
પૈસા કમાવવા માટેના અનેક રસ્તાઓ તમારી સામે આવશે. આજે નજીકના કોઈ આત્મજનની તબિયત બગડવાના યોગ છે. રસ્તો ઓળંગતા અને વાહન ચલાવતા સાવધાની રાખવી. જો કોઈ નવો પ્રોજેક્ટ કે નવો બિઝનેસ શરુ કરવા માંગો છો તો તમારો પ્લાન આજે કોઈને પણ જણાવશો નહિ આજે તેના માટે યોગ્ય સમય નથી. કોઈ તમારો ફાયદો ના ઉઠાવે એ વાતની ખાસ તકેદારી રાખજો. ચીટીંગ કરવી નહિ અને કોઈને ખોટે માર્ગે દોરવા નહિ. પ્રેમીઓ વચ્ચે નાની નાની વાત મોટું સ્વરૂપ ધારણ કરશે.
શુભ અંક : ૭
શુભ રંગ : આસમાની

10. મકર – જ, ખ (Capricorn): .
આજે બહારના લોકોને તમારા જીવનમાં શું બની રહ્યું છે એ વાતો જાણવામાં વધુ રસ હશે. તમારા ઘરની વાતો કોઈ બહારના લોકોને જણાવવી નહિ તેનાથી તમારા પરિવારમાં નાના મોટા ઝઘડા થઇ શકે છે. પરિવારના વડીલને વચ્ચે રાખીને દરેક સમસ્યાનો અંત લાવો. આજે ઓફિસમાં તમારા સ્વભાવની અસર કામ પર ના પડે એની તકેદારી રાખજો. તમારા સંતાનો આજે તમારી ખુશીનું કારણ બનશે. તેમને વધુને વધુ લાડ પ્યાર આપો. વ્યસન મુક્ત થવા માટે જે મિત્રો પ્રયત્ન કરી રહ્યા છે તેઓએ આજથી શરૂઆત કરવી.
શુભ અંક : ૯
શુભ રંગ : સફેદ

11. કુંભ – ગ,શ,સ(Aquarius):
આજે તમારા ભવિષ્યને સુરક્ષિત કરવાની એક સુંદર તક તમારી સામે આવશે તો સૌથી પહેલા એ બાબતની સંપૂર્ણ ચકાસણી કરો અને રોકાણ કરો. રોકાણ કરતા પહેલા તમારા વડીલો અને ઉપરી અધિકારી મિત્રોની સલાહ અચૂક લેજો. આજે સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેશો તો કોઈપણ પ્રકારની તકલીફ થશે નહિ. લગ્નઈચ્છુક મિત્રોની મુલાકાત આજે એક પ્રેમાળ વ્યક્તિ સાથે થશે તો તેને ઈમ્પ્રેસ કરવા માટે કોઈપણ જાતનો વધારે પડતો દેખાડો કરશો નહિ તમારો સ્વભાવ જ તમારી ઇમ્પ્રેશન જમાવશે. આજે કોઈ ખુશીના સમાચાર પણ મળવાની શક્યતાઓ રહેલી છે. પરિવાર સાથે એ ખુશીને વહેચો, આજનો પૂરો દિવસ આનંદમાં વ્યતીત થશે.
શુભ અંક : ૨
શુભ રંગ : લાલ

12. મીન – દ,ચ,જ,થ(Pisces):
આજે તમને મળેલ કામ તમે સમયથી પૂર્ણ કરવામાં અસમર્થ રહેશો, જેના કારણે તમારે ઉપરી અધિકારી અને સહકર્મચારી તરફથી અવહેલના મળશે. જે મિત્રો લગ્ન કરવા માંગે છે તેમને માટે સારો ચાન્સ આવશે. જીવનમાં બધે જ થોડી બાંધછોડ તો કરવી જ પડે છે. આ એક વાત યાદ રાખવાની છે. તમે જીવનમાં ક્યારેય પાછા નહિ પડો. વિદ્યાર્થીઓ કે જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમના માટે ખુશખબર આવશે. જો તમને સતત કમરના નીચેના ભાગમાં કોઈ તકલીફ જણાતી હોય તો ડોક્ટરની સલાહ જરૂરથી લેજો. ઘણા નવા અને હોશિયાર લોકો સાથે મળવાનું થશે પણ તેઓ તમને તમારી વાતોમાં ગૂંચવી દેશે. કોઈપણ અજાણ્યા સામે પોતાના દરેક રહસ્ય જણાવવાની જરૂરત નથી.
શુભ અંક : ૧
શુભ રંગ : લાલ

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – જો તમે આ વર્ષે દવાખાન અને ડોક્ટરની મુલાકાત લેવા નથી માંગતા તો પછી તમે અને પરિવારજનો મળીને સાથે કસરત અને યોગ્ય ખાવા પીવાનું રાખો. બીમારી તમારા ઘરથી આ વર્ષે દૂર રહેશે.

નોકરી-ધંધો – આ વર્ષે તમારી માટે ધનલાભ માટેના અનેક રસ્તાઓ મળશે જેમાં તમારે યોગ્ય રીતે ચકાસણી કરીને ભવિષ્યનો ફાયદો અને નુકશાન જોઇને રોકાણ કરવું કે પછી જો તમે નોકરી કરી રહ્યા છો તો ખુબ સાવચેતી પૂર્વક કોઈપણ નિર્ણય લેવો.

કૌટુંબિક-પારિવારિક – આ વર્ષે જુના મિત્રો સાથે સંપર્ક સાધી શકશો. મિત્રો સાથે એક નાનકડી મુલાકાત તમને ખુશ કરી દેશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાનું રાખો. પરિવારમાં આ વર્ષે સારા સમાચાર આવશે. જે મિત્રો લાંબા સમયથી લગ્ન કરવા માટેની રાહ જુએ છે તેમના માટે આ વર્ષ ફળદાયી રહેશે. વર્ષનો અંતિમ ભાગ તમારા માટે શુભ સાબિત થશે. ઘરમાં નાનકડી પૂજા તમને અને તમારા પરિવારજનોને વધુ નજીક લાવશે જો લાંબા સમયથી કોઈ સાથે બોલચાલ બંધ હોય તો આ વર્ષે સામે ચાલીને માફી માંગી લેવી અને સંબંધો સુધારી લેવા.
Author: જ્યોતિષ આચાર્ય આનંદ (GujjuRocks Team)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે આપનો ખુબ ખુબ આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here