27,ઓક્ટોમ્બર 2018, રાશિફળ – બધી જ રાશિઓ માટે, કર્ક રાશિના જાતકો ખાસ વાંચો…

0

1. મેષ – અ,લ,ઈ (Aries): આજે તમારી પાસે ભવિષ્યમાં ઘણો લાભ થશે એવા રોકાણ અને પ્રોજેક્ટ માટેના પ્રસ્તાવ આવશે વિચાર્યા વગર અને ભવિષ્યનો ફાયદો જોયા વગર કોઈપણ નિર્ણય લેશો નહિ ભવિષ્યમાં નુકશાન થવાના યોગ છે. તમારે જો આજે લાંબી મુસાફરી કરવી પડે એમ હોય તો પહેલા તમારા સ્વાસ્થ્ય સામે જુઓ અને પછી જ કોઈ નિર્ણય કરો. આજે તમારા પરિવારના સભ્યોનું વિશેષ ધ્યાન રાખો. તમારા જીવનસાથીને કોઈ નાનકડી ગીફ્ટ આપીને ખુશ કરી ડો જેના કારણે તમને તેમનો પણ સપોર્ટ મળે.
શુભ અંક : ૭
શુભ રંગ : કેસરી

2.વૃષભ – બ,વ,ઉ (Taurus): આજે લાંબી મુસાફરી કરવાનો યોગ છે જેના લીધે તમે આજે ખૂબ થાક મહેસુસ કરશો. આજે ઓફીસના કામમાંથી થોડો સમય બાળકોને પણ આપો, તેમને શાળાના પ્રોજેક્ટ માટે તમારી મદદ મળી શકે છે. આજે તમે વિચાર્યું પણ નહિ હોય એવા વ્યક્તિ સાથે તમારી મુલાકાત થશે. જુના મિત્રો સાથે મુલાકાત કરીને તમે તમારા આખા દિવસનો થાક ભૂલી જશો. આજે વધારે પડતો ખર્ચ ના થાય તેની તકેદારી રાખજો.
શુભ અંક : ૬
શુભ રંગ : લીલો

3. મિથુન – ક,છ,ઘ (Gemini):પરિવાર અને મિત્રોના સહકારથી આજે તમે દરેક મુશ્કેલીઓનો સામનો કરી શકશો. આજે તમારે થોડી વધારે પડતી મહેનત કરવી પડશે પણ તેનો ફાયદો તમને ચોક્કસ મળશે એટલે નિરાશ થતા નહિ. તમારા જીવાસથી તરફથી આજે તમને સરપ્રાઈઝ મળશે અથવા તો સારા સમાચાર મળશે. બાળકો સાથે આજે થોડો સમય પસાર કરો. કોઈપણ નાના કે મોટા વ્યક્તિ સાથે વાત કરો ત્યારે વાણી અને વર્તનમાં થોડી તકેદારી રાખજો કોઈનું મનદુઃખ કે પછી અપમાન ના થઇ જાય એ વાતનું ધ્યાન રાખજો. રાતનો સમય પરિવાર સાથે વિતાવો અને ઘરના વાતાવરણને હળવું કરવા માટે અનોખા પ્રયત્ન કરો.
શુભ અંક : ૪
શુભ રંગ : પીળો

4. કર્ક – ડ,હ (Cancer): જો તમે સમય સાથે ચાલવા માંગો છો તો જેમ સમયમાં પરિવર્તન આવે ચ્જે એમ તમારા જીવનમાં પણ પરિવર્તન લાવો જેના કારણે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિની સ્થાપના થશે. પૈસા બનાવવા માટે જો કોઈ સારો પ્રોજેક્ટ હાથમાં આવે છે તો તેને પુરતી ચકાસણી કરીને લાંબા ગાળા માટે રોકાણ કરો. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહેશો નહિ. આજે પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળની મલકાત લો.
શુભ અંક : ૭
શુભ રંગ : ગુલાબી

5. સિંહ – મ,ટ (Lio):આજનો દિવસ સૌથી શુભ છે તમારે આજે તમારા પરિવાર અને ઉપરી અધિકારીની મદદથી નવા પ્રોજેક્ટ અને નવા કામ માટે ઝંપલાવાનું છે. આજે કોઈપણ લલચાવતી સ્કીમ કે રોકાણવાળા પ્રોજેક્ટમાં પૈસા રોકતા પહેલા ભવિષ્યમાં થનારા ફાયદા અને નુકશાનનો વિચાર કરી લેજો. આજે તમારા જીવનસાથી તરફથી તમને સારા સમાચાર અથવા સરપ્રાઈઝ ગીફ્ટ મળવાની શક્યતા છે. કોઈપણ બહારના કાર્ય માટે કોઈ બીજા પર ભરોસો કરશો નહિ એ તમને નુકશાન પહોચાડશે માટે પોતાનું કામ જાતે જ કરવાનો આગ્રહ રાખો.
શુભ અંક : ૬
શુભ રંગ : જાંબલી

6. કન્યા – પ,ઠ,ણ (Virgo): આજે નોકરી કરતા મિત્રો માટે ખૂબ સાવધાનીથી દરેક કામ કરવાનો દિવસ છે તમારી એક ભૂલ તમને મોટું નુકશાન પહોચાડી શકે છે. આજે મિત્રશત્રુઓથી સાવધાન રહો તેઓ તમારા કામમાં અડચણ બની શકે છે. ઉંમરલાયક મિત્રો પોતાના સ્વાસ્થ્યનું આજે વિશેષ ધ્યાન રાખે. દવા અને ઉપચાર સમયસર કરાવી લેવા એમાં લાપરવાહી કરશો નહિ. આજે પૈસા બનાવવા માટેની તક સામે ચાલીને આવશે તો એ તકને ઝડપી લેજો. થોડી મુશ્કેલી આવશે પણ મનને એકદમ શાંત રાખીને આગળ વધજો. તમારા સંતાનો તરફથી તમને સારા સમાચાર મળશે.
શુભ અંક : ૪
શુભ રંગ : આસમાની

7. તુલા – ર,ત (Libra):આજે કોઈપણ અફવા ઉપર તમારે ધ્યાન આપવાનું નથી. આજે શક્ય હોય તો ટ્રાય કરો કે મિત્રોને મદદરૂપ થઇ શકો. આજે તમારો દિવસ થોડો તણાવથી ભરપુર રહેશે જેના લીધે તમને માથાનો દુખાવો થઇ શકે છે. આજે ઓફિસમાં કોઈ ઉપરી અધિકારી તરફથી તમને પરેશાની થઇ શકે છે. વધુ વિચાર ના કરતા તમારું દરેક કામ પરફેક્ટ કરો જેથી કોઈ તમારા કામમાં ત્રુટી બતાવે નહિ. દિવસનો અંતિમ ભાગ તમારા પરિવાર સાથે વિતાવો જે તમને ફ્રેશ કરશે. આવતીકાલ માટે અત્યારથી જ તૈયારી કરો.
શુભ અંક : ૭
શુભ રંગ : કેસરી

8. વૃષિક – ન,ય(Scorpio):આજનો દિવસ તમારે ખૂબ સાવધાનીથી પસાર કરવાનો છે કોઈની પણ વાતમાં આવીને તમારાથી ખોટું પગલું ભરાઈ ના જાય તેનું ધ્યાન રાખજો. આજે તમારે કોઈપણ નિર્ણય એકલાહાથે લેવાનો નથી આજે કોઈ નજીકના મિત્ર અથવા તો પરિવારના વડીલોની સલાહ લઈને જ નિર્ણય કરજો. તમારો એક ખોટો નિર્ણય તમારી મુશ્કેલી વધારી દેશે. આજે તમને પૈસાની તંગીનો પણ અનુભવ થશે તો આજે તમારે કોઈપણ જાતના નેગેટીવ વિચાર કરવાના નથી. તમે પૈસા કેવીરીતે કમાવવા તેના અવનવા રસ્તા શોધો. અને ઈશ્વરનું નામ અને વડીલોના આશીર્વાદથી કામ શરુ કરો. પરિવારનો પ્રેમ અને સહકાર તમને આગળ આવવામાં મદદ કરશે.
શુભ અંક : ૮
શુભ રંગ : ગ્રે

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): આજે લાંબી મુસાફરી કરવાનો યોગ છે જેના લીધે તમે આજે ખૂબ થાક મહેસુસ કરશો. મુસાફરીના કારણે તમારા જીવનસાથી સાથે દુરી વધી જશે જેનાથી તમે થોડા દુઃખી થશો. નવરાશના સમયમાં કોઈપણ જાતના ટાઇમપાસ કર્યા વગર એ સમયનો સદુપયોગ કરજો. આજે તમારા હાથ નીચે કામ કરતા દરેક લોકો તરફથી તમને ખૂબ માન અને સન્માન મળશે. જેના કારણે તમારા આખા દિવસનો થાક ઉતરી જશે અને તમારી સાંજ ખુશનુમા જશે. તમે ઘરે પરત ફરતા તમારા પાર્ટનર માટે કોઈ સારી ભેટ લઇ જાવ. આજે ગૃહિણીઓ માટે પણ સારો દિવસ છે આજે તમને તમારા પ્રિય વ્યક્તિ સાથે સારો સમય પસાર કરી શકશો.
શુભ અંક : ૫
શુભ રંગ : વાદળી

10. મકર – જ, ખ (Capricorn): .આજનો દિવસ તમારો ખુશીઓથી ભરપુર રહેશે. આજે તમારા પરિવાર તરફથી તમને સારા સમાચાર મળશે. આજે તમને મળતી દરેક વ્યક્તિ સાથે હસતા હસતા વાત કરો તમારા દરેક કામ આસાનીથી પાર પડી જશે. આજે તમને બીજા ઘણાં વિચારો આવશે જેને તમે તમારા ભવિષ્ય માટે અમલમાં મૂકી શકો છો. આજે તમે કોઈને પ્રેમનો પ્રસ્તાવ આપવા માંગતા હોવ તો સારો સમય છે તમને રીપ્લાય પોઝીટીવ જ મળશે. જુના મિત્રો સાથે સંપર્ક કરો અને તમારી ખુશીમાં એમને પણ સામેલ કરો. આજે જીવનસાથી સાથે વિતાવેલ સમય તમારા લગ્નના સમયની યાદ અપાવશે.
શુભ અંક : ૫
શુભ રંગ : ગુલાબી

11. કુંભ – ગ,શ,સ(Aquarius): ભવિષ્યમાં જો સારું વળતર મેળવવા માંગો છો તો આજે થોડી સાવધાનીથી પૈસા ઇન્વેસ્ટ કરો. આજનો દિવસ તમારી માટે ખૂબ દોડધામ ભર્યો રહેશે. જુના અને જાણીતા મિત્રોને તમારા પ્લાનમાં સાથે રાખીને કાર્ય કરો. આજનો દિવસ તમે ખૂબ ઉત્સાહથી વીતાવશો. તમારા પ્રિયપાત્ર સાથે આજે લોંગડ્રાઈવ પર જાવ જે તમારા લગ્નજીવનમાં નવો ઉત્સાહ લઈને આવશે. તમારે આજે સફળ થવા માટે બહુ મહેનત નહિ કરવી પડે હા માનસિક તૈયારી રાખો કે કોઈપણ મુશ્કેલીનો સામનો કરી શકો. આજે સંતાનના સ્વાસ્થ્યને લઈને થોડી પરેશાની દિવસના અંતે આવી શકે છે.
શુભ અંક : ૩
શુભ રંગ : લાલ

12. મીન – દ,ચ,જ,થ(Pisces):આજે કામના સ્થળે દરેક મિત્રો અને તમારા બોસ તમારા નવા આપેલા આઈડિયાથી ખુશ રહેશે. આજે તમારી સફળતાનો દિવસ છે તો તેને સંપૂર્ણ રીતે માણો. તમારા દ્વારા આપવામાં આવેલા નવા વિચારોથી તમારી આવકમાં પણ વધારો થશે. જે મિત્રો પોતાનો પગાર વધારવા માટે એપ્લાય કરવાનું વિચારે છે તેઓની માટે આજે સારો સમય છે. આજે તમે થોડી નવી વસ્તુઓની ખરીદી પણ કરી શકો છો. આજે પરિવારમાં કોઈની તબિયત બગડે તેવા યોગ બની રહ્યા છે તો તેમની તકેદારી વિશેષ રાખજો. આજે તમારે કોઈનું મન દુભાવવાનું નથી. આજનો દિવસ વ્યસ્તતાથી ભરપુર રહેશે. આર્થિક સ્થતિ સધ્ધર બનશે.
શુભ અંક : ૧
શુભ રંગ : સફેદ

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ :

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધીશુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

૧. જીવનમાં ચઢાવ ઉતાર આવતા જ રહેવાના છે તો તેનાથી જરા પણ ડરતા નહિ. આ વર્ષે તમને ધનલાભનો સારો યોગ છે. એવા ઘણા ચાન્સ તમને મળશે જ્યાં તમે રોકાણ કરીને તમારું ભવિષ્ય બનાવી શકો.

૨. આ વર્ષે બને એટલી ટૂંકી અને ધાર્મિક મુસાફરી કરજો. જેનાથી તમારું અને તમારા પરિવારજનોનું સ્વાસ્થ્ય સારું અને મન પ્રસન્ન રહેશે. મુસાફરીમાં અગત્યના કાગળો સાચવીને રાખજો. અને પુરતી દવાઓ પણ સાથે રાખજો.

૩. પરિવારમાં રહેલા વડીલોની તબિયત સાચવજો નિયમિત કસરત અને નિયમિત ડોક્ટરની મુલાકાત લેવાનું પણ રાખજો. આ વર્ષે તમારા જીવનસાથીની તબિયત પણ નરમ ગરમ રહેશે, તેમને ભરપુર પ્રેમ અને સપોર્ટ કરજો.

૪. વાણી વર્તનમાં હંમેશા ધ્યાન રાખો નહીતો તમારા પ્રિય પરિવારજનો તમારાથી દૂર થઇ શકે છે બાળકોને બને ત્યાં સુધી બહુ એકલા મુકશો નહિ. આ વર્ષે પરિવારમાં કોઈને બીમારી થવાના યોગ છે તો અત્યારથી જ તેમના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહો. નિયમિત કસરત, ખાવા પીવામાં યોગ્ય જાળવણી વગેરે બાબતોનું ધ્યાન રાખીને તેમાંથી બચી શકશો.

૫. આ વર્ષે રસ્તા પર વાહન ચલાવો ત્યારે અને રસ્તો ઓળંગો ત્યારે ખાસ ધ્યાન રાખજો. એક અકસ્માત થવાની પણ સંભાવના છે. આ વર્ષે તમારે પરિવારના સ્વાસ્થ્ય સાથે તમારા સ્વાસ્થ્યની પણ કાળજી લેજો. કોઈપણ નાનામાં નાની બીમારીને અવગણતા નહિ નહિ તો એ તમારા શરીરમાં ઘર કરી જશે.

૬. ઓફિસમાં પણ તમારા નવા વિચારોને આવકાર મળશે. બધા તમારાથી ખુશ થશે, તમારા સાથી કર્મચારી અને ઉપરી અધિકારીની સલાહ સુચન લેવાનું રાખજો. તેમના સૂચનથી વિશેષ ફાયદો મળશે.

૭. આ વર્ષના અંતિમ સમયમાં તમને તમારા મિત્રો પરિવારજનો અને જીવનસાથી તરફથી સારા સમાચાર મળતા રહેશે. તમારી દરેક ખુશીમાં દરેક મિત્રોને સામેલ કરજો. મિત્રો અને પરિવારજનોથી જ તમારું જીવન છે. બધાને સરખું મહત્વ આપો તમારાથી તેમનું મન અને હૃદય ઘવાય નહિ તેનું ધ્યાન રાખજો.

લેખન : જ્યોતિષ આચાર્ય આનંદ.

ઈશ્વર હમેશા તમારી સાથે જ રહે. અને આપનો આવનારો સમય આજના સમય કરતા પણ સારો રહે તેવી આશા.

આજનો વિચાર :જીવન જો વધારે સારી રીતે જીવવું હોય તો નાની નાની વાતોને કે જે ભૂલવા જેવી છે તેને ભૂલતા શીખો. જ્યાં સુધી તમે એ વાતોને હૃદયમાં રાખશો એટલી જ વધારે તમને તકલીફ થશે.

Posted By: GujjuRocks Team
દરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ. આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here