27, જાન્યુઆરી- ૨૦૧૯: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને અંગત જીવન , આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમને અચૂક ટેગ કરજો !!

0

1. મેષ – અ,લ,ઈ (Aries):
આજે તમે તમારી એકલતા સાથે સમય વિતાવી શકશો. આજે ઘણા વધારાના તમે ક્યારેય ના વિચારેલ કામ પૂર્ણ કરી શકશો. આજે કેટલાક જુના દિવસો અને જુના સમયને યાદ કરીને તમે નિરાશ થશો. આજે તમને બિઝનેસ માટે વિચાર આવે તો તેમાં તમને ફાયદો જરૂર મળશે. ભાગીદારીથી તમને સારો એવો નફો થશે. વિદેશથી કોઈ સમાચારની રાહ જોવાઈ રહી છે તો તમારા માટે સારા સમાચાર આવશે. સાંજનો સમય મિત્રો કે પરિવાર સાથે વિતાવો. સમાજમાં તમારું આગવું સ્થાન થશે અને બધા તમને માન આપશે. તમે ઘણા સમય પહેલા કરેલ કોઈ સારા કામનું પરિણામ તમને આજે મળશે.
શુભ અંક : ૪
શુભ રંગ : ગુલાબી

2.વૃષભ – બ,વ,ઉ (Taurus):
આજે તમારામાં ભરપુર આત્મવિશ્વાસ હશે, આજે વિચારેલ દરેક કામ સારી રીતે પૂર્ણ થશે. વેપારી મિત્રોની અટકી ગયેલ ઉઘરાણી આજે પૂર્ણ થશે. આજે કોઈપણને ઉધાર પૈસા આપતા પહેલા વિચાર કરજો. આજે સાંજનો સમય પરિવાર સાથે વિતાવી શકશો. ધાર્મિક પ્રવૃત્તિ તરફ મન લાગશે. જો કોઈ નાની નાની શારીરિક તકલીફ થતી હોય તો તેને ઇગ્નોર કરતા નહિ, ડોક્ટરની મુલાકાત જરૂરથી લેજો. સાંજનો સમય પરિવાર સાથે કેટલીક જૂની યાદો તાજી કરવામાં વિતાવો. આજનો દિવસ મહિલા મિત્રો માટે પણ ખુબ લાભદાયી છે. ગૃહિણીઓ જો કોઈ નવું કાર્ય કરવા માંગે છે તો તેમને પરિવાર તરફથી સપોર્ટ મળશે.
શુભ અંક : ૪
શુભ રંગ : સફેદ

3. મિથુન – ક,છ,ઘ (Gemini):
જે પણ મિત્રો વજન ઘટાડવા માટે પ્રયત્ન કરી રહ્યા છે તેમના માટે આજે સારો દિવસ છે, આજથી તમે જે પણ કામ કરશો તેના પર પુરતું ધ્યાન આપી શકશો. આજે તમારા જુના મિત્રોની ખુશીમાં તમે સામેલ થશો. પરિવારમાં આજે વડીલની તબિયત થોડી નરમ ગરમ રહેશે. જો લાંબા સમયગાળાથી તમારા પૈસા ક્યાંક ફસાયેલા છે તો તે આજે પરત આવી શકે છે. આજનો દિવસ આપની માટે ખુબ સુંદર અને પ્રેમ ભર્યો રહેશે. તમારા માટે આજે તમારા સંતાનો કોઈ પ્લાન બનાવી રહ્યા હશે. આજે દિવસનો અંત કોઈને કોઈ ધાર્મિક કાર્યથી થશે જેનાથી તમારા મનને શાંતિ મળશે.
શુભ અંક : ૨
શુભ રંગ : વાદળી

4. કર્ક – ડ,હ (Cancer):
આજે તમારો પ્લાન હશે મિત્રોને મળવા જવાનો પણ અમુક કારણોસર આજે તમે નહિ મળી શકો. ઉતાવળમાં કરેલ નિર્ણય અને વચન આજે તમને તકલીફ આપશે. જ્યાં શાંતિથી કામ બને એમ હોય ત્યાં નાહકની વાતોમાં સમય પસાર કરવો નહિ. આજની સાંજ તમારી અને તમારા જીવનસાથીના જીવનની સૌથી સુંદર સાંજ બની રહેશે. ટૂંક સમયમાં તમને વિદેશથી કોઈ ખુશખબરી મળવાના યોગ છે. આવતીકાલના કામ માટે આજથી જ તૈયાર રહો. કોઈપણ કામ કરો પછી ભલે તે રોજનું કામ હોય ઈમાનદારીથી કરો અને મન લગાવીને કરો. આમ કરવાથી તમને ભવિષ્યમાં સારો ફાયદો મળશે.
શુભ અંક : ૫
શુભ રંગ : ગુલાબી

5. સિંહ – મ,ટ (Lio):
લાંબા સમયથી ચાલી રહેલ બીમારીમાં રાહત મળશે. આજનો સમય આરામ અને શાંતિથી પસાર થશે. નજીકના સંબંધીઓ તમારી મુલાકાત લેવા આવી શકે છે. આજે કોઈ નાનકડી વાત તમને નિરાશ કરી શકશે તો બને એટલું આજે ઇગ્નોર કરતા શીખો. વધારે વાતો મન પર લેવી એ તમારા સ્વાસ્થ્ય માટે હાનીકારક સાબિત થઇ શકે છે. નાના બાળકો સાથે સમય પસાર કરો, તમારા પ્રિયપાત્ર સાથે આજે લોંગ ડ્રાઈવ પર જાવ. જે પણ મિત્રો જીવનસાથીની શોધમાં છે તેમની મુલાકાત આજે યોગ્ય પાત્ર સાથે થશે. ભવિષ્ય માટેના જો કોઈ પ્લાન બનાવ્યા હોય તો તે તમારા વડીલ અને અનુભવી મિત્ર સાથે શેર કરો.
શુભ અંક : ૩
શુભ રંગ : નારંગી

6. કન્યા – પ,ઠ,ણ (Virgo):
આજનો દિવસ તમારો ખુશીઓથી ભરપુર રહેશે. આજે તમારા પરિવાર તરફથી તમને સારા સમાચાર મળશે. આજે તમને મળતી દરેક વ્યક્તિ સાથે હસતા હસતા વાત કરો તમારા દરેક કામ આસાનીથી પાર પડી જશે. આજે તમને બીજા ઘણાં વિચારો આવશે જેને તમે તમારા ભવિષ્ય માટે અમલમાં મૂકી શકો છો. આજે તમે કોઈને પ્રેમનો પ્રસ્તાવ આપવા માંગતા હોવ તો સારો સમય છે તમને રીપ્લાય પોઝીટીવ જ મળશે. જુના મિત્રો સાથે સંપર્ક કરો અને તમારી ખુશીમાં એમને પણ સામેલ કરો. આજે જીવનસાથી સાથે વિતાવેલ સમય તમારા લગ્નના સમયની યાદ અપાવશે.
શુભ અંક : ૨
શુભ રંગ : લીલો

7. તુલા – ર,ત (Libra):
ઘણા સમયથી તમારા મનમાં જે બાબતને લઈને ડર છે કે પછી તણાવ છે તેનો અંત આવશે. આજે ઘરે અચાનક મહેમાન આવશે જેનાથી આજે તમે વિચારેલ કામ નહિ કરી શકો. તમારા સંતાન તરફથી આજે તમને સારા સમાચાર મળશે. જીવનમાં જે છે એ આજ છે અને એ જ જીવવાનું છે આટલું વિચારીને જીવશો તો તમને જીવનમાં ક્યારેય તકલીફ નહિ થાય. તમારા સ્વભાવને થોડો પ્રેમાળ બનાવો. આજે કોઈ બહારની વ્યક્તિ સાથે કે પછી બહાર કોઈ બીજાના ઝગડામાં કે બાબતમાં પડવું નહિ. વધારાના સમયમાં કશું રચનાત્મક કામ કરો. મિત્રો સાથે સંપર્ક કરો જુના સારા દિવસ યાદ કરીને તમે ખુશ થઇ શકશો.
શુભ અંક : ૪
શુભ રંગ : વાદળી

8. વૃષિક – ન,ય(Scorpio):
પ્રેમીઓ માટે આજનો દિવસ સારો છે જો તમે કોઈને પ્રપોઝ કરવા માંગો છો તો આજે સારો દિવસ છે. નાનકડી ભેટ સાથે તમારા દિલની વાત પ્રિયપાત્રને જણાવી દો. આજે પરણિત મિત્રો માટે પણ સારો દિવસ છે. જીવનસાથી તરફથી સરપ્રાઈઝ સાથે એક ગીફ્ટ પણ મેળવી શકો છો. સાંજના સમયે ખરીદી કરવા જવાના યોગ છે ફાલતું અને બિનજરૂરી સમાન પાછળ ખર્ચ ના થાય એની તકેદારી અચૂક રાખજો. રસ્તો ઓળંગતા અને વાહન ચલાવતા સાવચેત રહેવું. બપોર પછી સોના અને ચાંદીની ખરીદી કરવી નહિ. આજે કોઈપણ અગત્યના નિર્ણયમાં તમારા જીવનસાથી અને તમારા વડીલોની સલાહ લેવાનું ચુકતા નહિ.
શુભ અંક : નારંગી

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આજે તમારા ભવિષ્યને સુરક્ષિત કરવાની એક સુંદર તક તમારી સામે આવશે તો સૌથી પહેલા એ બાબતની સંપૂર્ણ ચકાસણી કરો અને રોકાણ કરો. રોકાણ કરતા પહેલા તમારા વડીલો અને ઉપરી અધિકારી મિત્રોની સલાહ અચૂક લેજો. આજે સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેશો તો કોઈપણ પ્રકારની તકલીફ થશે નહિ. લગ્નઈચ્છુક મિત્રોની મુલાકાત આજે એક પ્રેમાળ વ્યક્તિ સાથે થશે તો તેને ઈમ્પ્રેસ કરવા માટે કોઈપણ જાતનો વધારે પડતો દેખાડો કરશો નહિ તમારો સ્વભાવ જ તમારી ઇમ્પ્રેશન જમાવશે. આજે કોઈ ખુશીના સમાચાર પણ મળવાની શક્યતાઓ રહેલી છે. પરિવાર સાથે એ ખુશીને વહેચો, આજનો પૂરો દિવસ આનંદમાં વ્યતીત થશે.
શુભ અંક : ૩
શુભ રંગ : પીળો

10. મકર – જ, ખ (Capricorn): .
સ્વાસ્થ્ય પ્રત્યે આજે થોડી સાવધાની રાખવાની જરૂરત છે કોઈ જૂની સમસ્યા તમને આજે પરેશાન કરશે. તે સમસ્યાનો ઉકેલ લાવવા માટે બને એટલા લોકોને મળવું પડે તો આજે મુલાકાત કરી લેજો. આજે તમારા વ્યવહારથી તમારા જીવનસાથી તમારાથી નારાજ થઇ શકે છે. તેમની સાથે બહુ નરમાશથી અને પ્રેમથી વાત કરો. આજે રાતનો સમય પરિવાર સાથે વિતાવો. જો આજનો દિવસ તમારે સુધારવો હોય તો તમારે આજે વર્ષો થી જે મિત્ર તમારી સાથે નથી બોલતો તેને મનાવી લેવાનો છે અને જૂની વાતો યાદ કરીને આનંદ ઉઠાવવાનો સમય છે.
શુભ અંક : ૩
શુભ રંગ : વાદળી

11. કુંભ – ગ,શ,સ(Aquarius):
આર્થિક મુશ્કેલીના કારણે તમારા સંતાનોની માંગ પૂરી કરવામાં તકલીફ થશે. મનને કાબુમાં રાખો અને તમારું કામ ઈમાનદારીથી કરો. તમે આજે કરેલ સારા કામનું વળતર તમને ભવિષ્યમાં જરૂર મળશે. આજે કોઈની વાતમાં આવીને કોઈપણ પ્રકારનો નિર્ણય લેતા નહિ. મન શાંત રાખો અને તમારા પરિવારને તમારી તકલીફ સમજાવો. તેમની હાજરી અને સલાહથી તમારું મન હળવું થશે. કોઈપણ પ્રિય વ્યક્તિ સાથે વાત કરો તો થોડી તકેદારી રાખો ક્યાંક એ નાની વાત બહુ મોટા ઝઘડાનું સ્વરૂપ ના બની જાય એ ધ્યાન રાખજો. આજે તમને માનસિક થાક લાગી શકે છે તો આજે કોઈપણ જાતના નકારાત્મક વિચારો મન પર હાવી ના થાય તેનું ધ્યાન રાખજો.
શુભ અંક : ૧
શુભ રંગ : પીળો

12. મીન – દ,ચ,જ,થ(Pisces):
આજનો તમારો દિવસ બહાર ફરવા અને મનગમતી પ્રવૃત્તિમાં જશે થોડો ખર્ચ થશે પણ આજનો દિવસ યાદગાર બની રહેશે. પરિવાર અને મિત્રો સાથે પીકનીક કરવા જઈ શકો છો. જીવનની આ સુંદર ક્ષણોને ભરપુર જીવી લો. આજે મિત્રો સાથે કોઈપણ ડિલ કરવી નહિ મિત્રતામાં તિરાડ આવવાના યોગ છે. આજે થોડા સમય માટે તમે પરેશાન થઇ શકો છો. ઘરની બહાર છો તો કિમતી વસ્તુઓ અને જરૂરી કાગળ સાચવીને રાખો. ચોરી થવાના પણ યોગ છે. જીવનસાથી તરફથી આજે સારો સપોર્ટ મળશે.
શુભ અંક : ૭
શુભ રંગ : સોનેરી

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – આ વર્ષે થોડા થોડા સમય બાદ તમારા ઘરમાં કોઈને અને કોઈને નાની મોટી બીમારી થતી રહેશે. તમે જો દરેકનું સ્વાસ્થ્ય સારું રાખવું છે તો તમારા પરિવાર સાથે સમુહમાં કસરત કે યોગાસન જેવી પ્રવૃત્તિ શરુ કરો.

નોકરી-ધંધો – આ વર્ષે તમારી માટે ધનલાભ માટેના અનેક રસ્તાઓ મળશે જેમાં તમારે યોગ્ય રીતે ચકાસણી કરીને ભવિષ્યનો ફાયદો અને નુકશાન જોઇને રોકાણ કરવું કે પછી જો તમે નોકરી કરી રહ્યા છો તો ખુબ સાવચેતી પૂર્વક કોઈપણ નિર્ણય લેવો. આ વર્ષના અંતમાં મહત્વના પ્રોજેક્ટ પર કામ કરી શકશો અને તમારા વિચારેલ દરેક કામ પૂર્ણ થશે.

કૌટુંબિક-પારિવારિક – તમારા પરિવાર અને માતા પિતા સાથે થોડો સમય ફાળવો, તેમને તમારી હૂંફની જરૂરત છે. આ વર્ષ તમારા અને તમારા જીવનસાથી માટે ખુબ લાભદાયી રહેશે. જીવનમાં નવી ખુશીઓનું સ્વાગત થશે. તમારા વિચારોમાં આ વર્ષે નવીનતા લાવો. જુના નિયમો અને રીવાજોમાંથી બહાર આવો. તમારા જીવનમાં હવે પરિવર્તનનો સમય આવી ગયો છે. જો હવે તમે બદલાયેલા સમય સાથે નહિ ચાલો તો તમે પાછળ રહી જશો.
Author: જ્યોતિષ આચાર્ય આનંદ (GujjuRocks Team)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે આપનો ખુબ ખુબ આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here