27 જૂન થી 27 ઓગસ્ટ સુધી મંગળ ગ્રહની ઉલટી ચાલ, શું થશે તમારી રાશિ પર અસર..વાંચો આર્ટિકલ

0

જુવો મંગળનું રાશિ પરિવર્તન તમારી રાશિ માં કેવું પરિવર્તન લાવશે.

મિત્રો તમે બધા જાણતા હશો કે પ્રત્યેક વર્ષમાં ગ્રહ તેમનુ સ્થાન બદલીને બીજી રાશિમાં પ્રવેશ કરતાં હોય છે. આ વખતે મંગળ ગ્રહ 28 june ગુરુવાર મકર રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. જે ૨૭ ઓગસ્ટ સોમવાર સુધી તે રાશિમાં રહેશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંગળને મકર રાશિ હોવાથી તેને ઉચ્ચ મંગળ માનવામાં આવે છે. ઉચચ નો મંગળ સાહસ પ્રદાન કરે છે ઉર્જાવાન , ધીરજવાન તેમજ અન્ય સફળતા પણ આપે છે. આ વખતે આ પરિવર્તન કેટલીક રાશિ માટે શુભ અને કેટલીક રાશિ માટે સામાન્ય ફળ આપશે. જુવો મંગળનું રાશિ પરિવર્તન તમારી રાશિ માં કેવું પરિવર્તન લાવશે.

મેષ રાશિ:-

મેષ રાશિવાળા જાતકો માટે મંગળનો રાશિ પરિવર્તન ખૂબ જ શુભ રહેશે આ દરમિયાન વેપાર નોકરીમાં સફળતા પ્રાપ્ત થશે સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. કામમાં તમે વ્યસ્ત રહેશો કાર્યક્ષેત્રમાં ઉચ્ચ અધિકારીના પૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે.પૈસા માં આવક આવશે.

વૃષભ રાશી:-

વૃષભ રાશિના જાતકો માટે મંગળગ્રહનું પરિવર્તન ઉત્તમ રહેશે ભાગ્યનો સાથ મળશે તેમજ અટકેલા કામ પૂર્ણ થશે. ઉઘાર મા આપેલા પૈસા તમને પાછા મળશે પ્રેમી જોડો માટે આ સમય ખૂબ જ સારો છે. તમે નવા કામની શરૂઆત પણ કરી શકો છો.

મિથુન રાશિ:-

મિથુન રાશિ જાતકો માટે મંગળ રાશિ પરિવર્તન સામાન્ય રહેશે સ્વાસ્થ્ય સારું રહેશે તેમજ નવા સ્રોત તમને મળશે. આ વખતે તમારે શત્રુ પક્ષમાં વધારે ધ્યાન આપવુ. તેમજ ગુસ્સા ઉપર કંટ્રોલ રાખવો અને જલ્દબાજી માં નિર્ણય ન લેવો.

કર્ક રાશિ:-

કર્ક રાશિવાળા જાતકો માટે મંગળનું પરિવર્તન શુભ પરિણામ આપશે જે જાતકો લાંબા સમયથી નોકરીની તલાશમાં છે તેમને મનપસંદ નોકરી મળશે તેમજ વ્યવસાયમાં માટે પણ આ સમય ખૂબ જ સારો છે. વ્યવહાર વ્યવસાયમાં સારો મુનાફો પ્રાપ્ત થશે સ્વાસ્થ્ય પર ધ્યાન રાખો. તેમજ અન્જાન વ્યક્તિ પર ભરોસો ન કરવો.

સિંહ રાશી:-

સિંહ રાશિવાળા જાતકો માટે આ સમય સામાન્ય રહેશે આ સમય દરમિયાન તમે કજૅ થી મુક્ત થશો. ભાગ્યનો સાથ મળશે અને જૂની સમસ્યાનો રાહત મળશે. જો પરિવાર સંબંધિત કોઈ વિવાદ ચાલી રહ્યો હશે તો તેમાં રાહત મળશે. એક વાતનું ધ્યાન રાખો કે બહારની મામલામાં તો સમજી-વિચારીને નિર્ણય લેવો.

તુલા રાશિ :

મંગળનું મકરરાશિમાં પ્રવેશ તુલા રાશિના જાતક માટે ઉત્તમ રહેશે . દરેક કામમાં પરિવારનો સહયોગ મળશે. નોકરી કરતા જાતકો માટે આ સમય ખૂબ જ ઉત્તમ રહેવાનો છે . પ્રમોશનની સાથે સેલરી નો પણ વૃદ્ધિના યોગ બની રહ્યા છે . ભૌતીક સુખ-સુવિધાઓ પણ મળશે . જે અટકેલું છે તે ધન પણ મળી શકે છે . ધન મળવાની અપાર સંભાવનાઓ છે.

વૃશ્ચિક રાશિ :

રાશિના જાતકો માટે મંગળ સામાન્ય રહેશે . આ સમય દરમિયાન તમને કોઈ મોટી ખુશખબર મળવાની શક્યતા છે . વ્યવસાયમાં લાભ થશે. જે કોઇ લાંબા સમયથી જોબ બદલવાનો વિચાર કરે છે, તેમને નવી તેમના પસંદગી જોબ મળશે . લવ લાઈફ ખૂબ જ સારી રહેશે પાર્ટનરનો પણ સાથ મળશે.

ધન રાશિ:

ધનુ રાશિના જાતકો માટે મંગળનું રાશિ પરિવર્તન મધ્યમ રહેશે . બહારના સંપર્કોથી લાભ પ્રાપ્ત થશે .અચાનક ધનલાભ ના યોગ બની રહ્યા છે. કામ માટે કોઈ મોટી યાત્રા થઈ શકે છે .ઘર પરિવારમાં કોઈ માંગલિક કાર્ય નું આયોજન થઇ શકે છે..

મકર રાશિ :

મકર રાશિના જાતકો માટે મંગળનું ગોચર શુભ રહેશે .મંગળના પ્રભાવથી તમારા અટકેલા કાર્ય પૂર્ણ થશે. પારિવારિક જીવનમાં ખુશીનો માહોલ હશે.સાથે જ ઘરમાં કોઈ શુભ કાર્ય પરિપૂર્ણ થશે. વાહન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે.સાથે જ ધનપ્રાપ્તિની પણ અપાર સંભાવના છે.

કુંભ રાશિ :

કુંભ રાશિના જાતકો માટે મંગળ પરિવર્તન શુભ રહેશે.પાર્ટનરશિપમાં વ્યવસાય કરવા વાળા જાતકોને લાભ થશે.કામને લઈને વિદેશયાત્રા થઇ શકે છે. અને તે પણ સફળ થશે.પરિવારના સદસ્ય અને લાઈફ પાર્ટનરનો સાથ મળશે.આત્મવિશ્વાસ વધશે.

મીન રાશિ :

મીન રાશી ના જાતક માટે મંગળ પરિવર્તન શુભ રહેશે.આ દરમિયાન તેમની આવકમાં ખૂબ સારી વૃદ્ધિ થશે.વધારે આવકનું સાધન સામે આવશે.ભાગ્યનો પૂરો સાથ મળશે.બધી જ મુશ્કેલીઓ દૂર થશે.ધનની બચત થી ખૂબ લાભ મળશે.તમારી માટે આ શ્રેષ્ઠ સમય રહેશે.

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.
GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here