૨૬ જાન્યુઆરી- ૨૦૧૯: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને અંગત જીવન , આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમને અચૂક ટેગ કરજો !!

0

1. મેષ – અ,લ,ઈ (Aries):
લાંબા સમયથી ચાલી આવનારી મુશ્કેલીઓનો અંત થશે. વજન ઓછું કરવા માંગતા મિત્રો આજથી જ કસરત અને બીજા પ્રયોગો શરુ કરી દેવા જોઈએ. પત્ની સાથે મનભેદ થઇ શકે છે. નાની નાની વાતે જે શંકા કરવાની જો તમને આદત છે તો એને બદલો. તમારા સંતાન તરફથી આજે સારા સમાચાર મળશે. લાંબી યાત્રાના યોગ છે તો પત્નીને પણ સાથે લઈને જઈ શકો છો. રોકાણ કરવા માટે આજનો દિવસ યોગ્ય નથી તો કોઈપણ પ્રકારના રોકાણમાં પૈસા રોકતા પહેલા સો વાર વિચાર કરજો. અનુભવી મિત્રોની મદદ લેવાની રાખશો તો કોઈપણ મુશ્કેલીનો અંત આવી જશે. સાંજનો સમય બાળકો અને પરિવાર સાથે વિતાવો.
શુભ અંક : ૨
શુભ રંગ : વાદળી

2.વૃષભ – બ,વ,ઉ (Taurus):
આજે અચાનક ધનલાભ થવાના યોગ છે. પૈસાને કઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરવા એ વિચારી રહ્યા છો તો આજે સામે ચાલીને તક આવશે જેમાંથી તમને ભવિષ્યમાં ઘણો ફાયદો થશે. આજે પરિવારમાં કોઈ નાની વાત બહુ મોટું સ્વરૂપ ધારણ કરશે. સાંજના સમયે કેટલાક મનગમતા લોકો તમારા ઘરે આવશે તેનાથી તમારા ઘરમાં રહેલ તણાવમાં ઘટાડો થશે. આજે નોકરી કરતા મિત્રો માટે પ્રમોશનના યોગ બની રહ્યા છે. કોઈપણ કામ કરો પછી ભલે તે રોજનું કામ હોય ઈમાનદારીથી કરો અને મન લગાવીને કરો. આમ કરવાથી તમને ભવિષ્યમાં સારો ફાયદો મળશે.
શુભ અંક : ૧
શુભ રંગ : જાંબલી

3. મિથુન – ક,છ,ઘ (Gemini):
નોકરી કરતા મિત્રોને આજે તેમના જુનિયર તરફથી કઈક નવું શીખવા મળશે. પરિવર્તનને જલદી સ્વીકારી લેવાનો તમારો સ્વભાવ તમને ઘણા જ આગળ લઇ જશે. અટકી ગયેલ નાણા પરત મળશે અને અટકી ગયેલ પ્રોજેક્ટ પણ પૂર્ણ થશે. પૈસા રોકવા માટે યોગ્ય સમય નથી. આજે માતાના સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ આવી શકે છે. બહારનું ખાવા પીવામાં ખાસ તકેદારી રાખવી. રસ્તો ઓળંગતા અને વાહન ચલાવતા તકેદારી રાખવી. આજે તમારા આસપાસના કોઈ વ્યક્તિ તમારી પાસે પૈસા ઉધાર માંગી શકે છે. કેવા કામ માટે તે પૈસા લેવા માંગે છે તે જાણીને જ પૈસાનો વ્યવહાર કરજો.
શુભ અંક : ૮
શુભ રંગ : ગુલાબી

4. કર્ક – ડ,હ (Cancer):
આજે તમારું મન વ્યાકુળ રહેશે. નાના બાળકો સાથે સમય પસાર કરો. આજે કોઈની વાતમાં આવીને કોઈપણ પ્રકારનો નિર્ણય લેતા નહિ. જે મિત્રો નોકરીનું સ્થળ બદલવા માટે વિચારી રહ્યા છે તેમણે હજી થોડા સમય રાહ જોવાની જરૂરત છે. વેપારી મિત્રોએ પોતાના વેપાર પર ધ્યાન આપવું, ક્યાંક તમારી પીઠ પાછળ તમને નુકશાન પહોચાડવાનું કાવતરું ઘડાઈ રહ્યું હોઈ શકે છે. આજે સાંજના સમયે હનુમાન મંદિરની બહાર કોઈ નાના બાળકને ભરપેટ ભોજન કરાવો. ટૂંક સમયમાં તમને ધનલાભ થવાના યોગ છે. તમારા જીવનસાથીનું ધ્યાન તમારા પર નહિ હોય તે જાણીને નિરાશ થતા નહિ. આ સમય પણ ચાલ્યો જશે.
શુભ અંક : ૩
શુભ રંગ : સફેદ

5. સિંહ – મ,ટ (Lio):
વાતાવરણને કારણે સ્વાસ્થ્યની કાળજી રાખજો નહિ તો કોઈ ગંભીર બીમારી થઇ શકે છે. ઘણા સમયથી અટકી ગયેલા પૈસા આજે પાછા મળશે. અને તમે નહિ વિચાર્યું હોય એવી જગ્યાએથી તમને ધનલાભ થશે. રોકાણ માટેની કોઈપણ તક આવે તો તેમાં પૈસા રોકતા પહેલા ફાયદો અને નુકશાન જોઇને જ પૈસા રોક્જો. પૈસાને કારણે પરિવારમાં કોઈ બોલાચાલી ના થાય એની તકેદારી રાખજો. મહિલા મિત્રોની તબિયત નરમ ગરમ રહેશે. બહારનું ખુલ્લું ખાવાનું આજે ટાળો.
શુભ અંક : ૧
શુભ રંગ : આસમાની

6. કન્યા – પ,ઠ,ણ (Virgo):
લાંબા સમયથી ચાલી રહેલ બીમારીનો અંત આવશે. નિયમિત કસરત અને યોગાથી તમે તમારું સ્વાસ્થ્ય સારું બનાવી શકશો. નોકરી કરતા મિત્રોના આજે ઓફીસમાં ઉપરી અધિકારી દ્વારા વખાણ થશે. સફળતા તમારા કદમ ચૂમશે. વેપારી મિત્રોને પોતાના બિઝનેસને એક અલગ મુકામ પર લઇ જવાનો ચાન્સ મળશે. ઘર અને પરિવારમાં પણ અનેક સારા સમાચાર મળશે. દુરના અને ઘણા સમયથી સંપર્ક ના થયેલ મિત્રો સાથે મુલાકાત થશે. આજે તમારું મન શાંત અને ખુશ હશે.
શુભ અંક : ૮
શુભ રંગ : ગુલાબી

7. તુલા – ર,ત (Libra):
આજનો દિવસ તમને થકવી દેનારો લાગશે. પણ આજે જેમ જેમ દિવસ પસાર થશે તમારા માટે અનેક ખુશખબરીઓ આવશે. સંતાનો અને પરિવાર તરફથી પુરતો સપોર્ટ મળશે. નોકરી કરતા મિત્રોને પોતાના ઉપરી અધિકારીઓની મદદ લઈને અટકેલા દરેક પ્રોજેક્ટ પૂર્ણ કરી શકશો. કામ કરવાની ક્ષમતામાં વધારો થશે. આજે તમારા મિત્રો તમારી પાસે ઉધાર પૈસા માંગી શકે છે. એ પૈસા કયા કામમાં વાપરવાના છે એનું પણ ધ્યાન રાખજો. આજે વાણી અને વર્તનમાં તકેદારી રાખજો. જો કોઈ શરતીય રોકાણ સ્કીમ હોય તો તેનાથી દૂર રહો.
શુભ અંક : ૨
શુભ રંગ : નારંગી

8. વૃષિક – ન,ય(Scorpio):
નોકરી કરતા મિત્રો માટે આજે ઘણો જ સારો સમય છે. આજે ઓફિસમાં તમારા પૂર્ણ કરેલ પ્રોજેક્ટથી બધા જ ખુશ હશે. અમુક મિત્રોને તમારી અદેખાઈ આવશે પણ તમારી સામે તમારા વખાણ કરશે. વેપારી મિત્રોને જ્યાં પણ ઉઘરાણી કરવાની નીકળે છે ત્યાંથી ઘણી મોટી રકમ મળશે. જે પણ પ્રેમી મિત્ર આજે કોઈ કન્યાને પ્રપોઝ કરવાનું વિચારી રહ્યા છે તો આજે સાંજનો સમય યોગ્ય છે. કોઈપણ સારી ભેટ સાથે તમારા મનની વાત આજે જણાવી દો. પરણિત મિત્રોને આજે પત્ની તરફથી સરપ્રાઈઝ મળશે. એકંદરે આજનો દિવસ ઉત્સાહ અને આનંદથી વીતશે.
શુભ અંક : ૪
શુભ રંગ : લીલો

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આજે દિવસની શરૂઆત બેચેનીથી થશે. ઘરના સમાનને લગતી ખરીદી કરવાનો યોગ છે પણ ક્યાંક વધારાની અને બિનજરૂરી વસ્તુઓમાં ખર્ચ વધી ના જાય એની સાવધાની રાખજો, આજે તમારા બાળકો અને તમારી પત્ની તમારાથી ખૂબ ખુશ રહેશે. બસ આજે જીવનનો સાચો આનંદ પરિવાર સાથે માણો લોકો શું વિચારશે અને આ કેવું લાગશે એ વિચારવાનું છોડી દો. આજે કોઈપણ સારા કાર્યમાં ઈશ્વર તમારી સાથે જ છે એવું માનવું. દિવસના અંતે માથામાં સખત દુખાવો રહેશે. માતા પિતા પાસે તમારી તકલીફની સમસ્યા શેર કરો. તમારું મન હળવું થઇ જશે, સારી ઊંઘ તમારો થાક દૂર કરી શકશે.
શુભ અંક : ૧
શુભ રંગ : વાદળી

10. મકર – જ, ખ (Capricorn): .
જુના સંબંધો તાજા થશે. આજે ઓફિસમાં પણ તમારા દરેક કામ સરળતાથી પૂર્ણ થશે. ઉચ્ચ અધિકારી અને જુનિયર તરફથી પણ સંપૂર્ણ સપોર્ટ મળશે. તમારા પ્રિયપાત્ર સાથે નાનકડી મુસાફરી કરો જે પણ કપલ વચ્ચે કોઈ તણાવ ચાલી રહ્યો છે તો તેનો અંત આવશે તમે તમારા જીવનસાથીને ખુશ કરી શકશો. આજે બહારનું ભોજન કરવાથી ગેસ કે એસીડીટી જેવી તકલીફ થવાના યોગ છે. નજીકના સંબંધીઓના પ્રસંગમાં તમે બધાની નજરનું કેન્દ્ર બનશો. બધા જ તમારા વખાણ કરશે. સમાજ માટે તમે સતત કાર્યશીલ રહેશે. પૈસા કમાવવાની અનેક તક તમારી સામે આવશે.
શુભ અંક : ૧
શુભ રંગ : નારંગી

11. કુંભ – ગ,શ,સ(Aquarius):
આજે તમારે થોડા રચનાત્મક કામોમાં ધ્યાન આપવું પડશે. તમારા બાળકો અને પત્ની તરફથી તમને સંપૂર્ણ સપોર્ટ મળશે. મિત્રો સાથે તમારી મુશ્કેલીઓ શેર કરો ત્યારે ભૂલથી તમારી કોઈ ખાનગી વાત જાહેર ના થાય તેની તકેદારી રાખજો. ઓફિસમાં આજે તમે આપેલી સલાહથી તમારા ઉપરી અધિકારી ખુશ થશે અને તમને અનેક નવા પ્રોજેક્ટ મળી શકશે. લોકો ઉપર બહુ જલદી ભરોસો ના કરવાના સ્વભાવના કારણે તમને મુશ્કેલી થશે.
શુભ અંક : ૭
શુભ રંગ : પીળો

12. મીન – દ,ચ,જ,થ(Pisces):
કોઈપણ ખરાબ આદત છોડવા માટે આજનો દિવસ યોગ્ય છે. દિવસની શરૂઆતથી જ આજે તમે ઉત્સાહમાં હશો. દિવસની શરૂઆત ઈશ્વરને યાદ કરીને કરો. આજે તમે ક્યારેય ના વિચારેલ વ્યક્તિ સાથે મુલાકાત થશે. કોઈપણ ઉચ્ચ અધિકારી સાથે વાત કરતા પહેલા વિચારીને બોલજો. આજે તમારી માટે કારકિર્દીની અનેક તકો સામે આવશે. પૈસા ઇન્વેસ્ટ કરવા માટે આજે સારો દિવસ છે. કોઈપણ નિષ્ણાતની સલાહથી તમારું દરેક કામ પૂર્ણ થશે. આજે તમે નહિ કરવા માંગતા હોવ એ કામ પણ કરવું પડશે. તમારું દરેક કામ ઈમાનદારીથી કરો. આજે નસીબ તમારી તરફેણમાં હશે. તમારા દરેક કંસારી રીતે પૂર્ણ કરી શકશો.
શુભ અંક : ૫
શુભ રંગ : લીલો

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ. (આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમને અચૂક ટેગ કરજો)

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.
સ્વાસ્થ્ય – લાંબા સમયથી ચાલતી બીમારીમાંથી રાહત મળશે. માનસિક તણાવ ઓછો થતો જણાશે. આ વર્ષે લાંબી મુસાફરી કરવા જાવ છો તો સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખજો. આ વર્ષના અંત સમય દરમિયાન માતા પિતાના સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખજો.

નોકરી-ધંધો – આ વર્ષે પૈસા કમાવવા માટે ઘણી બધી તક સામે ચાલી ને આવશે તમારે જરૂરત છે ફક્ત યોગ્ય સાવચેતી રાખીને એ તક જડ્પવાની. તમારે મિત્રો અને વડીલોની સલાહથી અમુક પ્રોજેક્ટ શરુ કરવાના છે. નવા પ્રોજેક્ટ માટે પણ આ વર્ષ તમારી માટે સારો સમય છે. આ વર્ષે તમારે તમારા શંકાશીલ સ્વભાવમાં થોડો બદલાવ લાવવાનો છે. જો તમે આગળ વધવા અમ્ન્ગો છો તો તમારે તમારા દરેક કાર્યમાં તમારા સાથી કર્મચારીને સાથે રાખીને કાર્ય કરો, જયારે કોઈ મહત્વના નિર્ણય કરવાના હોય ત્યારે તમારા ઉપરી અધિકારી અને પરિવારજનોની સલાહ લેવાનું રાખજો.

કૌટુંબિક-પારિવારિક – વર્ષની શરૂઆતમાં ઘરમાં અનેક મહેમાનો આવશે દરેક તમારી માટે કોઈને કોઈ સારા સમાચાર લઈને આવશે. જે પણ મિત્રો સંતાન માટે પ્લાનિંગ કરી રહ્યા છે તેમને આ વર્ષે સફળતા મળશે. નજીકના સગા સંબંધીઓ સાથે વાત કરતા સાવધાની રાખવી કોઈ સાથે અણબનાવ બનવાના પણ યોગ છે. તમારા સારા કાર્યોને તમારો સમાજ આવકારશે.

Author: જ્યોતિષ આચાર્ય આનંદ (GujjuRocks Team)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે આપનો ખુબ ખુબ આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here