26 વર્ષો થી ફિલ્મો થી દૂર છે આ અભિનેત્રી છતાં પણ મહારાણીઓની જેમ જીવે છે જીવન….

0

બૉલીવુડ જગત માં ના જાણે કેટલા લોકો આવતા રહે છે અને જાતા રહે છે. ઘણી ફિલ્મોમાં તેઓ કામ કરીને પોતાની ઓળખ બનાવીને એક મુકામ હાંસિલ કરી લે છે તો ઘણા આ ભીડ માં ખોવાઈ જાય છે, બહાર થી દેખાતી આ રંગીન દુનિયા ની અંદર નું રહસ્ય અને અંધકાર માત્ર તે જ લોકો જાણતા હોય છે જેઓ આ જીવનને જીવી ચુક્યા હોય છે.
આજે અમે તમને બૉલીવુડ ફિલ્મોની એક એવી આદાકારા વિશે જણાવવા જઈ રહ્યા છે જેમણે અમિતાભ,ગોવિંદા, રાજેશ ખન્ના જેવા મોટા મોટા સિતારાઓની સાથે કામ કર્યું છે અને એક થી એક સુપર હિટ ફિલ્મો આપીને પોતાની એક ખાસ જગ્યા બનાવી છે. પણ અમુક સમય પછી તેમણે ફિલ્મી દુનિયાને છોડી દીધી હતી છતાં પણ તે આજે મહારાણીઓ ની જેમ જીવન જીવી રહી છે.
વર્ષ 1990 માં આવેલી ફિલ્મ સ્વર્ગ તો તમને યાદ જ હશે આ ફિલ્મ માં રાજેશ ખન્ના, ગોવિંદા અને જુહી ચાવલા જેવા કિરદારો હતા. આ ફિલ્મ તે સમય ની સુપરહિટ ફિલ્મ સાબિત થઇ હતી.
ફિલ્મ માં એક કિરદાર હતો માધવી, જેમણે રાજેશ ખન્ના ની પત્ની નો કિરદાર નિભાવ્યો હતો. તેની સાથે જ અમિતાભ ની ફિલ્મ ‘ગિરફ્તાર’ નું ગીત ધૂપ મેં ના નિકલા કરો રૂપ કી રાની મેં પણ માધવી અમિતાભ બચ્ચન ની સાથે નજરમાં આવી ચુકી છે. તેના સિવાય માધવી એ અમિતાભ ની સાથે ફિલ્મ ‘અંધા કાનૂન’ અને ‘અગ્નિપથ’ માં પણ કામ કર્યું હતું.
માધવી એ પોતાના કેરિયર ની શરૂઆત સાઉથ ફિલ્મો દ્વારા કરી હતી જેના પછી તેમણે 1981 માં બૉલીવુડ માં ફિલ્મ એક દુજે કે લિયે થી એન્ટ્રી કરી હતી જેના પછી તેમણે અંધા કાનૂન, મુજે શક્તિ દો,અગ્નિપથ,મિસાલ,ગિરફ્તાર,લોહા,સત્યમેવ જયતે, પ્યાર કા મંદિર,સ્વર્ગ,જખ્મ,હાર-જીત જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. જણાવી દઈએ કે તે વર્ષ 1994 માં છેલ્લી વાર ફિલ્મ ‘ખુદાઈ’ માં નજરમાં આવી હતી જેના પછી તેમણે બૉલીવુડ થી દુરી બનાવી લીધી હતી.
માધવી નું વ્યક્તિગત જીવન:માધવી ના લગ્ન તેના ગુરુ સ્વામી રામા એ ફાર્માસ્યુટિકલ બીઝનેસમેન રાલ્ફ શર્મા સાથે કરાવ્યા હતા. માધવી અને રાલ્ફ ની મુલાકાત હિમાલય ઇન્સ્ટિયૂટ ઓફ યોગા સાઇન્સ અને ફિલોસોફી માં થઈ હતી જેના પછી વર્ષ 1996 માં બંને એ લગ્ન કરી લીધા અને માધવી હંમેશા માટે બૉલીવુડ ને છોડી દીધું. માધવી હાલ પોતાના પરિવાર ની સાથે ન્યુ જર્સી માં રહે છે, માધવી અને રાલ્ફ ની ત્રણ દીકરીઓ પ્રિસ્સીલ્લા, ટીફની અને ઇવેલીન છે.  Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here