૨6 મે,૨૦૧૮નું રાશિફળ..જાણો આજે તમારો દિવસ કેવો રહેશે..

0

1. મેષ (Aries): તમારા વ્યવસાયિક પ્રશ્ન નો ઉકેલ મળતો જણાય. આવશ્યકતાઓ પૂર્ણ થતી જણાય. વિવાદ અટકાવજો.  તણાવગ્રસ્ત અને વ્યસ્ત હશો તો હવે રાહતનો શ્વાસ લઇ શકશો. સુધારતા સંજોગ જણાય. પ્રવાસ સાનુકુળ. વ્યવસાયિક કામકાજ આગળ ધપાવી શકશો. કૌટુંબિક પ્રશ્નો થી થોડી ચિંતા. પ્રિયજન થી મતભેદ નીવારજો.2.વૃષભ (Taurus): આવેશ માં આવીને ચાલશો નહિ. નોકરી- ધંધાના કાર્ય માટે સાનુકુળતા. આપના કુટુંબી થી મતભેદ નીવારજો. અવરોધ કે મુશ્કેલીના સંજોગ માંથી બહાર નીકળી શકશો. પ્રિયજન થી સંવાદિતા. ખર્ચ અટકાવજો. આરોગ્ય ટકાવી શકશો. મહત્વ ના પ્રવાસ ની યોજના સફળ થાય. નાણાકીય કાર્ય થાય.

 

3. મિથુન (Gemini): આપના વિરોધી ના હાથ હેઠા પડે. કૌટુંબિક પ્રશ્નો ધેરાતાં જણાય. આવક વૃદ્ધિ ની તક મળે. કુદરતી મહેર નો અનુભવ. વિવાદો ને શમાવી શકશો. આશા ફળતી લાગે. ભાગીદારી- મિત્રથી મતભેદ થાય. મહત્વ ની તક ઝડપી લેજો. મૂંઝવણ માંથી બહાર નીકળી શકશો. ધીરજ ના ફળ મીઠા મળે.4. કર્ક (Cancer): મહત્વની સમસ્યાનો ઉકેલ આવવામાં વિલંબ થતો જણાશે. નાણાકીય રીતે થોડી ગુંચવણ જણાય. ગૃહજીવનમાં રાહત. આપની અંગત ચિંતાઓના વાદળ વિખેરાતા લાગે. આર્થિક પ્રશ્ન નો ઉકેલ આવતો જણાય. તમારા પ્રયત્નો ફળદાયી બને. નવી મુલાકાત થાય. અગત્ય ના પ્રશ્નો હલ થાય.
5. સિંહ (Lio): આવકની મર્યાદા સમજીને ચાલશો તો મુશ્કેલી અટકશે. કૌટુંબિક ક્ષેત્રે મનદુઃખ જણાય. મનોવ્યથા નો અનુભવ વધુ ન સહેવો પડે. નાણાભીડ જણાય. નોકરીયાતને ઉપરી નો સાથ મળે. ખર્ચાળ પ્રસંગો આવે. કૌટુંબિક કાર્ય થાય. સાનુકુળતા વધારતો દિવસ.
6. કન્યા (Virgo): લાભદાયી કાર્યરચના થાય. મિલન- મુલાકાતથી આનંદ. પ્રતિકુળતા માંથી માર્ગ મળી આવે. ધ્યાન અને એકાગ્રતા દ્વારા લક્ષપ્રાપ્તિ સરળ બનશે. ચિંતા હળવી બને. ખર્ચ નો પ્રસંગ ટાળજો. કાર્ય સફળતા મળશે. પ્રવાસ ની યોજના સાકાર થાય. સ્નેહી થી મદદ.

7. તુલા (Libra): ભાગ્દેવી નો સાથ ધાર્યો હોય તેવો ન મળે તેથી પુરુષાર્થ પર વિશ્વાસ રાખજો. વિવાદ અટકાવજો. અકલ્પનીય સંજોગો આવે તો પણ હિંમત પૂર્વક સામનો કરી શકશો. ખર્ચનો ઉકેલ મળે. આપના આદર્યા અધૂરા ન રહી જાય તે માટે સક્રિય રહેજો. નાણાભીડ. વિવાદ અટકાવજો.

8. વૃશ્ચિક (Scorpio): સ્વજન સાથે ના વૈચારિક ઘર્ષણ નિવારવા સલાહ છે જેથી સંવાદિતા નું વાતાવણ સર્જાશે. અપેક્ષાઓ અધુરી રહેતી લાગે. નાણાકીય સંજોગો કઠિન જણાશે. વિવાદથી દુર રહેજો. આધ્યાત્મિકતા દ્વારા શાંતિ અને સફળતા જણાય. વિરોધી પાછા પડે. લાભ ની તક.

9.ધન (Sagittarius): અંતરાયોને દુર કરી શકશો. સામાજિક પ્રવૃત્તિઓ માટે સાનુકુળ. લાભ વિલંબ માં પડતો લાગે. લોભ- લાલચ થી દુર રહીને ગણતરી પૂર્વક ના પગલાં થી લાભ ઉભો કરી શકશો. તબિયત નરમ રહે. માનસિક તણાવ માંથી મુક્તિ મેળવવાના પ્રયત્નો ફળશે. નાણાકીય ચિંતા દુર થાય.

10. મકર(Capricorn): આપના હાથ ધરેલા કાર્યોને આગળ ધપાવવાની તકો સર્જાય. મહત્વના નિર્ણયો લઇ શકાય. સહકાર અને સંવાદ થી જ લાભની પ્રાપ્તિ. ગૃહજીવન ના કાર્ય થઇ શકે. મહત્વ ની મુલાકાત. લોભ- લાલચ થી દુર રહી ચાલવા સલાહ છે. કૌટુંબિક બાબત અંગે સાનુકુળતા. પ્રવાસ.

11. કુંભ (Aquarius): વ્યાવસાયિક બાબત અંગેના તમારા પ્રયત્નો સફળ થતાં જણાશે. સ્વજનો થી સંબંધ બગડે નહી તે જોજો. અંતકારણમાં ઉદ્રેગ હશે. તો દુર થાય. આશાનો સંચાર થાય. મહત્વ ની મુલાકાત સફળ થાય. વધુ પડતા આત્મવિશ્વાસ અને હિંમત થી સાહસ હિતાવહ નથી. ધીરજ- શાંતિ જરૂરી.

12. મીન (Pisces): આપની મુશ્કેલીઓ હળવી થતી જણાય. પ્રવાસમાં વિલંબ નો અનુભવ. લાભની આશા ફળીભૂત થવામાં વિલંબ જોવાય તો નિરાશ થયા વિના પ્રયત્નો ચાલુ રાખજો. આપના પ્રયત્નો સફળ થતાં જોઈ શકાય. ગૃહજીવન ના પ્રશ્નો હલ થતાં લાગે. ખર્ચ- ખરીદી નો પ્રસંગ.

Author: વિશાલ શાસ્ત્રી (GujjuRocks Team)
દરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ ..😊

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here