26 August 2018 રક્ષાબંધન, રાખી બાંધવા માટેનો શુભ તિથિ, શુભ મુહૂર્ત.

0

કહેવાય છે કે કોઈપણ કાર્યની શરૂઆત જો સારા મુહૂર્તમાં કરવામાં આવે તો સારું પરિણામ મળે છે. ભાઈ બહેનનો નિસ્વાર્થ પ્રેમ અભિવ્યક્તિ શ્રાવણ મહિનાની પહેલી પૂનમના દિવસે રક્ષાબંધન રૂપમાં કરવામાં આવે છે.
શાસ્ત્ર અનુસાર શ્રાવણની પૂનમ 26 august 2018 ના દિવસે આવશે. બધી જ બહેનો પોતાના ભાઈના હાથમાં રાખડી બાંધે છે અને તેમના ઉજવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરે છે.
ભાઈ પણ પોતાની બહેનને સ્નેહપૂર્વક ભેટ આપે છે અને તેમની રક્ષા માટેનું વચન લે છે.
રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવા માટે અલગ-અલગ મંતવ્ય હોય છે, કેમ કે તે દિવસે ભદ્રા હોય છે પરંતુ 2018 26 ઓગસ્ટના દિવસે આવનાર રક્ષાબંધનમાં કોઈ ભદ્રા નથી. હવે આપણે રક્ષાબંધનની તિથિ અને મુહૂર્ત વિશે જાણીશું..

આવો વાત કરીએ રક્ષાબંધનના દિવસ ના શુભ મુહૂર્ત જ્યોતિષશાસ્ત્ર અનુસાર પૂનમનો દિવસ 25 august બપોરે ત્રણ વાગે શરૂ થઈ જશે અને 26 august 5:00 વાગે સાંજે પૂર્ણ થશે.

જોકે ભાઈના હાથે રાખડી બાંધવા માટે કોઈ અશુભ સમય ના હોય, પરંતુ શાસ્ત્ર અનુસાર પ્રત્યેક શુભ કાર્ય કરવા માટે શુભ મુહૂર્ત નિર્ધારિત કરવામાં આવ્યો છે. રક્ષાબંધન ની તિથિ 2018માં 26 ઓગસ્ટ રવિવારના દિવસે ઉજવવામાં આવશે.

રક્ષાબંધન માટે નું શુભ મુહૂર્ત..

રક્ષાબંધનનું શુભમુહૂર્ત 26 ઓગસ્ટ સવારે 7:43 મિનિટ થી બપોરે 12: 28 મિનિટ સુધી રહેશે. ત્યાર પછી 2:03 મિનિટે બપોરથી 3: 38 મિનિટ સુધી રાખડી બાંધવા માટેનો શુભ સમય છે.

5:25 પૂર્ણિમા તિથિ પૂરી થાય છે. પરંતુ સૂર્યોદય વ્યાપી ની તિથિ ને લીધે રાતના સમયે પણ રાખડી બાંધી શકાશે.

રક્ષાબંધનનો તહેવાર બધાં જ તહેવારોમાં ભાઈ બહેન માટે નો પહેલો તહેવાર છે. તો ચાલો જાણીએ કે ભાઈ-બહેનના પ્રેમને આ ખાસ દિવસે પૂજા કરીને કેવી રીતે મજબૂત બનાવી શકાય. જોઈએ પૂજાની સામગ્રી…
ભાઈ માટે રાખડી તિલક કરવા માટે કુમકુમ અને ચોખા નારીયેલ, મીઠાઈ, માથા ઉપર રાખવા માટેના નો રૂમાલ, આરતી અને દીપક આ બધી જ વસ્તુ થી થાળીને સજાવી. રાખડી બાંધતી વખતે ભાઈની લાંબુ આયુષ્ય અને પ્રસન્નતા માટે પ્રાર્થના કરવી.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!