આવતા મહિને Dec માં 251 દીકરીઓના લગ્નનો તમામ ખર્ચ ઉપાડશે સુરતના મહેશભાઈ સવાણી


ગઈકાલે એક કાર્યક્રમમાં શ્રી મહેશભાઈ સવાણીને મળવાનું થયું. આ એ મહેશભાઈ સવાણી જે દર વર્ષે પિતા વગરની દીકરીઓને પરણાવે છે અને લગ્ન કરાવ્યા બાદ એક પિતા તરીકે દીકરીની બધી જવાબદારીઓ પણ નિભાવે છે. લગ્નમાં દરેક દીકરીને 5 તોલા સોનુ અને બહુ મોટો કરિયાવર પણ આપે છે જેના વિષે અગાઉ હું લખી ચૂક્યો છું.આ વર્ષે શ્રી મહેશભાઈ 24મી ડિસેમ્બર 2017ના રોજ બીજી 251 દીકરીઓને પરણાવવાના. જ્યારે લગ્ન માટેના ફોર્મ ભરવાના ચાલુ કર્યા ત્યારે માત્ર ગણતરીના દિવસોમાં જ 600 કરતા વધુ ફોર્મ ભરાઈ ગયા. હવે આ 600 દિકરીઓમાંથી કઈ 251 દીકરીઓ પસંદ કરવી એ દ્વિધા આવીને ઉભી રહી!.

તમામ 600 દીકરીઓના લગ્ન વ્યવસ્થાની રીતે અને આર્થિક રીતે પણ શક્ય ના બને કારણકે દીકરી પરણાવવાથી જ મહેશભાઈની જવાબદારી પૂરી નથી થતી દીકરીને ત્યાં વાર તહેવારે પિતાની જેમ જવાનું અને દીકરીને ત્યાં બાળક અવતરે ત્યારે બાળકના નાના તરીકે જિયાણું પણ કરવાનું. જો દીકરીની આર્થિક પરિસ્થિતિ સારી ના હોય તો એના સંતાનોના અભ્યાસનો અને એના પરિવારનો મેડિકલનો પણ બધો ખર્ચ ઉપાડવાનો એટલે 600 દીકરીઓના લગ્ન કરાવી આપવા શક્ય નહોતા.

આ 600 દીકરીમાંથી 251 દીકરીઓને પસંદ કરવા માટે એના કુટુંબનો ઇતિહાસ તપાસવામાં આવ્યો. જે દીકરીઓના પિતા, માતા અને ભાઈ કોઈ જ ના હોય અને દાદા દાદી કે બીજા કોઈ સગાંસંબંધી સાથે રહેતી હોય એવી દીકરીઓને પ્રથમ પસંદ કરવામાં આવી. આવિ 48 દીકરીઓ હતી જેના પરિવારમાં માતા,પિતા કે ભાઈ કોઈ જ નહોતું. ત્યારબાદ એવી દીકરીઓ પસંદ કરવામાં આવી જેના પરિવારમાં માત્ર એની માતા હોય પણ કોઈ ભાઈ ના હોય મતલબ કે પરિવારમાં કોઈ પુરુષ ના હોય બધી જ મહિલાઓ હોય આવી 118 દીકરીઓ હતી જેના પરિવારમાં પિતા કે ભાઈનું છત્ર નહોતું.

ત્યારબાદ એવા પરિવારોને પસંદ કરવામાં આવ્યા જ્યાં દીકરીને ભાઈ હોય પણ દીકરી કરતા નાની ઉંમરનો હોય. મતલબ કે ભાઈ એટલો નાનો હોય કે જે લગ્નની જવાબદારી ઉપાડી શકે તેમ ના હોય એવી દીકરીઓને ત્રીજા રાઉન્ડમાં પસંદ કરવામાં આવી. આમ કૂલ મળીને 251 દીકરીઓના એકસાથે લગ્ન થશે.

આ લગ્ન પાછળ અને લગ્ન પછીની બીજી જવાબદારીઓ નિભાવવા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે અને શ્રી મહેશભાઈ હસતા હસતા આ બધો જ ખર્ચો ઉપાડી લે છે. કમાતા તો ઘણા હોય પણ યોગ્ય માર્ગે વાપરવાનું બહુ ઓછાને આવડતું હોય છે.

 

ચાલો મિત્રો થોડું જાણીએ, સવાણી ગ્રુપ અને મહેશ સવાણી વિષે ….

૩ નવેમ્બર ૧૯૭૦ના રોજ જન્મેલા મહેશ સવાણીએ ડિપ્લોમાં સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. હાલ તેઓ ડાયમંડ, રિયલ એસ્ટેટ અને શિક્ષણના ક્ષેત્રોમાં કાર્ય કરી રહ્યાં છે. મહેશભાઈને સંતાનમાં કોઈ દીકરી નથી. જેની પિડાથી તેઓએ પિતા વગરની દીકરીઓના લગ્ન કરાવવાનું બીડું ઝડપ્યું છે. વ્યવસાયની સાથે સમાજ સેવા કરી શકાય તે હેતુથી વડીલ વંદના અને દીકરીઓના લગ્ન બાદની તમામ જવાબદારી પણ મહેશ સવાણી અને ગૃપ દ્વારા ઉપાડવામાં આવે છે.વિવિધ સેવાકિય પ્રવૃતિ બદલ મહેશ સવાણી અને પીપી સવાણી ગૃપનું લાસવેગાસમાં એવોર્ડ દ્વારા સન્માન પણ થયુ હતું.

 

લાગણીના વાવેતર સમૂહ લગ્નમાં ૩ દીકરીઓ મુસ્લિમ હોવાથી તેમના નિકાહ પઢવામાં આવશે. દરમિયાન ૨૯મી નવેમ્બરના રોજ મહેંદી રશમ અને રાત્રે સંગીત સંધ્યાના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મહેશ સવાણી આ તમામ દીકરીઓના પાલકપિતા બની તમામને પાંચ લાખ રૃપિયાનું કરિયાવર ભેટમાં આપશે. આ ઉપરાંત માંગલિક પ્રસંગની સાથે સમાજ પ્રત્યેની જવાબદારી અદા કરવામાં આવી રહી છે.

મહેશ સવાણીનું પી.પી. સવાણી ગૃપ અનેક સેવાકિય કાર્યો કરે છે

મહેશ સવાણી અને તેનો પરિવાર પી.પી. સવાણી ગૃપમાં છે. આ ગૃપ દ્વારા રિયલ એસ્ટેટની સાથે સાથે શહેરમાં શાળાઓ જેવી કે ગુજરાતી હિન્દી અને ઈંગ્લિશ મિડીયમની શાળાઓ ચલાવે છે. આ સાથે પી.પી. સવાણી હાર્ટ ઈન્ટિટ્યુટ પણ ચલાવવામાં આવે છે. હાર્ટ ઈન્ટિટ્યુટમાં ગરીબ દર્દીઓને વાજબી ભાવે હાર્ટ સર્જરી કરાવી આપવામાં આવે છે.

દીકરીઓના લગ્ન કરાવનારા મહેશ સવાણી કારના શોખિન છે. તેમની પાસે ઓલરેડી આંઠ લક્ઝુરિયસ કાર છે. કારના શોખીન મહેશભાઇ પાસે એક કાર પાંચ કરોડની પણ છે. દર વર્ષે તેમના લક્ઝુરિયસ કારના કાફલામાં ઉમેરો કરતાં મહેશ સવાણીએ ગતવર્ષે એક મોંઘીદાટ કાર લીધી હતી. તેમના દીકરાને બીએમડબલ્યુની ફાઇવ સિરિઝ કાર લેવી હતી એટલે ગત વર્ષે એમણે આ કાર લીધી હતી.

સૌરાષ્ટ્રથી સુરત આવી હીરાના વ્યવસાયમાં જોડાયેલા વલ્લભભાઈ સવાણી શહેરમાં વલ્લભ ટોપીના નામથી ઓળખાય છે. વલ્લભભાઈએ સુરતમાં હીરા વ્યવસાયથી રિયલ એસ્ટેટમાં ઝંપલાવ્યું અને અઢળક સફળતાની સાથે કમાણી કરી. આજે વલ્લલભાઈનો તમામ કામ તેમના દીકરાઓ સંભાળી રહ્યાં છે. જેમાં પી.પી. સવાણી ગૃપનું સંચાલન મહેશ સવાણી કરી છે. પિતા દ્વારા શરૂ કરવામાં આવેલી સમાજ સેવાના કાર્ય મહેશભાઈ તેમનાથી બમણા કરી રહ્યાં છે. દરવર્ષે પિતાવિહોણી દીકરીઓના નાતજાતના ભેદભાવ વગર લગ્નો કરાવે છે. આ ઉપરાંત વડીલ વંદનાના કાર્યક્રમો. વડીલોને કોઈજાતની તકલીફ ન પડે તે માટે પણ તેઓ દરરોજ શહેરમાં બસ દોડાવી નિઃશુલ્ક રીતે વડીલોને તેમના ફાર્મ હાઉસ લઈ જાય છે. અને ત્યાં આખો દિવસ ચા-નાસ્તો જમવાની વ્યવસ્થા કરી આપે છે.

સવાણી પરિવાર દ્વારા શહેરમાં છેલ્લા ૧૦ વર્ષોથી માં અંબાની આરાધનાનું પર્વ નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે. પ્રાચીન અને અર્વાચિન ગરબા ઉત્સવમાં શહેરભરના લોકો હરખભેર જોડાય છે. આ કાર્યક્રમમાં મહેશ સવાણી અને તેનો પરિવાર દરરોજ હાજર રહે છે. નવરાત્રીમાં વિજેતા ખેલૈયાઓને મહેશ સવાણી અને તેના પરિવારના સભ્યો પોતાના હાથથી ઈનામની વહેંચણી કરતાં હોય છે.

પ્લેનમેન મીડિયા પ્રાઈવેટ લિમિટેડ દ્વારા પ્રતિવર્ષ રાષ્ટ્રના નવનિર્માણ માટે અને દેશને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવવા માટે પ્રયત્નશીલ રહી અનોખું કાર્ય કરી સમાજમાં પરિવર્તનના બીજ રોપનાર વ્યક્તિને ઈન્ડિયન પાવર બ્રાન્ડ એવોર્ડ, પાવર બ્રાન્ડ રાઈઝીંગ સ્ટાર એવોર્ડ, સ્ટાર રીયલ્ટી એવોર્ડ અને ઈન્સ્પિરેશનલ લીડર ઓફ ન્યૂ ઈન્ડિયા એવોર્ડ એવા ચાર એવોર્ડ દરવર્ષે આપવામાં આવે છે. ત્યારે ગત વર્ષે બે એવોર્ડ મહેશ સવાણીને આપવામાં આવ્યાં હતાં. પ્લેનમેન મીડિયા દ્વારા ઈન્ડિયન પાવર બ્રાન્ડ પી.પી. સવાણી ગૃપને ઈન્સ્પિરેશનલ લીડર ઓફ ન્યૂ ઈન્ડિયા અને મહેશ સવાણીને એવોર્ડ મળ્યો હતો. આ એવોર્ડ લાસ વેગાસના મેયર તેમજ દેશ વિદેશની ખ્યાતનામ હસ્તિઓના હસ્તે મહેશ સવાણીને આપવામાં આવ્યો હતો.

લેખક : શૈલેશ સગપરીયા અને દિવ્ય ભાસ્કર

16 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?
દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો જય જય ગરવી ગુજરાત, જય ભારત

What's Your Reaction?

Wao Wao
1
Wao
Love Love
2
Love
LOL LOL
2
LOL
Omg Omg
1
Omg
Cry Cry
1
Cry
Cute Cute
1
Cute

આવતા મહિને Dec માં 251 દીકરીઓના લગ્નનો તમામ ખર્ચ ઉપાડશે સુરતના મહેશભાઈ સવાણી

log in

reset password

Back to
log in
error: