૨૫ મે,૨૦૧૮નું રાશિફળ.. જાણો આજે તમારો દિવસ કેવો રહેશે..

0

1. મેષ (Aries): લાભ ની તક દેખાશે. કાર્ય સફળતા નો અનુભવ થાય. પ્રવાસ સફળ થાય.  આધાર અને સહકાર દ્વારા પ્રગતિની તક ઉદ્ભવે. ગૃહવિવાદ માં મનદુઃખ નો પ્રસંગ. સમયનો સાથ મેળવી શકશો અને આપના મનની મુરાદો ને બર લાવવા પ્રયત્નો ચાલુ કરી દેજો..2.વૃષભ (Taurus): ધીરજ ના ફળ મીઠા મળે. આરોગ્ય અંગે ચિંતા રહે. મહત્વ ની મુલાકાત સફળ થાય. આપની મહત્વની કામગીરી અંગે સંજોગો નો સાથ રહે. સ્વભાવ ને સમાધાનકારી રાખજો. આપના પ્રયત્નો ફળદાયી બનતાં જણાય. ખર્ચ- ખરીદી પર અંકુશ રાખજો. તબિયત સુધરતી જણાય

 

3. મિથુન (Gemini): આપના વ્યવસાયિક પ્રશ્નો ગૂંચવાતા લાગે. નાણાકીય તંગી નો અનુભવ થાય. સંતાન થી સાનુકુળતા. અકારણ સમસ્યા અને તણાવ નો પ્રસંગ આખરે શાંતિ- સમાધાન. પ્રવાસ અંગે ખર્ચ રહે. સ્વજનો થી મતભેદ ટાળીને તમે સંવાદિતા સર્જી શકશો. લાભ કરતાં વ્યય વધવાનો સંભવ.

4. કર્ક (Cancer): નોકરિયાત ને મહત્વની તક મળે. સંપતિ ના કામ આગળ વધે. મિત્રો ઉપયોગી થાય. આપના હાથ ધરેલા કાર્યો આડેના વિધ્નો ને પાર કરી શકશો. ‘સમય વર્તે સાવધાન’ એ ઉક્તિ ને અનુસરવા થી કષ્ટ અટકે. નાણાભીડ ની મૂંઝવણ નો ઉકેલ મળે.
5. સિંહ (Lio): સાનુકુળ તક ઊભી થાય. અંતરાયને પાર કરી શકશો. ભાગીદારી થી મતભેદ. મૂંઝવણો  માંથી માર્ગ મેળવી શકશો. લાભદાયી તક. પ્રગતિકારક કાર્યરચના. સંપતિના કામ થાય. આપના મહત્વના કામકાજ અંગે કોઈ ની મદદ આવી મળે. સંજોગો ઉપયોગી બને.
6. કન્યા (Virgo): લાભની તક મળે. વિધ્ન માંથી માર્ગ મળે. પ્રવાસ અંગે ધાર્યું ન થાય. વિશ્વાસે રહેવાથી નિરાશા જણાય.મ મહત્વના કાર્ય. મિલન- મુલાકાત અંગે સાનુકુળતા. તબિયત સાચવવી. આપની માનસિક સ્વસ્થતા ને ટકાવી લેજો. પ્રતિકુળતા માંથી બહાર આવી શકશો.

7. તુલા (Libra): મંજિલ ને પામવાની તાલાવેલી સાથે કર્મની શક્તિ જરૂરી સમજજો. ખર્ચ અટકાવજો. સ્નેહી- મિત્રથી સંયોગ. સ્વજન કે જીદ નો પ્રશ્ન બનાવ્યા વિના ચાલશો તો કાર્ય સફળતા સામે આવતી જોવા મળે. ડગમગતી જણાતી જીવનનાવ આત્મબળના હલેસા વડે સમતોલ રાખશો, ચિંતાથી બહાર આવી શકશો.

8. વૃશ્ચિક (Scorpio): સતર્કતા અને પુરુસાર્થ દ્વારા કપરા કામને પણ સરળ બનાવી શકશો. સ્વજનની મદદ. નાણાભીડ દુર થાય. માનસિક અશાંતિ હળવી બને. તબિયત સાચવજો. નાણાકીય સહાય ઊભી થતી લાગે.ઈશ્વરીય કે અવ્યવસાયિક શક્તિ ના બળે આત્મવિશ્વાસ પ્રાપ્ત કરી કામ કરવાથી સફળતાની બારી ખુલશે.

9.ધન (Sagittarius): કોઈના પરનો વધુ પડતો ભરોસો અને શ્રધ્ધા રાખવાના બદલે આત્મનિર્ભર હશો તો લાભની તાલ મેળવી શકશો. અશાંતિ ના વાદળો હટતા જણાય. આર્થિક મુશ્કેલી માંથી બહાર આવવાનો માર્ગ મળી આવે. મિત્ર ની મદદ. વ્યવસાયિક ય અન્ય કોઈ કામગીરી અંગે સંજોગો સાનુકુળ થતાં જણાય. સ્નેહી નો સહકાર.

10. મકર(Capricorn): સમય સંજોગો અને વ્યક્તિ ને સમજી ને ચાલવાથી સરળતા અને સફળતા જણાશે. ધીરજ અને પ્રયત્નો ને છોડવા સલાહ. આ માટે તમે ઇષ્ટ ફળ મેળવી શકશો. લોભ- લાલચ માં પડશો નહી. ગણતરી બહારના સાહસ ન કરવા. વિધ્ન- વિલંબ, ચકમક નો પ્રસંગ.


11. કુંભ (Aquarius): સંજોગના રમકડા બનવા કરતા સંજોગ ને રમકડું સમજી ને કાર્ય કરશો તો ફળ આવી મળે. પ્રવાસ, ખર્ચ. સાનુકુળતા અને સફળતા ની ઈચ્છા અધુરી ન રહે તે માટે તક ઝડપી લેજો. પ્રવાસ અને ખર્ચ જણાય. આપના ગૂંચવાયેલા કાર્ય અંગે સફળતા ના સંકેતો સાંપડશે. તબિયત ની કાળજી લેશો તો ચિંતા દુર થાય.

12. મીન (Pisces): સ્વસ્થતા અને સમતોલન જાળવી  રાખીને કાર્ય કરશો તો અવશ્ય ઇષ્ટ ફળ આવી મળે. વિવાદ અટકાવજો. આપના નોકરી- ધંધા કે ઘર ના કામકાજ અંગે સાનુકુળ સંજોગ. મિત્ર થી મુલાકાત. પારકી આશ સદા નિરાશ ઉક્તિ ને ધ્યાન માં લઇ આપબળે કામ કરવાનું યોગ્ય માનજો.

Author: વિશાલ શાસ્ત્રી (GujjuRocks Team)
દરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ ..😊

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here