25 ઓગસ્ટ 2018, રાશિ ભવિષ્ય – આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે વાંચો ખાસ…

0

1. મેષ – અ,લ,ઈ (Aries): દરરોજના પ્રમાણે આજનો દિવસ થોડો વધુ થકવી દેનારો સાબિત થશે. જીવનસાથી તરફથી અમુક માંગણીના કારણે થોડી આર્થિક તકલીફ થશે. સંતાનોને પ્રેમથી સમજાવો તેમના પર કરેલો ગુસ્સો તમારા સ્વાસ્થ્ય પર અસર કરશે. જો લાંબી મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો તો થોડી સાવચેતી સાથે મુસાફરી કરજો. તમારો સમાન ચોરી થવાના યોગ છે. કિંમતી વસ્તુઓને સાથે રાખશો નહિ.
શુભ અંક : ૨
શુભ રંગ : ગુલાબી

2.વૃષભ – બ,વ,ઉ (Taurus):  લોકો ઉપર બહુ જલદી ભરોસો ના કરવાના સ્વભાવના કારણે તમને મુશ્કેલી થશે. તમારા જીવનસાથી તરફથી જોઈતો સહયોગ નહિ મળે. મિત્રો સાથે તમારી મુશ્કેલીઓ શેર કરો ત્યારે ભૂલથી તમારી કોઈ ખાનગી વાત જાહેર ના થાય તેની તકેદારી રાખજો. ઓફિસમાં આજે તમે આપેલી સલાહથી તમારા ઉપરી અધિકારી ખુશ થશે અને તમને અનેક નવા પ્રોજેક્ટ મળી શકશે.
શુભ અંક : ૧
શુભ રંગ : પીળો

3. મિથુન – ક,છ,ઘ (Gemini):  આજે તમારે અલગ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે પણ તમારે એવી પરિસ્થતિમાં ઉગ્ર થવાનું નથી ખૂબ ધીરજ અને સમજદારીથી એ સમસ્યાને સુલાજાવવાની છે. તમારો મિલનસાર સ્વભાવ આજે તમને વધુ તકલીફ આપશે. બધા વ્યક્તિઓ એકસરખા નથી હોતા કોઈપણ વ્યક્તિને તમારી અંગત વાતો જણાવતા પહેલા એ વ્યક્તિ કેવી છે એની તપાસ કરો. કામની ચિંતામાં આજે તમે તમારા જીવનસાથીને યોગ્ય સમય નહિ આપી શકો જેનાથી તમારે તેમની નારાજગીનો સામનો કરવો પડશે. સાંજે ઘરે જતા જીવનસાથી માટે સુંદર ગુલાબ લઈને જાવ. આજે તમારે તમારા દરેક વિચાર ઓફિસમાં જણાવવાની જરૂરત નથી.
શુભ અંક : ૮
શુભ રંગ : આસમાની

4. કર્ક – ડ,હ (Cancer):  સમયથી કિમતી બીજું કશું જ નથી અને આજનો સમય તમારી માટે શુભ છે આજે તમે જે પણ સારા કાર્ય કરશો એમાં ઈશ્વરની મંજુરી હશે માટે કોઈપણ પ્રકારની ચિંતા કર્યા વગર આગળ વધો. આજે સાંજનો સૂર્યાસ્તનો સમય પ્રેમ પ્રસ્તાવ માટે સૌથી યોગ્ય છે તો પછી આજે તમારી લાગણીઓને એ ખાસ વ્યક્તિ સમક્ષ મુકો. આજે આર્થિક લાભ માટે નાનકડી મુસાફરી કરવાનું બની શકે છે. સાંજે તમને સરપ્રાઈઝ મળવાના પણ યોગ બની રહ્યા છે.
શુભ અંક : ૩
શુભ રંગ : ગુલાબી

5. સિંહ – મ,ટ (Lio): આજનો દિવસ પરિવાર સાથે વિતાવવાનો દિવસ છે. આજે બને એટલો સમય નાના બાળકો સાથે વિતાવો આમ કરવાથી તમારું મન પ્રફુલિત રહેશે. આજે તમારી ઓફિસમાં તામ્ર કામથી અનેક લોકો તમારાથી ઈમ્પ્રેશ થઇ જશે. તમારા પરિવારમાં આજે ખુશીના સમાચાર આવશે. તમારા વાતો અને વ્યવહારથી તમારી આસપાસના દરેક લોકો તમારાથી ખુશ થશે.
શુભ અંક : ૧
શુભ રંગ : સફેદ

6. કન્યા – પ,ઠ,ણ (Virgo): આજે તમારી સામે પૈસા કમાવવા માટેની અનેક તકો ઉભી થશે અને તેમાં તમને તમારો ફાયદો પણ દેખાશે પણ કોઈપણ પ્લાન કે સ્કીમમાં પૈસાનું રોકાણ કરો તે પહેલા તેનાથી ભવિષ્યમાં થવા વાળો ફાયદો અને નુકશાન ધ્યાનમાં રાખજો. પરિવારજનો આજે તમને પૂછ્યા વગર કોઈ નિર્ણય લઇ શકે છે પણ તેમાં નુકશાન જવાના યોગ છે તો તેમના દરેક નિર્ણયમાં ધ્યાન આપો. વડીલોની તબિયત આજે બગડી શકે છે. કોઈ જુના મિત્ર સાથે કોઈ અણબનાવ બન્યો હોય તો તેને મનાવી લો. આજનો દિવસ મિશ્ર લાગણી વાળો રહેશે.
શુભ અંક : ૮
શુભ રંગ : નારંગી

7. તુલા – ર,ત (Libra):  આજે પૈસા બનાવવા માટેની તક સામેથી આવશે પણ પુરતી ચકાસણી કર્યા વગર કોઈપણ પ્રકારનું રોકાણ કરશો નહિ. આજે સંતાનોના કારણે તમારી ચિંતામાં વધારો થશે. આજે ઘરમાંથી કોઈની તબિયત પર વાતાવરણના લીધે અસર વર્તાશે તો તેમની સાથે રહીને તેમને તમારા પ્રેમની હૂંફ આપો. આજે થોડો ફાલતું અને નકામી વસ્તુ પાછળ પૈસાનો ખર્ચ થશે. કોઈપણ પ્રકારની ભાગીદારીથી દૂર રહો એ તમારા ભવિષ્યને માટે યોગ્ય નથી. આજે તમારા જીવનસાથીનું હૃદય તમે અજાણતા દુભાવી ના બેસો તેની તકેદારી રાખો.
શુભ અંક : ૨
શુભ રંગ : લાલ

8. વૃષિક – ન,ય(Scorpio): આજે તમારા દ્વારા બનાવેલા કોઈ પ્રોજેક્ટને રિજેક્ટ કરવામાં આવશે તો તેને કોઈ ઉપરી અધિકારીને બતાવવા પહેલા જાતે ચકાસી લો. આજે સ્થાયી મિલકત લેવાના સારા પ્લાન અને સ્કીમ તમારી સામે આવશે પણ તેનાથી તમે આકર્ષિત થઈને ઉતાવળે નિર્ણય કરતા નહિ, બધી બાબતોની પુરતી ચકાસણી કરવી જરૂરી છે. આજે પરિવાર તરફથી તમને પુરતો સપોર્ટ મળશે. જે મિત્રો કોઈને પ્રેમ કરે છે અને પ્રપોઝ કરવા માટેની તૈયારી કરી રહ્યા છે તો તેમના માટે આજનો દિવસ ખુબ સારો છે. આજે તમે જે પણ સારું કાર્ય કરશો એમાં ઈશ્વર તામ્રી સાથે જ છે.
શુભ અંક : ૪
શુભ રંગ : ગ્રે

9.ધન – ભ, ધ, ફ, ઢ
(Sagittarius):
આજે સવારથી તમારું મન વ્યાકુળ રહેશે અને નાની નાની શારીરિક તકલીફ રહેશે. જેના લીધે આજે કોઈપણ કામમાં તમારું મન લાગશે નહિ. નાના બાળકો આજે તમને ખુશ કરી શકશે તો આજે બાળકો સાથે સમય વિતાવો. આજે કોઈપણ ટેસ્ટી અને તીખું તળેલું ખાતા પહેલા તમારા સ્વાસ્થ્યનો વિચાર કરજો. નાની નાની વાતોને લઈને આજે તમારે ગુસ્સે થવાનું નથી નહીતો માથાનો સખત દુખાવો થઇ શકે છે. આજે તમને કોણ તમારી સાચી કેર કરે છે એ તમને ખબર પડશે. જીવનસાથી સાથે ચાલતા અણબનાવનો આજે અંત આવશે.
શુભ અંક : ૧
શુભ રંગ : આસમાની

10. મકર – જ, ખ
(Capricorn): 
આજે તબિયત થોડી નરમ ગરમ રહી શકે છે. નિયમિત કસરત અને ડોક્ટરની મુલાકાત તમને ફ્રેશ કરશે. અએ સંતાનો સાથે સમય વિતાવો તેમની ભણવામાં મદદ કરો. આજે કોઈ જુના મિત્રને અચાનક મળવાનું થશે. મિત્રો સાથેની મુલાકાત તમારો દિવસ બનાવી દેશે. આજે તમે ધારેલી સફળતા નહિ મેળવી શકો પણ તેનાથી નિરાશ થવાનું નથી. મનોબળ મજબુત રાખીને તમારું કાર્ય કરતા રહો. જીવનસાથી તરફથી તમે વિચાર્યું નહિ હોય એવો પ્રેમ મળશે.
શુભ અંક : ૧
શુભ રંગ : ગુલાબી

11. કુંભ – ગ,શ,સ(Aquarius): આજે દિવસની શરૂઆત તો તમારી ખૂબ સુંદર રહેશે પણ જેમ જેમ દિવસ ચઢતો જશે તેમ તમારું સ્વાસ્થ્ય બગડતું જશે. આજે ખાવા પીવામાં થોડી કાળજી રાખો. ઓફિસમાં આજે તમારી સાથે દરેક લોકો સારું વર્તન કરશે. તમારે આજે થોડી મહેનત કરવી પડશે પણ એ મહેનતનું ફળ તમને યોગ્ય સમયે યોગ્ય રીતે મળી રહેશે. અફવાઓથી બચીને રહો. આજે દિવસનો અંતિમ ભાગ પરિવાર સાથે વિતાવો તમારા આખા દિવસનો થાક ઉતરી જશે. આજે બપોરનો સમય તમારા નવા કાર્ય માટે યોગ્ય રહેશે.
શુભ અંક : ૭
શુભ રંગ : પીળો

12. મીન – દ,ચ,જ,થ(Pisces): આજે જો કોઈ તમારી પાસે પૈસાની માંગણી કરે તો તેને નકારી દેજો નહિ તો તમારા પૈસા ડૂબી જવાના યોગ છે. નાના બાળકોને લાડ લડાવો. આજે કોઈ બહારની વ્યક્તિ તમારા ઘરમાં આવીને અશાંતિ ના સર્જે એની તકેદારી રાખજો. પરિવાર સિવાયના લોકો પર બહુ ભરોસો કરવો નહિ તેઓને તમારા ઘરની શાંતિ અને પ્રેમ જોઇને ઈર્ષા આવશે તો ઘરની દરેક વાત બહાર કરવી નહિ.
શુભ અંક : ૫
શુભ રંગ : આસમાની

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

૧. આ વર્ષની શરૂઆત શ્રાવણના મહિનાથી થઇ રહી છે તો આ વર્ષે તમે બને એટલું દાન ધર્મ કરો જેના કારણે તમારા પરિવારમાં પ્રેમ અને સ્નેહનું વાતાવરણ બની રહેશે. તમારા પરિવારના સંબંધો તમને આગળ વધવા માટે અનેરું જોમ પૂરું પડશે.

૨. આ વર્ષે તમારે તમારા શંકાશીલ સ્વભાવમાં થોડો બદલાવ લાવવાનો છે. જો તમે આગળ વધવા અમ્ન્ગો છો તો તમારે તમારા દરેક કાર્યમાં તમારા સાથી કર્મચારીને સાથે રાખીને કાર્ય કરો, જયારે કોઈ મહત્વના નિર્ણય કરવાના હોય ત્યારે તમારા ઉપરી અધિકારી અને પરિવારજનોની સલાહ લેવાનું રાખજો.

૩. બહુ લાંબી મુસાફરી અને એમાં પણ ટ્રેનમાં મુસાફરીને ટાળવી. મુસાફરીના થાકને કારણે તમને નાની મોટી તકલીફ થઇ શકે છે. મુસાફરી કરવાની આવે તો યોગ્ય દવાઓ અને બધો સમાન સાચવી રાખજો. ચોરીના કારણે નુકશાન થવાની સંભાવના છે.

૪. પૈસા બનાવવા માટેની અનેક તક તમારી સામે આવશે. દરેક વાતો અને માહિતીને પુરતી ચકાસીને તેમાં પૈસા રોક્જો.

૫. આ વર્ષે અનેક મિત્રો તમારા વ્યવહારથી તમારાથી બહુ દુખી થશે. તમારી દરેક ખુશીમાં તમારા મિત્રોને પણ સામેલ કરો. આમ કરવાથી તમારા મિત્રો તમારાથી ખુશ થશે. આ વર્ષે તમારા ઘરમાં ખુશીઓનું સ્વાગત થશે. તમારા દરેક તહેવાર આનંદ અને ખુશીઓથી ભરપુર હશે.

૬. જો તમે ઈચ્છો છો કે ઓફિસમાં બધા તમારાથી ખુશ રહે અને તમારું દરેક કામ સરળતાથી થાય તો તમારે દરેક મિત્રોને સાચવવા પડશે ભૂલથી પણ કોઈનું અપમાન કે મનદુઃખ ના થાય એની તકેદારી રાખજો. આ વર્ષે ઘરમાં પણ તમારી વાણી પર કંટ્રોલ રાખજો.

૭. વર્ષનો અંતિમ ભાગ તમારા માટે શુભ સાબિત થશે. ઘરમાં નાનકડી પૂજા તમને અને તમારા પરિવારજનોને વધુ નજીક લાવશે જો લાંબા સમયથી કોઈ સાથે બોલચાલ બંધ હોય તો આ વર્ષે સામે ચાલીને માફી માંગી લેવી અને સંબંધો સુધારી લેવા.

લેખન : જ્યોતિષ આચાર્ય આનંદ.
ઈશ્વર હમેશા તમારી સાથે જ રહે. અને આપનો આવનારો સમય આજના સમય કરતા પણ સારો રહે તેવી આશા.

આજનો વિચાર :
નિષ્ફળતા એ જ સફળતાની ચાવી છે.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here