25 એવા બિઝનેસ કે જે તમે શરૂ કરી શકો છો માત્ર 10 હજાર રૂપિયામાં…કમાણી થશે લાખો ની

0

બિઝનેસ એક એવો વ્યવસાય છે કે જેનો ક્રેઝ લોકોમાં દરેક જમાનામાં રહ્યો છે ..પાછલા વર્ષોમાં ભારતમાં બહુ બધા યુવાનો નોકરી છોડીને સ્ટાર્ટઅપ શરૂ પોતાનો બિઝનેસ શરૂ કર્યો છે. અને હોય પણ શું કરવા નહીં બીજાના નીચે કામ કરવું એના કરતાં પોતાની કંપનીના માલિક બનવું શું ખોટું છે..

1.  ટ્રાવેલ એજન્સી 

જ્યારે ભારતમાં એક મધ્યમવર્ગીય પરિવારનો ઉદય થયો, ટ્રાવેલ એજન્સીના બિઝનેસ ખૂબ જ વધ્યો છે . આ બિઝનેસની ખાસિયત એ છે કે તેમાં વધારે ઇન્વેસ્ટમેન્ટ કરવાની જરૂર નથી .. તમે કોઇપણ શહેર કે ગામડામાં રહેતાં હોય તો ઘરેથી જ પોતાનો બિઝનેસ ચલાવી શકો છો.

2.  મોબાઇલ રિચાર્જ શોપ

ભલે online રિચાર્જ થઇ શકે છે ..પરંતુ ભારતમાં મોટાભાગના લોકો રિચાર્જ શોપ ઉપરથી જ રિચાર્જ કરવાનું પસંદ કરે છે. મોટાભાગે મોટી ઉંમરના લોકો બાળકો અને ગૃહિણીઓ આ રીતે રિચાર્જ શોપ ઉપર જઈને મોબાઇલ રીચાર્જ કરાવે છે. સાથે-સાથે ઓનલાઈન સર્વિસ પણ દુકાનમાંથી શરૂ કરી શકો છો..

3.  નાસ્તાની દુકાન:

આ તો ખૂબ જ સદાબહાર business છે આ બિઝનેસમાં  શહેર અને ગામડાં બંનેમાં ખોલી શકાય છે..
તેના માટે શરત એવી જ છે કે ખાવાનું બધાને પસંદ પડે તે રીતે હોવું જોઈએ.. લોકોને એકવાર તમારો ટેસ્ટ ફાવી ગયો તો પછી ફરીથી એ જ ગ્રાહક તમારી પાસે ચોક્કસ આવશે..

4.  ટયુશન / કોચિંગ સેન્ટર:

જો તમે ભણેલા ગણેલા છો અને તમારે પૈસા કમાવા છે.. તો ટ્યુશન ક્લાસીસ એક ખૂબ જ સારો વિકલ્પ છે.. તમે ઈચ્છો તો પોતાના મિત્રોનું ગ્રુપ બનાવીને એક ગ્રુપમાં ક્લાસ શરુ કરી શકો છો ..સૌથી મહત્વની વાત એ છે કે તેને  શરૂ કરવા માટે બહુ મોટા ખર્ચા ની જરૂર નથી..

5.   જ્યુસ: 

આજે દરેક લોકો સ્વસ્થ રહેવા માંગે છે સ્વસ્થ રહેવા માટે જ્યુસ એક સારામાં સારો વિકલ્પ છે.. જ્યુસની shop open કરવા માટે તમારે ફ્રૂટ અને તેનું એક નાનું મશીન ની જરૂર પડશે.. તે હાથેથી ચાલે તેવું અથવા તો વીજળીથી ચાલે તેવું મશીન પણ ઉપલબ્ધ છે..

6.  દરજીકામ

દરજીકામ અને ફેશન ડિઝાઈનનો ખુબ જ નજીકનો સંબંધ છે.. ડીઝાઈનર કપડાં થી લઈને કપડાંનાં ફીટીંગ સુધી બધા જ કામો દરજી કરી શકે છે.. એટલા માટે જ દર્દીને કપડાંનો ડોક્ટર કહેવામાં આવે છે..

7.  બેકરી શોપ

લોકોની આવક વધવાની સાથે તેમની ખાનપાનની આદતો પણ બદલાઈ રહી છે એટલા માટે બેકરી ઉત્પાદનોની ડિમાન્ડ વધી રહી છે પહેલાં જ્યારે બર્થ-ડે હતો ત્યારે બેકરી શોપ ઉપર  લોકો આવતા.. પણ હવે તો નાસ્તા માટે  અને અવનવી પ્રોડક્ટ માટે બેકરી નો લોકો ઉપયોગ કરે છે તેને સર્વ કરવા માટે વધારે પૈસાની જરૂર નથી..

8. બ્લોગિંગ

ડિજિટલ યુગમાં બ્લોગીંગ માંથી પણ પૈસા કમાઈ શકાય છે,  તમારી પાસે જો લખવાની આવડત હોય અને તમારી પાસે ઇન્ટરનેટ ની સુવિધા હોય તો તમે આરામથી બ્લોગિંગ લખીને તેમાંથી પૈસા બનાવી શકો છો..

9.  youtube

આજથી દસ વર્ષ પહેલાં માનવામાં પણ નહોતું આવતું કે ઇન્ટરનેટ દ્વારા કરોડપતિ બની શકાય છે પણ હા આજે આ સંભવ છે.. યુટ્યુબ પર વિડીયો બનાવીને સારા પૈસા કમાઈ શકાય છે.. પણ તે માટે તમારી અંદર ક્રિએટિવ કીડો હોવું જરૂરી છે..

10.  વેડિંગ consultant

હવે એ સમય જતો રહ્યો છે કે જ્યારે લગ્નની બધી જ તૈયારી કરનાર લોકો કરે છે… તમે વેડિંગ consultant બની શકો છો.. તેમાં જે ઘરે લગ્ન પ્રસંગ હોય તેના લગ્નના કાર્યની બધી જ જવાબદારી તમે ઉપાડી લો ડિસ્ટ્રીબ્યુટર સુધી તમારી વાત પહોંચાડવા અને તેમાંથી આવક  મેળવો.. તેનો સરસ એકઝામ્પલ છે એક મૂવી બેન્ડ બાજા અને બારાત જોવાનું ચૂકશો નહીં ..

11.  ટિફિન સર્વિસ

શહેરોમાં જે લોકો એકલા રહેતા હોય તે લોકોને જમવાનુ પ્રોબ્લેમ હોય છે ..જો તમે સારું જમવાનું બનાવી શકો છો તો ટિફિન-સર્વિસ તમારી માટે ખૂબ જ ઉત્તમ વિકલ્પ છે સારી આવક પણ કરી શકાય છે..

13.  ઇવેન્ટ મેનેજમેન્ટ

ઇવેન્ટ મેનેજમેન્ટ આ કામ તમે ઓફીસ પછી પણ કરી શકો છો ..તમારા મજબૂત ટીમ બનાવવાની ક્ષમતા હોય અને તમારું નેટવર્ક ખૂબ જ સ્ટ્રોંગ હોય તો આ બિઝનેસ ખુબ જ મોટા પાયે થઈ શકે છે…

14.  ઓનલાઇન કોર્સ

જો તમારી પાસે ખૂબ જ ટેલેન્ટ છે ભણવામાં ખૂબ હોંશિયાર છો અને સારી રીતે ભણાવી શકો છો તો તમે ઓનલાઇન કોર્સ શરૂ કરી શકો છો.. ઘણા બધા એવા પ્લેટફોર્મ છે કે જે online કોર્સના માધ્યમથી કરોડો રૂપિયાનું ટર્નઓવર કરી રહ્યા છે..

15.  રોડ ના કિનારે બુક ની દુકાન

સાંભળવામાં તો આ બિઝનેસ ખુબ જ નાનો લાગે છે પરંતુ આનો ફાયદો ખૂબ જ વધારે છે રોડના કિનારે દુકાન લગાવવાનું કારણ એ છે કે તમારી પાસે કોઈ હરે નહિ માંગે અને પુસ્તકો સસ્તા હશે એટલા માટે લોકો જલ્દી તેને ખરીદી લેશે..

16. customized જવેલેરી

ઘરેણા ખાલી સોના-ચાંદી હીરાના જ નથી હોતા, આપણા સમાજમાં લાંબા સમયથી દરેક ધાતુના ઘરેણાં અને રત્નો બનાવવામાં આવે છે ..મોતીની મદદથી  customized જ્વેલરી તૈયાર કરી શકાય છે તેને બનાવવા માટે કાચા માલ ખૂબ જ સસ્તામાં મેળવી શકાય છે.. પરંતુ થોડી ટ્રેનિંગની જરૂર છે..

17.  એડવરટાઈઝિંગ કેમ્પેઇન ડેવલપર

આ બિઝનેસ માટે તમારે ટ્રેનિંગની જરૂર પડશે. તેની માટે પોતાની વેબસાઇટ બનાવીને કામ શરૂ કરી શકાય છે..

18.  tea stallઇન્ડિયામાં ગમે તે ઋતુમાં એક ધંધો ક્યારેય પણ down નથી થતો તે છે ચા નો..ખૂબ જ ઓછાં ઈન્વેસ્ટમેન્ટમાં માણસ રાખીને પણ આ કામ શરૂ કરી શકાય છે..

19.  ડાન્સ /મ્યુઝિક સ્કૂલ

જો તમે સંગીત અથવા તો મ્યુઝિકમાં  ખૂબ સારી આવડત ધરાવો છો તો સંગીત અને ડાન્સના ક્લાસ  ખોલી શકો છો..

20.  કુકિંગ ક્લાસ

ગુજરાતની ઘણી બધી સ્ત્રીઓ ખૂબ જ સારી રસોઈ બનાવતી હોય છે.. તેમની આ રસોઈને કૂકિંગ ક્લાસમાં પરિવર્તિત કરી શકાય છે.. અને ઓનલાઇન અને ઓફલાઇન સારી income બનાવી શકાય છે..

21.   અનુવાદક..

જો તમને બે કે તેથી વધારે ભાષા આવડે છે તો તમે અનુવાદકના રૂપમાં ભૂમિકા ભજવી શકો છો અને તેમાંથી income જનરેટ કરી શકો છો..

22. પાલતુ જાનવરોની દેખભાળ કરવી

મોટા લોકોના ત્યાં ની પાલતુ જાનવરો ની દેખભાળ કરવા માટે ત્યાં એક્સપર્ટની જરૂર પડતી હોય છે. તેના માટે તમે આ કામ પણ કરી શકો છો.

23. sports કોચિંગ

આ કામ ફક્ત એવા લોકો જ કરી શકે છે જેને sports વિશે જાણકારી હોય. અમુક સફળ થવાના ખૂબ જ મોંકા છે. પોતાની sports એકેડમી પણ ખોલી શકો છો અને આગળ વધી શકો છો.

24.food truck

આજકાલ બધા ની પાસે સમય ખૂબ ઓછો હોય છે એટલા માટે લોકો મોટા મોટા રેસ્ટોરન્ટ જવાની બદલે સડક પર જ ખાવાનું પસંદ કરતા હોય છે. આ કામને પૂર્ણ કરવા માટે ફૂડ ટ્રક આવી ગઈ છે.આ બિજનેસ ખૂબ જ ફાયદાકારક છે.

25. ટુર ગાઇડ:-

તમારા ઘર કે શહેરની આજુબાજુ કોઈ એવી જગ્યા છે જ્યાં પર્યટન ખૂબ જ સંભાવના હોય ત્યાં પર્યટન માટે લોકો દૂરથી  આવતા હોય  જો તમે ટૂર ગાઇડ બની શકો છો. તેના માટે તમારે વિદેશી ભાષા શીખવવી જરૂરી છે તેમ જ તે જગ્યાની પૂરેપૂરી જાણકારી હોવી જરૂરી છે

લેખન સંકલન : નિશા શાહ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.