24,ઓક્ટોમ્બર 2018, રાશિફળ – બધી જ રાશિઓ માટે, ધન રાશિના જાતકો ખાસ વાંચો…

0

1. મેષ – અ,લ,ઈ (Aries): આજે તમારે વધારાના અને નકામા કામમાં તમારી શક્તિ વાપરવાની નથી. એના કારણે તમારો સમય પણ વેસ્ટ થશે અને તમારી મહેનત પણ નકામી જશે. આજે તમારા જીવનસાથી સાથે કોઈ અણબનાવની સંભાવના છે તો બને એટલો પ્રયત્ન કરો કે ઘરમાં તમારું વર્તન શાંત અને બોલવામાં ધ્યાન રાખો. ગુસ્સાને કાબુમાં રાખો ક્યાંક તમારા વર્તનથી કોઈને દુખ પહોચે નહિ. આજે ઓફિસમાં પણ તમારા વર્તનના કારણે કોઈને દુઃખ ના પહોચે એની તકેદારી રાખજો. આજે રોકાણ માટેનો યોગ્ય દિવસ નથી.
શુભ અંક : ૮
શુભ રંગ : લાલ

2.વૃષભ – બ,વ,ઉ (Taurus): જો તમે ઈચ્છો છો કે તમારા કામની સરાહના થાય તો પછી સૌથી પહેલા તમારે તમારા સાથી કર્મચારી દ્વારા કરવામાં આવતા સારા કાર્યોને વધાવવા પડશે. આમ કરવાથી તમારા અટકી પડેલા પ્રોજેક્ટ ફરી શરુ થશે અને તમને સાથી કર્મચારી મિત્રોનો સહકાર પણ પ્રાપ્ત થશે. તમારા સંતાનો તરફથી આજે તમને સારા સમાચાર મળશે. આજે તમારા પ્રિયજનની તબિયત નરમ ગરમ રહેશે તેમને તમારા પ્રેમની હૂંફ આપો. જે મિત્રો કોઈને પ્રેમ કરતા હોય અને તેમને પ્રપોઝ કરવાની તૈયારી કરી રહ્યા છે તો તેઓએ બહુ ઉતાવળ કરવી નહિ આજે પુરતી ચકાસણી કરો અને પછી જ કોઈ નિર્ણય કરજો નહિ તો તમારી દોસ્તી પણ નહિ રહે.
શુભ અંક : ૮
શુભ રંગ : પીળો

3. મિથુન – ક,છ,ઘ (Gemini):બીજા લોકોનું સુખ અને પ્રગતિ જોઇને તેમની ખુશીમાં સામેલ થાવ તમારી ઈર્ષાવૃતિને કારણે તમે લોકોની નજરમાં આવી શકો છો. આજે જેટલા પણ પૈસા બનાવવામાં રસ્તા તમારી સામે આવશે એટલા જ ખર્ચ પણ સતત વધશે. આજે ઘરમાં ખુશીનું વાતાવરણ હશે. તમારી વાણી અને વર્તનથી કોઈને મનદુઃખ ના થાય એનું ધ્યાન રાખજો. આજે જો તમે કોઈ નવો બિઝનેસ શરુ કરવા માંગો છો તો સારો દિવસ છે માટે આજે જ એ કામની શરૂઆત કરો તમારા પરિવારના સભ્યોને પણ તમારી ખુશીમાં સામેલ કરો. આજે જીવનસાથી તરફથી તમને આશા નહિ હોય એટલો અને અનોખો પ્રેમ મળશે. આજની સાંજ તમારા જીવનની અદ્ભુત સાંજ બની રહેશે.
શુભ અંક : ૬
શુભ રંગ : કેસરી

4. કર્ક – ડ,હ (Cancer): આજે તમને માનસિક થાક લાગી શકે છે તો આજે કોઈપણ જાતના નકારાત્મક વિચારો મન પર હાવી ના થાય તેનું ધ્યાન રાખજો. આજે કામ કરવામાં એક નવો જ ઉત્સાહ જોવા મળશે. ટૂંકી ધાર્મિક મુસાફરી બની શકે છે. આજથી જ નવા દિવસની નવા જોશ અને ઉત્સાહ સાથે શરૂઆત કરો ઈશ્વર તમારી સાથે જ છે. બસ થોડી હજુ વધારે મહેનત તમને સફળતાનો સ્વાદ જરૂર કરાવશે. આજે ગમે એવી મુશ્કેલી આવે તમારે ડરવાની કે ડગવાની જરૂરત બિલકુલ નથી. આજે દરેક નિર્ણય તમારા વડીલો અને જીવનસાથીની સલાહ લઈને જ કરો.
શુભ અંક : ૯
શુભ રંગ : પીળો

5. સિંહ – મ,ટ (Lio):આજનો દિવસ તમારા જીવનનો સૌથી ઉત્તમ દિવસ બની રહેશે. આજે તમારા અટકી ગયેલા કામનો અંત આવશે. આજે ફક્ત તમારે એક જ સાવધાની રાખવાની છે તમને મળેલ સફળતા’થી તમારે છકી જવાની કે અભિમાન કરવાની જરૂરત નથી એ તમને નુકશાનકારક થઇ શકે છે. નાના મોટા દરેક તમારા સાથે કાર્ય કરતા વ્યક્તિઓનો આભાર માનજો. કોઈને ઉછીના આપેલા પૈસા આજે તમને મળી જશે જેનાથી તમને થોડી રાહત થશે. તમારા જીવનસાથીને પણ થોડો સમય આપો નહિ તો એ તમારાથી નારાજ થઇ જશે.
શુભ અંક : ૮
શુભ રંગ : સફેદ

6. કન્યા – પ,ઠ,ણ (Virgo): તમારા વડીલો અને ઉપરી અધિકારીઓની મદદથી આજે મહત્વના પ્રોજેક્ટ પૂર્ણ થશે અને તમને તેનાથી ખુબ આર્થિક લાભ થશે. પૈસાની મોકળાશને કારણે થોડો ખર્ચ પણ થશે તો આજે ખરીદી કરો ત્યારે નકામી વસ્તુઓ પાછળ વધારાનો ખર્ચ ના થાય એ ધ્યાન રાખજો. આજે ઓફિસમાં તમારું કામ પૂર્ણ થવાના કારણે લોકો તમારી ઈર્ષા કરશે. આજે ઘરના વડીલોના સ્વાસ્થ્ય તરફ વધુ ધ્યાન આપો. નિયમિત ચેકઅપ અને દવાઓ લેવાનું રાખજો. આજે તમને લલચાવનારી અને વધુ આર્થિક લાભ થશે એવી સ્કીમ આવશે પણ તેનાથી અંજાઈ જઈને પૈસાનું રોકાણ વિચાર્યા વગર નિર્ણય કરતા નહિ. આ સ્કીમ અત્યારે તો તમને ખુબ સારી લાગશે પણ ભવિષ્યમાં તેનાથી તમને ખુબ નુકશાન થશે.
શુભ અંક : ૬
શુભ રંગ : ગુલાબી

7. તુલા – ર,ત (Libra):તમારે હવે બધું નસીબ અને ભાગ્ય પર છોડવાની આદત બદલવાનો સમય આવી ગયો છે. હંમેશા બીજાને દોષ દેવો એવું ના કરશો. તમને એકવાર નિષ્ફળતા મળી એનો અર્થ એવો બિલકુલ નથી કે તમને સફળતા મળશે જ નહિ. આજથી જ નવા દિવસની નવા જોશ અને ઉત્સાહ સાથે શરૂઆત કરો ઈશ્વર તમારી સાથે જ છે. બસ થોડી હજુ વધારે મહેનત તમને સફળતાનો સ્વાદ જરૂર કરાવશે. આજે ગમે એવી મુશ્કેલી આવે તમારે ડરવાની કે ડગવાની જરૂરત બિલકુલ નથી. વિશ્વમાં એવું કશું નથી જે ના થઇ શકે એ મંત્ર હંમેશા યાદ રાખો.
શુભ અંક : ૮
શુભ રંગ : ગુલાબી

8. વૃષિક – ન,ય(Scorpio):હવે સમય આવી ગયો છે કે તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન આપવું જોઈએ આજથી જ તમારે તમારા ખોરાક અને રોજના સેડ્યુલમાં થોડા બદલાવ લાવવાના છે, રોજ રાત્રે મોડે સુધી જાગવું અને ફોનનો વધારે પડતો ઉપયોગ ટાળવાનું શરુ કરો. સતત ફોન સાથે જોડાયેલા રહેવાથી પરિવારના સભ્યો તમારાથી નારાજ રહેશે. કામના સમયમાંથી થોડો સમય પરિવારને આપો. આજે તમારા જીવનસાથીને તમારા પ્રેમની અને હુંફની જરૂરત છે, જીવનસાથીના સ્વાથ્ય પ્રત્યે પણ થોડું ધ્યાન આપો. આજે તમારાથી જે લોકો નારાજ હોય તેમને મનાવી લો. તમારી સેવાભાવના જોઇને આજે તમને ખુશખબર મળવાની શક્યતા છે.
શુભ અંક : ૧
શુભ રંગ : વાદળી

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): જો તમે કોઈ શારીરક કે માનસિક તકલીફથી પસાર થઇ રહ્યા છો તો તમારે આજથી યોગ અને આસન કરવાની જરૂર છે એનાથી તમારા મનને શાંતિ મળશે. આજે રોકાણ કરવા માટેની કોઈપણ તક તમારી સામે આવે તો તેને બે વાર ચકાસી લેજો પછી જ એમાં રોકાણ કરજો. આજે નાણાકીય ભીડ ઓછી થવાના યોગ છે તમારા પર ઈશ્વરના ચાર હાથ છે પણ ખરી સફળતા તમને મહેનત કરીને જ મળશે. આજે જુના મિત્રો સાથે મુલાકાત પણ થઇ શકે છે જેનાથી તમે આજે ખુબ ખુશ રહેશો.
શુભ અંક : ૭
શુભ રંગ : પીળો

10. મકર – જ, ખ (Capricorn):
આજે તમારી તબિયત બગડવાના યોગ છે તો આજે તમારે કોઈપણ પ્રકારનું બહારનું ભોજન લેવાનું ટાળો. આજે બને ત્યાં સુધી ઘરનું જ શુદ્ધ અમે સાત્વિક ભોજન લેજો. આજે ઓફિસમાં લોકો તમારા ભવિષ્યના પ્રોજેક્ટ જાણવા માટે ઉતાવળા થશે પણ તમારે તમારો સિક્રેટ પ્લાન કોઈને જણાવવાનો નથી નહિ તો એ ચોરી પણ થઇ શકે છે. આજે દાગીના ખરીદવાનું વિચારતા હોવ તો બજેટની બહાર ખર્ચ ના થાય એનું ધ્યાન રાખજો. એકંદરે પરિવાર સાથે આજે સારો સમય વિતાવી શકશો. તમારા દરેક કુંવારા મિત્રોને આજે તમારાથી ઈર્ષા થશે. આજનો દિવસ રોજ કરતા તો સારો જ રહેશે.
શુભ અંક : ૭
શુભ રંગ : જાંબલી

11. કુંભ – ગ,શ,સ(Aquarius): ઘણા દિવસથી તમે જે કામ પૂર્ણ કરવા માટે મહેનત કરી રહ્યા છો એ આજે પૂર્ણ થશે તેની સાથે જ આજે તમારી દરેક સમસ્યાનો અંત થઇ જશે. આજે થોડો આરામ કરવાનો દિવસ છે વધુ પડતું કામ તમને તન અને મનથી થકવી દેશે માટે આજે આરામ કરો. તમારા પરિવાર જનો અને નીકટના સગા સંબંધીઓ તમારી સફળતાથી ખુબ ખુશ હશે. તમારા જીવનસાથી તરફથી આજે તમને અનોખી સરપ્રાઈઝ મળશે. આજે થોડો ખર્ચ પરિવાર પાછળ પણ કરો. તેમને ખુશ જોઇને તમને આનંદ મળશે.
શુભ અંક : ૫
શુભ રંગ : નારંગી
12. મીન – દ,ચ,જ,થ(Pisces): આજે તમારે કોઈ અજાણ્યાને મદદ કરવાનું બની શકે છે પણ તેમની સાથે એટલા પણ સંબંધ ના બનાવો કે ભવિષ્યમાં તમે તેમને કોઈ કામ માટે ના કહી શકો નહિ. કોઈપણ સ્કીમ કે પ્લાનમાં પૈસા રોકતા પહેલા તમારા વડીલો કે પછી ઉપરી અધિકારીની મદદ કે સલાહ સુચન લેવાનું રાખજો. આજે તમારે લાંબા સમય માટે પૈસા રોકવા માટે સારો સમય છે. આજે તમારી દરેક વસ્તુઓને સાચવીને રાખો ક્યાંક મુસાફરી કરવાનું પ્લાનિંગ હોય તો સામાનનું વિશેષ ધ્યાન રાખજો. તમારી નાનકડી બેદરકારી તમને મોટું નુકશાન પહોચાડી શકે છે.
શુભ અંક : ૩
શુભ રંગ : આસમાની

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ :

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધીશુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

૧. તમારા જન્મદિવસનો આજનો દિવસ તમારા માટે યાદગાર બની રહેશે. પરિવાર અને જીવનસાથી તરફથી તમને સ્પેસીઅલ ફિલ કરાવશે. આજના દિવસથી તમારે અમુક નિર્ણય લેવા હોય તમારા જીવન માટે તો લઇ શકો છો.

૨.આ વર્ષે તમારે જુના મિત્રો સાથે સંપર્ક કરીને દરેક ભૂલની માફી માંગવાની છે નહિ તો માફ કરવાના છે. કોઈપણ મિત્રો કે પ્રિયજનની કોઈ વાત મન પર લેતા નહિ. સંબંધો જીવનભર સાથે રહેશે.

૩. આ વર્ષે રોકાણ કરવા માટેના અનેક યોગ બની રહ્યા છે તમે ઈચ્છો તો સ્થાયી મિલકત ખરીદી શકો છો. ભવિષ્યમાં અનેક લાભ થાય એવી શંકાસ્પદ સ્કીમમાં પૈસા રોકવા નહિ. પૈસા રોકાણ કરવા માટે આ વર્ષે તમારા પરિવારના વડીલો અથવા ઉપરી અધિકારી મિત્રોની સલાહ લેવાનું હિતાવહ છે.

૪. આ વર્ષે દિવાળી પછી પરિવાર સાથે કોઈ લાંબા પ્રવાસે જવાના યોગ બની રહ્યા છે. યાત્રા દરમિયાન વડીલોની તબિયત અને જરૂરી કાગળ સાચવીને રાખો.

૫. વધુ પડતો બિન્દાસ સ્વભાવ તમારી માટે મુશ્કેલી ઉભી કરી શકશે. અમુક લોકો તમારાથી નારાજ થઇ શકે છે. તમારે આ વર્ષે મિત્રો પાછળ થોડો ખર્ચ વધી શકે છે. જુના મિત્રોને મળો અને જુના દિવસો યાદ કરો.

૬. ઓફિસમાં આ વર્ષે તમારા સાથી કર્મચારી તમારું સ્થાન લેવા માટે પ્રયત્ન કરશે. તમારું પ્રમોશન જોઇને તમારાથી લોકો ઈર્ષા અનુભવ કરશે. તેવા લોકો સાથે પણ પ્રેમથી વાત કરો પણ હંમેશા સાવધાન રહેજો ક્યાંક એ તમને નુકશાન ના કરે.

૭. જે મિત્રો પોતાના જીવનસાથીની શોધમાં છે તેમની માટે આ વર્ષ મિશ્ર ફળદાયી રહેશે. તમારી સામે હશે તમારો જીવનસાથી પણ તમે તેને ઓળખી શકશો નહિ. જો કોઈને પ્રપોઝ કરવાની તૈયારી કરી રહ્યા હોવ તો આ વર્ષ તમારા માટે સારું છે તો યોગ્ય સ્થળ અને સમય જોઇને તેમને પ્રપોઝ કરો.

લેખન : જ્યોતિષ આચાર્ય આનંદ.

ઈશ્વર હમેશા તમારી સાથે જ રહે. અને આપનો આવનારો સમય આજના સમય કરતા પણ સારો રહે તેવી આશા.

આજનો વિચાર : આપણા જીવનમાં અમુક વ્યક્તિઓ એવી હોય છે જેને આપણે આપણું કામ પાર પાડવા માટે જ યાદ કરીએ છીએ આ વાતની ખબર હોવા છતાં આપણને એ મદદ કરે એ જ સાચો મિત્ર.

Posted By: GujjuRocks Team
દરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ. આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here