24 વર્ષ મોટા નાના પાટેકર સાથે લિવ ઈન માં હતી આ ફેમસ અભિનેત્રી, બ્રેકઅપ પછી બીઝનેસમૈન સાથે કર્યા લગ્ન, જાણો કોણ છે આ અભિનેત્રી…..

90 ના દશકની અભિનેત્રી આયશા જુલ્કા નો જન્મ 28 જુલાઈ 1972 ના રોજ શ્રીનગર માં થયો હતો. આયશા એ માત્ર 11 વર્ષની ઉંમરમાં 1983 માં આવેલી ફિલ્મ ‘કૈસે-કૈસે લોગ’ દ્વારા ડેબ્યુ કર્યું હતું. તેમણે પોતાના 27 વર્ષના કેરિયરમાં લગભગ 52 ફિલ્મો કરી હતી.આયશા જુલ્કા એ ફિલ્મ ‘જો જીતા વહી સિકંદર’ માં આમિર ખાનની બાળપણની દોસ્ત અંજલિ નો રોલ નિભાવ્યો હતો. ફિલ્મમાં તેના રોલને લોકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવ્યો હતો. તેની મુખ્ય ફિલ્મોમાં બલમાં, રંગ, વક્ત હમારા હૈ, દલાલ વગેરે શામિલ છે.
આયશા જુલ્કા નું નામ ઘણા એક્ટર્સ સાથે જોડાયું હતું. ફિલ્મોમાં આયશા અને અક્ષય કુમારની જોડી ને લોકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી હતી જ્યા બીજી બાજુ તેના અફેઇરના કિસ્સા પણ તે દરમીયાનાં બોલીવુડમાં ચાલી રહ્યા હતા પણ અક્ષય તે સમયે આ રિલેશનને લઈને સીરિયસ ન હતા. જેને લીધે અક્ષયની સાથે આયશા એ પોતાનો આસંબંધ ખતમ કરી નાખ્યા હતા.1993 માં આયશા જુલ્કાએ એક્ટર મિથુન ચક્ર્વર્તી સાથે દલાલ ફિલ્મ કરી હતી. ફિલ્મની સાથે જ બંનેનો અફેઇર શરૂ થઇ ગયો હતો. એ પણ કહેવામાં આવતું હતું કે બંને લિવ ઈન રિલેશનમાં હતા. ફિલ્મમાં ઘણા એવા બોલ્ડ સીન્સ હતા જેને લીધે આ મામલો કોર્ટ સુધી પણ પહોંચી ગયો હતો. કદાચ આ ફિલ્મ કરવી આયશા ની સૌથી મોટી ભૂલ હતી કેમ કે તેના પછી તેનું કેરિયર લગભગ ખતમ જ થઇ ગયું હતું.  વર્ષ 2003 માં આયશા જુલ્કાએ નાના પાટેકર સાથે ફિલ્મ ‘આંચ’ માં ખુબ બોલ્ડ સીન કર્યા હતા. ફિલ્મમાં આયશા અને નાના વચ્ચે ઘણા એવા ઇન્ટિમેટ સીન ફિલ્મવામાં આવ્યા હતા જેના પછીથી બંને એકબીજાની ખુબ જ નજીક આવી ગયા હતા અને લિવ ઈન માં રહેવા લાગ્યા હતા. તે સમયે નાના પાટેકર અને મનીષા કોઈરાલા ની નજીકતા ની ખબરો પણ વાઇરલ થઇ રહી હતી. કહેવામાં આવે છે કે આયશા ને લીધે જ નાના અને મનીષા કોઈરાલા ની વચ્ચે બ્રેકઅપ થયું હતું. જો કે નાના અને આયશા વચ્ચે નો રિશ્તો પણ કઈ ખાસ ચાલી શક્યો ન હતો.વર્ષ 2003 માં જ નાના થી અલગ થયા પછી તેમણે બિઝનેસ ટાઇકૂન ‘સમીર વાશી’ સાથે લગ્ન કરી લીધા. હાલ બન્નેની એક દીકરી છે. ફિલ્મોથી દુરી બનાવ્યા પછીથી આયશા પોતાના પતિનો બિઝનેસ સાંભળી રહી છે.Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!