24 લાખ બાળકોનો જીવ બચાવી ચુક્યા છે આ વ્યક્તિ, ડોક્ટર પણ માને છે તેમને ભગવાન…જાણો આ વ્યક્તિ વિશે

ઓસ્ટ્રેલીયામાં એક વૃદ્ધ આદમી છે, જે અત્યાર સુધીમાં 24 લાખ બાળકોનો જીવ બચાવી ચુક્યા છે. ડોક્ટર પણ આ વ્યક્તિને ભગવાન કહે છે, જાણો પૂરો મામલો શું છે.ઓસ્ટ્રેલીયામાં એક વૃદ્ધ આદમીએ પોતાના જીવનના અત્યાર સુધીના રક્તદાનથી લગભગ 24 લાખ બાળકોનો જીવ બચાવ્યો છે. જો કે આ વાત ખુબ જ ચોંકાવનારી છે પણ ઓસ્ટ્રેલીયાનાં રહેનારા જેમ્સ હૈરિસનનાં મામલામાં આ પૂરી રીતે એકદમ સાચી સાબિત થઇ છે.
જાણકારી અનુસાર, 81 વર્ષીય હૈરિસનનાં લોહીની એક વિશેષતા છે, જે મોટાભાગે લોકોના રક્તમાં નથી મળતી. જેમ્સનાં ખૂનમાં એક ખાસ પ્રકારની યુનિક એન્ટીબોડી મોજુદ છે, જેને એન્ટી-ડી નાં નામે જાણવામાં આવે છે. આ એન્ટીબોડી ગર્ભમાં પળી રહેલા તમામ બાળકોને બ્રેન ડેમેજ કે અન્ય કોઈ ઘાતક બીમારીથી લડવામાં તાકાત આપે છે. જેમ્સના રક્તદાનથી ઓસ્ટ્રેલીયામાં લાખો બાળકો જે કદાચ ગર્ભમાં કોઈ કારણોને લીધે દમ તોડી દે છે, તેમાંના અમુક આજે સ્વાસ્થ્ય ભર્યું જીવન જીવી રહ્યા છે.આગળના 60 વર્ષોમાં 1173 વાર રક્તદાન કરવું એક ચોંકાવનારો આંકડો છે. જેમ્સે પોતાના અત્યાર સુધીના જીવનમાં લગભગ 1200 વાર રક્તદાન કર્યું છે. પણ હવે ડોકટરોએ તેને આવું ન કરવા માટેની ચેતાવણી આપી છે.
જો કે હૈરિસનને આ વાતનું દુઃખ છે કે તે હવે પોતાનું રક્ત દાન નહી કરી શકે. પણ તે એ વિચારીને ભાવુક થઇ જાય છે કે તેને લીધે લાખો અજન્મેલા બાળકો સલામત આ દુનિયામાં આવી શક્યા છે. મીડિયા રીપોર્ટના અનુસાર વર્ષ 1964 થી લઈને અત્યાર સુધીમાં હૈરિસનનાં લીધે ગર્ભમાં પળી રહેલા લગભગ 24 લાખ બાળકોનો જીવ બચાવી શક્યા છે.Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!