24, ફેબ્રુઆરી- ૨૦૧૯: આજના રાશિફળ સાથે વાંચો કઈ રાશિને મળશે પરિવારનો સાથ અને કોને મળશે ધંધામાં બરકત!!

0

1. મેષ – અ,લ,ઈ (Aries):
નાહકના અને વધારાના પૈસા ખર્ચ થશે. આજે તમારે તમારા બજેટમાં રહીને ખરીદી કરવાની છે. કોઈપણ પ્રકારનું રોકાણ આજે કરવું નહિ. આજે નિષ્ણાત અને અનુભવી મિત્રોની સલાહથી પૈસાનું રોકાણ કરવું નહિ તી પૈસા ડૂબવાના ચાન્સ છે. આજે કોઈપણ જાણીતા કે અજાણ્યા લોકો સાથે કોઈપણ પ્રકારના વિવાદમાં પડવું નહિ. આજે વજન વધારે વ્યક્તિને અને ડાયાબિટીસના દર્દીને સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખવી. આજે વિદ્યાર્થી મિત્રો માટે અનુકુળ સમય છે. આજે વેપારી મિત્રોને પરિવાર સાથે મુસાફરી કરવાના યોગ છે. તમારા નજીકના સંબંધીઓને આજે તમારી મદદની જરૂરત છે તો મદદ કરો અને ખુશ રહો.
શુભ અંક : ૬
શુભ રંગ : પીળો

2.વૃષભ – બ,વ,ઉ (Taurus):
તમારા વડીલો અને ઉપરી અધિકારીઓની મદદથી આજે મહત્વના પ્રોજેક્ટ પૂર્ણ થશે અને તમને તેનાથી ખુબ આર્થિક લાભ થશે. પૈસાની મોકળાશને કારણે થોડો ખર્ચ પણ થશે તો આજે ખરીદી કરો ત્યારે નકામી વસ્તુઓ પાછળ વધારાનો ખર્ચ ના થાય એ ધ્યાન રાખજો. આજે ઓફિસમાં તમારું કામ પૂર્ણ થવાના કારણે લોકો તમારી ઈર્ષા કરશે. આજે ઘરના વડીલોના સ્વાસ્થ્ય તરફ વધુ ધ્યાન આપો. નિયમિત ચેકઅપ અને દવાઓ લેવાનું રાખજો. આજે તમને લલચાવનારી અને વધુ આર્થિક લાભ થશે એવી સ્કીમ આવશે પણ તેનાથી અંજાઈ જઈને પૈસાનું રોકાણ વિચાર્યા વગર નિર્ણય કરતા નહિ. આ સ્કીમ અત્યારે તો તમને ખુબ સારી લાગશે પણ ભવિષ્યમાં તેનાથી તમને ખુબ નુકશાન થશે.
શુભ અંક : ૮
શુભ રંગ : નારંગી

3. મિથુન – ક,છ,ઘ (Gemini):
જો તમે ઈચ્છો છો કે તમારા કામની સરાહના થાય તો પછી સૌથી પહેલા તમારે તમારા સાથી કર્મચારી દ્વારા કરવામાં આવતા સારા કાર્યોને વધાવવા પડશે. આમ કરવાથી તમારા અટકી પડેલા પ્રોજેક્ટ ફરી શરુ થશે અને તમને સાથી કર્મચારી મિત્રોનો સહકાર પણ પ્રાપ્ત થશે. તમારા સંતાનો તરફથી આજે તમને સારા સમાચાર મળશે. આજે તમારા પ્રિયજનની તબિયત નરમ ગરમ રહેશે તેમને તમારા પ્રેમની હૂંફ આપો. જે મિત્રો કોઈને પ્રેમ કરતા હોય અને તેમને પ્રપોઝ કરવાની તૈયારી કરી રહ્યા છે તો તેઓએ બહુ ઉતાવળ કરવી નહિ આજે પુરતી ચકાસણી કરો અને પછી જ કોઈ નિર્ણય કરજો નહિ તો તમારી દોસ્તી પણ નહિ રહે.
શુભ અંક : ૫
શુભ રંગ : લાલ

4. કર્ક – ડ,હ (Cancer):
બીજા લોકોનું સુખ અને પ્રગતિ જોઇને તેમની ખુશીમાં સામેલ થાવ તમારી ઈર્ષાવૃતિને કારણે તમે લોકોની નજરમાં આવી શકો છો. આજે જેટલા પણ પૈસા બનાવવામાં રસ્તા તમારી સામે આવશે એટલા જ ખર્ચ પણ સતત વધશે. આજે ઘરમાં ખુશીનું વાતાવરણ હશે. તમારી વાણી અને વર્તનથી કોઈને મનદુઃખ ના થાય એનું ધ્યાન રાખજો. આજે જો તમે કોઈ નવો બિઝનેસ શરુ કરવા માંગો છો તો સારો દિવસ છે માટે આજે જ એ કામની શરૂઆત કરો તમારા પરિવારના સભ્યોને પણ તમારી ખુશીમાં સામેલ કરો. આજે જીવનસાથી તરફથી તમને આશા નહિ હોય એટલો અને અનોખો પ્રેમ મળશે. આજની સાંજ તમારા જીવનની અદ્ભુત સાંજ બની રહેશે.
શુભ અંક : ૯
શુભ રંગ : આસમાની

5. સિંહ – મ,ટ (Lio):
આજે પૈસા સંબંધિત કોઈપણ નિર્ણય સમજી વિચારીને કરજો. આજે જેટલો તમને કોઈ વાતમાં ફાયદો હશે એમાં અમુક પ્રકારનું નુકશાન પણ હશે. સ્વાસ્થ્યની ખાસ કાળજી રાખવી. પરણિત મિત્રો જેમને એક્સ્ટ્રા અફેર હોય તેમણે ખાસ તકેદારી રાખવાની જરૂર છે. આજે સંબંધોમાં તિરાડ આવી શકે છે. પરિવારમાં તમારા વડીલો તમારાથી નારાજ હશે. આજે અચાનક ધનલાભ થવાના યોગ છે. આજે જુના મિત્રો સાથે મુલાકાત કરીને તમે મન ફ્રેશ કરી શકશો. વેપારી મિત્રોને આજે કોઈપણને પૈસા આપતા ખાસ તકેદારી રાખવાની છે. આવક વધવાની સાથે ખર્ચ પણ વધશે, એટલે તમારે તમારા ખર્ચ પર નિયંત્રણ કરવાનું છે.
શુભ અંક : ૪
શુભ રંગ : પીળો

6. કન્યા – પ,ઠ,ણ (Virgo):
હવે સમય આવી ગયો છે કે તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન આપવું જોઈએ આજથી જ તમારે તમારા ખોરાક અને રોજના સેડ્યુલમાં થોડા બદલાવ લાવવાના છે, રોજ રાત્રે મોડે સુધી જાગવું અને ફોનનો વધારે પડતો ઉપયોગ ટાળવાનું શરુ કરો. સતત ફોન સાથે જોડાયેલા રહેવાથી પરિવારના સભ્યો તમારાથી નારાજ રહેશે. કામના સમયમાંથી થોડો સમય પરિવારને આપો. આજે તમારા જીવનસાથીને તમારા પ્રેમની અને હુંફની જરૂરત છે, જીવનસાથીના સ્વાથ્ય પ્રત્યે પણ થોડું ધ્યાન આપો. આજે તમારાથી જે લોકો નારાજ હોય તેમને મનાવી લો. તમારી સેવાભાવના જોઇને આજે તમને ખુશખબર મળવાની શક્યતા છે.
શુભ અંક : ૧
શુભ રંગ : સફેદ

7. તુલા – ર,ત (Libra):
આજે તમારે તમારા વર્તન અને બોલી પર વિશેષ ધ્યાન રાખવાનું છે તમારા દ્વારા બોલાયેલા શબ્દોના કારણે તમારા વડીલો અને પરિવારજનો તરફથી તમારે નારાજગી સહન કરવી પડશે. આજે ઓફીસના કામમાં પણ તમારું મન લાગશે નહિ. તમારા અટકી પડેલા પ્રોજેક્ટ પર ફરીથી તૈયારી કરો અને જે પણ યોગ્ય લાગે એ નિર્ણય કરો. તમારે આજે સાંજે ઘરે બધાને ખુશ કરવા માટે થોડો ખર્ચ કરો અને તેમને તમારી પરિસ્થિતિ સમજાવો તમને તમારો પરિવાર સાથ જરૂર આપશે. કામ કરવામાં પણ થોડી સાવધાની રાખો કોઈ તમારું કામ બગાડે નહિ એ ધ્યાન રાખજો.
શુભ અંક : ૮
શુભ રંગ : લીલો

8. વૃષિક – ન,ય(Scorpio):
શરતોને આધીન હોય એવા કોઈપણ નાણાકીય વ્યવહારમાં પડશો નહિ તમારા પૈસા ડૂબવાના યોગ છે. આજે સ્વાસ્થ્યની પ્રત્યે તકેદાર રહો નાનામાં નાની તકલીફને ઇગ્નોર કરશો નહિ. ઓફિસમાં જો કોઈ મુશ્કેલ કામ આવશે તો તમારા સહકર્મચારી તમને મદદ કરશે. તેમનો આભાર માનવો ભૂલશો નહિ. આજે તમારે પરિવારમાં બધાની તબિયતનું ખાસ ધ્યાન આપવાનું છે. આજે સામાજિક કામોમાં થોડા વ્યસ્ત રહેશો જેના કારણે સાંજે થાક વધુ લાગશે અને માથાનો અને શરીરનો દુખાવો થઇ શકે છે. આજે જો કોઈ મિત્ર સાથે જૂની પુરાની દુશ્મની ચાલતી હોય તો એનો અંત લાવી દો. સામેથી માફી માંગવાથી કોઈ તકલીફ થવાની નથી. આજે તમારા વ્યવહારથી કોઈનું મન દુભાય નહિ તેનું ખાસ ધ્યાન રાખજો.
શુભ અંક : ૧
શુભ રંગ : લીલો

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આર્થિક નુકશાન થવાના યોગ છે. આજે સંતાન તરફથી ચિંતા રહેશે. આજે જુના પ્રેમ સંબંધો તમારી સામે આવશે અને જૂની યાદો તાજી થશે. પરિવારમાં સારા પ્રસંગ આવવાના યોગ છે. તમારા પરિવારજનો અને નીકટના સગા સંબંધીઓ તમારી સફળતાથી ખુબ ખુશ હશે. તમારા જીવનસાથી તરફથી આજે તમને અનોખી સરપ્રાઈઝ મળશે. આજે થોડો ખર્ચ પરિવાર પાછળ પણ કરો. તેમને ખુશ જોઇને તમને આનંદ મળશે. જીવનસાથી સાથે સાંજનો સમય પસાર કરી શકશો, ભવિષ્યના પ્લાનિંગ માટે આજે તામ્ર જીવનસાથી સાથે ચર્ચા કરો.
શુભ અંક : ૨
શુભ રંગ : લાલ

10. મકર – જ, ખ (Capricorn): .
આજે તમારી તબિયત બગડવાના યોગ છે તો આજે તમારે કોઈપણ પ્રકારનું બહારનું ભોજન લેવાનું ટાળો. આજે બને ત્યાં સુધી ઘરનું જ શુદ્ધ અમે સાત્વિક ભોજન લેજો. આજે ઓફિસમાં લોકો તમારા ભવિષ્યના પ્રોજેક્ટ જાણવા માટે ઉતાવળા થશે પણ તમારે તમારો સિક્રેટ પ્લાન કોઈને જણાવવાનો નથી નહિ તો એ ચોરી પણ થઇ શકે છે. આજે દાગીના ખરીદવાનું વિચારતા હોવ તો બજેટની બહાર ખર્ચ ના થાય એનું ધ્યાન રાખજો. એકંદરે પરિવાર સાથે આજે સારો સમય વિતાવી શકશો. તમારા દરેક કુંવારા મિત્રોને આજે તમારાથી ઈર્ષા થશે. આજનો દિવસ રોજ કરતા તો સારો જ રહેશે.
શુભ અંક : ૭
શુભ રંગ : ગુલાબી

11. કુંભ – ગ,શ,સ(Aquarius):
આજે તમારે કોઈ અજાણ્યાને મદદ કરવાનું બની શકે છે પણ તેમની સાથે એટલા પણ સંબંધ ના બનાવો કે ભવિષ્યમાં તમે તેમને કોઈ કામ માટે ના કહી શકો નહિ. કોઈપણ સ્કીમ કે પ્લાનમાં પૈસા રોકતા પહેલા તમારા વડીલો કે પછી ઉપરી અધિકારીની મદદ કે સલાહ સુચન લેવાનું રાખજો. આજે તમારે લાંબા સમય માટે પૈસા રોકવા માટે સારો સમય છે. આજે તમારી દરેક વસ્તુઓને સાચવીને રાખો ક્યાંક મુસાફરી કરવાનું પ્લાનિંગ હોય તો સામાનનું વિશેષ ધ્યાન રાખજો. તમારી નાનકડી બેદરકારી તમને મોટું નુકશાન પહોચાડી શકે છે.
શુભ અંક : ૩
શુભ રંગ : કાળો

12. મીન – દ,ચ,જ,થ(Pisces):
આજનો દિવસ તમારા જીવનનો સૌથી ઉત્તમ દિવસ બની રહેશે. આજે તમારા અટકી ગયેલા કામનો અંત આવશે. આજે ફક્ત તમારે એક જ સાવધાની રાખવાની છે તમને મળેલ સફળતા’થી તમારે છકી જવાની કે અભિમાન કરવાની જરૂરત નથી એ તમને નુકશાનકારક થઇ શકે છે. નાના મોટા દરેક તમારા સાથે કાર્ય કરતા વ્યક્તિઓનો આભાર માનજો. કોઈને ઉછીના આપેલા પૈસા આજે તમને મળી જશે જેનાથી તમને થોડી રાહત થશે. તમારા જીવનસાથીને પણ થોડો સમય આપો નહિ તો એ તમારાથી નારાજ થઇ જશે.
શુભ અંક : ૯
શુભ રંગ : જાંબલી

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – આ વર્ષે દિવાળી પછી તમારે રસ્તો ઓળંગા સમયે તકેદારી રાખવાની છે ઘરમાં કોઈનો અકસ્માત થવાના યોગ છે તો વાહન ચલાવતી વખતે પણ તકેદારી રાખજો. આ વર્ષે પરિવારના સભ્યો અને તમારી બધાની તબિયત સારી રહે તેના માટે યોગ્ય અને પોષ્ટિક ખોરાક લેવાનો છે. બહારનું અને ખુલ્લું જમવાનું ટાળો. વડીલોનું નિયમિત ડોક્ટરની મુલાકાત અને દવાઓનું પણ ધ્યાન રાખો.

નોકરી-ધંધો – આ વર્ષે રોકાણ કરવા માટેના અનેક યોગ બની રહ્યા છે તમે ઈચ્છો તો સ્થાયી મિલકત ખરીદી શકો છો. ભવિષ્યમાં અનેક લાભ થાય એવી શંકાસ્પદ સ્કીમમાં પૈસા રોકવા નહિ. પૈસા રોકાણ કરવા માટે આ વર્ષે તમારા પરિવારના વડીલો અથવા ઉપરી અધિકારી મિત્રોની સલાહ લેવાનું હિતાવહ છે.

કૌટુંબિક-પારિવારિક – જે મિત્રો પોતાના જીવનસાથીની શોધમાં છે તેમની માટે આ વર્ષ મિશ્ર ફળદાયી રહેશે. તમારી સામે હશે તમારો જીવનસાથી પણ તમે તેને ઓળખી શકશો નહિ. જો કોઈને પ્રપોઝ કરવાની તૈયારી કરી રહ્યા હોવ તો આ વર્ષ તમારા માટે સારું છે તો યોગ્ય સ્થળ અને સમય જોઇને તેમને પ્રપોઝ કરો. વર્ષની શરૂઆત અનેક સારા સમાચારથી થશે. આ વર્ષે અનેક સારા સમાચાર મળશે જેનાથી તમારી અને તમારા પરિવાર વચ્ચે બોન્ડીંગ વધશે. તમારા જુના મિત્રો અને નારાજ થયેલા પરિવારજનોને પણ તમારી ખુશીમાં સામેલ કરો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here