24 ઓગસ્ટ 2018, રાશિ ભવિષ્ય – આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે વાંચો ખાસ…

0

1. મેષ – અ,લ,ઈ (Aries):  આજે તમારે વધારાના અને નકામા કામમાં તમારી શક્તિ વાપરવાની નથી. એના કારણે તમારો સમય પણ વેસ્ટ થશે અને તમારી મહેનત પણ નકામી જશે. આજે તમારા જીવનસાથી સાથે કોઈ અણબનાવની સંભાવના છે તો બને એટલો પ્રયત્ન કરો કે ઘરમાં તમારું વર્તન શાંત અને બોલવામાં ધ્યાન રાખો. આજે ઓફિસમાં પણ તમારા વર્તનના કારણે કોઈને દુઃખ ના પહોચે એની તકેદારી રાખજો. આજે રોકાણ માટેનો યોગ્ય દિવસ નથી.
શુભ અંક : ૮
શુભ રંગ : પીળો

2.વૃષભ – બ,વ,ઉ (Taurus):  તમારા વડીલો અને ઉપરી અધિકારીઓની મદદથી આજે મહત્વના પ્રોજેક્ટ પૂર્ણ થશે અને તમને તેનાથી ખુબ આર્થિક લાભ થશે. પૈસાની મોકળાશને કારણે થોડો ખર્ચ પણ થશે તો આજે ખરીદી કરો ત્યારે નકામી વસ્તુઓ પાછળ વધારાનો ખર્ચ ના થાય એ ધ્યાન રાખજો. આજે ઓફિસમાં તમારું કામ પૂર્ણ થવાના કારણે લોકો તમારી ઈર્ષા કરશે. આજે ઘરના વડીલોના સ્વાસ્થ્ય તરફ વધુ ધ્યાન આપો. નિયમિત ચેકઅપ અને દવાઓ લેવાનું રાખજો. આજે તમને લલચાવનારી અને વધુ આર્થિક લાભ થશે એવી સ્કીમ આવશે પણ તેનાથી અંજાઈ જઈને પૈસાનું રોકાણ વિચાર્યા વગર નિર્ણય કરતા નહિ. આ સ્કીમ અત્યારે તો તમને ખુબ સારી લાગશે પણ ભવિષ્યમાં તેનાથી તમને ખુબ નુકશાન થશે.
શુભ અંક : ૮
શુભ રંગ : સફેદ

3. મિથુન – ક,છ,ઘ (Gemini):  બીજા લોકોનું સુખ અને પ્રગતિ જોઇને તેમની ખુશીમાં સામેલ થાવ તમારી ઈર્ષાવૃતિને કારણે તમે લોકોની નજરમાં આવી શકો છો. આજે જેટલા પણ પૈસા બનાવવામાં રસ્તા તમારી સામે આવશે એટલા જ ખર્ચ પણ સતત વધશે. આજે ઘરમાં ખુશીનું વાતાવરણ હશે. તમારી વાણી અને વર્તનથી કોઈને મનદુઃખ ના થાય એનું ધ્યાન રાખજો. આજે જો તમે કોઈ નવો બિઝનેસ શરુ કરવા માંગો છો તો સારો દિવસ છે માટે આજે જ એ કામની શરૂઆત કરો તમારા પરિવારના સભ્યોને પણ તમારી ખુશીમાં સામેલ કરો. આજે જીવનસાથી તરફથી તમને આશા નહિ હોય એટલો અને અનોખો પ્રેમ મળશે. આજની સાંજ તમારા જીવનની અદ્ભુત સાંજ બની રહેશે.
શુભ અંક : ૬
શુભ રંગ : લીલો

4. કર્ક – ડ,હ (Cancer):  જો તમે ઈચ્છો છો કે તમારા કામની સરાહના થાય તો પછી સૌથી પહેલા તમારે તમારા સાથી કર્મચારી દ્વારા કરવામાં આવતા સારા કાર્યોને વધાવવા પડશે. આમ કરવાથી તમારા અટકી પડેલા પ્રોજેક્ટ ફરી શરુ થશે અને તમને સાથી કર્મચારી મિત્રોનો સહકાર પણ પ્રાપ્ત થશે. તમારા સંતાનો તરફથી આજે તમને સારા સમાચાર મળશે. આજે તમારા પ્રિયજનની તબિયત નરમ ગરમ રહેશે તેમને તમારા પ્રેમની હૂંફ આપો. જે મિત્રો કોઈને પ્રેમ કરતા હોય અને તેમને પ્રપોઝ કરવાની તૈયારી કરી રહ્યા છે તો તેઓએ બહુ ઉતાવળ કરવી નહિ આજે પુરતી ચકાસણી કરો અને પછી જ કોઈ નિર્ણય કરજો નહિ તો તમારી દોસ્તી પણ નહિ રહે.
શુભ અંક : ૯
શુભ રંગ : આસમાની

5. સિંહ – મ,ટ (Lio): આજનો દિવસ તમારા જીવનનો સૌથી ઉત્તમ દિવસ બની રહેશે. આજે તમારા અટકી ગયેલા કામનો અંત આવશે. આજે ફક્ત તમારે એક જ સાવધાની રાખવાની છે તમને મળેલ સફળતા’થી તમારે છકી જવાની કે અભિમાન કરવાની જરૂરત નથી એ તમને નુકશાનકારક થઇ શકે છે. નાના મોટા દરેક તમારા સાથે કાર્ય કરતા વ્યક્તિઓનો આભાર માનજો. કોઈને ઉછીના આપેલા પૈસા આજે તમને મળી જશે જેનાથી તમને થોડી રાહત થશે. તમારા જીવનસાથીને પણ થોડો સમય આપો નહિ તો એ તમારાથી નારાજ થઇ જશે.
શુભ અંક : ૮
શુભ રંગ : ગ્રે

6. કન્યા – પ,ઠ,ણ (Virgo): આજે તમને માનસિક થાક લાગી શકે છે તો આજે કોઈપણ જાતના નકારાત્મક વિચારો મન પર હાવી ના થાય તેનું ધ્યાન રાખજો. આજે કામ કરવામાં એક નવો જ ઉત્સાહ જોવા મળશે. ટૂંકી ધાર્મિક મુસાફરી બની શકે છે. આજથી જ નવા દિવસની નવા જોશ અને ઉત્સાહ સાથે શરૂઆત કરો ઈશ્વર તમારી સાથે જ છે. બસ થોડી હજુ વધારે મહેનત તમને સફળતાનો સ્વાદ જરૂર કરાવશે. આજે ગમે એવી મુશ્કેલી આવે તમારે ડરવાની કે ડગવાની જરૂરત બિલકુલ નથી. આજે દરેક નિર્ણય તમારા વડીલો અને જીવનસાથીની સલાહ લઈને જ કરો.
શુભ અંક : ૬
શુભ રંગ : ગુલાબી

7. તુલા – ર,ત (Libra):  જો તમે કોઈ શારીરક કે માનસિક તકલીફથી પસાર થઇ રહ્યા છો તો તમારે આજથી યોગ અને આસન કરવાની જરૂર છે એનાથી તમારા મનને શાંતિ મળશે. આજે રોકાણ કરવા માટેની કોઈપણ તક તમારી સામે આવે તો તેને બે વાર ચકાસી લેજો પછી જ એમાં રોકાણ કરજો. આજે નાણાકીય ભીડ ઓછી થવાના યોગ છે તમારા પર ઈશ્વરના ચાર હાથ છે પણ ખરી સફળતા તમને મહેનત કરીને જ મળશે. આજે જુના મિત્રો સાથે મુલાકાત પણ થઇ શકે છે જેનાથી તમે આજે ખુબ ખુશ રહેશો.
શુભ અંક : ૮
શુભ રંગ : ગુલાબી

8. વૃષિક – ન,ય(Scorpio): તમારે હવે બધું નસીબ અને ભાગ્ય પર છોડવાની આદત બદલવાનો સમય આવી ગયો છે. હંમેશા બીજાને દોષ દેવો એવું ના કરશો. તમને એકવાર નિષ્ફળતા મળી એનો અર્થ એવો બિલકુલ નથી કે તમને સફળતા મળશે જ નહિ. આજથી જ નવા દિવસની નવા જોશ અને ઉત્સાહ સાથે શરૂઆત કરો ઈશ્વર તમારી સાથે જ છે. બસ થોડી હજુ વધારે મહેનત તમને સફળતાનો સ્વાદ જરૂર કરાવશે. આજે ગમે એવી મુશ્કેલી આવે તમારે ડરવાની કે ડગવાની જરૂરત બિલકુલ નથી. વિશ્વમાં એવું કશું નથી જે ના થઇ શકે એ મંત્ર હંમેશા યાદ રાખો.
શુભ અંક : ૧
શુભ રંગ : નારંગી

9.ધન – ભ, ધ, ફ, ઢ
(Sagittarius):
આજે તમારી તબિયત બગડવાના યોગ છે તો આજે તમારે કોઈપણ પ્રકારનું બહારનું ભોજન લેવાનું ટાળો. આજે બને ત્યાં સુધી ઘરનું જ શુદ્ધ અમે સાત્વિક ભોજન લેજો. આજે ઓફિસમાં લોકો તમારા ભવિષ્યના પ્રોજેક્ટ જાણવા માટે ઉતાવળા થશે પણ તમારે તમારો સિક્રેટ પ્લાન કોઈને જણાવવાનો નથી નહિ તો એ ચોરી પણ થઇ શકે છે. આજે દાગીના ખરીદવાનું વિચારતા હોવ તો બજેટની બહાર ખર્ચ ના થાય એનું ધ્યાન રાખજો. એકંદરે પરિવાર સાથે આજે સારો સમય વિતાવી શકશો. તમારા દરેક કુંવારા મિત્રોને આજે તમારાથી ઈર્ષા થશે. આજનો દિવસ રોજ કરતા તો સારો જ રહેશે.
શુભ અંક : ૭
શુભ રંગ : પીળો

10. મકર – જ, ખ
(Capricorn): 
હવે સમય આવી ગયો છે કે તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન આપવું જોઈએ આજથી જ તમારે તમારા ખોરાક અને રોજના સેડ્યુલમાં થોડા બદલાવ લાવવાના છે, રોજ રાત્રે મોડે સુધી જાગવું અને ફોનનો વધારે પડતો ઉપયોગ ટાળવાનું શરુ કરો. સતત ફોન સાથે જોડાયેલા રહેવાથી પરિવારના સભ્યો તમારાથી નારાજ રહેશે. કામના સમયમાંથી થોડો સમય પરિવારને આપો. આજે તમારા જીવનસાથીને તમારા પ્રેમની અને હુંફની જરૂરત છે, જીવનસાથીના સ્વાથ્ય પ્રત્યે પણ થોડું ધ્યાન આપો. આજે તમારાથી જે લોકો નારાજ હોય તેમને મનાવી લો. તમારી સેવાભાવના જોઇને આજે તમને ખુશખબર મળવાની શક્યતા છે.
શુભ અંક : ૭
શુભ રંગ : લાલ

11. કુંભ – ગ,શ,સ(Aquarius): ઘણા દિવસથી તમે જે કામ પૂર્ણ કરવા માટે મહેનત કરી રહ્યા છો એ આજે પૂર્ણ થશે તેની સાથે જ આજે તમારી દરેક સમસ્યાનો અંત થઇ જશે. આજે થોડો આરામ કરવાનો દિવસ છે વધુ પડતું કામ તમને તન અને મનથી થકવી દેશે માટે આજે આરામ કરો. તમારા પરિવાર જનો અને નીકટના સગા સંબંધીઓ તમારી સફળતાથી ખુબ ખુશ હશે. તમારા જીવનસાથી તરફથી આજે તમને અનોખી સરપ્રાઈઝ મળશે. આજે થોડો ખર્ચ પરિવાર પાછળ પણ કરો. તેમને ખુશ જોઇને તમને આનંદ મળશે.
શુભ અંક : ૫
શુભ રંગ : આસમાની

12. મીન – દ,ચ,જ,થ(Pisces): આજે તમારે તમારા વર્તન અને બોલી પર વિશેષ ધ્યાન રાખવાનું છે તમારા દ્વારા બોલાયેલા શબ્દોના કારણે તમારા વડીલો અને પરિવારજનો તરફથી તમારે નારાજગી સહન કરવી પડશે. આજે ઓફીસના કામમાં પણ તમારું મન લાગશે નહિ. તમારા અટકી પડેલા પ્રોજેક્ટ પર ફરીથી તૈયારી કરો અને જે પણ યોગ્ય લાગે એ નિર્ણય કરો. તમારે આજે સાંજે ઘરે બધાને ખુશ કરવા માટે થોડો ખર્ચ કરો અને તેમને તમારી પરિસ્થિતિ સમજાવો તમને તમારો પરિવાર સાથ જરૂર આપશે. કામ કરવામાં પણ થોડી સાવધાની રાખો કોઈ તમારું કામ બગાડે નહિ એ ધ્યાન રાખજો.
શુભ અંક : ૩
શુભ રંગ : લાલ

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

૧. શ્રાવણના પવિત્ર મહિનામાં આપનો જન્મ દિવસ આવ્યો છે તો તમારા આ વર્ષની શરૂઆત અદ્ભુત થવાની છે. તમારે આ વર્ષે નાની નાની અનેક ધાર્મિક મુસાફરી કરવાની રહશે જેનાથી તમારા માતા પિતા બહુ ખુશ રહેશે.

૨. તમારા પરિવારમાં રહેલી મહિલાઓ માટે આ વર્ષે તમે સોના અને ચાંદીના દાગીના ખરીદી શકશો. આ વર્ષે પરિવારમાં ઘણાં સારા પ્રસંગો આવશે. જેનાથી થોડો ખર્ચ વધી જશે પણ આ વર્ષે તમારી માટે પૈસા કમાવવા માટેના અનેક રસ્તાઓ તમારી સામે આવશે.

૩. ઘરના બાળકોની તબિયત પર વિશેષ ધ્યાન આપજો શિયાળામાં તેમને નિયમિત સ્વાસ્થ્યવર્ધક ભોજન કરાવો. જેનાથી તેમની દરેક તકલીફ દૂર થશે. નિયમિત ડોક્ટરની સલાહ અને સૂચન લેવાનું રાખો.

૪. રોકાણ કરવા માટેની અનેક તક તમારી સામે આવશે પણ કોઈપણ સ્કીમ કે પછી પ્લાનમાં રોકાણ કરતા પહેલા ભવિષ્યમાં તેનાથી કેટલો ફાયદો અને નુકશાન થઇ શકે એમ છે એ જરૂર ચકાસી લેજો.

૫. આ વર્ષે તમે પૈસા કમાવવા માટે થોડી મહેનત કરવી પડશે પણ તમારા કામમાં જો તમે હમેશા ઈમાનદાર રહેશો તો તમારે સફળતા મેળવવા માટે ઓછી મહેનત કરવી પડશે. કોઈને ભાગીદાર બનાવીને કોઈ નવો બિઝનેસ શરુ કરવા માંગતા હોવ તો પહેલા તમારા પરિવારની સલાહ જરૂર લેજો.

૬. દિવાળીની આસપાસ તમે તમારા જીવનસાથી સાથે કોઈ દુરના સ્થળે પ્રવાસ માટે જઈ શકશો. તમે અને તમારા જીવનસાથી આ વર્ષે ખુબ આનંદમાં રહેશો. આ વર્ષે જે પણ મિત્રો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખી રહ્યા છે તેમના માટે સારા સમાચાર આવશે.

૭. જયારે જયારે તમે કોઈ ગરીબ અને જરૂરિયાત ધરાવતા લોકોની મદદ કરશો ત્યારે ઈશ્વર તમારો સાથ જરૂર આપશે. આ વર્ષે માતા અને પિતાના હાથે થોડું દાન પુણ્ય પર કરાવવાનું રાખો જેના કારણે તમને અને તમારા પરિવારને આર્થિક અને શારીરિક લાભ થશે.

લેખન : જ્યોતિષ આચાર્ય આનંદ.

આજનો વિચાર : જીવનમાં જો તમે ખુશ થવા અને પરિવારને સુખી કરવા માંગો છો તો હંમેશા પોઝીટીવ રહો નેગેટીવીટીને જીવનમાં સ્થાન આપશો નહિ.

Posted By: GujjuRocks Team
દરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ. આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here