23, ઓક્ટોમ્બર 2018, રાશિફળ – બધી જ રાશિઓ માટે, મકર રાશિના જાતકો ખાસ વાંચો…

1

1. મેષ – અ,લ,ઈ (Aries): આજે તમને બધી તરફથી ફાયદો મળશે તમારા જુના મિત્રોને મળીને મન ખુશ થઇ જશે તમારા મિત્રો તમારી પરિસ્થતિ જોઇને ખુશ થશે તેમને તમારા પર ગર્વ થશે. જયારે પણ મુસીબત આવે ત્યારે એવા વ્યક્તિની મદદ લેજો જે નિસ્વાર્થ ભાવે તમને મદદ કરે. ઓફિસમાં થોડું કામ વધારે આવી જશે જેના કારણે ઘરે જવામાં મોડું થશે પણ બને ત્યાં સુધી પ્રયત્ન કરો કે કામ ઘરે લઈને ના જાવ કારણકે પરિવારને સમય આપવો પણ જરૂરી બને છે. કોઈને ઉછીના આપેલા પૈસા આજે તમને મળી જશે જેનાથી તમને થોડી રાહત થશે. તમારા જીવનસાથીને પણ થોડો સમય આપો નહિ તો એ તમારાથી નારાજ થઇ જશે.
શુભ અંક : ૬
શુભ રંગ : આસમાની

2.વૃષભ – બ,વ,ઉ (Taurus): આજે દિવસની શરૂઆત તો તમારી બહુ સારી હશે પણ ઓફિસમાં તમારા ઉપરી અધિકારી દ્વારા તમે કામ પૂર્ણ નથી કર્યું એના માટે તમારે સંભાળવું પડશે. બધાની વચ્ચે તમને કહેવામાં આવેલી વાતો તમને દુઃખ પહોચાડશે. આવક વધવાની સાથે સાથે ખર્ચ પણ વધશે તો તહેવારના દિવસોમાં કોઈ બિનજરૂરી વસ્તુ પાછળ ખર્ચ ના થાય તેની તકેદારી રાખજો. આજે તમારા બાકી રહેલા પ્રોજેક્ટ અને કામ ને પુરા કરવા માટેનો યોગ્ય સમય છે. તમારા સાથી કર્મચારી તરફથી તમને પુરતો સપોર્ટ મળશે. તમારા ઓફીસના કામને લીધે આજે જીવનસાથી સાથે પણ નાની નાની વાતે ગુસ્સે થઇ જશો. મન શાંત રાખો અને તમારા પરિવારને તમારી તકલીફ સમજાવો. તેમની હાજરી અને સલાહથી તમારું મન હળવું થશે.
શુભ અંક : ૫
શુભ રંગ : લાલ

3. મિથુન – ક,છ,ઘ (Gemini):આજે તમારા ભવિષ્યને સુરક્ષિત કરવાની એક સુંદર તક તમારી સામે આવશે તો સૌથી પહેલા એ બાબતની સંપૂર્ણ ચકાસણી કરો અને રોકાણ કરો. રોકાણ કરતા પહેલા તમારા વડીલો અને ઉપરી અધિકારી મિત્રોની સલાહ અચૂક લેજો. આજે સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેશો તો કોઈપણ પ્રકારની તકલીફ થશે નહિ. લગ્નઈચ્છુક મિત્રોની મુલાકાત આજે એક પ્રેમાળ વ્યક્તિ સાથે થશે તો તેને ઈમ્પ્રેસ કરવા માટે કોઈપણ જાતનો વધારે પડતો દેખાડો કરશો નહિ તમારો સ્વભાવ જ તમારી ઇમ્પ્રેશન જમાવશે. આજે કોઈ ખુશીના સમાચાર પણ મળવાની શક્યતાઓ રહેલી છે. પરિવાર સાથે એ ખુશીને વહેચો, આજનો પૂરો દિવસ આનંદમાં વ્યતીત થશે.
શુભ અંક : ૩
શુભ રંગ : પીળો

4. કર્ક – ડ,હ (Cancer): આજે તમારે અનેક મુસીબતનો સામનો કરવો પડશે પણ તમારું મજબુત મનોબળ તમને એ દરેક મુસીબતમાંથી બહાર લાવશે તમારે આજે કોઈપણ લલચાવનારી સ્કીમ કે રોકાણ કરવાવાળા પ્રોજેક્ટમાં પૈસા રોકવાના નથી કોઈ પણ પ્રકારની ચકાસણી વગર જો તમે પૈસાનું રોકાણ કરશો તો તમારા એ પૈસા ડૂબવાની સંભાવના છે. જો તમે કોઈ પાસેથી તમારું કામ કઢાવવા માંગો છો તો પ્રેમથી અને શાંતિથી વાત કરશો તો જ એ કામ શક્ય બનશે. આજે પ્રેમ માટે સારો સમય છે તો તમારા જીવનસાથી કે પછી પ્રિયપાત્ર સાથે પ્રેમભરી વાતો કરો અને એકબીજાને સરપ્રાઈઝ આપો. ઓફિસમાં આજે તમે નોંધપાત્ર કામ નહિ કરી શકો. આજે તમે ધારેલું કામ નહિ કરી શકો. આરામમાં સમય પસાર થશે પણ આવતીકાલ માટે તમે તૈયાર રહો.
શુભ અંક : ૭
શુભ રંગ : કેસરી

5. સિંહ – મ,ટ (Lio):શરતોને આધીન હોય એવા કોઈપણ નાણાકીય વ્યવહારમાં પડશો નહિ તમારા પૈસા ડૂબવાના યોગ છે. આજે સ્વાસ્થ્યની પ્રત્યે તકેદાર રહો નાનામાં નાની તકલીફને ઇગ્નોર કરશો નહિ. ઓફિસમાં જો કોઈ મુશ્કેલ કામ આવશે તો તમારા સહકર્મચારી તમને મદદ કરશે. તેમનો આભાર માનવો ભૂલશો નહિ. આજે તમારે પરિવારમાં બધાની તબિયતનું ખાસ ધ્યાન આપવાનું છે. આજે સામાજિક કામોમાં થોડા વ્યસ્ત રહેશો જેના કારણે સાંજે થાક વધુ લાગશે અને માથાનો અને શરીરનો દુખાવો થઇ શકે છે. આજે જો કોઈ મિત્ર સાથે જૂની પુરાની દુશ્મની ચાલતી હોય તો એનો અંત લાવી દો. સામેથી માફી માંગવાથી કોઈ તકલીફ થવાની નથી. આજે તમારા વ્યવહારથી કોઈનું મન દુભાય નહિ તેનું ખાસ ધ્યાન રાખજો.
શુભ અંક : ૫
શુભ રંગ : પીળો

6. કન્યા – પ,ઠ,ણ (Virgo): આજે તમારી માટે ખુબ સારો દિવસ છે. સંતાનો તરફથી તમને ખુશીના સમાચાર મળી શકશે તમે સંતાનો દ્વારા કરવામાં આવેલા કામથી બહુ ખુશ થશો અને તમને તમારા બાળકો પર ગર્વ થશે. આજે પૈસાનું રોકાણ કરવા માટે સારો દિવસ નથી તો રોકાણ કરવાનું ટાળો. આજે તમે કોઈની સાથે વાત કરો તો થોડી સાવધાની રાખો ક્યાંક તમારી સિક્રેટ વાતો કોઈ જાણી ના જાય એ ધ્યાન રાખજો. રોજ કરતા આજનો દિવસ તમારી માટે બહુ સારો છે સાંજના સમયે પરિવાર સાથે આનંદ માણી શકશો. આજે તમારા જીવનસાથી પણ તમને સારી રીતે સાથ આપશે.
શુભ અંક : ૪
શુભ રંગ : સફેદ

7. તુલા – ર,ત (Libra):આજ સવારથી તમને પૈસા કમાવવા માટેના સારા સંકેત મળશે. જો કોઈ જગ્યાએ પૈસા રોકવા માંગો છો તો તમે સોના અને ચાંદીમાં પૈસા રોકી શકો છો જેથી ભવિષ્યમાં તમને યોગ્ય વળતર મળી રહે. આજે તમને તામ્ર જીવનસાથી તરફથી સારા સમાચાર મળી શકે છે. પરિવારમાં કોઈ સારો પ્રસંગ લેવાય એવું વાતાવરણ બનશે. આજે ઘરમાં કોઈની તબિયત બગડવાના યોગ છે નિયમિત ડોક્ટરની મુલાકાત લેવાનું રાખજો. જો તમારા પરિવારમાં કોઈના જીવનમાં કોઈ પરેશાની હોય તો એમની મદદ કરો અને તેમની તકલીફ ઓછી કરી ખુશ કરી શકો છો. દરરોજના પ્રમાણે આજનો દિવસ નોર્મલ રહેશે.
શુભ અંક : ૬
શુભ રંગ : ગુલાબી

8. વૃષિક – ન,ય(Scorpio):આજે તમારે અલગ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે પણ તમારે એવી પરિસ્થતિમાં ઉગ્ર થવાનું નથી ખૂબ ધીરજ અને સમજદારીથી એ સમસ્યાને સુલાજાવવાની છે. તમારો મિલનસાર સ્વભાવ આજે તમને વધુ તકલીફ આપશે. બધા વ્યક્તિઓ એકસરખા નથી હોતા કોઈપણ વ્યક્તિને તમારી અંગત વાતો જણાવતા પહેલા એ વ્યક્તિ કેવી છે એની તપાસ કરો. કામની ચિંતામાં આજે તમે તમારા જીવનસાથીને યોગ્ય સમય નહિ આપી શકો જેનાથી તમારે તેમની નારાજગીનો સામનો કરવો પડશે. સાંજે ઘરે જતા જીવનસાથી માટે સુંદર ગુલાબ લઈને જાવ. આજે તમારે તમારા દરેક વિચાર ઓફિસમાં જણાવવાની જરૂરત નથી.
શુભ અંક : ૮
શુભ રંગ : ગુલાબી

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): આજે પૈસા બનાવવા માટેની તક સામેથી આવશે પણ પુરતી ચકાસણી કર્યા વગર કોઈપણ પ્રકારનું રોકાણ કરશો નહિ. આજે મિત્રો તરફથી તમને પુરતો સહયોગ મળશે. આજે ઘરમાંથી કોઈની તબિયત પર વાતાવરણના લીધે અસર વર્તાશે તો તેમની સાથે રહીને તેમને તમારા પ્રેમની હૂંફ આપો. આજે થોડો ફાલતું અને નકામી વસ્તુ પાછળ પૈસાનો ખર્ચ થશે. કોઈપણ પ્રકારની ભાગીદારીથી દૂર રહો એ તમારા ભવિષ્યને માટે યોગ્ય નથી. આજે તમારા જીવનસાથીનું હૃદય તમે અજાણતા દુભાવી ના બેસો તેની તકેદારી રાખો. આજનો દિવસ મિશ્ર પરિણામ વાળો રહેશે.
શુભ અંક : ૫

10. મકર – જ, ખ (Capricorn):.
આજે તમારે કોઈ અજાણ્યાને મદદ કરવાનું બની શકે છે પણ તેમની સાથે એટલા પણ સંબંધ ના બનાવો કે ભવિષ્યમાં તમે તેમને કોઈ કામ માટે ના કહી શકો નહિ. કોઈપણ સ્કીમ કે પ્લાનમાં પૈસા રોકતા પહેલા તમારા વડીલો કે પછી ઉપરી અધિકારીની મદદ કે સલાહ સુચન લેવાનું રાખજો. આજે તમારે લાંબા સમય માટે પૈસા રોકવા માટે સારો સમય છે. આજે તમારી દરેક વસ્તુઓને સાચવીને રાખો ક્યાંક મુસાફરી કરવાનું પ્લાનિંગ હોય તો સામાનનું વિશેષ ધ્યાન રાખજો. તમારી નાનકડી બેદરકારી તમને મોટું નુકશાન પહોચાડી શકે છે.
શુભ અંક : ૫
શુભ રંગ : પીળો

11. કુંભ – ગ,શ,સ(Aquarius): આજે તમારા જીવનસાથી અને તમારા માટે બહુ સુંદર દિવસ છે તમે ઈચ્છો એ આજે પૂર્ણ કરી શકશો. આજે તમારો પરિવાર પણ તમારાથી અને તમે કરેલા કામથી ખુશ રહેશે. જો યોગ્ય પ્લાનિંગ હોય તો જ તમે કોઈપણ પ્રકારની રોકાણની સ્કીમમાં આગળ વધજો. આજે પૈસા ડૂબવાના યોગ બની રહ્યા છે. આજે કોઈપણ મુશ્કેલી આવે તમારે તેને તમારા મન પર હાવી થવા દેવાની નથી સવારથી તમે જેમ ખુશ છો એવો જ સ્વભાવ બનાવી રાખજો. તમારો વધુ પડતું ઉદાર વર્તન તમને મુશ્કેલીમાં મૂકી શકશે. રસ્તો ઓળંગતા સમયે ખાસ તકેદારી રાખજો.
શુભ અંક : ૩
શુભ રંગ : જાંબલી
12. મીન – દ,ચ,જ,થ(Pisces): સ્વાસ્થ્ય પ્રત્યે આજે થોડી સાવધાની રાખવાની જરૂરત છે કોઈ જૂની સમસ્યા તમને આજે પરેશાન કરશે. તે સમસ્યાનો ઉકેલ લાવવા માટે બને એટલા લોકોને મળવું પડે તો આજે મુલાકાત કરી લેજો. કોઈ ઉપરી અધિકારીની મદદથી આજે ઓફિસમાં તમારા અટકેલા કામ કરવાનો પ્રયત્ન કરો. આજે તમારા વ્યવહારથી તમારા જીવનસાથી તમારાથી નારાજ થઇ શકે છે. તેમની સાથે બહુ નરમાશથી અને પ્રેમથી વાત કરો. આજે રાતનો સમય પરિવાર સાથે વિતાવો. જો આજનો દિવસ તમારે સુધારવો હોય તો તમારે આજે વર્ષો થી જે મિત્ર તમારી સાથે નથી બોલતો તેને મનાવી લેવાનો છે અને જૂની વાતો યાદ કરીને આનંદ ઉઠાવવાનો સમય છે.
શુભ અંક : ૯
શુભ રંગ : નારંગી

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ :

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધીશુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

૧. આ વર્ષે તમારે સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સજાગ રહેવાનું છે. જો તમારું વજન વધારે છે તો પછી આજથી જ હળવી કસરત અને ચાલવા જેવી પ્રવૃત્તિ શરુ કરો. નહિ તો કોઈ કાયમી બીમારી તમારા શરીરમાં ઘર કરી જશે.

૨. આ વર્ષે પૈસા કમાવવા માટે ઘણી બધી તક સામે ચાલી ને આવશે તમારે જરૂરત છે ફક્ત યોગ્ય સાવચેતી રાખીને એ તક જડ્પવાની. તમારે મિત્રો અને વડીલોની સલાહથી અમુક પ્રોજેક્ટ શરુ કરવાના છે. નવા પ્રોજેક્ટ માટે પણ આ વર્ષ તમારી માટે સારો સમય છે.

૩. પરિવારમાં આ વર્ષે થોડા થોડા સમયે બધાની તબિયત નરમ ગરમ રહેશે. વડીલોને નિયમિત ડોક્ટરની મુલાકાત અને નિયમિત દવાનું સેવન કરાવજો. આ વર્ષે તમારે ડોક્ટરની મુલાકાત લેવાનું અવારનવાર બનતું રહેશે. થોડી તકેદારીથી એ તકલીફ પણ ઓછી થઇ જશે.

૪. બાળકોનું ખાસ ધ્યાન રાખો કોઈપણ પ્રકારની એલર્જી થઇ શકે છે. આજે ભીડ-ભાડ વાળી જગ્યાઓમાં સાવધાની રાખો. કોઈપણ વ્યક્તિ પર બહુ સરળતાથી ભરોસો મુકવો એ તમારી તકલીફમાં વધારો કરશે.

૫. જો જીવનમાં આગળ વધવા માંગો છો અને સફળતાને હાસિલ કરવા માંગો છો તો તમારે સૌથી પહેલા તમારા એવા મિત્રો જે તમારી સાથે નથી બોલતા એમની માફી માંગીને કરો. ભૂતકાળમાં કરેલી ભૂલોને ફરથી કરશો નહિ. તમારે તમારા દરેક કામ આયોજન કરીને જ કરવા જોઈએ.

૬. તમારા ભવિષ્યના જે પ્લાન છે એ લોકોને અત્યારથી જણાવશો નહિ. તમારા વિચારો ચોરી થઇ શકે છે માટે તમારા કાર્યક્ષેત્રમાં પણ સાવધાની રાખો. તમારા મિત્રો તમને સાચી સલાહ આપશે તો કોઈપણ મહત્વનો નિર્ણય કરતા પહેલા તેમની સલાહ લેવાનું રાખો.

૭. આ વર્ષનો અંત તમારી માટે ખુશીઓથી ભરપુર રહેશે. તમારા સંતાનો અને જીવનસાથી તરફથી તમને આ વર્ષે સારા સમાચાર મળશે જેનાથી તમને ખુબ ખુશી મળશે. તમારી સફળતામાં તમારા દરેક પરિવારજનોને અને દુરના મિત્રોને સામેલ કરો.

લેખન : જ્યોતિષ આચાર્ય આનંદ.

ઈશ્વર હમેશા તમારી સાથે જ રહે. અને આપનો આવનારો સમય આજના સમય કરતા પણ સારો રહે તેવી આશા.

આજનો વિચાર : ગુંગળામણ નું કારણ ફક્ત ઓક્સિજન નો અભાવ જ નથી હોતો, ક્યારેક ના કહેલી વાત પણ ગૂંગળાવી મારે છે…

Posted By: GujjuRocks Team
દરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ. આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here