સુરતમાં બાનાવાયું લોક કલ્યાણ અર્થે 2300 કિલોથી વધૂ વજનનું પારદનું શિવલિંગ, દુનિયામાં આટલું વિશાળ શિવલિંગ તમને ક્યાંય નથી

અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે. ને ભક્તો પણ પૂરી શ્રદ્ધા ને ભક્તિ પૂર્વક ધામધૂમથી શિવનો મહિમા ગાઈને સાંભળીને અને હર હર મહાદેવનાં નારા સાથે ઉજવણી કરી રહ્યાં છે. ઠેર ઠેર મનમોહી લેનાર શિવલિંગ બનાવી પૂજા અર્ચના કરી રહ્યાં છે. આખા દેશ વિદેશમાં અત્યારે શિવ મહિમાનાં ગુણગાન ગાઈ ભક્તો ધન્યતા અનુભવી રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં આવેલ સુરતમાં 2300 કિલોથી પણ વધુ વજનનું પારાનું શિવલિંગ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

મળેલ વિગત અનુસાર, સુરતમાં આવેલ અટલ આશ્રમમાં એક શિવમંદિર આવેલું છે. ત્યાં આ વર્ષે ભક્તોએ મંદિરના સંચાલકોએ મળીને એક અદભૂત શિવલિંગની રચના કરી છે. આ શિવલિંગ લોકોના આકર્ષણનું કારણ એટ્લે બન્યું છે કે, આ શિવલિંગ એ 2300થી વધુ વજનનુ અને પારામાંથી બનાવેલું છે. આટલું વિશાળકાય શિવલિંગ આજ સુધી પૂરા વિશ્વમાં કોઈને બનાવવાનો વિચાર પણ નથી આવ્યો, આ એક અદભૂત ઘટના કહી શકાય.

આ આશ્રમમાં લોકોના ટોળે ટોળાં ઉમટી પડ્યા છે આ શિવલિંગને જોવા માટે. કોઈ આશ્ચર્ય ભાવ સાથે જોવા આવે છે તો કોઈ ભક્તિ ભાવે. જે લોકો પણ આ શિવલિંગના દર્શનાર્થે આવે છે એ આ શિવલિંગના દર્શન કરી ધન્યતા અનુભવે છે. આવનાર લોકો તો એ પણ કહે છે કે, આવું અદભૂત ને વિશાળકાય શિવલિંગ પહેલા ક્યારેય નથી જોયું કે કદાચ ભવિષ્યમાં જોવા પણ ના મળે.

શાસ્ત્રોમાં પર્ઠેશ્વર શિવલિંગ, સ્ફટિક શિવલિંગ ને પારદના શિવલિંગની પૂજાનું મહત્વ ઘણુ અનેરું દર્શાવ્યું છે. આ આશ્રમના એક સ્વામી બટુકગીરીએ પારાના શિવલિંગની પૂજાનું મહત્વ સમજાવતાં કહ્યું હતું કે, શિવ પુરાણ અને શિવ સંહિતામાં તેમજ અથર્વવેદમાં પારાના શિવલિંગની પૂજાનું મહત્વ સમજાવ્યું છે. શિવલિંગ પૂજામાં જે મહત્વ દર્શવાયું છે એમાં પારાની શિવલિંગ પૂજા ઉતમ છે. આ શિવલિંગને ક્યાંય પણ રાખી શકાય છે. જો પારાની શિવલિંગની પૂજા ઘરમાં રાખી કરવામાં આવે તો સંપૂર્ણ વાસ્તુદોષનો નાશ થાય છે. સાથે ઘરનું વાતાવરણ પવિત્ર બને છે. એ ઉપરાંત પિતૃદોષમાંથી પણ મુક્તિ મળી શકે છે.

પારાના શિવલિંગ સાક્ષાત ભગવાન શિવનું જ સ્વરૂપ માનવામાં આવે છે. જો રોજ એની પૂજા ઘરમાં કે મંદિરમાં કરવામાં આવે તો કોઈ મંત્ર તંત્રની અસર પૂજા કરનાર પર નથી પડતી.

સામાન્ય રીતે જો જોઈએ તો પારાના શિવલિંગની જો યોગ્ય વિધી વિધાન સાથે પૂજા કરવામાં આવે તો જે કોઈ કષ્ટો હોય એ મહાદેવ સાક્ષાત હરી લે છે અને પૂજા કરનાર ને અખંડ ધન સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.

એટલા માટે જ આ આશ્રમના ગુરુના આદેશથી આટલું વિશાળ  પારાનું શિવલિંગ બનાવી લોક કલ્યાણ અર્થે પૂજામાં મૂકવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે ગુજરાતમાં તો ઠીક આખી દુનિયામાં આટલું વિશાળ શિવલિંગ ક્યાંય આવી રીતે પૂજા માટે કે લોક કલ્યાણ માટે મૂકવામાં આવ્યું નથી.

Author: GujjuRocks Team
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!