23 ઓક્ટોબર મંગળવાર શરદ પૂર્ણિમા વ્રત,પૂજા વિધિ, શુભ મુહૂર્ત, નિયમ…વાંચો લેખ

0

શરદ પૂર્ણિમા નું વ્રત શારદીય નવરાત્રી પછી આવે છે. આ વખતે શરદપૂર્ણિમા 23 ઓક્ટોબર મંગળવારના દિવસે આવે છે. શરદ પૂર્ણિમા ને કોજાગર પૂર્ણિમા એમાં જાગૃતિ પૂર્ણિમાં કે કુમાર પૂર્ણિમા નામે ઓળખવામાં આવે છે. આ દિવસે લોકો વ્રત રાખે છે અને ચાંદની પૂજા કરે છે.

અશ્વિન મહિનામાં આવવાવાળી પૂર્ણિમા એટલે કે શરદપૂર્ણિમા સૌથી મોટી પૂર્ણિમા તરીકે માનવામાં આવે છે.

શરદપૂર્ણિમા શુભ મુહૂર્ત:-

શરદપૂર્ણિમાનો 23 ઓક્ટોબર મંગળવારના દિવસે રાખવામાં આવે છે પૂર્ણિમાતિથિ 23 ઓક્ટોબરના દિવસે 22:36 મિનિટ શરુ થશે. અને ૨૪ ઓક્ટોબર 22:14 મિનિટ પર સમાપ્ત થશે.

શરદપૂર્ણિમા વ્રત, પૂજા વિધિ:-

પૌરાણિક કથા અનુસાર આ દિવસે મહાલક્ષ્મીનો જન્મ દિવસ મનાવવામાં આવે છે એટલા માટે ધનલક્ષ્મી માટે આ દિવસ ઉત્તમ માનવામાં આવશે શરદપૂર્ણિમાના દિવસે સવારે વહેલા ઊઠીને સ્થાન કરીને વ્રત માટે સંકલ્પ કરવો જોઇએ અને વ્રત રાખવું જોઇએ.

આ દિવસે ઇષ્ટદેવ તેમજ માં લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે મા લક્ષ્મીજીની પૂજા સામે ઘીનો દીપક પ્રકટાવી ફૂલ ફળ અર્પણ કરવું જોઈએ.

એવી માન્યતા છે કે શરદ પૂર્ણિમાના દિવસે રાત્રે ચંદ્રમાને અર્ધ્ય આપ્યા પછી જ ભોજન કરવું જોઈએ આ દિવસે રાત્રે જાગરણ કરવાથી ધનમાં વૃદ્ધિ થાય છે તેમજ આ દિવસ અને બ્રાહ્મણોને ખીરનું ભોજન કરાવજે તેમજ મંદિરમાં દાન કરવાથી વિશેષ લાભકારી રહેશે.

શરદ પૂર્ણિમા નું મહત્વ:-

શાસ્ત્રોમાં શરદપૂર્ણિમાનો ખૂબ જ મહત્વ માનવામાં છે આ દિવસે શરદ ઋતુ આરંભ થાય છે કે કહેવા મા છે કે આ દિવસ ચંદ્ર સંપૂર્ણ અને સોળ કળાનો યુક્ત હોય છે. ચંદ્રમાંથી અમૃત વર્ષા થતી હોવાથી વ્યક્તિને ધન પ્રેમ અને સ્વાસ્થ્યનો વરદાન મળે છે.

લક્ષ્મી પ્રાપ્તિ માટે વ્રત વિશે જોઈએ શાસ્ત્ર અનુસાર આ દિવસે કરવામાં આવેલાં અનુષ્ઠાનનો અવશ્ય ફળ પ્રાપ્ત થાય છે આ દિવસે ખીર ખાવાથી અમૃત બરાબર ફળ પ્રાપ્ત થાય છે.

શરદપૂર્ણિમા નિયમ:-

શરદ પૂર્ણિમાના દિવસે માં લક્ષ્મીજીની કૃપા અને આશીર્વાદ પામવા માટે આ નિયમોનું પાલન કરવું જોઈએ.

શરદ પૂર્ણિમાના દિવસે જળ અને ફળ ગ્રહણ કરવું જોઈએ ઉપવાસ રાખવો જોઈએ.

જો તમે ઉપાસના કરી શકો તો સાત્ત્વિક આહાર ગ્રહણ કરવું જોઈએ

માન્યતા એવી છે કે આ દિવસે સફેદ રંગના વસ્ત્રો ધારણ કરવા જોઈએ.

જો શરદ પૂર્ણિમાના દિવસે વિધિ-વિધાનથી પૂજા કરશો અને તેના નિયમોનું પાલન કરશો માં લક્ષ્મીજીની કૃપા અવશ્ય પ્રાપ્ત થશે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here