22, ઓક્ટોમ્બર 2018, રાશિફળ – બધી જ રાશિઓ માટે, કર્ક રાશિના જાતકો ખાસ વાંચો…

0

1. મેષ – અ,લ,ઈ (Aries): આજે વધારે પડતો શ્રમ કરવાનું ટાળો વધારે વજન ઉચકવા વાળા કામ કરવાનું ટાળો. નિયમિત ડોક્ટરની મુલાકાત લેવાનું રાખો. આજે ઉંમરલાયક મિત્રો સ્વાસ્થ્ય પ્રત્યે ખાસ તકેદારી રાખો. આજે બહારનું ખાવા પીવામાં ધ્યાન આપજો બને ત્યાં સુધી પ્રયત્ન કરજો કે ઘરનું અને સાદું ભોજન કરી શકો. માથાનો દુખાવો આજે બપોરથી જ રહેશે. આજે ઓફિસમાં પણ તમારું મન બેચેન રહેશે. સાંજના સમયે ફ્રેશ થવા માટે તમારો સમય પરિવાર સાથે વિતાવો, તમારા જીવનસાથી માટે આજે નાનકડી સરપ્રાઈઝ પ્લાન કરો તમે પણ ખુશ રહેશો અને પરિવારમાં દરેક તમારી હાજરીથી ખુશ રહેશે. આજે પૈસા કમાવા માટેનો સારો દિવસ છે પણ તેની સાથે આજે વધારાનો ખર્ચ પણ થઇ શકે એમ છે. તમારા મોજીલા અને રમૂજી સ્વભાવ પર થોડો કંટ્રોલ રાખો.
શુભ અંક : ૪
શુભ રંગ : નારંગી

2.વૃષભ – બ,વ,ઉ (Taurus): તમારા મનમાં ચાલી રહેલા નવા વિચારોને જાહેર કરો તમારી ક્ષમતાથી વધુ કામ કરવાની હિમત તમારામાં આવશે. આજે તમારા કાર્યસ્થળ પર તમારા પ્રોજેક્ટ કે કામને લઈને ઘણા સલાહ અને સૂચનો મળશે હવે તેને માનવી કે ના માનવી એ તમારા પર આધાર રાખે છે. આજે જુના મિત્રોને લઈને તમારી સાંજ બની જશે. આજે પરિવારમાં કોઈની તબિયત બગડી શકે છે. ઘરમાં નાની નાની વાતે ઝઘડાનું મોટું સ્વરૂપ ના બની જાય એની તકેદારી રાખજો. આજે કોઈ નવા જ લોકો સાથે તમારી મુલાકાત થશે જેના લીધે તમને થોડી મુશ્કેલી થશે.
શુભ અંક : ૩
શુભ રંગ : આસમાની

3. મિથુન – ક,છ,ઘ (Gemini):આજે તમારે કોઈપણ કામ કરવા માટે કે પછી રોકાણ કરવા માટે ઉતાવળે પગલું ભરવાનું નથી. આજે પૈસા ડૂબવાના યોગ છે. આજે તમને તમારા પ્રિયપાત્ર સાથે સમય વિતાવવા માટેની ઉત્તમ તક મળશે. લગ્નજીવનમાં અને કારકિર્દી માટે આજનો દિવસ સૌથી શ્રેષ્ઠ છે તો આજે તમારા હાથમાં આવેલી કોઈપણ તક ચુકી ના જાવ એની સાવધાની રાખજો. આજે સવારનો સમય તમારી માટે શ્રેષ્ઠ છે જે પણ વિચાર તમને સવારના સમય દરમિયાન આવે તેને બને એટલો વહેલા અમલમાં મુકો.
શુભ અંક : ૧
શુભ રંગ : લાલ

4. કર્ક – ડ,હ (Cancer): આજે પરિવારજનોની ફરમાઇશ પૂરી કરવા જતા અમુક વધારાના ખર્ચ થવાના યોગ છે. સાંજના સમયે પેટ અને પીઠમાં દુખાવો થઇ શકે છે. તમને આજે તમારા ઉપરી અધિકારી તરફથી પુરતો સપોર્ટ મળશે જેના લીધે આજે ઘણા સમયથી અટકી પડેલા કામને તમે આગળ વધારી શકશો. આજે તમારે કોઈપણ વ્યક્તિ સાથે વાત કરો ત્યારે તમારી વાણી પર સંયમ રાખજો નહિ તો તમારું બનેલું કામ બગડી શકે છે. કોઈપણ નવા કાર્યની શરૂઆત કરતા પહેલા ઈશ્વરને યાદ કરવાનું ચુકતા નહિ. આજે બપોરનો સમય તમારી માટે લાભદાયી છે. આજે પરિવાર તરફથી પણ તમારા વખાણ થશે જેનાથી તમને ખૂબ આનંદ મળશે.
શુભ અંક : ૫
શુભ રંગ : પીળો

5. સિંહ – મ,ટ (Lio):આજે માફી માંગવાનો અને માફી આપવાનો દિવસ છે જો કોઈ સાથે લાંબા સમયથી અબોલા ચાલી રહ્યા છે તો તેનો અંત તમે જ લાવો. આજે સાંજનો સૂર્યાસ્તનો સમય પ્રેમ પ્રસ્તાવ માટે સૌથી યોગ્ય છે તો પછી આજે તમારી લાગણીઓને એ ખાસ વ્યક્તિ સમક્ષ મુકો. આજે આર્થિક લાભ માટે નાનકડી મુસાફરી કરવાનું બની શકે છે. સાંજે તમને સરપ્રાઈઝ મળવાના પણ યોગ બની રહ્યા છે.
શુભ અંક : ૩
શુભ રંગ : કેસરી

6. કન્યા – પ,ઠ,ણ (Virgo): કામ પ્રત્યેની તમારી ઉદાસીમાં આજથી જ તમારે બદલાવ લાવવાની જરૂરત છે. તબિયતના કારણે આજે કોઈ મહત્વની મીટીંગ કે પછી મોટા પ્રોજેક્ટનું કામ અટકી શકે છે. જરૂરિયાતના સમયે આજે તમારું પ્રિયજન તમારાથી દૂર હશે. અણધાર્યું કોઈ કામ આવી ને તમને વ્યસ્ત કરી દેશે. આજે હતાશ થઈને તમારે બેસી રહેવાનું નથી આજે કોઈ નવા અને અલગ કામમાં ધ્યાન લગાવો જે તમને ફ્રેશ કરી શકે. હંમેશા પોઝીટીવ રહો નેગેટીવ વિચારોને કારણે તમે દુખી થઇ શકો છો. એક વાત જરૂર યાદ રાખો કોઈપણ દુઃખ કાયમ નથી રહેવાનું તમારી મહેનતથી તમે આગળ વધી શકશો.
શુભ અંક : ૧
શુભ રંગ : પીળો

7. તુલા – ર,ત (Libra):આજે ખાવા પીવાની બાબતમાં તમારે ઘણી કેર કરવાની જરૂરત છે. વધારે પડતું તીખું અને તળેલું ખાવાનું ઇગ્નોર કરો. સંબંધોના વહેણમાં એટલા પણ ના વહી જશો કે ત્યાંથી પાછું આવવું મુશ્કેલ થઇ જાય. તમારો મિલનસાર સ્વભાવ આજે તમને વધુ તકલીફ આપશે. બધા વ્યક્તિઓ એકસરખા નથી હોતા કોઈપણ વ્યક્તિને તમારી અંગત વાતો જણાવતા પહેલા એ વ્યક્તિ કેવી છે એની તપાસ કરો. કામની ચિંતામાં આજે તમે તમારા જીવનસાથીને યોગ્ય સમય નહિ આપી શકો જેનાથી તમારે તેમની નારાજગીનો સામનો કરવો પડશે. દિવસનો અંત પરિવાર સાથે વિતાવો. મગજ પર વધુ દબાણને કારણે તમને માથાનો દુખાવો થઇ શકે છે.
શુભ અંક : ૪
શુભ રંગ : સફેદ

8. વૃષિક – ન,ય(Scorpio):આજે દિવસની શરૂઆત તો તમારી ખૂબ સુંદર રહેશે પણ જેમ જેમ દિવસ ચઢતો જશે તેમ તમારું સ્વાસ્થ્ય બગડતું જશે. આજે ખાવા પીવામાં થોડી કાળજી રાખો. ઓફિસમાં આજે તમારી સાથે દરેક લોકો સારું વર્તન કરશે. તમારે આજે થોડી મહેનત કરવી પડશે પણ એ મહેનતનું ફળ તમને યોગ્ય સમયે યોગ્ય રીતે મળી રહેશે. અફવાઓથી બચીને રહો. આજે દિવસનો અંતિમ ભાગ પરિવાર સાથે વિતાવો તમારા આખા દિવસનો થાક ઉતરી જશે. આજે બપોરનો સમય તમારા નવા કાર્ય માટે યોગ્ય રહેશે. આજે કોઈપણ અજાણ્યા રોકાણના પ્લાનમાં ભાગ લેવાનું ટાળો.
શુભ અંક : ૫
શુભ રંગ : ગુલાબી

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): આજનો દિવસ નવા કાર્ય કરવા માટે ખૂબજ યોગ્ય સમય છે તમને આજે તમારા ઉપરી અધિકારી તરફથી પુરતો સપોર્ટ મળશે જેના લીધે આજે ઘણા સમયથી અટકી પડેલા કામને તમે આગળ વધારી શકશો. આજે તમારે કોઈપણ વ્યક્તિ સાથે વાત કરો ત્યારે તમારી વાણી પર સંયમ રાખજો નહિ તો તમારું બનેલું કામ બગડી શકે છે. માતા પિતા સાથે પ્રેમથી વાત કરવાનું રાખો વધુ પડતો લાગણીશીલ સ્વભાવ તમને નુકશાન પહોચાડી શકે છે.
શુભ અંક : ૨
શુભ રંગ : ગુલાબી

10. મકર – જ, ખ (Capricorn):
આજે તમારા કામના સ્થળ પર તમારો સમય ખૂબ સુંદર અને શાંતિથી પસાર થશે. ઓફિસમાં કોઈપણ કામ કરવા માટે તમે સક્ષમ છો એવા વિચાર સાથે જ આગળ વધો. આજે તમને તમારા પ્રિયપાત્ર સાથે સમય વિતાવવા માટેની ઉત્તમ તક મળશે. લગ્નજીવનમાં અને કારકિર્દી માટે આજનો દિવસ સૌથી શ્રેષ્ઠ છે તો આજે તમારા હાથમાં આવેલી કોઈપણ તક ચુકી ના જાવ એની સાવધાની રાખજો. આજે સવારનો સમય તમારી માટે શ્રેષ્ઠ છે જે પણ વિચાર તમને સવારના સમય દરમિયાન આવે તેને બને એટલો વહેલા અમલમાં મુકો.
શુભ અંક : ૨
શુભ રંગ : વાદળી

11. કુંભ – ગ,શ,સ(Aquarius): તમે કરેલા સારા કાર્યોને લોકોને જાણ કરવાની જરૂરત નથી. ઓફિસમાં અને ઘરમાં દરેક લોકો સાથે શાંતિથી અને વિનમ્રતાથી વાત કરો ક્યાંક તમારું વાણી અને વર્તન તમારા ઓળખીતા અને પ્રિયજનને નુકશાન ના કરે એ ધ્યાન રાખજો. વધારે ગુસ્સો આજે ટાળવો. જો વધુ કામ કરવું પડે તો કરી લેજો ભવિષ્યમાં તેનો ફાયદો તમને જરૂર મળશે. જો લાંબા સમયથી કોઈ પ્રિયપાત્ર સાથે અણબનાવ ચાલી રહ્યો હોય તો આજે તેનો અંત જરૂરથી લાવી દેજો. આજે જુના મિત્રોને ફોન કરીને વાત કરો તમારું મન હળવું થઇ શકશે.
શુભ અંક : ૯
શુભ રંગ : પીળો

12. મીન – દ,ચ,જ,થ(Pisces): દિવસભર વધુ કામના કારણે તમને સાંજે માથાનો દુખાવો થઇ શકે છે. સાંજે બાળકો સાથે વાતો કરીને મન હળવું કરો. આજે નોકરી કરતા મિત્રો માટે સારા સમાચાર આવશે. આજે તમારે મિત્રોની વાતોમાં આવી ને ક્યાય પણ રોકાણ કરવાનું નથી. રોકાણ કરતા પહેલા ભવિષ્યમાં થવાના ફાયદા અને નુકશાનની બરોબર ચકાસણી કરી લેજો. આજે ઓફિસમાં દરેક સાથે નરમાશથી વાત કરજો. ઘરમાં જો નવી ઘરવખરી કે નવો સમાન વસાવવાની તૈયારી કરી રહ્યા છો તો આજે ખરીદી કરો ત્યારે વધારાના પૈસા વપરાઈ ના જાય અને નકામી વસ્તુ પાછળ વધુ પૈસા ના ખર્ચ થાય એની સાવચેતી રાખજો.
શુભ અંક : ૭
શુભ રંગ : જાંબલી

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ :

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધીશુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

૧. જીવનમાં ચઢાવ ઉતાર આવતા જ રહેવાના છે તો તેનાથી જરા પણ ડરતા નહિ. આ વર્ષે તમને ધનલાભનો સારો યોગ છે. એવા ઘણા ચાન્સ તમને મળશે જ્યાં તમે રોકાણ કરીને તમારું ભવિષ્ય બનાવી શકો.

૨. આ વર્ષે બને એટલી ટૂંકી અને ધાર્મિક મુસાફરી કરજો. જેનાથી તમારું અને તમારા પરિવારજનોનું સ્વાસ્થ્ય સારું અને મન પ્રસન્ન રહેશે. મુસાફરીમાં અગત્યના કાગળો સાચવીને રાખજો. અને પુરતી દવાઓ પણ સાથે રાખજો.

૩. પરિવારમાં રહેલા વડીલોની તબિયત સાચવજો નિયમિત કસરત અને નિયમિત ડોક્ટરની મુલાકાત લેવાનું પણ રાખજો. આ વર્ષે તમારા જીવનસાથીની તબિયત પણ નરમ ગરમ રહેશે, તેમને ભરપુર પ્રેમ અને સપોર્ટ કરજો.

૪. વાણી વર્તનમાં હંમેશા ધ્યાન રાખો નહીતો તમારા પ્રિય પરિવારજનો તમારાથી દૂર થઇ શકે છે બાળકોને બને ત્યાં સુધી બહુ એકલા મુકશો નહિ. આ વર્ષે પરિવારમાં કોઈને બીમારી થવાના યોગ છે તો અત્યારથી જ તેમના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહો. નિયમિત કસરત, ખાવા પીવામાં યોગ્ય જાળવણી વગેરે બાબતોનું ધ્યાન રાખીને તેમાંથી બચી શકશો.

૫. આ વર્ષે રસ્તા પર વાહન ચલાવો ત્યારે અને રસ્તો ઓળંગો ત્યારે ખાસ ધ્યાન રાખજો. એક અકસ્માત થવાની પણ સંભાવના છે. આ વર્ષે તમારે પરિવારના સ્વાસ્થ્ય સાથે તમારા સ્વાસ્થ્યની પણ કાળજી લેજો. કોઈપણ નાનામાં નાની બીમારીને અવગણતા નહિ નહિ તો એ તમારા શરીરમાં ઘર કરી જશે.

૬. ઓફિસમાં પણ તમારા નવા વિચારોને આવકાર મળશે. બધા તમારાથી ખુશ થશે, તમારા સાથી કર્મચારી અને ઉપરી અધિકારીની સલાહ સુચન લેવાનું રાખજો. તેમના સૂચનથી વિશેષ ફાયદો મળશે.

૭. આ વર્ષના અંતિમ સમયમાં તમને તમારા મિત્રો પરિવારજનો અને જીવનસાથી તરફથી સારા સમાચાર મળતા રહેશે. તમારી દરેક ખુશીમાં દરેક મિત્રોને સામેલ કરજો. મિત્રો અને પરિવારજનોથી જ તમારું જીવન છે. બધાને સરખું મહત્વ આપો તમારાથી તેમનું મન અને હૃદય ઘવાય નહિ તેનું ધ્યાન રાખજો.

લેખન : જ્યોતિષ આચાર્ય આનંદ.

ઈશ્વર હમેશા તમારી સાથે જ રહે. અને આપનો આવનારો સમય આજના સમય કરતા પણ સારો રહે તેવી આશા.

આજનો વિચાર :

કહેવાતા લાગણીશીલ માણસો જ લાગણીથી ઘણાં દૂર હોય છે,
દરેક ચહેરા પર જુઓ અહીં લાગણી કેરા નકાબ અલગ અલગ હોય છે…

Posted By: GujjuRocks Team
દરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ. આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here