સતત 18-20 કલાક કામ કરનારા ભારતના સૌથી પાવરફુલ લીડર વિશેનું જીવન વાંચો આર્ટિકલમાં


નરેન્દ્ર દામોદરદાસ મોદી (જન્મ: ૧૭ સપ્ટેમ્બર ૧૯૫૦) ભારતના ૧૪મા વડાપ્રધાન છે. તેઓ ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી પણ રહી ચૂક્યા છે.

નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મ એક મધ્યમ વર્ગના કુટુંબમાં વડનગર ખાતે થયો હતો. તે દામોદરદાસ મૂલચંદ મોદી અને તેમના પત્ની હીરાબેન મોદીના છ સંતાન પૈકી ત્રીજુ સંતાન છે.તે નાનપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય હતા. તેમને કિશોરાવસ્થાથી રાજકારણમાં રસ હતો. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજકીય વિજ્ઞાનમાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી છે. ૧૯૯૮ માં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના નેતા લાલકૃષ્ણ અડવાણી દ્વારા ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણી પ્રચાર માટે તેમની પસંદગી કરવામાં આવી હતી. ઇ.સ. ૨૦૦૧ના વર્ષમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે રાજીનામું આપ્યા બાદ તેઓ ૭ ઓક્ટોબર ૨૦૦૧ના દિવસે મુખ્યમંત્રી બન્યા હતા. વર્ષ ૨૦૧૨ની ચૂંટણીમાં જંગી બહુમતીથી જીત્યા બાદ તેઓ ગુજરાત રાજ્યના સતત ચોથી વખત ચૂંટાઇ આવેલા એક માત્ર મુખ્યમંત્રી છે. મોદી ભારતની અંદર અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિવાદમાં રહી ચૂક્યા છે.

તેઓ ગુજરાત ખાતે સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા મુખ્ય મંત્રી છે.

અંગત જીવન
મોદીનો જન્મ વડનગરનાં એક મધ્યમ વર્ગના પરિવારમા થયો હતો જે તે સમયે ભારતનાં મુંબઇ રાજ્યમાં આવતું હતુ. ૧૯૬૭માં તેમણે ગુજરાતમાં રેલ પ્રભાવિત લોકોની સેવા કરી હતી. યુવાન વયે જ તેઓ અખિલ ભારતીય વિધાર્થી પરિષદ સાથે જોડાઈ ગયા હતા.યુવાનાવસ્થામાં તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સંસ્થામાં એક વિદ્યાર્થી તરીકે જોડાયા અને ભ્રષ્ટાચાર વિરોધી “નવનિર્માણ અંદોલન”માં સક્રિય ભાગ ભજવ્યો હતો. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં સંપૂર્ણ સમયના કાર્યકર તરીકે જોડાયા પછી તેમને ભારતીય જનતા પાર્ટી (ભાજપા)ના પ્રતિનિધિ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.તેઓ કિશોરાવસ્થામાં તેમના ભાઈ સાથે ચા ની લારી ચલાવતા હતા.તેમણે ભારતમાં સામાજીક અને સાંસ્કૃતિક વિકાસના કાર્ય સાથે સંકળાયેલી સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાઈને પણ કાર્ય કર્યું છે.

નરેન્દ્ર મોદીએ શાળાકીય અભ્યાસ વડનગરમાં પૂર્ણ કરેલો છે. તેઓ ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજયશાસ્ત્ર વિષય સાથે અનુસ્નાતક થયા હતા. તે એક સારા લેખક તરીકે પણ જાણીતા છે, તેમના લખાયેલા ઘણા પુસ્તકો પ્રસિદ્ધ પણ થયા છે.

પ્રારંભિક પ્રવૃત્તિઓ અને રાજકારણ


આરએસએસ સાથેના તેમના કાર્યકાળ દરમિયાન, મોદીએ ૧૯૭૪ ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન અને ૧૯ મહિનાની (જૂન ૧૯૭૫ થી જાન્યુઆરી ૧૯૭૭) લાંબી ‘કટોકટી’ સહિત અનેક મહત્વપૂર્ણ અને કપરા પ્રસંગો પર ભૂમિકા ભજવી હતી. મોદી તેમના યુનિવર્સિટીના વર્ષ દરમ્યાન આરએસએસના એક પ્રચારક તરીકે હતા.

તેમણે ૧૯૮૭માં ભાજપમાં જોડાયા અને તેના દ્વારા રાજકારણના મુખ્ય પ્રવાહમાં દાખલ થયા. માત્ર એક વર્ષમાં તેમની ગુજરાત એકમના જનરલ સેક્રેટરી સ્તર પર તેમની વરણી કરવામાં આવી હતી. તેમણે શંકરસિંહ વાઘેલા સાથે ભાગીદારીમાં ગુજરાતમાં મજબૂત સંવર્ગ આધાર બનાવવા પ્રયત્નો કર્યા. પ્રારંભિક ગાળામાં, શંકરસિંહ વાઘેલા એક સમૂહ નેતા તરીકે જોવામાં આવ્યા હતા, જ્યારે મોદીને એક કુશળ નીતિનીયામક તરીકે જોવામાં આવ્યા હતા.

ત્યારબાદ પક્ષે રાજકીય કક્ષાએ ગતિ મેળવવાની શરૂ થઇ અને એપ્રિલ ૧૯૯૦ ના કેન્દ્રમાં સંયુક્ત સરકારની રચના કરી હતી. આ ભાગીદારી થોડા મહિના સુધી નિમિત્ત હતી, પરંતુ ભાજપ ગુજરાત માં બે તૃતીયાંશ બહુમતી સાથે ૧૯૯૫ માં સત્તા પર આવી હતી.આ સમયગાળામાં મોદીએ “સોમનાથ થી અયોધ્યાની રથયાત્રા” (એક રૂપાંતરિત ટોયોટા વાન પર ભારત દ્વારા રાજકીય રેલીમાં) અને “કન્યાકુમારી થી કાશ્મીર” (ભારતના દક્ષિણનો ભાગ)ની કુચ જેવા નિર્ણાયક રાષ્ટ્રીય પ્રસંગોની જવાબદારી ઉપાડી હતી.

શંકરસિંહ વાધેલાની ભાજપમાંથી બાદબાકી થયા બાદ કેશુભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નિયુકત થયા અને નરેન્દ્ર મોદીએ પક્ષ જનરલ સેક્રેટરી તરીકે દિલ્હી મોકલવામાં આવ્યા હતા.

વ્યક્તિત્વ


મોદી એક સાદી જીવનશૈલી ધરાવતા અગ્રણી તરીકે જાણીતા છે. તે કાર્યલક્ષી અને અંતર્મુખી મુખ્ય પ્રધાન તરીકે ઓળખાય છે.તેમણે ઘણા હિન્દૂ મંદિરો કે જે યોગ્ય સરકારી મંજૂરી વિના બનાવવામાં આવ્યા હતા તેને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. આ કારણે તેઓ વિશ્વ હિંદુ પરિષદના ગુસ્સાનું કારણ બન્યા હતા. તેમને એક સારા વક્તા તરીકે જોવામાં આવે છે. મોદી અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ ધરાવે છે.

કેન્દ્ર સરકાર
૨૦૦૯ની ચુંટણી
મોદીએ ૨૦૦૯ની લોકસભાની ચુંટણીના પ્રચારમાં ભાગ ભજવ્યો હતો.૩૧ ઓક્ટોબર ૨૦૧૩ના રોજ મોદીની વરણી ભાજપની સર્વોચ્ચ નિર્ણય લેનારી મંડળી એટલે કે ભાજપ સંસદીય બોર્ડમાં કરવામાં આવી હતી.૯ જૂન ૨૦૧૪ના દિવસે તેમને ભાજપની રાષ્ટ્રીય સ્તરની કારોબારી સમિતિની બેઠકમાં ૨૦૧૪ની લોકસભાની ચુંટણીમાં ભાજપની કેન્દ્રીય ચુંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ નિમવામાં આવ્યા હતા. પક્ષના વરિષ્ઠ અને સંસ્થાપક નેતા લાલ કૃષ્ણ અડવાણીએ આ વરણી બાદ પક્ષમાં પોતાના બધાજ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમનું કહેવું હતું કે તેઓ એવા નેતાનો વિરોધ કરે છે જે “પોતાના વ્યક્તિગત એજન્ડા ઉપર વધુ ભાર આપતા હોય”; અંગ્રેજી અખબાર ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ આ રાજીનામાને “નરેન્દ્ર મોદીના પક્ષની ચુંટણી સમિતિના અધ્યક્ષ તરીકેના ઉદય સામેના વિરોધ પ્રદર્શન” સમું ગણાવ્યું હતું. જો કે બીજે જ દીવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતની વિનંતિ પર તેમણે આ રાજીનામું પાછું ખેંચી લીધું હતું.સપ્ટેમ્બર ૨૦૧૩માં ભાજપે નરેન્દ્ર મોદીને ૨૦૧૪ની લોકસભાની ચુંટણીમાં તેમના વડાપ્રધાનપદના ઉમેદવાર તરિકે ઘોષિત કર્યા.

૨૦૧૪ની ચુંટણી


નરેન્દ્ર મોદી બે બેઠક પરથી ચુંટણી લડ્યા: વારાણસી અને વડોદરા.તેમને ધાર્મિક નેતા બાબા રામદેવ અને મોરારીબાપુ અને અર્થશાસ્ત્રીઓ જગદીશ ભગવતી અને અરવિંદ પનાગરીયાનું પણ સમર્થન સાંપડ્યું હતું. આ બંને અર્થશાસ્ત્રીઓનું કહેવું હતું કે તેઓ, “…મોદીના અર્થશાસ્ત્રથી પ્રભાવિત થયા છે.” તેમના વિરોધીઓમાં નોબેલ પારિતોષીક વિજેતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનનો સમાવેશ થાય છે, જેમનું કહેવું હતું કે તે નરેન્દ્ર મોદીને વડાપ્રાધાન તરીકે જોવા નથી માંગતા કેમકે તેમણે લઘુમતી જનતા સુરક્ષિત મહેસુસ કરે તે માટે કાંઈ ખાસ કર્યું નથી અને મોદીના શાસન હેઠળ ગુજરાતમાં સ્વાસ્થ્ય અને શિક્ષણની સુવિધાઓ “ઘણી ખરાબ” રહી છે

ભાજપ દ્વારા ગુડી (ગુડી પડવાના દિવસે ઊભી રાખવામાં આવતી ગુડી) ઊભી કરીને ૨૦૧૪ની ચુંટણીમાં પક્ષના અને એન.ડી.એ.ના વિજયની ઉજવણી કરી હતી.
મોદી જે બે બેઠકો પરથી ચુંટણી લડ્યા તે બન્ને પરથી જીત્યા; વારાણસીમાં આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલને હરાવીને અને વડોદરામાંથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મધુસુદન મિસ્ત્રીને (૫,૭૦,૧૨૮ મતોથી) હરાવીને, જો કે એક વ્યક્તિ બે સંસદિય ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ ન કરી શકે તે કારણે તેમણે ૨૯ મે ૨૦૧૪ના દિવસે વડોદરાની બેઠક પરથી રાજીનામું આપ્યું અને વારાણસી મતક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરવાનો નિર્ણય લીધો. ચુંટણીમાં તેમણે ભાજપના વડપણ હેઠળ સ્થપાયેલા એન.ડી.એ. સંગઠનને જવલંત વિજય અપાવ્યો અને કોંગ્રેસ પક્ષે પોતાના ઇતિહાસની સૌથી ખરાબ હાર જોવાનો વારો આવ્યો.નરેન્દ્ર મોદી, તેમની પાર્ટીના સફળ વિજય બાદ સર્વાનુમતે ભાજપના સંસદીય પક્ષના નેતા તરીકે ચુંટાઈ આવ્યા હતા અને છેવટે રાષ્ટ્રપતિએ તેમને શપથ લેવડાવી વડાપ્રધાન પદે નિમ્યા.

વડાપ્રધાન

ભારતના ૧૫મા વડાપ્રધાન તરિકે શપથ લઈ રહેલા નરેન્દ્ર મોદી
નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવન ખાતે ૨૬ મે ૨૦૧૪ના રોજ વડાપ્રધાન પદના શપથ લીધા. તેઓ ભારતના સૌથી પહેલા એવા વડાપ્રધાન છે જે આઝાદી પછી જન્મ્યા છે.ઇતિહાસમાં પહેલી વખત મોદીએ તેમના શપથગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહેવા માટે સાર્કના બધા જ વડાઓને આમંત્રણ આપ્યું;હાજર રહેલા આમંત્રિતોમાં પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરિફ,શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષા, અફઘાનિસ્તાનના પ્રમુખ હમિદ કરઝાઇ, ભૂતાનના વડાપ્રધાન શેરિંગ ટોબ્ગે, નેપાળના વડાપ્રધાન સુશિલ કોઇરાલા, માલદીવ્સના રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામિન અબ્દુલ ગયૂમ, બાંગ્લાદેશના સ્પિકર શિરિન શર્મિન ચૌધરી અને સાર્ક નિરિક્ષક એવા મોરિશિયસના વડાપ્રધાન નવિન રામગુલામનો સમાવેશ થાય છે.

પુરસ્કારો અને ઓળખ


૩૦ જાન્યુઆરી ૨૦૦૬ – “ઇન્ડિયા ટુડે” દ્વારા રાષ્ટ્ર ભરમાં હાથ ધરવામાં આવેલી મોજણીમાં, નરેન્દ્ર મોદીને દેશના શ્રેષ્ઠ મુખ્યમંત્રી તરીકે જાહેર કરવામાં આવ્યાં
૫ ફેબ્રુઆરી ૨૦૦૭ – ઇન્ડિયા ટુડે -ઓઆરજી માર્ગ દ્વારા રાષ્ટ્રભરમાં હાથ ધરવામાં આવેલી મોજણીમાં ત્રીજી વખત શ્રેષ્ઠ મુખ્યમંત્રી તરીકે જાહેર કરવામાં આવ્યાં, જે કોઈપણ મુખ્યમંત્રી માટે ૫-વર્ષના સમયગાળા દરમિયાન એક અનન્ય ઉપલબ્ધિ છે.


૨૫ ઑગસ્ટ ૨૦૦૯– FDI magazine દ્વારા વર્ષ ૨૦૦૯ માટેના એફડીઆઇ વ્યક્તિત્વના એશિયાઈ વિજેતા તરીકે પસંદગી પામ્યા.
પૂના ગુજરાતી બંધુ સમાજ દ્વારા ગુજરાત રત્ન
કમ્પ્યુટર સોસાયટી ઓફ ઇન્ડીયા” દ્વારા ઇ-રત્ન
શ્રેષ્ઠ મુખ્યમંત્રી-ઇન્ડીયા ટુડે મેગેઝીન દ્વારા

Source: Wikipedia

Edited By GujjuRocks Team

15 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?
દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો જય જય ગરવી ગુજરાત, જય ભારત

What's Your Reaction?

Wao Wao
1
Wao
Love Love
1
Love
LOL LOL
0
LOL
Omg Omg
0
Omg
Cry Cry
1
Cry
Cute Cute
0
Cute

સતત 18-20 કલાક કામ કરનારા ભારતના સૌથી પાવરફુલ લીડર વિશેનું જીવન વાંચો આર્ટિકલમાં

log in

reset password

Back to
log in
error: