21 ઓક્ટોમ્બર 2018, રાશિફળ – બધી જ રાશિઓ માટે, મિથુન રાશિના જાતકો ખાસ વાંચો…

0

1. મેષ – અ,લ,ઈ (Aries): આજે જીવનસાથી તરફથી તમને સારા સમાચાર મળવાના યોગ છે. ઘરમાં કોઈપણ નાની વાત મોટા ઝઘડાનું સ્વરૂપ ના બની જાય એની તકેદારી તમારે રાખવાની છે. આજે થોડો ખર્ચ પણ વધી શકે છે. કોઈપણ નવા લોકો સાથે મળતા સમયે તમારા વાણી અને વર્તન પર કાબુ રાખો. જીવનસાથીના ઇશારાને બરોબર સમજો. આજે સ્વાસ્થ્ય પ્રત્યે થોડી તકેદારી રાખો. હંમેશા ખુશમિજાજ અને પોઝીટીવ રહો એ જ તમારે યાદ રાખવાનું છે. જે મિત્રોના લગ્નને થોડો જ સમય થયો છે તેમને ક્યાંક ફરવા જવા માટે મળી શકે છે.
શુભ અંક : ૧
શુભ રંગ : જાંબલી

2.વૃષભ – બ,વ,ઉ (Taurus): જે મિત્રો નોકરી શોધી રહ્યા છે તેમની માટે સારી ઓફર આવે તેવી સંભાવના છે. જે મિત્રો નોકરી બદલવાનું વિચારી રહ્યા છે તેઓએ બીજી નોકરી વિષે પહેલા સંપૂર્ણ તપાસ કરી લેવી અને પછી જ કોઈ યોગ્ય નિર્ણય લેવો. આજે કોઈપણ કામ આવે તો તેને ઉત્સાહથી કરો તમારો એ સ્વભાવ જ તમને સફળતાના શિખરો સર કરાવશે. આજે તમારા માટે ખૂબ સારો દિવસ છે તો કોઈપણ પ્રકારની મૂંઝવણ હોય તો તમારા વડીલોની સલાહ લો અને આગળ વધો. આજે નાણાકીય ભીડ ઓછી થવાના યોગ છે તમારા પર ઈશ્વરના ચાર હાથ છે પણ ખરી સફળતા તમને મહેનત કરીને જ મળશે. આજે નોકરી બદલવા માટે પણ સારા યોગ છે.
શુભ અંક : ૧
શુભ રંગ : નારંગી

3. મિથુન – ક,છ,ઘ (Gemini):તમારામાં રહેલી નકારાત્મકતા તમને આગળ વધતા રોકે છે. તમે ઘણા સમયથી કરેલી મહેનતનું યોગ્ય ફળ મળતું નથી તો તમારે આજથી જ હકારાત્મક વલણ અપનાવવાનું છે. તમારા પરિવાર સાથે વાત કરો તેઓ આજે તમારી ખુબ મદદ કરી શકશે. કોઈપણ પરિવારજનો સાથે કે મિત્રો સાથે વાત કરો તો વાણી અને વર્તનમાં થોડી સાવધાની રાખજો. નાની નાની રમૂજમાં માટે કોઈને ઉતારી પડવાની જો આદત છે તો એ આજથી બદલી દો. આજે જો ઘરમાં કોઈપણ વાતને લઈને વિવાદ થાય તો તેને વડીલોની સલાહ લઈને સુલજાવી દો. આજે તમારા જીવનસાથીની તબિયત નરમ ગરમ રહેશે. મન હળવું કરવા માંગો છો તો જુના મિત્રોને ફોન કરીને કે મળીને વાતો કરો.
શુભ અંક : ૮
શુભ રંગ : આસમાની

4. કર્ક – ડ,હ (Cancer): આજે ઘણા લોકોની ભીડ વચ્ચે તમને તમારી ઓળખ બધા સાથે કરાવવાની તક મળશે તો એ તકને જતી કરશો નહિ. આજે કોઈપણ કામ આવે તો તેને ઉત્સાહથી કરો તમારો એ સ્વભાવ જ તમને સફળતાના શિખરો સર કરાવશે. આજે તમારા માટે ખૂબ સારો દિવસ છે તો કોઈપણ પ્રકારની મૂંઝવણ હોય તો તમારા વડીલોની સલાહ લો અને આગળ વધો. આજે નાણાકીય ભીડ ઓછી થવાના યોગ છે તમારા પર ઈશ્વરના ચાર હાથ છે પણ ખરી સફળતા તમને મહેનત કરીને જ મળશે. આજે નોકરી બદલવા માટે પણ સારા યોગ છે.
શુભ અંક : ૨
શુભ રંગ : લાલ
5. સિંહ – મ,ટ (Lio):મોટેથી બોલવામાં આવતું અસત્ય એ અસત્ય જ રહે છે આ એક વાત આજે તમારે યાદ રાખવાની છે કોઈપણ પરિવારજનો સાથે કે મિત્રો સાથે વાત કરો તો વાણી અને વર્તનમાં થોડી સાવધાની રાખજો. નાની નાની રમૂજમાં માટે કોઈને ઉતારી પડવાની જો આદત છે તો એ આજથી બદલી દો. આજે જો ઘરમાં કોઈપણ વાતને લઈને વિવાદ થાય તો તેને વડીલોની સલાહ લઈને સુલજાવી દો. આજે તમારા જીવનસાથીની તબિયત નરમ ગરમ રહેશે. મન હળવું કરવા માંગો છો તો જુના મિત્રોને ફોન કરીને કે મળીને વાતો કરો.
શુભ અંક : ૯
શુભ રંગ : પીળો

6. કન્યા – પ,ઠ,ણ (Virgo): આજે નોકરી કરતા મિત્રો માટે થોડો ભારે દિવસ છે. માટે આજે તમારાથી કામમાં કોઈ ખામી ના રહી જાય તે ચકાસજો. તમને એકવાર નિષ્ફળતા મળી એનો અર્થ એવો બિલકુલ નથી કે તમને સફળતા મળશે જ નહિ. આજથી જ નવા દિવસની નવા જોશ અને ઉત્સાહ સાથે શરૂઆત કરો ઈશ્વર તમારી સાથે જ છે. બસ થોડી હજુ વધારે મહેનત તમને સફળતાનો સ્વાદ જરૂર કરાવશે. આજે ગમે એવી મુશ્કેલી આવે તમારે ડરવાની કે ડગવાની જરૂરત બિલકુલ નથી. વિશ્વમાં એવું કશું નથી જે ના થઇ શકે એ મંત્ર હંમેશા યાદ રાખો. આજે નોકરી કે ધંધાની શરૂઆત કરતા પહેલા મહાદેવજીના મંદિરે દર્શન કરવા અચૂક જાવ.
શુભ અંક : ૮
શુભ રંગ : કેસરી

7. તુલા – ર,ત (Libra):તમારા આજના દિવસની શરૂઆત ધમાકેદાર રહેવાની છે આજે તમને તમારા બાળકો અને જીવનસાથી તરફથી પુરતો સપોર્ટ મળશે. આજે વેપારીમિત્ર, નોકરિયાતમિત્ર કે પછી હોવ તમે ગૃહિણી આજનો દિવસ તમારા જીવનનો સૌથી ઉત્તમ દિવસ બની રહેશે. આજે તમારા અટકી ગયેલા કામનો અંત આવશે. આજે ફક્ત તમારે એક જ સાવધાની રાખવાની છે તમને મળેલ સફળતા’થી તમારે છકી જવાની કે અભિમાન કરવાની જરૂરત નથી એ તમને નુકશાનકારક થઇ શકે છે. ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિની ભૂખ સંતોષાય એની માટે પ્રયત્ન કરો.
શુભ અંક : ૧
શુભ રંગ : પીળો

8. વૃષિક – ન,ય(Scorpio):તમને ઘણા લોકોએ અને પ્રિયજનોએ પણ સલાહ આપેલી જ હશે કે બોલવામાં અને લોકો સાથે વાત કરો ત્યારે થોડી કાળજી રાખો તમારા વાણી અને વર્તનથી કોઈના હૃદયને ઠેસ ના પહોચે તેનું ખાસ ધ્યાન રાખો. તમારી આ એક ભૂલના કારણે આજે તમારે કોઈ મિત્ર સાથે મત ભેદ થવાની શક્યતાઓ છે. આજનો દિવસ છે મહાદેવજીને અર્પણ તો પછી આજથી મનની શાંતિ અને તનની સુરક્ષા માટે બની શકે તો ઉપવાસ કરો અથવા તો મહાદેવજીના મંદિરે આવેલા પીપળાને જળ અર્પણ કરો. આજે ધનલાભ પણ થઇ શકે છે પણ પરિવારને ધ્યાનમાં રાખીને નિર્ણય કરશો તો જ.
શુભ અંક : ૩
શુભ રંગ : સફેદ

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): તમારે હવે બધું નસીબ અને ભાગ્ય પર છોડવાની આદત બદલવાનો સમય આવી ગયો છે. હંમેશા બીજાને દોષ દેવો એવું ના કરશો. તમને એકવાર નિષ્ફળતા મળી એનો અર્થ એવો બિલકુલ નથી કે તમને સફળતા મળશે જ નહિ. આજથી જ નવા દિવસની નવા જોશ અને ઉત્સાહ સાથે શરૂઆત કરો ઈશ્વર તમારી સાથે જ છે. બસ થોડી હજુ વધારે મહેનત તમને સફળતાનો સ્વાદ જરૂર કરાવશે. આજે ગમે એવી મુશ્કેલી આવે તમારે ડરવાની કે ડગવાની જરૂરત બિલકુલ નથી. વિશ્વમાં એવું કશું નથી જે ના થઇ શકે એ મંત્ર હંમેશા યાદ રાખો. આજે નોકરી કે ધંધાની શરૂઆત કરતા પહેલા મહાદેવજીના મંદિરે દર્શન કરવા અચૂક જાવ.
શુભ અંક : ૯
શુભ રંગ : ગુલાબી

10. મકર – જ, ખ (Capricorn):
આજે તમારી મુલાકાત કોઈ ઉચ્ચ હોદ્દા અધિકારી સાથે થશે. તેમની સાથે વાત કરો ત્યારે સાવધાની રાખજો ક્યાંક તમારા વાણી વર્તનના કારણે ક્યાંક તમારી ઇમ્પ્રેશન બગડી ના જાય. આજે જો મૂંઝવણમાં હોવ તો જુના મિત્રોનો સંપર્ક કરો અને મિત્રતાના એ દિવસો યાદ કરો. જૂની વાતો યાદ કરીને મન આજે રાહતનો અનુભવ કરશે. તમારા કામનો બોજ પત્નીના સાથના કારણે ઓછો થઇ જશે. રોકાણ કરવા માટેની અનેક તકો આજે આવશે તમારી સામે પણ ખુશીમાં અને ખુશીમાં તેની પુરતી ચકાસણી કરવાનું ભૂલતા નહિ તમને આર્થિક નુકશાન થઇ શકે છે. દિવસનો અંતિમ સમય પરિવાર સાથે વિતાવો જેનાથી તમે સાચો આનંદ માણી શકશો.
શુભ અંક : ૯
શુભ રંગ : ગુલાબી

11. કુંભ – ગ,શ,સ(Aquarius):નવા નવા શરુ થયેલા પ્રેમ પ્રકરણ વાળા મિત્રોનો દિવસ આજે આનંદમાય વીતશે, જે મિત્રો નોકરી કરે છે તેમને ઓફિસમાં કોઈપણ જાતની સિક્રેટ વાતો કરવી નહિ તમે મુશ્કેલીમાં મુકાઈ શકો તેવા યોગ બની રહ્યા છે. આજે સોના અને ચાંદીમાં રોકાણ માટે સારો દિવસ છે. આજે બાળકોની તબિયત બગડી શકે છે તેમનું પુરતું ધ્યાન રાખો. સફળ થવા માટે કોઈ વ્યક્તિનો સીડીની જેમ ઉપયોગ કરશો નહિ એ તમારા ભવિષ્ય માટે યોગ્ય નથી.
શુભ અંક : ૭
શુભ રંગ : વાદળી

12. મીન – દ,ચ,જ,થ(Pisces): જો લાંબા સમયથી કોઈ શારીરિક તકલીફથી પીડાઈ રહ્યા છો તો આજથી જ તેના માટે કસરત અને યોગ્ય ઉપચાર કરવાની શરૂઆત કરો દો. આજે તામ્ર કોઈ નજીકના સગા તરફથી તમને આર્થિક સહાય મળશે. ઓફિસમાં કામ કરતા દરેક સહકાર્યકર તરફથી તમને પુરતો સપોર્ટ મળશે. લાંબી મુસાફરી તમને અત્યારે લાભ ના આપે તો તેના કારણે નર્વસ થતા નહિ એ મુસાફરીનો બહુ મોટો ફાયદો તમને ભવિષ્યમાં થવાનો છે. નકારાત્મકતાને હમેશા દૂર રાખો. જીવનસાથી સાથે બને એટલો સમય ફાળવો.
શુભ અંક : ૪
શુભ રંગ : પીળો

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ :

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધીશુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

૧. આ વર્ષે તમારા માટે ઘણી બધી ખુશીઓ લઈને આવવાનું છે. સફળતા આ વર્ષે જો તમે સફળ થવા માંગો છો તો સામે આવતી દરેક મુશ્કેલીઓનો સામનો હિંમતથી કરજો. તમારા પરિવાર તરફથી તમને પુરતો સપોર્ટ મળશે જેનાથી તમારા દરેક કાર્ય સારી રીતે પાર પડી જશે.

૨. જો તમે આ વર્ષે દવાખાન અને ડોક્ટરની મુલાકાત લેવા નથી માંગતા તો પછી તમે અને પરિવારજનો મળીને સાથે કસરત અને યોગ્ય ખાવા પીવાનું રાખો. બીમારી તમારા ઘરથી આ વર્ષે દૂર રહેશે.

૩. પૈસા રોકાણ માટેની પણ ઘણી તક મળશે પણ તેમાં નફો અને નુકશાન બંને બાબતોની યોગ્ય ચકાસણી કરીને આગળ વધજો. કોઈપણ રોકાણ કરતા પહેલા તમારા વડીલોની અને ઉપરી અધિકારી જેને એ કામનો અનુભવ છે તેની સલાહ જરૂર લેજો.

૪. બહુ લાંબી મુસાફરી અને એમાં પણ ટ્રેનમાં મુસાફરીને ટાળવી. મુસાફરીના થાકને કારણે તમને નાની મોટી તકલીફ થઇ શકે છે. મુસાફરી કરવાની આવે તો યોગ્ય દવાઓ અને બધો સમાન સાચવી રાખજો. ચોરીના કારણે નુકશાન થવાની સંભાવના છે.

૫. આ વર્ષે જુના મિત્રો સાથે સંપર્ક સાધી શકશો. મિત્રો સાથે એક નાનકડી મુલાકાત તમને ખુશ કરી દેશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાનું રાખો. પરિવારમાં આ વર્ષે સારા સમાચાર આવશે. જે મિત્રો લાંબા સમયથી લગ્ન કરવા માટેની રાહ જુએ છે તેમના માટે આ વર્ષ ફળદાયી રહેશે.

૬. જો તમે ઈચ્છો છો કે ઓફિસમાં બધા તમારાથી ખુશ રહે અને તમારું દરેક કામ સરળતાથી થાય તો તમારે દરેક મિત્રોને સાચવવા પડશે ભૂલથી પણ કોઈનું અપમાન કે મનદુઃખ ના થાય એની તકેદારી રાખજો. આ વર્ષે ઘરમાં પણ તમારી વાણી પર કંટ્રોલ રાખજો.

૭. વર્ષનો અંતિમ ભાગ તમારા માટે શુભ સાબિત થશે. ઘરમાં નાનકડી પૂજા તમને અને તમારા પરિવારજનોને વધુ નજીક લાવશે જો લાંબા સમયથી કોઈ સાથે બોલચાલ બંધ હોય તો આ વર્ષે સામે ચાલીને માફી માંગી લેવી અને સંબંધો સુધારી લેવા.

લેખન : જ્યોતિષ આચાર્ય આનંદ.

ઈશ્વર હમેશા તમારી સાથે જ રહે. અને આપનો આવનારો સમય આજના સમય કરતા પણ સારો રહે તેવી આશા.

આજનો વિચાર : પહેલા થયેલી ભૂલોને વારંવાર જો માફ કરવામાં આવે તો એ ભૂલો હજી પણ વારંવાર થવાની જ છે. તો જે પણ નિર્ણય કરો એ સમજી વિચારીને જ કરો.

Posted By: GujjuRocks Team
દરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ. આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here