૨૧ ઓગસ્ટ 2018,રાશિ ભવિષ્ય – આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે વાંચો ખાસ

0

1. મેષ – અ,લ,ઈ (Aries): જો લાંબા સમયથી કોઈ શારીરિક તકલીફથીપીડાઈ રહ્યા છો તો આજથી જ તેના માટે કસરત અને યોગ્ય ઉપચાર કરવાની શરૂઆત કરો દો. આજે તામ્ર કોઈ નજીકના સગા તરફથી તમને આર્થિક સહાય મળશે. ઓફિસમાં કામ કરતા દરેક સહકાર્યકર તરફથી તમને પુરતોસપોર્ટ મળશે. લાંબી મુસાફરી તમને અત્યારે લાભ ના આપે તો તેના કારણે નર્વસ થતા નહિ એ મુસાફરીનો બહુ મોટો ફાયદો તમને ભવિષ્યમાં થવાનો છે. નકારાત્મકતાનેહમેશા દૂર રાખો. જીવનસાથી સાથે બને એટલો સમય ફાળવો.
શુભ અંક : ૧
શુભ રંગ : આસમાની

2.વૃષભ – બ,વ,ઉ (Taurus):  આજે તમે અને તમારી આસપાસ રહેતા દરેક લોકો તમારી વાણી અને વર્તનથી ખુશ રહેશે. આજે તમને દરેક તરફથી ખુશીઓ મળશે તમારા સંતાનો પણ તમને આનંદ આપશે. રોકાણ કરવા માટેની અનેક તકો આજે આવશે તમારી સામે પણ ખુશીમાં અને ખુશીમાં તેની પુરતી ચકાસણી કરવાનું ભૂલતા નહિ તમને આર્થિક નુકશાન થઇ શકે છે. દિવસનો અંતિમ સમય પરિવાર સાથે વિતાવો જેનાથી તમે સાચો આનંદ માણી શકશો.
શુભ અંક : ૧
શુભ રંગ : લાલ

3. મિથુન – ક,છ,ઘ (Gemini): નવા નવા શરુ થયેલા પ્રેમ પ્રકરણ વાળા મિત્રોનો દિવસ આજે આનંદમાયવીતશે, જે મિત્રો નોકરી કરે છે તેમને ઓફિસમાં કોઈપણ જાતની સિક્રેટ વાતો કરવી નહિ તમે મુશ્કેલીમાં મુકાઈ શકો તેવા યોગ બની રહ્યા છે. આજે સોના અને ચાંદીમાં રોકાણ માટે સારો દિવસ છે. આજે બાળકોની તબિયત બગડી શકે છે તેમનું પુરતું ધ્યાન રાખો. સફળ થવા માટે કોઈ વ્યક્તિનોસીડીની જેમ ઉપયોગ કરશો નહિ એ તમારા ભવિષ્ય માટે યોગ્ય નથી.
શુભ અંક : ૮
શુભ રંગ : પીળો

4. કર્ક – ડ,હ (Cancer): કામ કરવાની જગ્યાએ તમારા હાથ નીચે કામ કરતા લોકોને ખુશ રાખો તેઓના ખુશ રહેવાથી તમારા કામમાં ખુબ ફાયદો થશે. આજે ખરીદી કરવા જવાનું બની શકે છે. આજે વધારાનો અને બિનજરૂરી વસ્તુ પાછળ ખર્ચ ના થાય એનું ધ્યાન રાખજો. આજે કોઈપણ નાણાકીય નિર્ણય એકલા લેશો નહિ તમારા નિર્ણયમાં તમારા ઉપરી અધિકારી અથવા તો તમારા વડીલોની સલાહ લેવાનું રાખજો. રસ્તો ક્રોસ કરો ત્યારે સાવચેતી રાખવી.
શુભ અંક : ૨
શુભ રંગ : નારંગી

5. સિંહ – મ,ટ (Lio): તમારે હવે બધું નસીબ અને ભાગ્ય પર છોડવાની આદત બદલવાનો સમય આવી ગયો છે. હંમેશા બીજાને દોષ દેવો એવું ના કરશો. તમને એકવાર નિષ્ફળતા મળી એનો અર્થ એવો બિલકુલ નથી કે તમને સફળતા મળશે જ નહિ. આજથી જ નવા દિવસની નવા જોશ અને ઉત્સાહ સાથે શરૂઆત કરો ઈશ્વર તમારી સાથે જ છે. બસ થોડી હજુ વધારે મહેનત તમને સફળતાનો સ્વાદ જરૂર કરાવશે. આજે ગમે એવી મુશ્કેલી આવે તમારે ડરવાની કે ડગવાની જરૂરત બિલકુલ નથી. વિશ્વમાં એવું કશું નથી જે ના થઇ શકે એ મંત્ર હંમેશા યાદ રાખો. આજે નોકરી કે ધંધાની શરૂઆત કરતા પહેલા મહાદેવજીનામંદિરે દર્શન કરવા અચૂક જાવ.
શુભ અંક : ૯
શુભ રંગ : ગુલાબી

6. કન્યા – પ,ઠ,ણ (Virgo): જો તમે કોઈને પ્રેમ કરો છો અને સાચા સમયની રાહ જુઓ છો તો આજનો દિવસ સૌથી શ્રેષ્ઠ છે. પૈસા કમાવવા માટે પણ આજનો દિવસ સૌથી યોગ્ય છે કોઈપણ રોકાણ કરવા માટેની સ્કીમ આજે તમારી સામે આવે તો પુરતી ચકાસણી કરીને યોગ્ય નિર્ણય કરો. આજે પરિવારમાં કોઈની તબિયત બગડી શકે છે તો યોગ્ય ઉપચાર કરાવો અને તેમનું પુરતું ધ્યાન રાખો. દિવસનો અંત આજે થોડો થકવીદેનારો હશે. સાંજના સમયે થોડો ગુસ્સા પર કાબુ રાખો. તમારા સંબંધો બગડી શકે છે અજાણ્યા લોકો પર બહુ ભરોસો કરશો નહિ.
શુભ અંક : ૮
શુભ રંગ : ગુલાબી

7. તુલા – ર,ત (Libra): તમને ઘણા લોકોએ અને પ્રિયજનોએ પણ સલાહ આપેલી જ હશે કે બોલવામાં અને લોકો સાથે વાત કરો ત્યારે થોડી કાળજી રાખો તમારા વાણી અને વર્તનથી કોઈના હૃદયને ઠેસ ના પહોચે તેનું ખાસ ધ્યાન રાખો. તમારી આ એક ભૂલના કારણે આજે તમારે કોઈ મિત્ર સાથે મત ભેદ થવાનીશક્યતાઓ છે. આજનો દિવસ છે મહાદેવજીને અર્પણ તો પછી આજથી મનની શાંતિ અને તનની સુરક્ષા માટે બની શકે તો ઉપવાસ કરો અથવા તો મહાદેવજીનામંદિરે આવેલા પીપળાને જળ અર્પણ કરો. આજે ધનલાભ પણ થઇ શકે છે પણ પરિવારને ધ્યાનમાં રાખીને નિર્ણય કરશો તો જ.
શુભ અંક : ૧
શુભ રંગ : જાંબલી

8. વૃષિક – ન,ય(Scorpio): જો તમે સપ્રમાણ વજન અને સપ્રમાણ જીવન ઈચ્છો છો તો તમારે આજથી જ કસરત કરવાની છે અને ખાવા પીવામાં પણ ધ્યાન રાખવાનું છે યોગ્ય ડાયટફોલો કરો. આજે કોઈપણ નિર્ણય તમારા ઉતાવળે અને કોઈપણ ચકાસણી વગર કરવાનો નથી. તમારા પ્રિયજન કે પછી કોઈ નજીકનો સંબંધી ઉધાર માંગે તો એ વ્યક્તિને એ પૈસા શેના માટે જરૂર છે એ ખાસ તપાસજો. ક્યાંક તમારા પૈસા ખોટા રસ્તે ના વપરાતા હોય. આજે દિવસના મધ્ય ભાગ એટલે કે બપોરે માથાનો દુખાવો રહેશે. આજની સાંજ પરિવાર સાથે વિતાવો.
શુભ અંક : ૩
શુભ રંગ : ગુલાબી

9.ધન – ભ, ધ, ફ, ઢ
(Sagittarius):
તમારા આજના દિવસની શરૂઆત ધમાકેદાર રહેવાની છે આજે તમને તમારા બાળકો અને જીવનસાથી તરફથી પુરતોસપોર્ટ મળશે. આજે વેપારીમિત્ર,નોકરિયાતમિત્ર કે પછી હોવ તમે ગૃહિણી આજનો દિવસ તમારા જીવનનો સૌથી ઉત્તમ દિવસ બની રહેશે. આજે તમારા અટકી ગયેલા કામનો અંત આવશે. આજે ફક્ત તમારે એક જ સાવધાની રાખવાની છે તમને મળેલ સફળતા’થી તમારે છકી જવાની કે અભિમાન કરવાની જરૂરત નથી એ તમને નુકશાનકારક થઇ શકે છે.ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિની ભૂખ સંતોષાય એની માટે પ્રયત્ન કરો.
શુભ અંક : ૯
શુભ રંગ : સફેદ

10. મકર – જ, ખ
(Capricorn): 
આજે દિવસ થોડો નિરાશાજનક છે તો જરા સાવધાન રહેવાની જરૂરત છે. આજે તમારા ઉપરી અધિકારી અને તમારા સાથી કર્મચારી તમારાથી નારાજ થઇ શકે છે. કોઈપણ અજાણ્યા પર વિશ્વાસ કરતા પહેલા સો વાર વિચાર કરજો. કોઈપણ પ્રકારનું રોકાણ આજે જોખમી સાબિત થઇ શકે છે. માટે જ્યાં સુધી બધી જ ચકાસણી જેમકે ફાયદાની અને નુકશાનની વાત જોઈ ના લો ત્યાં સુધી કોઈપણ નિર્ણય લેવાનો નથી. પરિવારમાં આજે નાની નાની વાતો મોટા ઝઘડાનું સ્વરૂપ ધારણ ના કરે તેની તકેદારી તમારે રાખવાની છે.
શુભ અંક : ૯
શુભ રંગ : આસમાની

11. કુંભ – ગ,શ,સ(Aquarius): આજે ઘણા લોકોની ભીડ વચ્ચે તમને તમારી ઓળખ બધા સાથે કરાવવાની તક મળશે તો એ તકને જતી કરશો નહિ. આજે કોઈપણ કામ આવે તો તેને ઉત્સાહથી કરો તમારો એ સ્વભાવ જ તમને સફળતાના શિખરો સર કરાવશે. આજે તમારા માટે ખૂબ સારો દિવસ છે તો કોઈપણ પ્રકારની મૂંઝવણ હોય તો તમારા વડીલોની સલાહ લો અને આગળ વધો. આજે નાણાકીય ભીડ ઓછી થવાના યોગ છે તમારા પર ઈશ્વરના ચાર હાથ છે પણ ખરી સફળતા તમને મહેનત કરીને જ મળશે. આજે નોકરી બદલવા માટે પણ સારા યોગ છે.
શુભ અંક : ૭
શુભ રંગ : પીળો

12. મીન – દ,ચ,જ,થ(Pisces): આજે જીવનસાથી તરફથી તમને સારા સમાચાર મળવાના યોગ છે. ઘરમાં કોઈપણ નાની વાત મોટા ઝઘડાનું સ્વરૂપ ના બની જાય એની તકેદારી તમારે રાખવાની છે. આજે થોડો ખર્ચ પણ વધી શકે છે. કોઈપણ નવા લોકો સાથે મળતા સમયે તમારા વાણી અને વર્તન પર કાબુ રાખો. જીવનસાથીનાઇશારાને બરોબર સમજો. આજે સ્વાસ્થ્ય પ્રત્યે થોડી તકેદારી રાખો. હંમેશા ખુશમિજાજ અને પોઝીટીવ રહો એ જ તમારે યાદ રાખવાનું છે.જે મિત્રોના લગ્નને થોડો જ સમય થયો છે તેમને ક્યાંક ફરવા જવા માટે મળી શકે છે.
શુભ અંક : ૪
શુભ રંગ : ગુલાબી

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ : (તમારા એ મિત્ર ને કોમેન્ટ માં ટેગ કરો જેમનો આજે જન્મદિવસ છે) :
જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધીશુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

૧. આ વર્ષે તમારા માટે ઘણી બધી ખુશીઓ લઈને આવવાનું છે. સફળતા આ વર્ષે જો તમે સફળ થવા માંગો છો તો સામે આવતી દરેક મુશ્કેલીઓનો સામનો હિંમતથી કરજો. તમારા પરિવાર તરફથી તમને પુરતોસપોર્ટ મળશે જેનાથી તમારા દરેક કાર્ય સારી રીતે પાર પડી જશે.

૨. જો તમે આ વર્ષે દવાખાન અને ડોક્ટરની મુલાકાત લેવા નથી માંગતા તો પછી તમે અને પરિવારજનો મળીને સાથે કસરત અને યોગ્ય ખાવા પીવાનું રાખો. બીમારી તમારા ઘરથી આ વર્ષે દૂર રહેશે.

૩. પૈસા રોકાણ માટેની પણ ઘણી તક મળશે પણ તેમાં નફો અને નુકશાન બંને બાબતોની યોગ્ય ચકાસણી કરીને આગળ વધજો. કોઈપણ રોકાણ કરતા પહેલા તમારા વડીલોની અને ઉપરી અધિકારી જેને એ કામનો અનુભવ છે તેની સલાહ જરૂર લેજો.

૪. બહુ લાંબી મુસાફરી અને એમાં પણ ટ્રેનમાં મુસાફરીને ટાળવી. મુસાફરીનાથાકને કારણે તમને નાની મોટી તકલીફ થઇ શકે છે. મુસાફરી કરવાની આવે તો યોગ્ય દવાઓ અને બધો સમાન સાચવી રાખજો. ચોરીના કારણે નુકશાનથવાની સંભાવના છે.

૫. આ વર્ષે જુના મિત્રો સાથે સંપર્ક સાધી શકશો. મિત્રો સાથે એક નાનકડી મુલાકાત તમને ખુશ કરી દેશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાનું રાખો. પરિવારમાં આ વર્ષે સારા સમાચાર આવશે. જે મિત્રો લાંબા સમયથી લગ્ન કરવા માટેની રાહ જુએ છે તેમના માટે આ વર્ષ ફળદાયી રહેશે.

૬. જો તમે ઈચ્છો છો કે ઓફિસમાં બધા તમારાથી ખુશ રહે અને તમારું દરેક કામ સરળતાથી થાય તો તમારે દરેક મિત્રોને સાચવવા પડશે ભૂલથી પણ કોઈનું અપમાન કે મનદુઃખ ના થાય એની તકેદારી રાખજો. આ વર્ષે ઘરમાં પણ તમારી વાણી પર કંટ્રોલ રાખજો.

૭. વર્ષનો અંતિમ ભાગ તમારા માટે શુભ સાબિત થશે. ઘરમાં નાનકડી પૂજા તમને અને તમારા પરિવારજનોને વધુ નજીક લાવશે જો લાંબા સમયથી કોઈ સાથે બોલચાલ બંધ હોય તો આ વર્ષે સામે ચાલીને માફી માંગી લેવી અને સંબંધો સુધારી લેવા.

લેખન : જ્યોતિષ આચાર્ય આનંદ.
ઈશ્વર હમેશા તમારી સાથે જ રહે. અને આપનો આવનારો સમય આજના સમય કરતા પણ સારો રહે તેવી આશા.

આજનો વિચાર : જો તમે કોઈનું ખોટું કરવાનું વિચારશો તો સૌથી પહેલા તમારું જ ખોટું થશે.

Posted By: GujjuRocks Team
દરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ. આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!