2020 સુધી રાષ્ટ્રપતિ થી લઈને પ્રધાનમંત્રી સુધીનાં પાસે હશે આ ખાસ વિમાન, જાણો શું છે એવી ખાસિયત?

0

બે બોઇંગ 777 ને કરવામાં આવશે તૈયાર.
રાષ્ટ્રપતિ કોઈપણ દેશના સર્વોચ્ચ નાગરિક હોય છે. દરેક પ્રકારના આપાતકાલ લગાવા અને હટાવા, યુદ્ધ/શાંતિની ઘોષણા કરવા જેવા દેશ ના દરેક મહત્વપૂર્ણ નિર્ણયો તેની મંજુરીથી જ મળતા હોય છે. માટે તે કહેવું ખોટું નથી કે રાષ્ટ્રપતિ કોઈપણ દેશના સૌથી પાવરફુલ ઇન્સાન હોય છે.
આપણા દેશના નેતાઓનો ઠાઠ થી તો આપણે બધા પરિચિત જ છીએ. પછી વાત તેઓના બંગલાની હોય કે પછી ગાડીઓનો હોય. બધું એકદમ અલગ અને ખાસ હોય છે.

જાણકારી અનુસાર આપણા દેશમાં પણ જલ્દી જ રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, અને ઉપરાષ્ટ્રપતી જેવા પદ પર વય્ક્તિઓ માટે 2020 સુધી વિશેષ પ્લેન તૈયાર કરવામાં આવશે. આવો તો જાણીએ તેના વિશે.

1. દરેક સુવિધાઓ થી હશે લૈસ:
2020 સુધી ભારતના રાષ્ટ્રપતી, ઉપ રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી માટે સ્પેશીયલ પ્લેન તૈયાર થઇ જાશે. જેમાં VIP સુવિધાઓનો ખ્યાલ રાખતા મીડીયા માટે રૂમ, ઈમર્જેન્સી હોસ્પિટલ, વાઈ-ફાઈ જેવી સુવિધાઓ ઉપલબ્ધ હશે. સાથે જ આ મિસાઈલથી બચાવ કરવામાં પણ સક્ષમ હશે.

2. એઈર ઇન્ડીયાથી વિમાન લેશે સરકાર:

સરકાર એઈર ઇન્ડીયાથી બે  Boeing 777 વિમાન ખરીદશે. વીતેલા વર્ષના બજેટની ઘોષણાના સમયે સરકાર એઈર ઇન્ડીયાથી આ વિમાનો ખરીદવા માટે 4,469.50 કરોડ રૂપિયા નક્કી કર્યા છે.

3. Airbus A330-200 – ફ્રાંસ:

આ પ્લેનમાં રાષ્ટ્રપતિ આરામ અને કામ કરવાની સુવિધાઓનો પૂરો ખ્યાલ રાખવામાં આવશે. આ લાગ્ઝરી પ્લેનમાં  જમીનથી 10, 000 મીટરની ઊંચાઈ સુધી ઇન્ટરનેટનો ઉપીયોગ કરી શકાય છે. જેમાં એક કોન્ફ્રેન્સ રૂમ પણ છે, જેમાં 60 VIP એક સાથે મીટીંગ કરી શકે છે. આ પ્લેનની કિંમત $240 મિલિયન(લગભગ 15.59 અરબ રૂપિયા) છે.

4. Ilyushin IL-96-300 – રૂસ:

તસ્વીર જોઇને તમે સમજી જ ગયા હશો કે આ પ્લેન કેટલું આલીશાન છે. લગભગ $50 મિલિયન(3.24 અરબ રૂપિયા) કિંમત વાળા આ પ્લેનનું ઈંટીરીયર બસ જોતા જ બને છે. સુવિધાઓના મામલામાં આ કોઈ સેવન સ્ટાર હોટેલથી કમ નથી.

5. Boeing 737 – તાઈવાન:

પ્રોફેશનલિજ્મ અને બીઝનેસને ધ્યાનમાં રાખતા તાઈવાનના રાષ્ટ્રપતિ માટે આ પ્લેનને ઓર્ડર કરવામાં આવ્યું હતું. આ પ્લેનમાં આરામથી વધુ કામ કરવાની સુવિધાઓને વધુ મહત્વ આપવામાં આવ્યું છે. પ્લેનમાં કમ્યુનિકેશન યોગ્ય રીતે બની રહે તે માટે તેમાં ઓન બોર્ડ સૈટેલાઇટ પણ મોજુદ છે. આ પ્લેન માટે તાઈવાનના કુલ $90(5.84 અરબ રૂપિયા) ખર્ચ કર્યા છે.

6. Airbus A319 – બ્રાઝીલ:

$81(લગભગ 5.25 અરબ રૂપિયા) કિંમત વાળા આ પ્લેન બાકી રાષ્ટ્રપતિઓના પ્લેનથી ખુબ અલગ છે. તેને અંદરથી ત્રણ હિસ્સાઓમાં વહેંચવામાં આવ્યું છે. પહેલું મીડિયા માટે, બીજું VIP ગેસ્ટસ માટે અને ત્રીજું રાષ્ટ્રપતિ માટે પર્સનલ ઉપીયોગ માટે છે. પ્લેનનું ઈંટીરીયર પણ ખુબ જ લગ્ઝરી છે.

7. Airbus A319CJ – ઇટલી:

ઇટાલિયન રાષ્ટ્રપતિના આ પ્લેનની કિંમત લગભગ $90(5.84) અરબ રૂપિયા છે. પણ તેમાં ઈંટીરીયર પર વધુ ખર્ચ કરવામાં નથી આવ્યો. જેમાં માત્ર 30 યાત્રીઓ જ રાષ્ટ્રપતિ સાથે સફર કરી શકે છે.

8. Boeing 757 – અમેરિકા:

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે આ પ્લેનની કિંમત $100 મિલિયન( 6.48 અરબ રૂપિયા) છે. જેમાં 180 થી 200 લોકો યાત્રા કરવાની સુવિધા હતી પણ તેને મોડિફાઇડ કર્યા બાદ તેમાં હવે 43 લોકો જ યાત્રા કરી શકે છે. આં પ્લેનની લગ્ઝરીનો અંદાજો તમે આ વાત પરથી લગાવી શકો છો કે તેના બાથરૂમ માં સોનાની બનેલી વસ્તુનો ઉપીયોગ કરામાં આવ્યો છે.

9. Boeing 767 – જીમ્બામ્બે:

ભલે જીમ્બામ્બે આફ્રિકાના ટોપ-10 અમીર દેશોમાં શામિલ નથી પણ ત્યાના રાષ્ટ્રપતિના પ્લેનની કિંમત $400  મિલિયન છે. જેમાં તમામ પ્રકારની લગ્ઝરી ની સાથે ડેટ કાર્પેટ પણ મોજુદ છે જે તેને વધુ રોયલ બનાવે છે.

10. Boeing 787-8 Dreamliner – મેક્સિકો:

મેક્સિકન રાષ્ટ્રપતિનું આ પ્લેન દુનિયાની સૌથી મોંઘા પ્લેન્સ માનું એક છે. 250 યાત્રીઓની ક્ષમતા વાળું આ પ્લેન 10,000 કલાક સુધી લગાતાર ઉડી શકે છે. એટલે કે લોસ એન્જલીસથી ટોકિયો સુધી રોકાયા બગર ઉડી શકે છે.

લેખન સંકલન: કુલદીપસિંહ જાડેજા
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.