સિંહ રાશિના લોકો વર્ષ 2019 માં બનશે ભાગ્ય ના સિકંદર…..જો તમારી રાશિ સિંહ હોય તો તમારા માટે છે ખુશખબરી

0

વર્ષ 2018 ની વિદાઈ અને નવા વર્ષ 2019 ના આગમન ના જશ્ન ની તૈયારી ની વચ્ચે લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યા છે કે નવા વર્ષમાં તેઓનું ભાગ્ય તેનો કેટલો સાથ આપશે. નવું વર્ષ ખાસ રહેશે કે પછી બધું આગળના વર્ષની જેમ જ ચાલશે. આવા સવાલો ની વચ્ચે અમે અહીં તમને એ કહેવા જઈ રહ્યા છીએ કે સિંહ રાશિના લોકો માટે નવું વર્ષ કેવું રહેશે અને તેઓની કિસ્મત કેટલી ચમકવાની છે. તેઓના જીવનમાં કેવા-કેવા બદલાવ ની સંભાવના છે.તેઓનું કેરિયર, પારિવારિક જીવન, આર્થિક સ્થિતિ અને સ્વાસ્થ્ય કેવું રહેવાનું છે. સિંહ રાશિ ફળ: નવું વર્ષ સિંહ રાશિના લોકો માટે મંગલકારી, વ્યાપાર- કારોબાર ને વધારનારૂ રહેશે. રાજ્ય પક્ષ થી માન-સમ્માન મળવાનો યોગ છે. જાનવરો તેમ જ વાહનોથી સાવધાન રહેવાની જરૂર છે. પરાક્રમ,શૌર્ય થી અનેક પ્રકારની સફળતા મળશે. ફેબ્રુઆરી મહિનો સૌથી શુભ, ઘણા અવસરો મળશે, અને સફળ પણ રહેશો.

કેરિયર:કેરિયર ના મામલામાં નવું વર્ષ ખુબ જ સારું રહેવાનું છે. વ્યાપાર માં રોકાણ કરવા માટે સમય ખુબ જ યોગ્ય છે. અચાનક જ મળનારી કોઈ ઓફર ફાયદામાં રહેશે. પ્રમોશન ની સાથે સાથે નોકરિયાત લોકોનો પગાર પણ વધશે.
આર્થિક સ્થિતિ:આર્થિક રૂપથી સારો સમય રહેશે. આખું વર્ષ પૈસા ની તંગી નહિ રહે. અટવાયેલા પૈસા પણ પાછા મળી જશે. પૈતૃક સંપત્તિ પર ફાયદો થવાના યોગ બની રહ્યા છે. જમીન-સંપત્તિ સંબંધી રોકાણ કરવાના યોગ બની રહ્યા છે.

સ્વાસ્થ્ય:નવું વર્ષ સ્વાસ્થ્ય માટે થોડું ઉતાર-ચઢાવ વાળું રહેશે. છાતીમાં દુઃખાવો,બ્લડ પ્રેશર તમને હેરાન કરી શકે તેમ છે. ડાયાબિટીસ છે તો થોડી પણ લાપરવાહી કરવી તમારા માટે ઘાતક સાબિત થઇ શકે છે. ઈજાઓ થવાની ઘટનાઓ બનશે. અપચા સંબંધી રોગ ની સમસ્યા થઇ શકે તેમ છે.નવા વર્ષના નિમિતે સિંહ રાશિના લોકો માટે નોકરી વ્યાપાર માં લાભ મળવાની સંભાવના છે. પિતા દ્વારા લાભ મળી શકે તેમ છે, પણ સંપત્તિ થી સંબંધિત બાબતોમાં સજાગ રહેવાની જરૂર છે. તમને બાળકો પર ખર્ચ આવી શકે છે અને નિયમિત કાર્યોમાં વિલંબ પણ થઇ શકે છે. આ વર્ષે પતિ-પત્ની વચ્ચે અમુક મતભેદ થઇ શકે છે, એવામાં તમારે સમજદારીથી કામ લેવાની જરૂર છે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here